Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધન્ય આ ધરતી = 20 નંદિની જોશી Page #2 -------------------------------------------------------------------------- ________________ धन्य आ धरती नंटिंनी पोशी उन्नति प्राशन. सभघावा 3८० ००६ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ JOSHI, Nandini DHANYA AA DHARATI Essays in economics, environment and peace Unnati Prakashan, Ahmedabad 380 006 1996 ISBN 81 - 9003330-7 (C) નંદિની જોશી પ્રથમ આવૃત્તિ : મે ૧૯૯૬, ૧૦૦૦ પ્રત બીજું મુદ્રણ : ૧૯૯૬, ૧૦૦૦ પ્રત કિંમત : રૂ. ૨૦ રૂ. ૧૨ વીસ કે વધારે નકલો માટે, અને અમદાવાદમાં પ્રકાશકને અને મુંબઈમાં મહાજનમ્ને નીચેને સરનામે રકમ મોક્લવાથી આ નકલો ઘેરબેઠાં પહોંચાડાશે મુખ્ય વિતરકો : અમૃતભાઈ મોદી, ગાંધી સ્મારક સંગ્રહાલય, ગાંધી આશ્રમ, અમદાવાદ ૩૮૦ ૦૨૭ અનિલભાઈ શાહ, મહાજનમ્, ૫૧૦ પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ ૪૦૦ ૦૦૪ રમણીકભાઈ ભુતા, ખાદીભવન, દાદાભાઈ નવરોજી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૧ પ્રકાશક : ઉન્નતિ પ્રકાશન ૨૬ સરદાર પટેલ નગર અમદાવાદ ૩૮૦ ૦૦૬ મુદ્રા સંયોજક : અક્ષરા ફોટોટાઈપ પ્રા. લિ. અમદાવાદ ૩૮૦ ૦૫૨ મુદ્રક : નવજીવન મુદ્રણાલય અમદાવાદ ૩૮૦ ૦૧૪ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ મજૂર મહાજન સંઘના મનજીભાઈ બડિયા જેમણે પોતાની, કદાચ એત્યારે એકમાત્ર, ધનુષતલી જાળવી રાખી અને મને આપી ગ્રામવાસીઓ, નબળા વર્ગો પણ, બનાવી શકે એવા રેટિયાની કલ્પના આપી સુમનભાઈ ભારતી જેમણે ધનુષતકલીના સિધ્ધાંત પરથી તદ્દન સસ્તો અને સરળ ડાળ રેંટિયો બનાવ્યો જેથી નિર્ધનો અને વૃદ્ધો પણ રૂનું સૂતર બનાવી શકે અમદાવાદ કોટન મર્ચન્ટ્રસ એસોસિયેશનના ગૌતમભાઈ સકરચંદ શાહ જેમણે ગુજરાતના જિલ્લા-તાલુકા દીઠ અને રૂની જાત દીઠ રૂના પાકની માહિતી આપી કયાં ગામડાંમાં વગર પૈસે કાપડ બની શકે તે બતાવ્યું અબ્દુલભાઈઅને બાબુભાઈ અજમેરી જેમણે છેક ગામડે આવીને સ્થાનિક રૂ પીંજવાની સહેલી રીત બતાવી ગુજરાત રાજ્ય હાથસાળ વિકાસ નિગમના કાર્યકરો જેમણે ગુજરાતના જિલ્લા-તાલુકા-ગામડા દીઠ વણકરોની માહિતી આપી અને જેમને કારણે વણકરો હજુ વણાટકામ જાણે છે ઈકબાલભાઈ ખેડાવાલા, જગદીશભાઈ વ્યાસ, ફારૂકભાઈ છીપા, વસંતભાઈ પટેલ જેમણે દિલચસ્પ રંગો, લાકડાના ક્ષાત્મક બુટ્ટા, અને સુંદર હાથછપાઈથી ગ્રામવાસીઓના કાપડને એવું આકર્ષક બનાવ્યું કે ગ્રામવાસીઓ એ બનાવવા અધીરા બન્યા જે સહુએ હસતે મુખે, એક પણ પૈસાની ઈચ્છા વગર, પોતે ઘસાઈને - ગ્રામવાસીઓ માટે દિલ રેડીને સાથ આપ્યો અને ' ' ' ગામડામાં વગર પૈસે કાપડ બનાવવાનું સરળ બનાવ્યું સહુ કોઈના દિલમાં જલતી કંઈક સારું કરવાની ઝંખનાના મશાલધારીઓને For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અgઉમ પ્રસ્તાવના છે. ૬ ૧ ધન્ય આ ધરતી ૧ ૨ સ્વપનો વેચવાં છે . ? ૩ ચણતર : પાયાનો પથ્થર મુકાઈ ગયો છે ૭ * વ્યાપક બેકારીના સ્થાને સાર્વત્રિક રોજગારી શક્યા છે ૫ . . ૫ ગ્રામ નિર્માણની કેડી પકડો ઉજ્જવળ ભવિષ્ય આપોઆપ મળશે પર ૬ પ્રત્યેક ઉકેલ એક નવી સમસ્યા છે. ૧૫ ૭ અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દષ્ટિએ છે ૧૮ ૮ વિકાસની દિશા છે ૨૨ ૯ આપણું નસીબ બ્રાનું લખાઈ ચૂક્યું છે . ૨૫ ૧૦ હમ મામુલી નહીં છે. ૨૮ ૧૦ મીઠાભાઈની આંખમાં ચમક આવી ગઈ છે. ૩૧ ૧૨ રૂનો પ્રશ્ન છે ૩૪ ૧૩ પ્લેગમાંથી કેવી રીતે છૂટી . ૩૭ ૧૪ પહેલી જરૂર રોટીની 4 ૩૯ : ૧૫ પશ્ચિમના યુવાનોનો ગ્રામવિકાસમાં રસ છે. 1 ૧૬ મોંઘવારી અને બેકારીની બેવડી ભીંસ છે જ ૧૭ વાર્ષિક બોંતેર અબજનો ઉદ્યોગ ૪૬ ૧૮ આફ્રિકાની પ્રજા, પવો અને પ્રસાર માધ્યમો રેંટિયાથી અભિભૂત ૪૮ ૧૯ રેંટિયાની મોહિની - ગૃહિણીથી પાદરી સુધી છ ૫૦ ૨૦ નાનામાં નાની વસ્તુ મોટામાં મોટા કામની છે ૫૩ ૨૧ મોમ્બાસાનાં મહિલામંડળો ૫૬ ૨૨ કીમતી ખજાનો ૫૯ ૨૩ ‘ગાંધીને પગલે તું ચાલીશ કે ગુજરાત?' ૬૨ ૨૪ ગાંધીજયંતી ઉજવાશે?? તે જ ૨૫ ગાંધીજીની વાત કેમ ભૂંસાઈ ગઈ છે? . ૬૬ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૂરજ અને પ્રકાશ ૬૯ ૨૭ અય વતન તેરે લિયે ૭૧ ૨૮ બેકારીનું મહેણું ભાંગવું છે? અજમાવી જુઓ આ વ્યવસાય છે જ ૨૯ ખાદીના અસીમ લાભો છે ૭૭ ૩૦ ઔધોગિક દેશોની સંપત્તિ લૂંટ છે . ૮૦ ૩૧ બજેટનો બોજ છ ૮૩ ૩૨ પસંદ કરવા જેવું શું છે? ૮૬ ૩૩ કયું ઉત્પાદન સારું દેશી, પરદેશી કે આપણા ગામનું? છ ૮૯ ૩૪ બહુરાષ્ટ્રીય કંપનીઓની બેધારી તલવાર છ ૯૩ ૩૫ પૈસો શાં સુધી દુનિયાને ગોળ ફેરવશે? 8 ૯૬ ૩૬ બેન્ક ચેક છ ૯૯ ૩૭ સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલો સફળ છે. ૧૦૧ ૩૮ વિકાસની નવી દિશા વિશે સજાગ બનીએ ૧૦૪ ૩૯ હોળીના રંગ ૧૦૬ ૪૦ શ્રમજીવીની સૂઝ અને આવડત છે. ૧૦૯ ૪૧ મહેનત કરતા શીખો ઓ પઢને—લિખને વાલોં કા ૧૧૨ ૪૨ આપણાં કપડાં અને પર્યાવરણ 9 ૧૧૫ ૪૩ મા અને બાળકના પોષણનો સવાલ છે ૧૧૮ જ વિસારે પાડેલી એક વાત. ૪ ૧૨૦ ૪૫ સૌથી વધુ વળતર આપતું રોકાણ છે૧૨૩ . ૪૬ આરોગ્ય તમારા આંગણાંમાં ૭ ૧૨૫ ૪૭ કુદરતમાં કશું નકામું નથી ? ૧૨૮ ૪૮ વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે’ તરુ ૧૩૧ ૪૯ તંદુરસ્તીનો ઉપાય આપણા હાથમાં છે ૧૩૩ ૫૦ માણસ અને પૃથ્વી તટ ૧૩૫ ૫૧ ભવિષ્યના અભ્યાસનું ભવિષ્ય ૧૩૭ પર ગઈકાલ કે આજના નહીં આવતી કાલના ગામડાનું ચિત્ર છે. ૧૩૯ પ૩ ડી-છૂક છે. ૧૪૫ ૫૪ રેટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ જ ૧૪૮ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગામડાંમાં ઔદ્યોગિક ક્રાંતિ આવે અને એના એંજિન તરીકે રૂ ઉગાડતાં ગામડાંમાં વગર પૈસે કાપડ બનાવવાનું શરૂ થાય એ આ પુસ્તકનો હેતુ છે. બેકારી, અને તેમાંથી પરિણમતી ગરીબાઈતથા ગુલામી, દૂર કરવામાં અવરોધ પૈસાનો અભાવ નહીં પણ બજારનો અભાવ છે, તેથી આ રસ્તે બજારો મળવાથી બેકારી દૂર થઈ શકે. કુદરત અનેકગણું આપતી હોવાથી અત્યારનાં મડદાલ ગામડાં પલટાઈને સ્વતંત્ર અને સમૃદ્ધ બની શકે જ્યાં હરિયાળી ધરતી અને ગ્રામવાસીઓનાં દિલ પણ હરિયાળાં હોય. આ અર્થરચના ઊભી થાય તો શહેરવાસીઓને પણ અંદાજ આવે કે કેવી જીંદગી મળી શકે એમ છે અને અત્યારે પોતે શું ગુમાવી રહ્યા છે. પ્રશ્ન મા અને બાળકના પોષણનો હોય કે સંયુકત રાષ્ટ્રસંઘનો હોય, આપણી દુનિયાની કટોકટીનું મૂળ અત્યારના જંગી પાયા પરના ઉત્પાદનમાં છે, અને એનો ઉકેલ ગામડાંમાં રૂ ઉગાડી વગર પૈસે કાપડ : બનાવવામાં છે એ ખાતરી આ દિશામાં કામ શરૂ કરવાથી ડગલે ને પગલે પાક્કી થાય છે. શરૂઆતમાં મુશ્કેલીઓ આવે તો પણ દિશા સહી હોય ત્યારે નિષ્ફળતાઓ પણ સફળતા તરફ લઈ જાય છે. આ મોંઘેરી ગુજરાતની પ્રજાનાં પુણ્યો અખૂટ છે કે આ નવી અર્થવ્યવસ્થા ઊભી કરવા માટે જરૂરી બધાં ઘટકો અહીં છે. રૂ, રેંટિયો, વણકરો, કુદરતી રંગો, કલાત્મક બુટ્ટા બધું છે અને સાથે છે નવી દિશા ખેડવા દૃષ્ટિવાન, સાહસવીર, સર્જનશીલ ગુજરાતીઓ. આ લેખો લખાયા તે જન્મભૂમિ-પ્રવાસીની રવિવારની પૂર્તિ માટે. એ શરૂ કરાવનાર સ્વ. કવિ હરીન્દ્રભાઈ દવેની તો હવે પુયસ્મૃતિ જ છે. એમના પછી આ લેખોની શ્રેણી ચાલુ રાખવા માટે હું નવાં તંત્રી કુન્દનભાઈ વ્યાસ અને પૂર્તિના તંત્રી તરુબહેન કારીઆ તથા એમના સાથીઓની આભારી છું. બ્રહ્માંડોના બ્રહ્માંડમાં સૂર્ય પણ રજકણ છે તેવો આ પુસ્તકના વિરાટ હેતુ આગળ મારો પ્રયત્ન છે. આ પ્રયત્નમાં સહુ જોડાશે અને બિંદુનો સિંધુ બનાવશે એવી આશા રાખું છું. ૧૬ એપ્રિલ ૧૯૯૬ અમદાવાદ નંદિની જોશી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ધન્ય આ ધરતી સંત સલ અને સતી તોરલ તણી, ઘરોઘર ગુંજતી દિવ્ય વાણી ભક્ત મેકરણના લાલિયો મોતિયો, બન્યા મૂકસેવક, મૂક પ્રાણી કૈક કવિઓ તણા ભવ્ય ઉરભાવની, જ્યાં વહી સતત સાહિત્યસરણી ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હે ધન્ય આ કચ્છ ધરણી’ જે કચ્છનાં ગામડાં સમૃદ્ધિથી છલકાતાં અને કછડો બારે માસ જ્યાં બારે માસ ઉત્પાદન થતું ત્યાં આ દુહો કહે છે તેમ સંતો અને સન્નારીઓ, ભક્તો અને કવિઓ, અને મૂંગા પ્રાણીઓ પૂજાતા હતા. ભારતીય સંસ્કૃતિ ગુણોને બિરદાવે છે. શહેરમાં તો વ્યક્તિના સદ્ગણોને બહાર આવવાની તક નથી મળતી પરંતુ ગામડાં હજ યંત્રોદ્યોગની સંસ્કૃતિથી દૂર હોવાને કારણે ત્યાં ગ્રામજનોની આંતરિક સમૃદ્ધિ ખૂબ ખીલે છે. “ભારત પચ્છમ અછો કચ્છ” કહેનાર ઉમાશંકર જોશીના એક પ્રવચન-લેખનું શીર્ષક યાદ આવે છે : “ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના.” - હમણાં એક દૂરના ગામડામાં હું અને બે ભાઈઓ વગર પૈસે કાપડ બનાવવાનું બતાવવા અને શીખવવા ગયાં હતાં. બપોર થયે અમે ત્યાંની શાળાના આચાર્યને ઘેર ગયા. નહીં ઓળખાણ, નહીં પહેચાન, આગળથી સમય લેવાની કે જણાવવાની તો વાત જ નહીં, કોઈ કામકાજ પણ નહીં; છતાં એમના કુટુંબે જે આવકારથી અમને ભજવી દીધાં એ અવિસ્મરણીય છે. એમનાં પત્નીએ પોતાના જમાઈ માટે બનાવેલાં લાપસી અને ભજિયાં અમને પીરસી દીધાં. “મહેમાન ક્યાંથી” બોલતામાં તો એમનું મોં ભરાઈ જતું. એમની આંખોમાંનો પ્રેમ અને મોં પરના ઉલ્લાસની સાત્વિકતા અવર્ણનીય હતાં. મને નોબેલ પારિતોષિક વિજેતા, જેમના અર્પણ-સમારંભમાં કાળા વાવટા થયેલા, અર્થશાસ્ત્રી મિલ્ટન ફીડમેનનું જાણીતું પુસ્તક યાદ આવ્યું જેનું નામ છે : મસ્ત ભોજન જેવું કંઈ છે જ નહીં (ઘેર ઈઝ નથીંગ લાઈક એ ફ્રી લંચ)”! અમેરિકાની એ દરિદ્રતા છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના સંકજામાં આવ્યા વગરનું સ્વાયત્ત ગામડું શું છે એ ત્યાં જોવા જ મળતું નથી અને તેથી આવું ગામડું કેટલું બધું સમૃદ્ધ, આર્થિક તેમ જ સાંસ્કૃતિક રીતે, હોઈ શકે એની કલ્પના પણ નથી. યુરોપના બધા દેશોમાં ખોરાક ખૂબ મોંઘો છે, ઉત્તરના કલ્યાણરાજ્ય કહેવાતા દેશોમાં તો માંથી વધારે. ખ્યાતનામ શાંતિ-શિક્ષણશાસ્ત્રી નોર્વેના જોહાન ગાદુંગને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ | ધન્ય આ ધરતી એક વાર મેં પૂછ્યું હતું કે ખોરાકના ભાવો ખૂબ ઊંચા હોવાથી ત્યાંની પ્રજાની આતિથ્વભાવના પર અસર ના પડે? આ પ્રશ્નથી એ ગંભીર થઈ ગયા હતા. કારણ કે આતિથ્વભાવના એ તો કોઈ પણ સમાજની સંસ્કૃતિનો પાયાનો ગુણ છે. જાપાનમાં પણ ફળ કે શાક્ના ભાવ એટલા ઊંચા કે એક નંગ દીઠ હોય છે. હવે તો આપણા શહેરોમાં પણ શાકના ભાવ સો ગ્રામ દીઠ આવી ગયા છે.. પરંતુ આપણાં ગામડામાં, તે યંત્રોદ્યોગથી દૂર હોવાથી, ચોખ્ખી હવાની જેમ જીવનપદ્ધતિમાં પણ પ્રદૂષણ ઓછું છે. શહેરમાં રસ્તે ચાલતાં મકાનોના પ્રાંગણના દરવાજે 'ડાઘિયા કૂતરાથી સાવધ રહો' બીવેર ઓફ ડૉગ્સ” પાટિયું હોય છે. ખરેખર દિલ્હીમાં એકવાર એક બંગલામાંથી વરૂની જાતનો તારો રસ્તા પર આવીને મારા પર ત્રાટક્યો હતો. મેં સાંભળ્યું કે આયાત-નિકાસકારો અને બીજા જે પોતાની મિક્ત ગેરકાયદેસરની હોવાથી રક્ષણ માટે પોલીસને ન બોલાવી શકે તેમને આવા વરૂઓ રાખવા પડે છે. આનાથી ઊલટું, ગામડામાં ઘરના પ્રવેશદ્વાર પર લખેલું હોય છે 'ભલે પધાર્યા. ઘરનાં બધાં બહાર ગયાં હોય ત્યારે પણ ઘણાં ઘરને તાળું નથી હોતું, માત્ર દરવાજા પર આડું લાકડું મૂક્યું હોય છે, એટલા માટે કે ભૂલથી કોઈ પશુ ન પેસી જાય પણ માણસો આવી શકે. ભારતીય સંસ્કૃતિના પાયામાં આતિથ્વભાવના ઊછળે છે. મેં મારા ગામ બામણાની એક વાત સાંભળી છે કે કોઈ મુસાફર રાત પડ્યે આવેલો અને ગામના મંદિરના ઓટલે સૂઈ ગયેલો. સવારે ગામના એક વડીલને ખબર પડી. એમણે મુસાફરને કહ્યું : “આમ ઓટલા ઉપર સૂઈ જવાતું હશે ? અમે ઘર કોને માટે બાંધ્યાં છે?” ઘર બાંધવાનું તે પોતાને માટે નહીં પણ અતિથિ માટે. અત્યારની હોટેલની જેમ વધુમાં વધુ પૈસા પડાવીને પછી જ અંદર આવકારવાની તો વાત જ નહીં. પશ્ચિમની સંસ્કૃતિ અને પૂર્વની અથવા ભારતની સંસ્કૃતિ જેવો કોઈ ભેદ નથી. જે છે તે ભૌતિક સંસ્કૃતિ અને ભૌતિક નહીં એવી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ છે. યંત્રોદ્યોગની અને જ્યાં યંત્રોદ્યોગ નથી એવી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ છે. ભૌતિક સંસ્કૃતિમાં ઘરનો અર્થ જુદો છે. એક વખત અમેરિકામાં મારા ફલેટની ભાગીદાર યુવતી સેન્ડીએ કહ્યું કે એના પિતાજી બીજે દિવસે આવવાના હતા. મેં બપોરે વહેલા પાછા આવીને ફલેટમાં બધું ગોઠવીને વ્યવસ્થિત કરીને સજાવી દીધું. સાંજે આવી ત્યારે એણે તો કહ્યું : “મારા પિતાજી તો હોટેલમાં ઉતરવાના છે.” પશ્ચિમના યંત્રોદ્યોગના સમાજમાં અત્યારે કુટુંબવ્યવસ્થા તૂટી રહી છે એમાં ત્યાંની જંગી કંપનીઓનો ટેકો હોવાનું ગણાય છે, કારણ કે જો કુટુંબના સભ્યો અલગ અલગ રહે, તો એ કંપનીઓ ઘણો વધારે વેપાર કરી શકે. કુટુંબીજનો સાથે રહેવાને બદલે જુદા જુદા ઘરમાં રહે તો એટલાં ઘર, ફીજ, ટીવી, ટેલીફોન, રસોડાનાં મશીનો, ફર્નિચર, પાણી-વીજળી-ગરમી માટેની સગવડો, મોટરકાર વગેરે બધું જ અનેકગણું વધારે વેચાય. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ધન્ય આ ધરતી / ૩ ભૌતિક નહીં એવી સંસ્કૃતિમાં નાણાં કરતાં નીતિ મુખ્ય છે. દાખલા તરીકે, ૨ + ૨ = ૪ એ તો બધે શિખવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ સરવાળો નિરપેક્ષ નથી. ૨ + ૨ = ૪ એ સરવાળો એટલા માટે શીખવાનો છે કે કોઈની પાસેથી લેતી વખતે ભૂલથી પાંચ ન લેવાઈ જાય અને કોઈને કંઈ આપતી વખતે ભૂલથી ત્રણ ન અપાઈ જાય. સરવાળા શીખવાના છે તે એટલા માટે કે વધારે લેવાની ભૂલ કે ઓછું આપવાની ભૂલ ન થઈ જાય. ન ભૌતિક સંસ્કૃતિથી અણબોટાયેલાં ગામડાંમાં હજુ આ સંસ્કૃતિ જોવા મળે છે. ગામડેથી મારે ઘેર આવેલો એક છોકરો મારી સાથે એક લગ્નના ભોજન સમારંભમાં આવ્યો હતો. મિત્રોને મળીને થોડા વખત પછી હું એની પાસે આવી તો મેં પૂછ્યું, ‘મ તેં ખાધું નથી ?” એણે જવાબ આપ્યો, ‘“કોઈએ મને આપ્યું નથી.’’ શહેરમાં લોકો ભોજનનાં ટેબલો ઉપર તૂટી પડતાં હોય છે જ્યારે આ ગામડાનો છોકરો તેનાથી જાતે લેવાય કે નહીં એની યોગ્યતાનો વિવેક કરીને ખાધા વગર, પણ ગૌરવપૂર્વક, ઊભો હતો. ગ્રામવાસીઓને પોતાની સંસ્કૃતિ માટે ગર્વ છે અને હર્ષ પણ. એક હિન્દી ફિલ્મનું ગીત છે તેમ: સ્વર્ગ સે સુંદર ગાંવ હૈ મેરા, જહાં ચારોં તરફ્ હરિયાલી,...ઔર દિલોં મેં જહાં પ્યાર મિલે, ઉપરોક્ત “ભારતની સંસ્કૃતિ સાબૂત છે, રૂડા પ્રતાપ સામાન્ય માનવીના’ લેખમાં ઉમાશંકર જોશીએ એક સરસ વાત ક્હી છે : “કોઈકે સંસ્કૃતિની વ્યાખ્યા કરી છે કે બધું માણસ પાસેથી છીનવાઈ જાય અને પછી એની પાસે જે શેષ રહે તે સંસ્કૃતિ. કદાચ સરેરાશ ભારતવાસી પાસે ખાસ્સું એવું શેષ રહે છે. કોઈક મને એમના એક મિત્રના હમણાંના અનુભવની વાત કરી. એ મિત્ર, મને બરાબર યાદ હોય તો, વાવાઝોડાથી પરાસ્ત થયેલા આન્ધ્રપ્રદેશના ગ્રામવાસીઓને મદદ કરી રહ્યા હતા. એક નુકસાનગ્રસ્ત ઝૂંપડીમાં એક બાઈની પાસે એ ગયા અને મદદ આપવાની વાત કરી. બાઈએ એટલું જ ક્યું : પાસેની ઝૂંપડીમાં જાઓ, એ બાઈ વધુ મુશ્કેલીમાં છે.’ II For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નો વેચવાં છે ‘સ્વપ્નો વેચવાં છે’ – ડ્રીમ્સ ફોર સેલ એક યુવકના શર્ટ.પર લખેલું હતું! આજના જમાનાએ યુવાનો પર કેવી કારમી બેકારી લાદી છે! કેવી લાચારી, કેવી નિરાશા, જીવનની કેવી વિડ્લતા એમને ઘેરી વળી છે! વધારે દુ:ખદ વાત તો એ છે કે યુવાનોની બેકારી અંગે કોઈને જાણે કંઈ પડી નથી! એ દિશામાં કોઈ પ્રયત્નો નથી થતા. અને પ્રયત્નો કરવામાં આવે તો પણ એ સફ્ળ નથી થતા. સરકાર જ્યારે આર્થિક પ્રગતિની વાત કરે છે ત્યારે એનો અર્થ ઔદ્યોગિક કંપનીઓનું ઉત્પાદન અને ના વધે એ છે. એ માટે ઊંચી ટેક્નોલોજી એટલે કે આધુનિક યંત્રો વાપરવાનું યોગ્ય ગણાય છે પણ એનાથી બેકારી વધે તેની ગણતરી નથી થતી. આનું મૂળ કારણ એ છે કે બબ્બે સૈકાઓથી, યંત્રોદ્યોગની ક્રાંતિ ઈંગ્લૅન્ડમાં થઈ ત્યારથી, આર્થિક પ્રગતિનો અર્થ આ જ પ્રમાણે થતો આવ્યો છે. બેકારી અંગે અર્થશાસ્ત્રીઓએ કોઈ ચિંતા નથી કરી. એમનું તો ધ્યેય છે ઉત્પાદન તથા ના, અને એ વધારવા માટે મોટાં ને મોટાં યંત્રોનો વપરાશ. પરંતુ યંત્રોથી થતા ઉત્પાદનને કારણે જે વ્યાપક બેકારી પરિણમે છે એને અંગે અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ જ ઉપાય નથી. બીજી બાજુ, પ્રજાને ગંજાવર અર્થવ્યવસ્થાને કારણે મોંઘવારી વધતી જાય છે જેને અંગે પણ અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ ઉપાય નથી. અમેરિકા, જાપાન, ઈંગ્લૅન્ડ અને બીજા યંત્રોદ્યોગના દેશો હવે પોતાને ત્યાં બેકારી આવી ત્યારે કબૂલ છે કે યંત્રો દ્વારા ઉત્પાદનને કારણે બેકારી પરિણમે છે જેનો ઈલાજ મળતો નથી. હવે તેઓ પોતાનો ત્યાંના અઢળક ઉત્પાદનની પહેલાંની જેમ નિકાસ નથી કરી શક્તા એટલે એમને ત્યાં બેકારી આવી છે. પરંતુ અત્યાર સુધી તેઓ પોતાનો માલ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઠોક્તા હતા એને કારણે એ ખંડોના દેશોમાં બબ્બે સૈકાઓથી બેકારી વધતી હતી એ એમને નહોતી દેખાતી! એમની પ્રજા માટે તો એ બીજા દેશો ક્ષિતિજની પેલી પાર એટલે બધે દૂર હતા કે એમને એનો ખ્યાલ પણ નહોતો આવ્યો કે પોતાને ત્યાંના ઉત્પાદનને કારણે બીજી પ્રજાઓ બેકારીમાં હોમાય છે. તેથી તેઓ પોતાના અર્થતંત્રને વિકસિત માનતા હતા. હવે એમના માલનું પરદેશોમાં વેચાણ ઘટવાથી એ બેકારી પોતાના ઘરઆંગણે આવી છે ત્યારે એમનો ભ્રમ ભાંગ્યો છે For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નો વેચવાં છે | ૫ અને તેઓ વિકાસને ટકાવી ન શકાય તેવો... હેવા માંડ્યા છે! છતાં આ વ્યાપક અને વધતી જતી બેકારી અંગે શું કરવું એ માટે અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ જ ઉપાય નથી. એટલે જ બધા દેશોમાં લોકો હતપ્રભ છે. કેઈન સમજણ પડતી નથી. બધા પ્રશ્ન ઉઠાવે છે કે આ શું ચાલી રહ્યું છે? - આપણા દેશમાં પણ સરકાર આર્થિક પ્રગતિને નામે વિદેશવેપાર, મૂડીરોકાણ, હૂંડિયામણ વગેરે અંગેની નીતિઓ ચલાવે રાખે છે. કારણ કે અર્થશાસ્ત્રીઓમાં એક નિયમ જેવું થઈ ગયું છે કે તમે જો કોઈને સમજાવી ન શકો તો એને મૂંઝવણમાં મૂકી દો. બેકારીના મૂળભૂત અને ભયાનક પ્રશ્ન અંગે આપણા દેશની સરકાર પણ કંઈ કરી શક્તી નથી. થીંગડથાગડ કરવા નવીનવી યોજનાઓ થયા કરે છે - જેવી કે જવાહર રોજગાર યોજના, ગામડાંના યુવકોને સ્વરોજગારી માટેની તાલીમની યોજના વગેરે. પરંતુ આ યોજનાઓ સફળ થતી નથી. બીજી બાજુ બક્ષી પંચ, મંડલ પંચ વગેરે દ્વારા સરકાર અમુક વર્ગો માટે અનામત નોકરીઓ રાખવાની યોજનાઓ કરે છે અને એની સામે બીજા વર્ગો દ્વારા આંદોલનો થાય છે, પરંતુ ખરું જોતાં આ આંદોલનોનો પણ ખાસ અર્થ નથી કારણ કે સરકાર પાસે નોકરીઓ કુલ છે જ કેટલી કે એ કોને આપવી અને કોને નહીં એની પ્રજા ઉપર અસર થાય ? ખાનગી ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક કંપનીઓ તો બેકારી અંગે કોઈ જવાબદારી પણ નથી ધરાવતી. એમનું ધ્યેય તો પોતાનો નફો વધારવાનું છે. ઊલટાનું પોતાનો નફો વધારવા માટે ઉત્પાદન, વિતરણ વગેરેમાં વધારે આધુનિક યંત્રો વાપરવાને કારણે બીજી બાજુ બેકારી વધે તો પણ એની તો ગણતરી પણ એમને કરવાની નથી હોતી. મૂળ અને મુખ્ય મુદ્દો તો એ વિચારવાનો છે કે કોઈ સરકાર, કોઈ કંપની કે કોઈ બૅન્ક ધારો કે પ્રજાની બેકારી દૂર કરવા માગે તો પણ તે એ કરી શકે એમ નથી. કારણ કે સરકાર કે કંપની કે બૅન્ક શું આપી શકે? પૈસા. પરંતુ બેકારી દૂર ન થવાનું કારણ પૈસાની કમી નથી. બેકારી દૂર ન થવાનું કારણ બજારની કમી છે. અને કોઈ સરકાર કે કંપની કે બૅન્ક બજાર ઊભું ન કરી શકે. એટલે આપણે એમના મોં સામે તાકીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. જો પૈસાથી બેકારી દૂર થતી હોત તો અત્યારે અમેરિકા અને જાપાનમાં શા માટે બેકારી વધે ? ઊલટાનું ઉકેલ, કારગીલ અને કોકાકોલા તથા બીજી કંપનીઓના ઉત્પાદકો આપણા દેશમાં આવવા માગે છે તે શા માટે બજાર માટે. અમેરિકાની સરકાર બધા દેશો પાસે મુક્ત વેપારની નીતિ અપનાવડાવવા માગે છે તે શા માટે? બજાર માટે. આજે દુનિયાભરમાં ઉત્પાદકો જે ચીજની શોધમાં છે તે છે બજાર. તો નવી પેઢીએ એ વાત વિચારવાની છે કે એમને કામધંધો જોઈએ છે તે માટે સરકાર, કંપનીઓ કે બેન્કો પાસે એમનું ભવિષ્ય નથી, એ માટે એમણે બજાર શોધવાનું છે. આવું એક બજાર છે, આપણા હાથમાં જ છે, જે આપણે ભૂલી ગયા છીએ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬ / ધન્ય આ ધરતી અને એ બીજાઓને સોંપી દીધું છે. તે બજાર છે કાપડનું. અલબત્ત, કાપડનું દરેકે દરેક સ્થળે મોટું અને હંમેશનું બજાર છે એ તો દેખીતું છે. પણ આપણે એ ભૂલી ગયા છીએ કે જો કોઈ પણ સ્થળે ત્યાંના સ્થાનિક બજાર માટે ત્યાંના લોકો સ્થાનિક રેષાઓમાંથી કાપડ બનાવે તો તે મિલના કાપડ કરતાં ઘણું જ સસ્તું બને અને તેથી તે સહેલાઈથી વેચી શકાય. આ રીતે કાપડ બનાવવામાં સૂતર કાંતવાનું કામ ધીમું લાગે પણ બીજી બાજુ એ કાપડ અત્યંત સસ્તું મળવાથી સરવાળે સમય દીઠ આવક ઘણી થાય અને નિવૃત્ત લોકોને તો એ કામ ઘણું પસંદ પડે. ઉપરાંત, કાપડના ઉત્પાદનને કારણે ગામના અસંખ્ય લોકોમાં નવી ખરીદશક્તિ ઊભી થતાં બીજા અનેક ધંધાની તકો ઊભી થાય અને તે બીજી. વસ્તુઓનું ઉત્પાદન તો ઘણી ઝડપથી થઈ શકે. તો દરેક જણને ધીક્તા ધંધા મળી શકે. અત્યારની અર્થવ્યવસ્થામાં જેમને નોકરી મળેલી છે તેઓ ખરેખર તો ગુલામો છે અને એમનું નોકરી કરવાનું એક્માત્ર ધ્યેય પૈસા માવાનું છે એટલે આ અર્થવ્યસ્થામાં તેમની જિંદગી તો વેડફાઈ રહી છે. ઉપરાંત તેમને આજે આજીવિકા મળે તો પણ કાલની ચિંતા તો રહે જ છે. આ અર્થવ્યવસ્થાએ નવી પેઢી માટે બેકારી ઊભી કરી છે તો નવી પેઢીને પોતાની આજીવિકા ઊભી કરવા માટે નવો માર્ગ શોધવો પડશે અને એ કારણે નવી પેઢી અત્યારની રાક્ષસી અર્થવ્યવસ્થામાંથી છૂટી શક્શે. સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદનની અર્થવ્યવસ્થા દ્વારા તેઓ રોજગારી અને સમૃદ્ધિ બન્ને તો મેળવી શક્શે જ પણ ઉપરાંત કોઈને આજીવિકાની કદી ચિંતા ન રહેવાથી માણસ અત્યારના એક્માત્ર પૈસા કમાવાના ધ્યેયમાંથી છૂટી શક્શે અને જિદંગી સાર્થક કરી શક્શે. યુવાનોએ સ્વપ્નો વેચવાનાં નથી, સ્વપ્નો સર્જવાનાં છે. ત For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ચણતર : પાયાનો પથ્થર મુકાઈ ગયો છે ગામડાની માનવશક્તિ અને કુદરતી સંપત્તિ દ્વારા ત્યાં અઢળક સમૃદ્ધિ સર્જી શક્વાની મારી જે દલીલ છે તેના પ્રમાણમાં મારું વાસ્તવિક કામ ઘણું જે પાછળ છે. પરંતુ હમણાં એક મિત્રે કહ્યું કે તમારું કામ સાધન ઘડવાનું અને એ સાધન ચલાવવાનું કામ અમારું. વાચકેના પત્રો બતાવે છે કે વિચારોને વાસ્તવમાં મૂકવાની કુનેહ અને ધગશ એમનામાં ઘણી છે. પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગામડામાં સ્થાનિક બજાર માટે વગર પૈસે કાપડ ઉદ્યોગ શરૂ કરીને એની પાછળ ત્યાં બીજા ઉદ્યોગો શરૂ થઈ શકે એ વાત સહના મનમાં “એક ને એક બે” જેટલી સીધી અને સ્પષ્ટ રીતે ઊતરી જાય છે. મેં વાત ગૂંચવીને મૂકી હોય તો પણ સામી વ્યક્તિ એ વધારે સમજપૂર્વક રજુ કરે છે.એક મિત્રને ત્યાં ગઈ હતી ત્યાં એમનાં બાએ એક વાક્યમાં આખો સાર મૂકી દીધો. કહે કે પ્રવાસમાં લેખો વાંચું છું, ખાદીનું કાપડ કેટલું બધું સસ્તું પડે એ લખો છે ને? હમણાં કેટલાક વાચકોના જે પત્રો મળ્યા છે તે એમની સ્પષ્ટ સમજ અને એને કાર્યમાં મૂકવાની અદમ્ય ધગશ બતાવે છે. કોમર્સ કૉલેજમાં ભણતી બીજલ પારેખ લખે છે : વ્યથા અને વિકલ્પમાં તમે કરેલી રેંટિયાની વાત મને ખૂબ જ ગમી છે. હું નિયમિત તમારા લેખ વાંચું છે. મને પણ રેંટિયો બનાવતાં, ચલાવતાં અને બાકી બધી પ્રક્રિયાઓ જાણવી છે. ... શું આવું કોઈ મંડળ મુંબઈમાં ન બનાવી શકાય ? બને તો ઘણું જ સારું. તમારા લેખમાં તમે આ વાત કરજો અને જેમને મુંબઈમાં આ મંડળમાં રસ હોય તે બધા મળીને કામ કરે તો મુંબઈમાં જ રહીને ગુજરાતની જેમ મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં પણ જઈ શકાય. મને તો પહેલેથી જ ગામડાંમાં જઈ કામ કરવાનું મન હતું. પણ નક્કર કઈ દિશામાં પગલાં ભરવાં તેની ખબર ન હતી. હવે તો રેંટિયો પણ મળી ગયો છે. રેંટિયાથી શરૂઆત કરીને પછી ગામડાંની બીજી સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાય. જેમ કે રાસાયણિક ખાતર, સંકરણ બિયાં વગેરેથી ખેડૂતને ખર્ચો ખૂબ થાય છે, પણ સામે એટલી આવક થતી નથી. તેના ઉપાય તરીકે સજીવ ખેતી કરી શકાય કે જેમાં કુદરતી ખાતર વાપરી શકાય. વધારે પાણીની પણ જરૂર નથી અને સૌથી મોટી વાત તો એ કે વધારે પાક અને સારી ગુણવત્તા મેળવી શકાય. આવી સજીવ ખેતી મુંબઈમાં ઉમરગામ નજીક દેહરી ગામમાં ભાસ્કરરાવ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮ | ધન્ય આ ધરતી હીરજી સાવરે કરે છે ને રાસાયણિક ખાતર, સંકરણ બિયારણો, જંતુનાશક દવા વાપર્યા વગર ઓછા ખર્ચે વધારે પાક ને આવક મેળવે છે. આ વાત પણ ગામડાંના ખેડૂતને કરી શકાય કે જે આ વાતથી અજાણ છે. બાળ-વિવાહ, સ્ત્રીઓની ખરાબ હાલત, નિરક્ષરતા વગેરે સામાજિક પ્રશ્નો પર કામ કરવાનું મને પહેલેથી ગમ્યું છે. તમે એકાદ વાર મુંબઈ આવી જાવ તો ખૂબ જ સારે. આ વિનંતી પણ છે અને આગ્રહ પણ છે. તો રૂબરૂમાં ચર્ચા પણ થઈ શકે ને ગામડામાં જઈ કેવી રીતે કામ શરૂ કરવું તેની સમજણ પડે કદાચ તમારું મુંબઈ આવવાનું શક્ય ન હોય તો મુંબઈમાં રેંટિયો ચલાવતાં કે બનાવતાં કોની પાસે શીખી શકાય તેનું એડ્રેસ આપવા વિનંતી અને સ્વયમ્' ' મુંબઈમાં શરૂ કરવા કોને મળવું અને બધાએ ક્યાં ભેગા થવું તે વિશે પણ લેખમાં જરૂરથી લખજો. - તમારા કહેવા પ્રમાણે પોતાના ગામડામાં જઈ રેંટિયાની વાત કરવી જોઈએ, પણ હું તો ક્યારેય મારા ગામ ડેડાણ'માં ગઈ નથી. હું તો કોઈ પણ ગામને મારું ગામ ગણી કામ કરીશ. પહેલેથી જ મને ગામડાંએ આકર્ષી છે, ત્યાં રહેવા લલચાવી છે પણ હજી સુધી હું એ તક મેળવી શકી નથી. હું બી.કોમ કરી ફી જ છું.” વણકર ભાઈ ભીખાલાલ ભાદરકા લખે છે : “સવિનય સાથ જણાવવાનું કે પૂજ્ય નંદિનીબહેનને માલુમ થાય કે આપના બધા જ લેખો મેં રસપૂર્વક વાંચ્યા છે. (સામાહિક જન્મભૂમિ-પ્રવાસી રવિવાર). અમો જ્ઞાતિએ વણકર છીએ અને મારા પિતાજી કુશળ કારીગર છે. વર્ષો પહેલાં અમો જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે પિતાજીનું વણાટકામ જોઈને, તેમની વણવાની કળાની પ્રશંસા બીજાના મોઢે સાંભળીને, અમને પણ આ વ્યવસાય પ્રત્યે અનહદ આર્ષણ થયું હતું, પરંતુ સરકારની નીતિના કારણે કે એવા કોઈ બીજા જ કારણે અમારા આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાથી હાથશાળ બંધ કરવી પડી. અને જમીનદારોની ખેતીમાં મજૂરી કામ કરવા લાગ્યા. આપના પ્રયત્નોને જો યશ મળે અને ફરીથી આ વણાટકામને ઉત્તેજન મળે તો અમ જેવા લાખો લોકોની દુઆ આપને મળશે એવી પ્રાર્થના સાથે, તમારો વાચક.” વડીલ તુલસીદાસભાઈ ઝાલા લખે છે : “મારી તમારી કોઈ ઓળખાણ નથી છતાં આજે કાગળ લખ્યો છે. જો ન ગમે તો માફ કરજો. જન્મભૂમિ-પ્રવાસમાં હું ઘણા વખત થયાં તમારા વ્યથા-વિકલ્પ નામના લેખ વાંચું છું મને બહુ જ ગમે છે. બીજું આંટી બેક લેખ વાંચ્યા પછી આ કાગળ લખવા વિચાર થયો. હું વૃધ્ધ ઊંમરનો છઉ... જો મને કોઈની સાથે (રેંટિયો) મોલાવો તો તમારી આંટી બૅન્ક ભરી દઉં એવી ઉમેદ રાખું છું અને ચરખાના પૈસા પણ હું તરત આપી દઈશ તો હું સાવ નવરો બેઠો રહું છું તો કામે લાગી જઉ. જે મારું આટલું કામ કરે તો તમારો ઉપકાર નહીં ભૂલું.” ' ઉપરના ત્રણ કાગળો સાથે મૂકવાથી જોઈ શકાશે કે વડીલો સૂતર બનાવવા માગે છે, વણકરો તેમાંથી કાપડ બનાવવા માગે છે અને સમાજનું ચણતર કરવા For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ચણતર : પાયાનો પથ્થર મુકાઈ ગયો છે | ૯ લખું છું, માગતા યુવાનો એ બેને ભેગા કરી ગામડાંમાં કાપડ ઉદ્યોગ શરૂ કરવા માગે છે અને એ રીતે ગ્રામજનોમાં શક્તિ લાવી ત્યાં બીજાં કામો શરૂ કરવા માગે છે. આપણા સમાજમાં આવા અનેક જણ છે. વાચકોએ આ વાત મારા કરતાં પણ વધુ સ્પષ્ટ રીતે, સીધી રીતે અને સમજણપૂર્વક મૂકી છે તે બતાવે છે કે દરેકના દિલમાં આ વાત પડેલી છે અને એ બહાર આવવા માગે છે. તબીબ ડૉ. આશાબેન બુચ લખે છે : રે - જન્મભૂમિ-પ્રવાસમાં પ્રસિદ્ધ થતી તમારી વ્યથા અને વિકલ્પ શ્રેણીની લેખમાળા પહેલેથી જ હું અત્યંત રસપૂર્વક વાંચું છું અને જાણે સમાન વિચારસરણી ધરાવતા સુહૃદની મૈત્રીની ઉષ્મા – ભલેને એ પરોક્ષ હોય – અનુભવતી હોઉં એમ લાગે છે. તમારા અર્થશાસ્ત્ર વિષયક મંતવ્યો સચોટ અને વેધકે છે. આવી વિચારસરણી આજે વિનાશને આરે ઊભેલા માનવસમાજના ભવિષ્ય માટે મનમાં આસ્થા જન્માવે છે. હું વ્યવસાયે તબીબ છું. છેલ્લા બાર વર્ષોથી મુંબઈની એક હોસ્પિટલના સમાજ સ્વાસ્ય-કલ્યાણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છું. મેં અમારા પ્રોજેક્ટ ડિરેક્ટરને વ્યથા અને વિકલ્પ વિશે વાત કરી છે. એમના કહેવાથી જ હું તમને આ પત્ર રેટિયા-પ્રવૃત્તિથી અમને ઘણું મળી શકે એમ છે. એકાદ વર્ષથી અમારે ત્યાં લોકોને સંગઠિત કરી શકે એવો કાર્યનિષ્ઠ સોશિયલ વર્કર છે. મારો પ્રશ્ન નીચે મુજબ છે : (૧) રેંટિયા-પ્રવૃત્તિ વિશેની વિસ્તૃત માહિતી અને પ્રેકિટક્લ ગાઈડ લાઈન્સ - ક્યાંથી અને શી રીતે મળી શકે? (૨) વ્યથા અને વિકલ્પનું અંગ્રેજી ભાષાંતર મળી શકે?” પૂનાથી ઉષાબેન મારુ લખે છે: પુનામાં રોટરી કલબ તરફથી અમે નાના ઉદ્યોગો ધરાવતા લોકો મારફત હાથેથી ઘેર બેઠાં થઈ શકે એવાં કામો આપવાનું શરૂ કર્યું છે. બે-ત્રણ જગાએ લગભગ ૧૫૦ થી ૨૦૦ બહેનો આ કામ કરવા તત્પર છે. એ લોકો માટે જો સૂતર-વણાટ-રંગકામનું કામ શરૂ કરીએ તો બહેનોને કાયમ માટે આવકનું સાધન મળી રહે. આ માટે પૂરી માહિતી જોઈએ છે. એ માટે કોનો સંપર્ક સાધવો એ જણાવવા વિનંતી છે.” છેક આફ્રિકાના વાચકો પણ કેન્યા અને યુગાન્ડામાં આ રીતનું ગ્રામનિર્માણનું કામ કરવામાં રસ ધરાવે છે. આ મહાકાર્ય શરૂ કરનારને શરૂઆતમાં મુશ્કેલીઓ પણ આવે પણ મારા કામમાં જ્યારે મને શરૂઆતમાં મુશ્કેલીઓ આવી હતી ત્યારે સ્વ. કવિ સ્નેહરશ્મિએ સરસ પ્રોત્સાહન આપ્યું હતું. બીજાનું ભલું કરવા માંગનારનું કદી બૂરું થતું નથી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક બેકારીના સ્થાને સાર્વત્રિક રોજગારી શક્ય છે ગામડામાં કાપડ ઉદ્યોગ શરૂ કરવાનો એક મોટો ફાયદો એ છે કે ગામડાના લોકોને જે સ્થાનિક બનતું કાપડ મળે તો તેની કિંમત તેઓ પૈસાને બદલે વસ્તુથી ચૂક્વી શકે અને તેથી તે બધા લોકોને ઉત્પાદન કરવાની તક મળે, ધંધા મળે. આજે તો બધા લોકે શહેરની મિલોનું કાપડ ખરીદે છે, એટલે એની કિંમત તો રોકડા પૈસાથી જ ચૂકવવી પડે અને ખરીદનારાને કંઈ એ મિલો પાસેથી નોકરી નથી મળતી. પરંતુ કાપડ જો પોતાના ગામડામાં જ બને તો ગામડાના કાપડ ખરીદનાર, એ કાપડ બનાવનારા સ્થાનિક હોવાથી, એમના કાપડની કિંમત પૈસાથી ચૂકવવાને બદલે કોઈ વસ્તુ કે સેવા આપીને ચૂકવી શકે. * આપણા દેશના સાઠ કરોડ લોકો ગામડામાં રહે છે. તેમની પાસે પૈસા નથી પરંતુ સમય ઘણો છે, તેઓ બેકાર છે. એમનો મુખ્ય અને અનિવાર્ય ખર્ચ કાપડ પાછળ છે. એમનાં કુટુંબો મોટાં છે એટલે કાપડ ઉપરનો કુલ ખર્ચ ઘણો છે. તેથી તેમને જો પોતાના જ ગામડામાં બનતું કાપડ મળી શકે તો તેમની પૈસાની તંગી ઘણી હળવી થઈ શકે. સાથેસાથે કાપડ બનાવનારાઓને – એટલે કે બધા માણસોને – જરૂરી ઘણી વસ્તુઓ આ બાકીના લોકો બનાવી શકે, અને તેઓ અનેકવિધ ધંધા જાતે જ શરૂ કરી શકે. દેખીતું છે કે ગામડાંના કરોડો લોકોને કામ મેળવવાનો આ જ એક માર્ગ છે. આજે દેશના નેવું કરોડ લોકોને જરૂરી કાપડ થોડી જૂજ મિલોમાં બને છે. એટલે કાપડ પાછળ ખર્ચાયેલા આ અબજો રૂપિયા જૂજ મિલમાલિકે પાસે ભેગા થાય છે. એનું નૈતિક પાસું બાજુએ રાખીએ તો પણ બધી ખરીદશક્તિ આટલા જૂજ મિલમાલિકો પાસે ભેગી થાય તો બાકીના ૯૯% લોકો આટલા થોડા મિલમાલિકોને વસ્તુઓ વેચવા ધંધા ન મેળવી શકે. અત્યારે પ્રવર્તતી વ્યાપક બેકારીનું આ કારણ છે. અત્યારે જો ધંધો મેળવવો હોય તો પણ તે જૂજ ધનિષેની જરૂરતો માટેનો એટલે કે હીરા ઘસવાનો, ગાલીચા બનાવવાનો કે ટ્રાવેલ એજન્સીનો શોધવો પડે, જેની તકો થોડી અને અનિશ્ચિત જ રહેવાની. તેથી કરોડો ગ્રામવાસીઓ માટે કામધંધો મેળવવાનો એકમાત્ર માર્ગ પોતપોતાના ગામમાં કાપડનું ઉત્પાદન શરૂ થાય તે છે, જે પોતાના ગામમાં ક્યાસ ઉગાડીને, સાદા રેંટિયા-સાળ અને વનસ્પતિ રંગોનો ઉપયોગ કરી, નિવૃત્ત અને અપંગ લોકો પણ કરી શકે એમ છે; અને તે પણ વગર પૈસે કરી શકે એમ છે. કાપડના બદલામાં આપવા માટે શરૂ થયેલી સેવાઓનો અને વસ્તુઓનો પછી એકબીજા સાથે પણ વિનિમય થઈ શકે. આ રીતે કોઈ પણ વ્યક્તિ કામધંધો મેળવી શકે કારણ કે તેણે એટલું જ કરવાનું રહે કે કાપડના તથા બીજા ઉત્પાદકોને – એટલે કે પોતાના ગામના For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક બેકારીના સ્થાને સાર્વત્રિક રોજગારી શક્ય છે / ૧૧ સમાજને કઈ વસ્તુ કે સેવા જરૂરી અને પસંદ છે જે પોતે બનાવી શકે. એથી આ પદ્ધતિ અનંત વિકાસ સુધી લઈ જનારી છે. આ પ્રમાણે અત્યારે ગામડાંમાં જે વ્યાપક બેકારી અને તેમાંથી પરિણમતી કારમી ગરીબાઈ છે એની જગાએ જો આ કરોડો લોકો કંઈ ને કંઈ ઉપયોગી કામધંધા કરી શકે તો ગામડાંમાં અઢળક સંપત્તિ સર્જી શકાય. આ જાતની વસ્તુવિનિમયની વાત ઘણા જણ આજના જમાનામાં અસંભવ અને અવ્યવહારુ ગણે છે; પરંતુ વસ્તુવિનિમય શરૂ કરવા માટે ગામડામાં કાપડનું ઉત્પાદન ન કરીએ તો પણ ગામડામાં કાપડનું ઉત્પાદન શરૂ થાય એટલે વસ્તુવિનિમય આપોઆપ શરૂ થાય છે. કાપડનું ઉત્પાદન તો રોકડા નફાના હેતુથી કરવાનું છે કે એક કિલો ટૂંકા તાંતણાના રૂમાંથી, જેનો ખર્ચ રૂા. ૨૦ જેટલો છે, એક કિલો એટલે કે આઠ ચોરસ મીટર સુંદર છાપેલું કાપડ બનાવી શકાય જેની કિંમત રૂા. ૨૦૦ જેટલી છે. એ માટે રેંટિયો પણ ગામડામાં જ માત્ર પાંચેક રૂપિયાને ખર્ચે બની શકે જે ઘરડાં પણ ચલાવી શકે. આ નફા માટેના વ્યવહારિક હેતુથી ગામડામાં કાપડનું ઉત્પાદન શરૂ થાય તો એ પછી બાકીના લોકો આ કાપડ મેળવવા પૈસાને બદલે વસ્તુ કે સેવા ઑફર કરવાના. અને કાપડના ઉત્પાદકો પણ આ ઑફર આવકારવાના કારણ કે એમને એ રીતે કાપડના બદલામાં, દાખલા તરીકે, જેટલાં નળિયાં મળે એના કરતાં એ કાપડ વેચીને પૈસા લઈને એ પૈસામાંથી બજારભાવે ઓછાં નળિયાં મળે, કારણ કે નળિયાં પણ સ્થાનિક ધોરણે બજારભાવ કરતાં ઘણાં સસ્તાં બની શકે. આમ ગામડામાં કાપડ બને તો બાકીના લોકો અત્યારે બહારી પૈસા આપીને કાપડ ખરીદે છે તેને બદલે વસ્તુવિનિમય શરૂ કરે. વસ્તુવિનિમય એ ગામડામાં સ્થાનિક કાપડ બનાવવાનો ઉદ્દેશ ન ગણો તો પણ એનું સ્વાભાવિક પરિણામ છે. પરંતુ એ પરિણામ એટલું બધું લાભદાયી છે, અત્યારની સાર્વત્રિક બેકારીની જગાએ એ સાર્વત્રિક રોજગારી લાવે છે તેથી, કે સસ્તું કાપડ મેળવવાના મૂળ ઉદ્દેશ કરતાં પણ એ વધુ લાભદાયી નીવડે. લોકો પૈસાની તંગીને કારણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્તા નથી એ દબાણ દૂર કરવા ઘણા દેશોમાં, ઈંગ્લૅન્ડ અને કેનેડા જેવા ઔદ્યોગિક દેશોમાં પણ, સ્થાનિક વસ્તુવિનિમય યોજના – લોલ એમ્પ્લોયમેન્ટ ટ્રેડિંગ સિસ્ટમ: લેટ્સ - શરૂ થઈ છે. રેંટિયા-સાળની રીત એના કરતાં આગળ છે કારણ કે જો અને જ્યાં સુધી ગામડામાં કાપડ ન બને તો અને ત્યાં સુધી લોકોને તેમના મુખ્ય ખર્ચ કાપડ માટે રોડ પૈસાની જરૂર રહેવાની. અને આ રોડ પૈસા મેળવવા માટે એમને અત્યારના તંત્ર પાસે હાથ જોડીને નોકરી કે મજૂરી શોધવી પડવાની. પરંતુ ગામડામાં જો વગર પૈસે કાપડ બને તો લોકોની પૈસાની મોટા ભાગની જરૂર ઓછી થઈ શકે અને બાકીના બધા લોકો અત્યારે કાપડ ખરીદતા હોવાથી તે સહ્ પોતપોતાના ધંધા શરૂ કરી શકે. વગર પૈસે આ અર્થતંત્ર લોકોને ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ કરી શકે. પૈસાનો સકંજો દૂર થવાથી લોકોમાં એક્બીજા સાથે ભાઈચારો અને શાંતિ પણ સ્થપાઈ શકે. - For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫ ગ્રામનિર્માણની કેડી પકડો ઉજ્જવળ ભવિષ્ય આપોઆપ મળશે ઘણા મિત્રો કહે છે, “વાત તો ખૂબ નવાઈની છે કે ગામડામાં લોકો ત્યાંનાં જ સાધનોથી અનેકવિધ ઉદ્યોગો પૈસા વગર શરૂ કરી શકે અને એમનું જીવનધોરણ ઘણું ઊંચું આવી શકે. અને છતાં એ અશક્ય પણ નથી લાગતું.” આ વાત વધુ ને વધુ સ્પષ્ટ દેખાતી જાય છે. ગયા અઠવાડિયે ઉત્તર ગુજરાતના એક ગામડામાં ગઈ હતી. ત્યાં કાપડનો ઉદ્યોગ જરૂર શરૂ થઈ શકે એમ છે. મોટા ભાગનાં ગામડાંમાં સિત્તેરેક ટકા લોકો પાસે જમીન નથી અથવા નહીંવત્ છે. એ લોકોના વાસમાં ગઈ તો જેમ ઘણાં ગામડાંમાં જોયું હતું તેમ, તેમને હાથે બનાવેલાં રંગીન ભાતવાળાં કપડાં અને તે બનાવવા માટે લાકડી રેંટિયો બતાવ્યો તો તેમને એ વાત ગમી ગઈ અને એ માટે રેંટિયા પર સૂતર બનાવવાની તેમણે તૈયારી બતાવી. ઘરડાં વડીલોને તો તે ઘણું ગમ્યું. એની આગળ વ્યવસ્થા કરવા ગામના સૌથી મોટા જમીનધારક ખેતાભાઈને ત્યાં ગઈ. મારી સાથે ગામની બાજુમાં આવેલી એક શિક્ષણ સંસ્થાના એક શિક્ષક અને બારમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી હતા. ખેતાભાઈને વાત કરી. “અહીં ગામમાં આવું કાપડ બની શકે. અહીં કોઈ આવું કાપડ બનાવે તો તમે લો?” સરસ છે. મારી બા આવું જ પહેરે છે. મારે ખમીસ માટે આ (બીજ) ચાલે.” “એના બદલામાં બાજરી અને ઘઉં આપો?” “મને જો અનાજના બદલામાં આવું કાપડ મળે તો બહુ સારું. મારો ઘણો ખર્ચ બચે.” ખેતાભાઈને પહેલાં એક નોકરી હતી એ હવે છૂટી ગઈ છે એટલે માત્ર ખેતીની આવક છે. મેં આગળ પૂછ્યું, “જે અહીં કાપડ બને તો પછી બીજા લોકો એ કાપડના બદલામાં આપવા બીજી વસ્તુઓ પણ બનાવી શકે, જેમ કે ઘર બાંધવાની વસ્તુઓ, રંગ વગેરે.” ખેતાભાઈ કહે, “એ તો ઘણો ફાયદો. હમણાં ઘરની મરામત કરાવી તો ઘણો ખચ થયો. આ બારણાં-થાંભલાને રંગવાના રંગો તો પુષ્કળ મોંધા છે.” મેં પૂછ્યું, “આવા રંગો વગેરે નવી વસ્તુઓ અહીં બનાવવી હોય તો એ માટે જે કાચો માલ જોઈએ તે ઉગાડો ? દાખલા તરીકે દાડમનું ઝાડ ઉગાડો તો દાડમ ખાવા માટે રહે અને એની છાલમાંથી કાપડ રંગવાનો સુંદર પીળો રંગ બને.” એ આંનદમાં આવી ગયા. “જોગાનુજોગ, હમણાં જ મેં દાડમનું ઝાડ વાવ્યું છે.” મારી સાથે આવેલા શિક્ષકને પૂછયું, “રામજીભાઈ, એ જલદી કેમ વધે તે બતાવો?” મેં પૂછ્યું કે “ગામમાં જમીન વગરના ખેતમજૂરોનાં ઘણાં કુટુંબો છે.” “હા, For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ગ્રામનિર્માણની કેડી પકડો ઉજ્જવળ ભવિષ્ય આપોઆપ મળશે / ૧૩ એમની સ્થિતિ બહુ નબળી છે.” “તેઓ કાપડ બનાવવા માગે તો તમે એમને કપાસ, રંગ વગેરે આપો ?” “હા જરૂર,” “અને એમનું કાપડ લઈ એ સામે અનાજ આપો?” “જરૂર.” રામજીભાઈએ પૂછ્યું, "પણ તમને એવું કાપડ ગમશે? આ ખાદી થશે, નાયલોન નહીં.” ખેતાભાઈએ પરખાવ્યું, “કેમ નહીં ગમે? સરસ છે. અને રામજીભાઈ, તમે આ સફેદ ઝભ્ભો-સલવાર પહેર્યા છે તે શા માટે? તમને શિક્ષકની નોકરી મળી છે એટલે જ ને? તો અમને પણ આ રીતે આર્થિક ફાયદો થાય તો અમને આ કાપડ ગમે જ ને?” એટલામાં ત્યાં એક માણસ આવીને કંઈ કહી ગયો. ખેતાભાઈ કહે, “એ મારો દરજી હતો. અમારાં બધાં કપડાં એ જ સીવે છે. એને હું અનાજ આપું છું.” એમના કહેવાનો ભાવાર્થ એ હતો કે એમને વસ્તુઓ અને સેવાઓ મળે તો એ અનાજ આપવા રાજી છે. મને પણ ખાતરી પાકી થઈ કે ખેતાભાઈ અમુક જ શહેરના દરજીનો કે અમુક જ ‘ટ’નો, કે અમુક જ બ્રાન્ડનાં તૈયાર ૫ડાંનો કોઈ જ આગ્રહ રાખતા નથી કારણ કે એમને ગામના દરજી પાસેથી વગર પૈસે, અનાજના બદલામાં સિલાઈકામ મળે છે, બહુ તો પોતાના દરજીને બતાવતા હશે કે ભાઈ આ રીતને બદલે આમ સિલાઈ કરે. એ જ રીતે ગામના બીજા લોકો પાસેથી કાપડ અને બીજી વસ્તુઓ અને સેવાઓ વગર પૈસે અનાજના બદલામાં મળે તો તેઓ એ માટે ઘણા રાજી છે. તો બીજી બાજુ, ભૂમિહીન અનેક લોકોને ધંધા મળે તો એમને પણ અનાજની ખેંચ ન રહે. ખેતાભાઈને મેં પૂછ્યું, “તમને આ વાત આટલી ગમી છે તો આ ખેતમજૂરોને તમારો કપાસ મત આપશો? તમે ગાંસડીઓ વેચો છો એના પ્રમાણમાં તો અહીં થોડો જ જોઈશે.” “હા, અને અહીં બીજા પણ પાંચ-સાત ખેડૂતો છે, તે બધા પણ આ માટે મક્ત પાસ આપશે.” “તો ચાલો, આજે જ શરૂ કરીએ.” “પણ પાસ હજુ પૂરો ઊગ્યો નથી. ફેબ્રુઆરીમાં તૈયાર થશે. ત્યારે કરીએ.” “એ વખતે ખેતમજૂરોને ખેતીકામ પણ પૂરું થયું હોવાથી એ મજૂરી પણ નહીં હોય, તો ઉનાળામાં બેકારી વખતે આ ઉદ્યોગ એમને ઘણો ઉપયોગી થશે.” ત્યાં સુધીમાં સાડા નવ જેટલા થઈ ગયા હતા એટલે ખેતમજૂરોના વાસમાં જઈને વણાટ અંગે ગોઠવણ કરી શકાય એમ નહોતું કારણ કે તેઓ ખેતરોમાં મજૂરીએ જતા રહ્યા હતા. - આ ગામડાની બાજુમાં આવેલી શાળામાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓની શાળાઓના શિક્ષકો સાથે ગ્રામનિર્માણ અંગે વાતો કરવા હું ગઈ હતી. મારો વાર્તાલાપ દસ વાગે હતો એટલે એ પહેલાં સવારે ગામડામાં ગઈ હતી. ત્યાંથી શાળાએ પાછા ફરતાં રસ્તામાં એક ભાઈ મળ્યા. દેખાવમાં પણ બરાબર બનાસકાંઠાના. ઊંચા, પાતળા પણ પડછંદ. સોનાનાં બટનવાળું ખમીસ, ધોતી, મોજડી અને માથે ફેંટો. નામ રસિકભાઈ. એમને અહીંના ગામડામાં ત્યાંના જ પાસમાંથી ત્યાંના જ લોકો ત્યાંના બજાર માટે કાપડ બનાવે એ વાત ખૂબ જ ગમી ગઈ. કહે કે હું આ જ ગામડાનો છું. પણ કચ્છમાં એક શહેરમાં વેપારી છું. કરિયાણાની દુકાન છે. મને આ વાત બહુ ગમી. મને વિચાર થાય છે કે મારી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ | ધન્ય આ ધરતી બસ છો જતી. બપોરની બસમાં જઈશ. આ વાત આગળ વિચારવા અહીં શાળાના કાર્યક્રમમાં રોકાઈ જઉં.” એ અમારી સાથે જોડાયા. શાળામાં મારા વાર્તાલાપમાં મેં આ વાતો કરી. સહુના આશ્ચર્ય અને આંનદ . વચ્ચે એક ભાઈએ ઊઠીને માઈક પર આવીને કહ્યું, “હું વણાટકામ જાણું છું. હું સૂતરમાંથી કાપડ બનાવીશ.” વણકરની તપાસનો મોટો પ્રશ્ન એની મેળે જ ઉકલ્યો. પછીથી શાળાના આચાર્યે કહ્યું કે શાળામાં જ એક શિક્ષક સુથાર છે. એ મને મળ્યા. કહે કે “ખેતાભાઈ તો મારા મિત્ર છે.” એમણે મારો લાડી રેંટિયા ઉપરથી બરાબર માપ લઈ લીધા. “બાવળ તો અહીં જ પુષ્કળ છે.” શાળાના નાના વિદ્યાર્થીઓએ એક જ પ્રશ્ન પૂછયો: “લાકડી ફેંટિયા પર કેવી રીતે કાંતવાનું તે બતાવો. અમારે જોવું છે.” મેં કાંતીને બતાવ્યું તો બધાં બાળકોએ ઊભા થઈને ખૂબ રસપૂર્વક જોયું. એ સવારે તો મને લાગ્યું કે ગામડામાં જઈને આ રીતે બધાને વાત કરીએ તો ત્યાં કાપડ ઉદ્યોગ શરૂ કરવામાં જોઈ અશક્યતા નથી, ઊલટાનો ફાયદો જ છે. શાળાના સમારંભમાં મારો વાર્તાલાપ પૂરો કરતાં મેં બધાંને રસિકભાઈની ઓળખાણ કરાવી અને એમને બે શબ્દો બોલવા વિનંતી કરી. એમણે ઉત્સાહથી અને જુસ્સાથી કહ્યું, “જ્યહિંદ. આ વાત સો ટચના સોનાની છે. આપણે માટે : આ જ રસ્તો સરસ છે. આ રીતે આપણે આપણા બળથી ઊભા થઈએ તો ઘણા આગળ વધી શકીએ.” એમણે છેલ્લે કહ્યું કે “લોનો રાજા ગુલાબ ગણાય છે પણ હું તો કહું છું કે ફૂલોનો રાજા તો પાસ છે. ગુલાબથી કંઈ શરીર ઢંકાય છે? ઠંડી-ગરમી દૂર થાય છે જયહિંદ'. તાળીઓ. બપોરે ત્યાં ગાયો પાળનાર કાકાએ સરસ વાત કરી. “અહીં દરેક ઘરમાં ગાય માટેના ખોળનો તેમ જ રસોઈ માટેના તેલનો ખર્ચો ઘણો છે. તો રૂ આવે તો કપાસિયા પીલવા ઘાણી પણ કરીએ. બળદ તો અહીં ઘણા છે.” આચાર્ય કહે, “અહીં પાસેના શહેરમાં ઘાણી છે તે કેવી છે તે જોઈને બળદઘાણી કેવી રીતે કરવી તે નક્કી કરીએ.”કાકાએ રસિકભાઈની પાસના ફૂલની વાત કવિતારૂપે મૂકી: દૂધ તો માઈકા, દુજા દૂધ ગાયકા. ફૂલ તો કપાસ કા, દુજા ફૂલ કાયકા?” જે ગ્રામજનોની આ ભાવના અને આ ઉમંગ છે તો શું આપણે શહેરીઓ આ કામને “અશકય' અને “અવ્યવહારુ' કહીને બાજુએ મૂકીને જ બેસી રહીશું? ઊલટું, આપણે જો આ નવી દષ્ટિએ વિચારીએ અને એમને સક્રિય સહકાર આપીએ, જે સક્રિય સહકાર ન આપી શકીએ તો કમ સે કમ બૌદ્ધિક અને નૈતિક સહકાર આપીએ. એમની આ વાત ખૂબ સરસ છે એમ સહમત થઈ એમને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહન આપીએ, એ માટે શરૂઆતમાં ત્યાં કાપડ ઉદ્યોગ શરૂ કરવા કાંતનાર-વણનાર તથા રૂ આપનાર ખેડૂત અને રેટિયા બનાવનાર સુથારનું સંયોજન, ઉપરના ગામમાં જોયું તેવું, ગોઠવવામાં પહેલ કરીએ તો આ રીતે ગ્રામનિર્માણ જરૂર શકય છે અને આ રીતે ગ્રામનિર્માણ થાય તો જ ખુદ આપણું પણ ઉજ્જવળ ભવિષ્ય શક્ય છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રત્યેક ઉકેલ એક નવી સમસ્યા અમદાવાદ આવેલી જર્મન યુવતી સીગી હે છે : અહીં આવતાં પહેલાં હું એક ગામડામાં ગઈ હતી. ત્યાં બધાં શેરીની બહાર આવેલા પંપ ઉપરથી પાણી લઈ આવે છે. મેં પણ પંપ ચલાવી પાણી કાઢીને ઘડો ભર્યો. એને માથા પર ઊંચકી ઘેર લઈ ગઈ, પણ મને ઘણી તક્લીફ પડી. ઘણુંખરું પાણી તો રસ્તામાં જ ઢોળાઈ ગયું. મેં જોયું કે ગામડાની નાની છોકરીઓ તો એક નહીં પણ એક ઉપર એક એમ બે ઘડા લઈ જતી હતી. મને થયું કે એ છોકરીઓ કેટલી મજબૂત છે. તેઓ આરામથી પાણી લઈ જતી હતી અને ખુશ દેખાતી હતી. હસીને એક્બીજા સાથે વાતો કરતી હતી. મને લાગ્યું કે અમે આર્થિક રીતે સમૃદ્ધ છીએ પણ આ લોકો કરતાં ચડિયાતા નથી. ૧૫ ઉપરાંત ત્યારે મને સમજાયું કે પાણી કેટલી બધી કીમતી વસ્તુ છે. એનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ અમારા દેશમાં તો નહાવા, ધોવા અને સફાઈ કરવામાં તેમ જ ઉદ્યોગોમાં પુષ્કળ પાણીનો બગાડ કરવામાં આવે છે. એ જ પ્રમાણે અમને દુકાનોમાં તૈયાર ખોરાક મળે છે એટલે અમને અનાજની કિંમત નથી સમજાતી. અમે બજારમાં વસ્તુઓની કિંમત પૈસાથી ચૂક્વીએ છીએ પણ અમને ખબર નથી હોતી કે એ વસ્તુઓના ઉત્પાદનનો સાચો ખર્ચ શું છે? સીગીની સાથે બીજી યુવતી છે, પેટ્રા. બંને જર્મનીની ટ્રીએર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ટ્રીએર એટલે કાર્લ માર્કસની જન્મભૂમિ અને કર્મભૂમિ. આ યુવતીઓએ પોતાના પી.એચ.ડી.ના મહાનિબંધ માટે વિષય પસંદ કર્યો છે ‘ટકાવી શકાય તેવો વિકાસ', જે વિષય હવે પશ્ચિમના દેશોમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે અને એ માટે એમને ગાંધીજીની વાત ઘણી ઉપયોગી લાગે છે. તેથી થોડા દિવસ અમદાવાદ આવી છે. મારી સાથે ઝૂંપડાંમાં પણ જવા માગે છે. સીગીએ ભાર મૂક્યો કે અમારે જિંદગીની ગતિ ધીમી કરવી જોઈએ. શા માટે ? મેં પૂછ્યું. કારણ કે તો જ એ શક્ય છે કે લોકો ફરીથી એકબીજાની નજીક આવી શકે. અમારા સમાજમાં માણસ પાસે ઘણી શક્યતાઓ છે. તમે સિનેમા જોવા જાઓ, ટેલિવિઝન જુઓ, પ્રવાસ કરો, 'પબ'માં દારૂ પીવા જાઓ, સ્વીમિંગ-પુલમાં જાઓ, તરહતરહનાં આકર્ષણો છે. એ બધું તમે એકલાએકલા પણ કરી શકો અથવા એવા લોકો સાથે કરી શકો જેમને તમે ખરેખર ઓળખતા નથી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ | ધન્ય આ ધરતી અને ઓળખવા માગતા પણ નથી, પેટ્રાએ ઉમેર્યું. એ બધાં મનોરંજનો ખાલી અચરજ પામવા માટે છે પરંતુ જો તમે કોઈ ચીજ જાતે બનાવો તો તમને સ્વમાન લાગે કે આ એવી વસ્તુ છે જે મેં બનાવી - છે. તમને બહારથી જ બધું મળ્યાં કરે એ પૂરતું નથી, તમારે તમારી અંદરથી જીવવું જોઈએ. તમે જો તમારી અંદરની શક્તિઓ જગાડો નહીં તો તમે નવા વિચારો સર્જી ન શકો. પેટ્રાએ વેધક વાત કરી. અમે અમારી સર્જનાત્મક શક્તિ ગુમાવી બેઠા છીએ. અમે ઘણું ઉત્તમ સંગીત સાંભળીએ છીએ પણ જાતે ગાતા નથી. નાટકો જોવા જઈએ છીએ પણ જાતે અભિનય કરી શક્તા નથી. લોકોની સર્જનશક્તિ અને નવી પહેલ કરવાની શક્તિ રૂંધાઈ ગઈ છે. સીગી કટાક્ષથી હસી, દાખલા તરીકે અમને સુપ માટે દુકાનમાં તૈયાર પેકેટ મળે છે. એમાં માત્ર પાણી નાખીને ગરમ જ કરવાનું હોય છે અને ઠંડું પાણી નાખો તો એ જ વસ્તુનું શરબત બને છે. પણ વખત બચાવ્યાનો આનંદ નથી ? મેં પૂછ્યું. બચાવેલા વખતનું કરવાનું શું? એણે સામો પ્રશ્ન કર્યો. આ બધું ઉપભોક્તાના . આનંદને નામે ચાલે છે પરંતુ આ જાતના સમાજમાં લોકોની સાચી ઈચ્છાઓ અને અભિલાષાઓ સંતોષાતી નથી. કઈ અભિલાષાઓ મારે વિગતો જોઈતી હતી. સીગી કંઈક ગંભીર બની. પછી બોલી : એકબીજા માટે પ્રેમ અને આદર તેમ જે આત્મવિશ્વાસ. અમારી ઉત્પાનપદ્ધતિઓ એવી છે કે એમાં આત્મવિશ્વાસ નથી મળતો. પરિણામે આત્મવિશ્વાસ ઊભો કરવા લોકો પૈસા ભેગા કરે છે. તે માને છે કે મારી પાસે બંગલો છે, મોટર છે, ટી.વી. છે, કેમેરા છે અને બીજી વસ્તુઓ છે. એટલે જિંદગીમાં મેં કંઈ પ્રાપ્ત કર્યું છે. એટલું હું સારો હોવો જોઉં. પેટ્રાએ આ મુદ્દો આગળ ચલાવ્યો. ઉપભોક્તાવાદ માત્ર ભૌતિક વસ્તુઓ આગળ જ નથી અટકતો. બૌદ્ધિક વસ્તુઓમાં પણ છે. અમારે ત્યાં તમે પોતાના વિચારો સર્જી શક્તા નથી. કોઈ તમને વિચારો પૂરા પાડે છે. દરેક વસ્તુ પૂરી પાડવામાં આવે છે. કૉલેજોમાં વિદ્યાર્થીઓને બધા વિચારો પ્રાધ્યાપક તરફથી પૂરા પાડવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નો પણ નથી ઉઠાવી શકતા. જ્યાં નવા વિચારો કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવી કૉલેજો શરૂ કરી છે તેમાં થોડા જ વિદ્યાર્થીઓ જાય છે. પરંતુ બીજી બાજુ, બધા વિદ્યાર્થીઓને વાસ્તવમાં પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે છે. તેથી અંદરથી તેઓ ભયભીત હોય છે. એ ભયોનો બદલો વાળવા તેઓ વધુ ઉપભોગ કરે છે અથવા હિંસા તરફ વળે છે. આ માંદા સમાજનાં લક્ષણો છે. દુનિયા ઉકેલ શોધી રહી છે, સીગીએ કહ્યું. પરંતુ આધુનિક ટેક્નોલોજી જે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ઉકેલ એક નવી સમસ્યા | ૧૭ ઉકેલ બતાવે છે તે ઉકેલ પોતે જ સમસ્યા બની જાય છે. દાખલા તરીકે એક જગાએથી બીજી જગાએ જવા માટે આધુનિક જમાનાએ મોટરકાર આપી, પછી મોટરને કારણે ઘણી નવી સમસ્યાઓ ઊભી થઈ. એક બાજુ અંતરો વધ્યાં – કામ કરવા, સગાંવહાલાંને મળવા, ચીજવસ્તુઓ ખરીદવા, કાચો માલ મેળવવા, પોતાનું ઉત્પાદન વેચવા લોકોને વધુ ને વધુ દૂર જવું પડે છે. બીજી બાજુ નવી સમસ્યાઓ શરૂ થઈ, જેમ કે અકસ્માતો, ટ્રાફિક જામ, કસરતનો અભાવ વગેરે. આ નવી સમસ્યાઓ માટે નવા ઉકલો શોધાયા. જેમ કે અકસ્માતો માટે રસ્તા પર ટેલિફોનો, રક્તબૅન્કો, પોલીસો, ડૉકટરો, વીમા કંપનીઓ, વકીલો; કસરત માટે હાથપગ હલાવવાનાં યંત્રો અને હેલ્થ કલબો વગેરે. આ બધાંના પાછા બીજા નવા પ્રશ્નો ઉભા થાય છે. આમ, પ્રશ્નો વધતા જ જાય છે અને સાથે આપણા ઉપરનો બોજો વધારતા જાય છે. - સાર એ છે કે ટેકનિકલ ઉકેલ પ્રશ્નના મૂળ તરફ નથી જતો. આપણી નવી દુનિયાનું આ લક્ષણ છે અને એનું કારણ એ છે કે નવા પ્રશ્નો સર્જાય તો તમે નવી વસ્તુઓ વેચી શકો અને તમને નવા ઉદ્યોગો મળે પણ આ નવા ઉદ્યોગો મૂળ સમસ્યાના ઉકેલ માટે જરૂરી નથી, એથી એ બોજારૂપ છે. એને બદલે આપણે પ્રશ્નને મૂળથી ઉકેલવા જોઈએ. આપણે રોજ જ જવું પડે એ અંતરો જો લાંબા જ ન હોય તો મૂળ મોટરની જે જરૂર ઊભી ન થાય. એટલે મૂળ પ્રશ્નનો ઉકેલ છે સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદન. આ વાત પર તો તમારે બંનેએ મને ઘણું કહેવાનું છે, મેં કહ્યું. પણ આ વાતમાં પરોવાઈએ એ પહેલાં સીગી અને પેટ્રા તમે નાસ્તો કરી લો. પછી વાત આગળ ચલાવીએ. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દૃષ્ટિએ જર્મનીની ટ્રીએર યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરતી અને અમદાવાદ આવેલી બે યુવતીઓ પેટ્રા અને સીગીને મેં પૂછ્યું કે આધુનિક યંત્રો વડે દુનિયાભરનાં ' બજારો માટે જે ઉત્પાદન થાય છે તેના કરતાં સાદાં સાધનો વડે સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરવાનું એમને શા માટે વધારે સારું લાગે છે? અનેક કારણોસર, સીગીએ જવાબ આપ્યો. એક તો અત્યારે અમને ખબર નથી કે અમે જે વસ્તુઓ વાપરીએ છીએ એ કેવા સંજોગોમાં બનેલી છે. બીજું, અમારે અમારા જીવનની ગતિ ધીમી કરવી છે. અમે વધારે ને વધારે વસ્તુઓ કે પૈસા મેળવવા માટે દોડીએ છીએ, પણ અમને ખબર નથી કે અમારું ધ્યેય શું છે. જો અમે શાંતિથી વિચાર કરી શકીએ તો અમે શોધી શકીએ કે અમારે શું જોઈએ છે. ઉપરાંત, પર્યાવરણ અંગે પણ અમને ચિંતા છે. અત્યારે જે રીતે મંત્રો વડે મોટા પાયા પર ઉત્પાદન થાય છે તે રીતે ઉત્પાદન કરવાનું આખી દુનિયા માટે શક્ય નથી. ઉપરાંત, અમારી અત્યારની જીવનપદ્ધતિ ઈચ્છનીય પણ નથી. આ જાતની જીવનપદ્ધતિથી લોકો સુખી નથી. આ ઊંચા જીવનધોરણથી લોકો માનસિક રીતે માંદા પડે છે. પણ સીગી ઊંચું જીવનધોરણ તો ગમેને? એ તો અત્યારના સમાજનું ધ્યેય છે. – મેં પૂછ્યું. એને કારણે એટલાં બધાં માનવમૂલ્યો નાશ પામે છે. ક્યાં? અમે ભૌતિક ચીજવસ્તુઓ વડે માનવપ્રેમને દૂર કરીએ છીએ એટલે કે માનવપ્રેમને બદલે ભૌતિક ચીજવસ્તુઓથી ચલાવીએ છીએ. પેટ્રાએ સીગીને અટકાવી, ચલાવતા નથી ચલાવવાની આશા રાખીએ છીએ. મેં પૂછ્યું, જરા વિગતથી વાત કર. જો તમારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભી થાય તો અમારા સમાજમાં તમે કે તેનો ઉકેલ શોધવાને બદલે પરિસ્થિતિ બદલી નાખો છો. નવા મિત્રો બનાવો છો, કે નવી જગાએ રહેવા જાઓ છો, કે નવી નોકરી લો છો. આમાં સમસ્યાથી માત્ર દૂર ભાગો છો. તે ઉકલતા નથી. એટલે લોકોને સુખ નથી મળતું. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દષ્ટિએ | ૧૯ બીજું, યાંત્રીકરણ અને તેમાંથી પરિણમતા શહેરીકરણને કારણે અમે કુદરતથી વિમુખ થઈએ છીએ. અમારા દેશમાં જે લોકો ગામડામાં રહે છે તેઓ પણ ચીજો ખરીદે છે, પોતાની જાતે ચીજો બનાવવાને બદલે. જો તમે કોઈ વસ્તુ જાતે બનાવો તો તમે ગૌરવ અનુભવો. પણ જો તમે ઑફિક્સમાં બેસીને કામ કરશે, જેમ કે ફાઈલોનું, હેવાલોનું, કોમ્યુટરનું તો એમાંથી કોઈ વસ્તુ નથી બનતી. પેટ્રાએ ઉમેર્યું, અમારા દેશમાં બધા લોકોને એવું નથી લાગતું કે અમે બીજા દેશોથી વધુ સારા છીએ. અમારે બીજા દેશો પાસેથી શીખવું છે. શું? મેં પૂછ્યું. હવે જર્મનીમાં લોકો વ્યાપક પાયે પોતાની જમીનમાં બગીચા, ઘરની પાછળના કયારામાં ખોરાકની વસ્તુઓ ઉગાડવા માંડ્યા છે. સીગીએ આ નવો મુદ્દો કહ્યો. કારણ કે લોકોને લાગવા માંડ્યું છે કે અનાજની બાબતે સ્વનિર્ભર બનવું ઘણું જરૂરી છે. આપણે જરૂરી અનાજ જો બહારથી આવવાનું હોય અને એના પર જો બહુરાષ્ટ્રીય કંપનીઓનો કાબૂ હોય તો એ પનીઓ આપણને ભૂખે પણ મારી શકે. એટલે કે ખોરાકની વસ્તુઓના ભાવ ખૂબ ઊંચા વધારી શકે, મેં કહ્યું. જાપાનમાં ટામેટાં અને રીંગણ એક એક નંગ લેખે વેચાય છે અને એક નંગની કિંમત રૂ. ૩૦થી રૂા. ૫૦ જેટલી ઊંચી હોય છે. સકરટેટીના તો એક નંગના રૂા. ૬૦૦ ભાવ હતો. નોર્વે કલ્યાણરાજ્ય કહેવાય છે. પણ ત્યાં જો થોડા મિત્રોને બહાર જમાડવા લઈ જવા હોય તો બિલ ભારે પડી જાય. - આપણી પાયાની જરૂરતો – અન્ન, વસ્ત્ર અને મકાન – આપણે સ્થાનિક ધોરણે બનાવવી જરૂરી છે. મેં રજૂઆત કરી કે ભારતમાં અનાજ તો લોકો પોતાના ગામડામાં ઉગાડે છે. ઘર પણ બનાવી લે છે. પણ વસ્ત્ર બનાવવાનું તેમને ભુલાવી દેવામાં આવ્યું છે અને તેથી કાપડ પાછળ ગામડાના બીજા ઉદ્યોગો પણ નાશ પામ્યા છે એટલે હું ગામડાંમાં કાપડ બનાવવાનું ફરીથી શીખવવાનું કામ કરું છું. પેટ્રા પે, તમે ભારતમાં લોકો નસીબદાર છો કે અનાજ તો ગામડાંમાં ઊગે છે. જર્મનીમાં તો બધાં ગામડાં વસતિને જરૂરી અનાજ નથી ઉગાડતાં, ગામડાનાં લોકો પણ શહેરના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે એટલે પહેલાં તો અમારે દરેક સ્થળે ત્યાં જરૂરી અનાજ ઉગાડવું પડશે. ભારતનાં ગામડાંમાં ખેતી છે, પણ ઉદ્યોગો બિલકુલ નથી, જ્યારે જર્મનીમાં ઉદ્યોગો છે પણ ખાસ ખેતી નથી! નોંધપાત્ર મુદ્દો એ છે કે જર્મની જેવા ઔદ્યોગિક દેશને પણ પાયાની જરૂરિયાતોમાં સ્વનિર્ભરતા જરૂરી લાગે છે. આ કારણે સીગીને સ્થાનિક ધોરણે સ્થાનિક બજાર માટેનું ઉત્પાદન જરૂરી લાગે છે. પર્યાવરણના રક્ષણ માટે પણ એ જરૂરી છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | ધન્ય આ ધરતી તમારા દેશમાં પર્યાવરણના ભયો વાસ્તવમાં છે મારે જાણવું હતું. હા. તળાવોમાં પ્રદૂષિત પાણીને લીધે માછલીઓ મરી જાય છે. પાણી ગંદુ હોય છે. પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. પીવાનું પાણી વધારે ને વધારે ખરાબ થતું જાય છે. સત્તાવાળાઓને પીવાના પાણીની ગુણવત્તા ઘટાડવાની ફરજ પડી છે, કારણ કે તેઓ હવે ઊંચી ગુણવત્તાનું પાણી પૂરું પાડી શકે એમ નથી. બીજું, જંગલો મરતાં જાય છે. એમનાં લીલાં વૃક્ષો અને વનરાઈને કારણે હવા શુદ્ધ રહેતી હતી, પરંતુ જે કુદરતનો નાશ થાય તો સાથે આપણો પણ નાશ થવાનો. સીગીએ અત્યારના અર્થતંત્ર અંગે એક ખુબ અગત્યનો મુદો ઉઠાવ્યો : અત્યારનું તંત્ર ત્યારે જ ફાયદો આપે છે, જ્યારે વિકાસ એટલે કે ઉત્પાદનમાં વધારો થતો હોય, એટલે આ તંત્ર માટે ઉત્પાદનમાં વધારો ખૂબ આવશ્યક છે. પછી એ ઉત્પાદનનો વધારો માત્ર ઉપયોગી વસ્તુઓનો જ હોય એ જરૂરી નથી. બગાડ તો બગાડ પણ બગાડની વસ્તુઓના પણ ઉત્પાદનનો વધારો જરૂરી બને છે. સમય જતાં બગાડના ઉત્પાદનનો વધારો ખૂબ વધે છે. દેખીતું છે કે આ જાતનો વિકાસ એટલે કે આ જાતનું ઉત્પાદન તંત્ર લાંબું ટકી ના શકે. આને કારણે અત્યારે ઉત્પાદનના ખર્ચ ખૂબ ઊંચા છે. ઉત્પાદન વધારવા માટે આ અર્થતંત્ર હંમેશા નવી ને નવી વસ્તુઓ બનાવ્યા કરે છે. એ તમને એવી વસ્તુઓ આપ્યા કરે છે કે જેની જરૂર છે એવી તમને પહેલાં ખબર પણ નહોતી. પેટ્રાએ મને આશ્ચર્યમાં મૂકી દીધી. હે કે મેં મોટરકાર છોડી દીધી. મોટર? એ તો અત્યારના તંત્રની મોટી સિદ્ધિ છે! શા માટે છોડી દીધી ? છોડી તો પ્રદૂષણને કારણે અને એને બદલે સાઈકલ અને બસ વાપરવા માંડી અને મને મોટર છોડ્યાનું જરા પણ દુઃખ ન થયું. એણે ભાર મૂક્યો. મારું આશ્ચર્ય વધ્યું. એ ક્યારે બન્યું અમે ગઈ વખતે પહેલી વખત ભારત આવ્યાં હતાં ત્યાંથી જર્મની પાછા ફરીને – બન્ને જણ હસી પડ્યા. કેમ? ભારતની શું અસર હતી ભારતની મુસાફરી ક્યાં પછી હું વિચારતી હતી કે હું મારું જીવન કેવી રીતે બદલી શકું? મને લાગ્યું કે અમારા જીવનમાં એવા ઘણા વૈભવો છે, જેની અમને જરૂર નથી. પણ મોટરને લીધે તો કેટલી બધી સ્વતંત્રતા અનુભવાય છે? ના. મેં જ્યારે મોટર છોડી દીધી ત્યારે મને મારી સ્વતંત્રતા પર કોઈ કાપ ન લાગ્યો. મોટરને લીધે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓ પણ હોય છે એના કરતાં બસનો સમય જોઈને એ પ્રમાણે જવાનું ફાવે છે. ગાડી ચલાવવાનું ધ્યાન રાખવું પડે જ્યારે બસમાં મુસાફરી વખતે બીજું કંઈ કરી પણ શકાય છે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દષ્ટિએ | ૨૧ અને, સગીએ ઉમેર્યું, કંઈ બગડે તો સમારકામ કરવાની, તેમ જ રોજ ઊઠીને ગાડી સાફ કરવાની ઝંઝટ પણ નહીં. સીગીએ ભાર મૂક્યો. અમે જે જાતના ઉલો શોધી રહ્યા છીએ તેમાં અને ગાંધીજીએ બતાવેલા ઉક્લોમાં સામ્ય છે. શું સામ્ય છે? મેં પૂછ્યું. સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદન. અત્યારની જીવનપદ્ધતિ અમને કટોકટી તરફ ધકેલી રહી છે. બજારમાં નફા માટે હરીફાઈ સખત હોય છે. એ એક જાતનું યુદ્ધ છે. તમારે હંમેશાં સર્વોત્તમ રહેવું પડે છે. છેક શાળામાંથી એ શરૂ થાય છે. તમારી શાળાની નોટબુકો સૌથી સારી હોવી જોઈએ. અમને લડવાની, હરીફાઈમાં ઊતરવાની તાલીમ આપવામાં આવે છે નહીં કે સાથે મળીને કામ કરવાની કે એકબીજાને સહકાર આપવાની. મને અમેરિકાનો એક દાખલો યાદ આવ્યો કે પતિ-પત્નિ બને જ્યારે કામ કરવા જાય છે ત્યારે તેમનું બાળક નાનું હોય તો એને બાળકોના સંભાળઘરમાં મૂકે છે. એ ઘરમાં અનેક બાળકો ભેગાં થાય છે. તે બધાં સાથે ભૂખ્યાં થાય છે. સાથે રહે છે. સાથે પડાં પલાળે છે. એટલે મદદ મેળવવા માટે તેઓ એટલી બધી નાની ઉમરે કે જ્યારે તેમને આ દુનિયા અંગે ખબર પણ નથી ત્યારથી એકબીજા સાથે હરીફાઈ કરતાં થઈ જાય છે. સીગીએ ઉમેર્યું, ગાડીના ઉપભોગમાં પણ કોઈ હદ નથી હોતી. ગાડી લો પછી ચાંપ દબાવતાં આપોઆપ બંધ થાય એવી બારીઓ જોઈએ, પછી ગાડી ચલાવનાર ડ્રાઈવર જોઈએ, પછી ડ્રાઈવર માટે સફેદ રંગનો ગણવેશ જોઈએ, પછી એ ગણવેશ પર સોનેરી શેરીની કિનારી જોઈએ. – આનો કોઈ પાર જ નથી. ' અને આ બધું પહેલાં થોડા દિવસ સારું લાગે છે. પછી એ ભૂલી જવાય છે. પછી એની કોઈ અગત્ય નથી રહેતી. આ બધા ઉદ્યોગો આપણી જરૂરતોને વધારતા જાય છે અને એના ઉપર જ તે ચાલે છે. આમ તે આપણને બુદ્ધિશાળી ઉલ્લુ બનાવતા જાય છે. થોડા વખત પહેલાં સામ્યવાદ તૂટી પડ્યો ત્યારે તો માત્ર સામ્યવાદી દેશોમાં - ઊથલપાથલ થઈ હતી, પણ હવે જ્યારે અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર તૂટી પડશે ત્યારે દુનિયાના બધા દેશોમાં ઊથલપાથલ થશે. - દુનિયા માટે વિકલ્પ છે સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદનનો. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ . ૮ વિકાસની દિશા એક મિત્રે મને સલાહ આપી કે કોઈ વિચારનો જો વિરોધ થાય અને એ વિરોધનો જવાબ અપાય તો એ વિચાર પ્રબળ બને છે. એમણે એમ પણ સૂચવ્યું કે એ માટે મારે જાતે જ બીજા કોઈ નામે મારા વિચારના વિરોધ કરતા લેખો લખવા અને પછી એના જવાબ આપવા. અલબત્ત, લેખનની આ તો ઘણી જ વિશિષ્ટ રીત છે. ગાંધીજીએ હિંદ સ્વરામાં અને શ્રીકૃષ્ણ ભગવદ્ગીતમાં આ રીતે પોતાની વાત કહી છે. ગ્રામવિકાસની અને સમૃદ્ધ ગામની વાત સહુને ગમી જાય છે પરંતુ એને વાસ્તવમાં લાવવા માટેનું જે પહેલું પગલું રેંટિયો અને સાળ છે એને અંગે સહુના મનમાં ઊંડો વિરોધ છે. અને એ કારણે જે દર્શન આપણા સમાજને કટોકટીમાંથી બચાવવા તથા એને સમૃદ્ધિ તરફ દોરી જવા માટે રોક્કો, શક્ય અને કાર્યક્ષમ ઉપાય બતાવે છે તે પ્રશંસા થયા વગર, અરે વિચારાયા સુદ્ધાં વગર રહી ગયેલું છે. તો ગ્રામવિકાસના પ્રથમ પગલારૂપ રેંટિયો અંગેના ભૂલભરેલા ખ્યાલો ક્યા છે? ઘણા કહે છે કે રેંટિયા તો પાછા જવાની વાત છે. રેંટિયાનું નામ પડતાંની સાથે જ તેમને અણગમો થાય છે અને એ વાત અ-વૈજ્ઞાનિક લાગે છે, વિકાસની વિરુદ્ધ લાગે છે. તો એ સાથે એ પણ સ્પષ્ટ સમજવું જોઈએ કે જેને આપણે વિકાસ કહીએ છીએ એનો અર્થ જો ઔદ્યોગિક દેશના લોકોનું અથવા આપણા દેશના પૈસાદાર લોકોનું જીવનધોરણ હોય તો એવું જીવનધોરણ દુનિયાની વસતિમાંથી ઘણા જ થોડા, દસેક ટકા જ, લોકોને માટે શક્ય છે. દુનિયાની સમગ્ર વસતિ માટે તો એ જીવનધોરણ કદી શક્ય જ નથી. કારણ કે એવા જીવનધોરણ માટે એવું અર્થતંત્ર જરૂરી છે જેમાં મોટા ભાગના લોકો થોડાકેક બીજા લોકોનો આર્થિક ભાર ઉપાડે. સમગ્ર વસતિના જીવનધોરણનું ચિત્ર પિરામીડ જેવું છે જેમાં ટોચના જીવનધોરણ પર માત્ર થોડા જ અને તળિયાના જીવનધોરણ પર અસંખ્ય લોકો છે. આ ઉપરાંત એ પ્રશ્ન પણ છે કે અત્યારનું આ જાતનું અર્થતંત્ર આ થોડાકેક લોકોને સમૃદ્ધિ આપવા માટે વ્યાપક પ્રમાણમાં યાંત્રીકરણ વધારતું હોવાને કારણે સદીઓથી સંચિત થયેલાં કુદરતી દ્રવ્યો થોડા જ વખતમાં વેડફી દે છે અને સાથે કુદરતી અસમતુલાઓ અને પર્યાવરણનાં પ્રદૂષણો ઊભાં કરે છે. એટલે ખરેખર તો For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિકાસની દિશા | ૨૩ અત્યારનું અર્થતંત્ર વિકાસની વિરુદ્ધનું છે. ઉપરાંત અત્યારના અર્થતંત્રે દુનિયાની પોણાભાગની વસતિને બેકાર બનાવી છે અને વધુ ને વધુ લોકોને બેકારીના ખપ્પરમાં હોમતું જાય છે. એને વિકાસશીલ કેવી રીતે કહેવાય? તેથી હવે વિચારકો એમ કહેવા લાગ્યા છે કે છેલ્લા બે સૈકાનો આર્થિક વિકાસ ખોટો વિકાસ હતો. બસો વર્ષ પહેલાં ભારત સમૃદ્ધિની ટોચ પર હતું. અહીં આવવા અંગ્રેજ, ચ, ડચ અને પોર્ટુગીઝ લડાઈમાં ઊતર્યા હતા. ત્યારે અંગ્રેજો વડે રેંટિયા અને સાળના કાપડઉદ્યોગનો નાશ કરાયો હતો. અને એના કારણે ભારતની સમૃદ્ધ પ્રજા અત્યારે ગરીબાઈ અને લાચારીમાં ધકેલાઈ છે; એની જગપ્રસિદ્ધ કળાકારીગરીનો નાશ થયો છે. એવા હાથકાપડના ઉદ્યોગને પુર્નજીવિત કરવો એને અ-વૈજ્ઞાનિક કઈ રીતે કહેવાય ? વ્યવહારિક દષ્ટિએ જોઈએ તો પણ રેંટિયા અને સાળ વડે અનેકગણું સસ્તુ અને સુંદર કાપડ બનાવવું એને પછાતપણું કેવી રીતે કહેવાય અને કાપડ પાછળ તો આપણા દેશના લોકોનું સૌથી વધુ ખર્ચ થાય છે જ્યારે બીજી બાજુ રેંટિયા વડે કાપડ બેકાર, અશક્ત લોકો માત્ર કપાસ વડે અને તે પણ ખરાબાની જમીન પર ઊગતા કપાસ વડે બનાવી શકે. ઘણા બીજો વિરોધ કરે છે : રેંટિયો તો કેટલો ધીમો છે? આ વિરોધ તદ્દન અસ્થાને છે, કારણ કે જે લોકો રેટિયા માગે છે તેઓ : નિવૃત્ત તથા ઘરડા કરોડો લોકો છે. એમનાથી ભારે કામ થઈ શકે એમ નથી. એમને શાંતિનું કામ જોઈએ છે. એમને માટે રેંટિયો ધીમો નહીં પણ આશીર્વાદરૂપ છે કારણ કે એમને માટે કોઈ પ્રવૃત્તિ નથી અને રેંટિયા વડે તેઓ અર્થતંત્રના કેન્દ્રરૂપ કાપડનું ઉત્પાદન કરી શકે છે. એ સિવાય કોઈ સરકાર કે કોઈ બૅન્ક એમને કામ આપી શકે તેમ નથી. જો આ રીતે નિવૃત્ત લોકો દ્વારા કાપડ બને તો દરેક સ્થળે બીજા લોકો એ કાપડ લઈ એના બદલામાં પૈસાને બદલે કોઈ વસ્તુ કે સેવા આપી શકે એટલે - દરેકને ધંધા મળે. આ રીતે બીજી વસ્તુઓ-સેવાઓનું ઉત્પાદન કરવાનું બિલકુલ ધીમું નથી, ઊલટું ઘણું ઝડપી છે. એટલે જુવાન, સશક્ત બેકાર લોકો માટે તો આ રીતે પોતાના ગામમાં નિવૃત્ત લોકો કાપડ બનાવે એ અત્યંત જરૂરી છે, કારણ કે તો જ એમને ધંધો મળે એમ છે. છતાં ઘણા વિરોધ કરે છે : ગરીબ લોકોને પણ આધુનિક સુખસગવડો મળે એવું કરવું જોઈએ. એને બદલે રેંટિયો તો એમને પછાત જ રાખે ને ? ગરીબના ગરીબ જ રાખે ને. આ બીજો ભ્રમ છે. રેંટિયા અને સાળ વડે ગામમાં જ ઊગતા રૂમાંથી કાપડ બનાવી શકાય અને ગામના જ બજારમાં વેચી શકાય એટલે અત્યારના For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ | ધન્ય આ ધરતી કાપડ ઉદ્યોગના અનેક મોટા ખર્ચ જેવા કે વાહનવ્યવહાર, યંત્રો, મેનેજમેન્ટ, નફા, દુકાનો, જાહેરખબરો, બૅન્કો, સરકારો, સંરક્ષણ વગેરે નીકળી જાય એટલે આ કાપડ ' અત્યંત સસ્તું પડે. અત્યારે બજારમાં બસો રૂપિયે મળતો પોષાક વીસ રૂપિયામાં પડે એ આપણે જોઈ ગયા છીએ. એ જ રીતે ગામના બીજા લોકો આ કાપડના સાટામાં આપવા બીજી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરે ત્યારે એ વસ્તુઓ અનાજ, દૂધ, ઈંટ, નળિયાં, રંગ, રમન્ડાં વગેરે પણ અત્યંત સસ્તા પડે. એટલે ગરીબ લોકો અત્યારે કશું નથી ખરીદી શક્તા એને બદલે અનેકવિધ વસ્તુઓ મેળવી શકે. લોકોને કામધંધા મળે તો કલાકારીગરી પણ વિકસે એટલે આ વસ્તુઓ અને સેવાઓ ઊંચી ગુણવત્તાની બની શકે. રેંટિયા અને સાળ દ્વારા ગરીબ લોકો. ગરીબાઈમાંથી છૂટી શકે અને બીજાની સમકક્ષ આવી શકે. ગરીબ લોકોને ટેરેલીન, ટીવી અને ટેલિફોન મળવાં જોઈએ એમ કહેવું એનો અર્થ એમને બેકારીમાં અને તેમાંથી પરિણમતી ગરીબાઈ અને ગુલામીમાં ચાલુ રાખવા એ છે, કે જેને કારણે એમને ટેલિફોન તો બાજુએ પરંતુ સાંજનો રોટલોય પરાણે મળે છે. એક મિત્રે સણસણતો દાખલો આપ્યો હતો : કેરાલાના ખેતમજૂરને ટેલિફોન શા માટે આપવો જોઈએ? – મુંબઈમાં મજૂરી શોધવા ફૂટપાથ પર રહેતા દીકરાને સંદેશો પહોંચાડવા કે તારો બાપ મરવા પડ્યો છે! For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૯ આપણું નસીબ ક્યારનું લખાઈ ચૂક્યું છે ગયા રવિવારના જન્મભૂમિ-પ્રવાસીમાં અહેવાલ છે : “જલગાંવના જાતીય કૌભાંડની તપાસ કરી રહેલા એક પ્રામાણિક પોલીસ અધિકારીની ‘સામાન્ય ક્રમમાં’ જ બદલી કરી દેવાઈ! આપણા મુખ્ય પ્રધાન એમ કહે છે. એ પોલીસ અધિકારીની જગાએ નિમાયેલા નવા અધિકારી કહે છે, ‘આમાં માત્ર ૩૭ છોકરીઓ પર જ બળાત્કાર થયા છે અને મુખ્ય આરોપી નાસતા ફરે છે.’ જાણે તપાસ અંગે આમાં વધુ શું થઈ શકે એમ જ ન હોય! ગેસના જોડાણ માટે, રેશનકાર્ડના નવેસરથી સંધાણ માટે કે જાહેર હોસ્પિટલોમાં સમયસરની તબીબી મદદ મેળવવા લોકોને નાકે દમ આવી જાય છે.”. ગયા રવિવારનું જ નહિ, રોજ સવારનું છાપું ખોલતાં આવા સમાચારો આપણને ગૂગંળાવે છે. આપણે શા માટે આટલા બધા અસહાય છીએ ? આપણે આમાંથી બહાર નીકળવા ધમપછાડા કરીએ છીએ, પણ છતાં વધુ ને વધુ સાતા જઈએ છીએ. શા માટે? કારણ કે આપણા સહુનું નસીબ તો બસો વર્ષ પહેલાં જે દિવસે માણસે ‘સ્પિનિંગ જેની’ સ્વીકારી ત્યારનું લખાઈ ચૂક્યું છે. આપણે જન્મીએ છીએ મુક્ત, પરંતુ આપણે આપણી જાતને જંજીરોથી જકડાયેલી અનુભવીએ છીએ, કારણ કે દુનિયાને આવરી લેતા જે અર્થતંત્રની અંદર આપણે કામ કરવું પડે છે એ અર્થતંત્ર આપણને ગુલામ બનાવે છે. ગંજાવર મંત્રોથી થતા જંગી ઉત્પાદનને લીધે જે થોડા જણની પાસે અઢળક પૈસો ભેગો થાય છે તેમની પાસે બાકીના કરોડો લોકોની રોજગારી, આવક અને જીવન ઉપર પણ કાબૂ આવે છે. આજે પશ્ચિમના દેશોમાં લોકો અને બીજા દેશોમાં પણ સામાજિક કાર્યકરો, અત્યારના યંત્રોદ્યોગને પર્યાવરણના, પ્રાણીસંરક્ષણના અને પૃથ્વી પરના ઉષ્ણતામાનમાં થઈ રહેલા ફેરફારોના પ્રશ્નો અંગે દોષ દે છે, પરંતુ પશ્ચિમના દેશોના લોકો જે મુખ્ય મુદ્દો નથી ઉઠાવતા તે તો છે મંત્રોદ્યોગને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં સર્જાયેલી ભયંકર બેકારી અને એમાંથી પરિણમેલી ગરીબાઈ અને લાચારી. યંત્રોદ્યોગનું સૌથી મોટું દૂષણ તો આ છે. કરોડો લોકોની વેડફાઈ રહેલી જિંદગી માટે યંત્રોદ્યોગને કોઈ દોષ નથી દેતા કારણ કે એ બેકારી યુરોપ-અમેરિકામાં નહીં પણ બીજે ખડકાઈ છે, પણ યુરોપ-અમેરિકામાં હવામાનમાં થોડો ફેરફાર થાય તો એના માટે યંત્રોદ્યોગને વિશે ઊહાપોહ થાય છે. યંત્રોદ્યોગથી ઊભી થતી સમસ્યાઓનું મૂળ કારણ નાણું છે જેના વગર ૨૫ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ | ધન્ય આ ધરતી યંત્રોદ્યોગ શક્ય નથી. નાણાપદ્ધતિ શરૂ થવાનું કારણ જ યંત્રોદ્યોગ છે. તેથી આજે દરેક વસ્તુ માત્ર પૈસાથી જ મળે છે અને દરેક વસ્તુનું – ખુદ માણસનું પણ – મૂલ્ય પૈસામાં જ અંકાય છે. એક બાજ, પૈસા ન હોવાથી કરોડો લોકોને ભૂખમરો વેઠવો પડે છે. બીજી બાજ, પૈસો નીચ કામો દ્વારા પણ એકઠો થઈ શકે છે અને તેથી લોકોને નીચ કામો કરવા પ્રેરે છે. એક વાચક કિરણભાઈ ધોળકિયાનો આજે પત્ર છે તેમાં તે લખે છે, “નાણાં જ એક એવી વસ્તુ છે જેનો અમર્યાદ સંગ્રહ કરવા માટે હવે જાતજાતની સુવિધાઓ છે તેથી બિનજરૂરી સંગ્રહ કરવાની લાલચ આજે સહ. કોઈને થાય છે .. નાણાંએ અનેક પ્રકારનાં દૂષણો-અનિશે-ખૂનખરાબાને જન્મ આપ્યો છે અને છતાં માણસ એને છાતીએ લગાડીને કરવામાં જ ગૌરવ માને છે.” જે વસ્તુ પૈસાથી મૂલવી શકાય એનું જ મૂલ્ય છે એટલે પૈસાદાર લોકો ટકે છે અને ગરીબો ફેંકાઈ જાય છે. એ જ પ્રમાણે હવાપાણી મા હોવાથી એ વપરાયે જાય છે, વેડફાય જાય છે, પ્રદૂષિત થતાં જાય છે. આપણાં જંગલો ત્યાં ને ત્યાં ઊભાં રહે તો એમનું કોઈ નાણાકીય મૂલ્ય નથી પણ જો એમને કાપીને લાકડું પરદેશમાં મોકલીને વેચાય તો પૈસા મળે, ભલે આપણી લીલોતરી, સમૃદ્ધિનો નાશ થાય અને વરસાદ ઓછો થાય. એટલે અત્યારના તંત્રમાં પ્રોત્સાહન છે પ્રદૂષણ કરવાનું, કુદરતનો વિનાશ કરવાનું, નહીં કે કુદરતને સાચવવાનું. પૈસાથી માપી ન શકાય એવી મૂલ્યવાન ચીજો આજે ખોવાઈ ગઈ છે . – જેમ કે બહેનોનું પ્રદાન, પ્રાચીન જ્ઞાનનો ભંડાર, સામાજિક કે સહકારની વૃત્તિ, જીવનના આદર્શો. આ ખોવાયેલી સંપત્તિ પાછી કેવી રીતે મળે ? જો આપણે જોઈતી વસ્તુઓ - કમસે કમ પાયાની જરૂરતો રોટી, કાપડ અને મકાન – પૈસાને બદલે કોઈ બીજી વસ્તુ કે સેવા આપીને મેળવી શકીએ તો. જો નાણું અને એના મૂળમાં રહેલો યંત્રોદ્યોગ જાય તો. આજે નાણાનું જોર એટલું બધું છે કે ઘણાને આ વાત અશક્ય લાગે, એમાં પણ વસ્તુવિનિમયની પ્રથા શરૂ થાય એ તો અકથ્ય લાગે. પરંતુ આ વાત બિલકુલ અસંભવ નથી. જો સ્થાનિક ધોરણે સ્થાનિક સાધનોથી ઉત્પાદન થાય તો ત્યાં બધા લોકોને માટે નવો જ માર્ગ ખૂલી જાય છે; તે એ કે આ વસ્તુઓ સ્થાનિક બનતી હોવાથી લોકો તે વસ્તુઓ પૈસાને બદલે બીજી કોઈ વસ્તુ બદલામાં આપીને લઈ શકે. આ માર્ગ નવો હોવા છતાં અત્યંત લાભદાયી અને તેથી સત્વરે અમલમાં આવી શકે એવો છે, ખાસ કરીને લાખો ગામડાંમાં, કારણ કે ગામડામાં લોકો પાસે પૈસા નથી પણ સમય છે. આ માર્ગ ખોલવાનું પહેલું પગલું છે ગામડામાં કાપડનું સ્થાનિક ઉત્પાદન, જે સાદા લાકડી રેંટિયા અને સાળ વડે શક્ય છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આપણું નસીબ ક્યારનું લખાઈ ચૂક્યું છે | ૨૭ જેમની પાસે પૈસા છે એમને જેમ યંત્રોદ્યોગ સારો લાગે છે તેમ અને એથી પણ વધારે સારો ગામડાંના ગરીબ બેકાર લોકોને આ સ્થાનિક ઉત્પાદનનો રસ્તો લાગે એમ છે. દેખીતું છે કે જેમની પાસે પૈસા નથી એમને તો પૈસા પદ્ધતિને વળગી રહેવામાં કોઈ ફાયદો નથી. એમને તો પૈસા વગર વસ્તુઓ મેળવવાનો રસ્તો મળે એ ઘણું આવકાર્ય લાગે. - તાજેતરનાં વર્ષોનાં આંકડાકીય તારણો બતાવે છે કે આજે એક નવા પ્રકારની આવક-અસમાનતા સૌથી વધુ વધી રહી છે અને એ છે નોકરીવાળાઓ – કે જેમને અત્યારના તંત્રના વધુ ને વધુ લાભ મળતા રહે છે – અને બેકારોની વચ્ચેની અસમાનતા. આ વિષમ અને વધતી જતી આર્થિક અસમાનતામાંથી બહાર નીકળવાનો બેકારો માટે માર્ગ છે સ્થાનિક સાધનોથી સ્થાનિક બજાર માટે ઉત્પાદન, જેની શરૂઆત કરવા જરૂરી છે. સ્થાનિક કાપડ ઉત્પાદન. આ માર્ગે બેકારો, અત્યારના નોકરીવાળાઓ કરતાં પણ વધારે સુખ-સંપત્તિ મેળવી શકે છે. હવે તો પશ્ચિમના દેશોમાં પણ બેકારી આવી ગઈ છે અને એ નિવારી નહીં શકાય એમ ત્યાંના શાસકો પણ કબૂલે છે. એ બેકારીનો હવે જ્યારે ખડકલો થશે ત્યારે એમાંથી બહાર નીકળવા યંત્રદ્યોગને બદલે ગ્રામોદ્યોગ કઈ રીતે લાવવો અને યંત્રોદ્યોગને કારણે તૂટતાં શહેરોને બદલે સમૃદ્ધ અને શાંતિમય ગામડાં કઈ રીતે વિક્સાવવાં તે માર્ગ ભારતે જગતને બતાવવાનો છે. બસો વર્ષ પહેલાં 'સ્પિનિંગ જેની એ અત્યારની આખી દુનિયાનું જે ભવિષ્ય : લખી નાંખ્યું છે એ ભવિષ્યને માત્ર સાદો રેંટિયો બદલી શકે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ . હમ મામૂલી નહીં “મેં આઝાદ હું ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ચોટદાર વાત કહે છે. એક વિશાળ સભાને સંબોધતાં એ કહે છે : મેં વહી હું જો તુમ હો, યા તુમ હો ... યા ફિર તુમ હો. એક આમ ઈન્સાન. હમ આમ ઈન્સાન મામૂલી ઈન્સાન નહીં હૈ. . મેં એક બાર કહી રેલગાડીમેં જા રહા થા. તો ડિબેમેં દેખા કિ એક આદમી અપના સામાન અપને સર પર ઉઠાયે બૈઠા થા. મૈને પૂછા કિ ક્યું ભૈયા? યે ક્યા કર રહે હો?’ બોલા, “સામાન મેરા હૈ, મેં નહીં સહામૂંગા તો ઔર કૌન સહાલેગા?' .. હા સુના ન આપને ગાડી ચલ રહી છે. વો ભી ઉસી મેં ચલ રહા હૈ. બાકી મુસાફિર ભી ઉસી મેં ચલ રહે. હૈ. મગર વો અપના બોજા અપને સર પર લાદે બૈઠા હૈ કિ મે નહીં દેખેંગા, તો ઔર કૌન દેખેગા હં. હા હમ સબ ભી બસ ઐસે હી હૈ. જિન્દગી કી ગાડી ચલ રહી હૈ. હમ સબ એક હી ડિબ્બમેં હૈ, લેકિન અપના બોજ અપને સર પર ઉઠાયે બૈઠે હૈ. અચ્છા તો યહી હોગા કિ હમ ઔર આપ સબ અપની અપની ખુદગઈ કા બોજ સરસે ઉઠાકર નીચે રખ દે. ઔર યે દેખું કિ જિન્દગી કી જિસ ગાડી મેં હમ ચલ રહે હૈ વો સહી પટરી પર ચલ રહી હૈ યા નહીં. ઈસલિયે કિ અગર વો સહી પટરી પર નહીં ચલ રહી હૈ તો ન આપ અપની મંઝિલ તક પહુંચ પાએગે ઔર ન મેં. ઔર અગર ગાડી કી પટરી સહી હૈ તો હમ સબ અપની મંઝિલ તક પહુંચંગે એક સાથ! હમ, આપ, છોટે ર મામૂલી ઈન્સાન! હમારે સુખદુઃખ એક. હમારે નસીબ એક. ઔર જિસ દિન હમ એક હો ઉસ દિન દુનિયા કી કોઈ ભી તાકાત ન હમેં ડુબો સકતી હૈ, ન દબા સક્તી હૈ, ન મિટા સક્તી હૈ. બસ ઈતના હી કહના થા મુઝે. હમણાં એક ગામડામાં આવો જ અનુભવ થયો. ગામડામાં સહ દેખીતી રીતે તો વ્યસ્ત હોય તેમ લાગ્યું. પણ ખરેખર તો એ ત્રણ હજારની વસ્તીના ગામમાં માંડ દોઢસો જણને નોકરી છે અને તેય સામાન્ય નાના પગારની. છતાં સહુ પોતપોતાની ચિંતામાં વ્યસ્ત હતા કે નોકરી માટે ભલામણ કોને કરવી ? એ કેટલી લાંચ માગશે ? મજૂરી ક્યારે મળશે ? બીજો કોઈ પોતાની મજૂરી પડાવી તે નહીં લે? અમુક જણ એમને સાવ થોડી મજૂરી હતી છતાં એ લેવા પચીસ ક્લિોમીટર દૂર જાય છે. ખર્ચ બચાવવા ગામલોકો બધું જ કરે છે. એક બહેન ભાજી ચૂંટતાં હતાં એમાં પાંદડાં કરતાં ડાખળાં અને કચરો વધારે હતો. બીજાં એક For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ હમ મામૂલી નહીં હૈ” | ૨૯ બહેન બાજરી વીણીને સાફ કરતાં હતાં એમાં બાજરી કરતાં કાંકરા વધારે હતા. એમની પૌત્રીએ ઓઢણી ઓઢેલી હતી. પીળા રંગની લાલ ભાતવાળી. મેં પૂછયું, “આ ઓઢણી કેટલાની આવી ?” “ચાલીસ રૂપિયાની.” “અને તમારો આ ચણિયો?” “સોનો.” તો પછી પાસ તો અહીં ઉગે છે. એમાંથી જાતે કપડાં બનાવી લો તો ઓઢણી ચાર રૂપિયાની પડે અને ચણિયો દસનો.” “ખરેખર?” હા, જુઓ આ તદ્દન સાદા લાકડી રેંટિયા પર રૂમાંથી દોરા બનાવાય. આપણા ગામનો જ વણકર એ સૂતરનું કાપડ બનાવી આપે. એને દાડમની છાલના પાણીમાં બોળીએ એટલે પીળો રંગ થાય. અને એના પર મજીઠના લાલ રંગ વડે બુટ્ટાથી છાપીએ એટલે ઓઢણી તૈયાર. રંગ પણ પાણીમાં ઊતરે નહીં અને તડકામાં ઝાંખા ન પડે. જુઓ આ રંગરંગીન કપડાં હાથે બનાવેલાં છે.” “અરે વાહ, અમને મળે ? શું કિંમત છે?” એ જ વાત છે. તમે જાતે જ એ સહેલાઈથી બનાવી શકો. વગર પૈસે. રે તો અહીં ખેમાભાઈ મત આપવા તૈયાર છે.” * એમને ઘણો જ રસ પડ્યો. કાપડ બનાવાની વ્યવસ્થા ગોઠવી. મેં આગળ સૂચન કર્યું, “કાપડ અહીં બનાવશો તો રૂની અંદરના પાસિયા પણ અહીં જ રહેશે. તો સાથેસાથે તેલ અને ખોળ પણ બળદને ઘાણીએ જોડીને બનાવી શકો.” “એમનો તો અહીં દરેક ઘરમાં વપરાશ છે. બધાં એ બહારથી ખરીદીને લાવે છે. એટલે એ બને તો બહુ કામ આવે.” ' “મુખ્ય વાત તો એ છે કે જો કાપડ જાતે બનાવો અને સાથે તેલ અને ખોળ પણ, તો પૈસાની જરૂર ઘણી ઓછી થઈ જાય. મોટા ભાગનો ખર્ચ કપડાં પાછળ જ છે ને? અને બીજા નંબરે તેલ અને ખોળ પાછળ. તો તમારા દીકરાને નોકરી માટે આ અરજીઓ કરવી પડે છે તે ન કરવી પડે. આટઆટલા પ્રયત્નો કરવા છતાં નોકરી મળતી નથી એટલે બેસી રહેવું પડે છે તે બેસી રહેવું ન પડે. ભૂખમરો વેઠવો ન પડે. નસીબને દોષ દઈને બેસી રહેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, આપણે જો કાપડ અને તેલ-ખોળ બનાવીને ગામમાં બીજાને વેચીએ તો બીજાઓ પાસેથી આપણને અનેક વસ્તુઓ મળે તેમ જ તેમને પણ કંઈ ને કંઈ બનાવવાનો ઉદ્યોગ મળે. આમ ગામમાં સહુને પૈસાની જે અત્યારે અનિવાર્ય જરૂર પડે છે તે ન પડે.” આપણે પણ કમાલ છીએ ને! કંઈ સમજતાં જ નથી! આપણી હાલત એક, આપણી મુસીબતો એક. પણ કંઈ વિચારતાં જ નથી. આપણે સહુ સાથે જિંદગીની સફર ખેડી રહ્યાં છીએ. જિંદગીની ગાડી ચાલી રહી છે. પણ આપણે સહુ પોતપોતાની ચિંતાનો બોજ ઉપાડીને બેઠાં છીએ કે મને પૈસા કેવી રીતે મળે ? પરંતુ આપણે એ નથી જોતાં કે આપણે બધાં જે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ / ધન્ય આ ધરતી ગાડીમાં સાથે મુસાફરી કરી રહ્યાં છીએ એ ગાડી સાચા પાટા પર ચાલે છે કે નહીં એટલા માટે કે જો એ સાચા પાટા પર નથી ચાલતી તો આપણામાંથી કોઈ પોતાની મંજિલ સુધી પહોંચી શકે નહીં. એ ગાડી અત્યારે ખોટા પાટા પર ચાલે છે કારણ કે એમાં પૈસાથી જ બધી વસ્તુઓ મળે છે પરંતુ એ પૈસા મેળવવા આપણને નોકરી મળતી નથી. એટલે આપણે મંજિલ સુધી પહોંચી શક્તા નથી. આપણે મુસીબતોમાં ફસાયેલા રહીએ છીએ. એને બદલે સારું તો એ થાય કે આપણે આપણી ગાડીને સાચા પાટા પર મૂકીએ. આપણે પોતપોતાના માથા પરથી આપણી પૈસા મેળવવાની ચિંતાને ઉતારીને આપણને જેને માટે પૈસાની જરૂર પડે છે અને પૈસાને અભાવે મળતી નથી તે વસ્તુઓ જે અપણે વગર પૈસે અહીં બનાવીને એકબીજાને વેચીએ. આપણા ત્રણ હજાર લોકોનું બજાર તો ઘણું મોટું છે. પહેલાં તો જે વસ્તુ માટે આપણને પૈસાની જરૂર સૌથી વધારે પડે છે તે વસ્તુ એટલે કે કાપડ અને સાથે તેલ અને ખોળ આપણે ત્યાં ઊગતા પાસમાંથી આપણે બનાવીએ. અને પછી ગામના બજારમાં એ વેચીએ તો ગામના બીજા લોકો પણ બદલામાં કંઈક આપવા બીજા અનેક ધંધાઓ ખીલવે. તો સહનું જીવનધોરણ ઊંચું આવે. કોઈને ખોરાક-કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પૈસા અનિવાર્ય ન રહે. કોઈને નોકરીની હાયવોય ન કરવી પડે. અત્યારે અનેક જણ નોકરી ન મળવાથી ગરીબાઈ સહન કરે છે તે ન કરવી પડે. અત્યારના બજારની મોંઘવારી ન નડે. એકબીજાની નોકરી પડાવી લેવાની ન રહે તો વેરઝેર શમે. સહ સુખી થઈ શકીએ. સહ મંજિલ પર પહોંચી શકીએ એક સાથે. આપણે ગ્રામજનો, બેકાર અને ગરીબ! આપણાં સુખદુ:ખ એક, આપણાં નસીબ એક. અને જે દિવસે આપણે એક થઈશું ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત ન આપણને ડુબાડી શકશે, ન આપણને દબાવી શકશે, ન આપણને મિટાવી શકશે. બસ આટલી સીધીસાદી વાત છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મીઠાભાઈની આંખમાં ચમક આવી ગઈ ગામડાંને ફરીથી જીવંત અને સમૃદ્ધ કરવાના ધ્યેય સાથે જ્યારે મેં ત્યાં કામ શરૂ કર્યું ત્યારે વિચાર્યું હતું કે આ કોઈ નોકરી નથી એટલે જ્યારે જે રીતે જરૂર પડે તેમ આ કામ બદલી શકાશે અને જે વસ્તુ ત્યાં સફ્ળ નહીં થાય તે છોડી પણ શકાશે તેમ જ જે નવી વસ્તુ જરૂરી લાગે તે શરૂ કરી શકાશે. આ ધ્યેયની દિશામાં જ્યારે ત્યાંના બજાર માટે ત્યાંના સાધનોથી કાપડ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બધાએ મને ચેતવી હતી કે આ વસ્તુ શક્ય જ નથી. અને મેં વિચાર્યું હતું કે જો અને જ્યારે આ વસ્તુ નહીં ચાલે તો અને ત્યારે હું એને છોડીશ પણ એને અમલમાં લાવવાનો પ્રયત્ન તો કરીશ જ. હવે પાછળ નજર કરતાં દેખાય છે કે આ કામમાં હજી એક પણ દિવસ એવો નથી આવ્યો કે કામ ખોટકાઈ પડ્યું હોય કે આગળ ન વધ્યું હોય. ઊલટાનું ગામડામાં મેં શરૂ કરેલાં બીજાં બધાં કામો, એક કે બીજા કારણે ખોટકાઈ પડ્યાં પણ સાદા રેંટિયા અને સાળ વડે કાપડ બનાવવાનું કામ હું જેટલાં ગામડાંમાં ગઈ ત્યાં ખોટકાયું નથી અને લોકોએ એને આવકાર્યું છે. “તો તો આ હિસાબે ઘણાં ગામડાંઓમાં આ કામ ધમધમાટ ચાલતું હશે ?’’ અંજુએ મને પૂછ્યું. “એ નથી એમાં વાંક મારો છે, અંજુ, કારણ કે જે ગામડાંમાં મેં રેંટિયો શરૂ કર્યો ત્યાં વણકર નથી. કાંતતાં શીખવવું સહેલું અને સાદું છે પણ નવો ધંધો પોતાની મેળે. શરૂ કરવા વણતાં શીખવવું પ્રમાણમાં જટિલ છે અને સાળ પણ પ્રમાણમાં મોટું સાધન છે.’’ “તો શો રસ્તો નીકળશે?’’ “એક જ ગામડામાં વણકર, કાંતનારા અને રૂ હોય અને ત્યાં કાપડ બને તથા વપરાય એવાં એક-બે નમૂનાનાં ગામડાં માટે તૈયાર કરવાં છે જેથી એમની સફળતા જોઈને જ્યાં વણકર નથી એ ગામડાંમાં નવા માણસો જલદી વણાટ શીખી શકે.’ “પણ તમે કહ્યું ને કે શરૂઆતમાં નવા વણકર તૈયાર કરવા અઘરા છે?” “એટલે આપણે એમ કરીએ કે જો કોઈ ગામડામાં વણકર બેકાર હોય તો ત્યાં જઈને આ કામ શરૂ કરીએ. કારણ કે આપણે જે જે ગામડાંમાં ગયાં છીએ ત્યાં આપણે જોયું છે કે સાદો રેંટિયો અને એક કિલો રૂમાંથી બનતું આઠ મીટર સુંદર કાપડ જોઈ લોકો કાંતવા માટે તો બધે તૈયાર થઈ જાય છે.” For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ / ધન્ય આ ધરતી “તો બેકાર વણકારો અંગે તપાસ કરીએ.’ “આપણે હાથસાળ નિગમમાં પૂછી જોઈએ. ત્યાંથી પ્રાથમિક માહિતી મળે તો આગળ વધાય.” “હું હાથસાળ નિગમની અમદાવાદની ઑફિસમાં જઈને માહિતી મેળવું કે ગુજરાતમાં કેટલા વણકારો છે, કેટલાનું કામ ચાલુ છે અને કેટલા બેકાર છે.” નિગમનો સંપર્ક ક્યોં. “અરે, ગુજરાતમાં તો આશરે ૨૧,૦૦૦ જેટલા વણકરો છે જેમાંથી ૮૦૦૦ વણકરો હાથસાળ નિગમમાં નોંધાયેલા છે. આ ૮૦૦૦ વણકરોમાંથી ૩૦૦૦નું કામ ચાલુ છે જ્યારે ૫૦૦૦ વણકરોની સાળો બંધ પડી હોવાનું નોંધાયું છે!” આ બેકાર વણકરોને મળવા અમે અધીરા હતા. જો કે પહેલાં તો 'કામ એક-બે ગામડાંમાં જ શરૂ કરવું હતું જેથી ત્યાં તે સફ્ળ થાય તો બીજાં ગામડાંમાં બેકાર વણકરો પણ તે હાથ ધરી શકે. “પરંતુ હાથસાળ નિગમની અમદાવાદની ઓફ્સિમાં આ વણકરો ક્યા ગામડાંમાં છે એ માહિતી નથી. એમની પાસે તો ગુજરાતના દસ જિલ્લાઓના વણકરોના જિલ્લાવાર કુલ આંકડા છે. ગામડાંવાર માહિતી જોઈતી હોય તો તે જિલ્લાઓમાં આવેલી હાથસાળ નિગમની ઑફિસમાં જવું પડે.” ‘અમદાવાદ જિલ્લાનાં ગામડાં વિશેની માહિતી માટે નિગમની ઑક્સિ જિલ્લાના ધોળકા ગામે આવેલી છે.’ “ચાલો, અમૃતભાઈ આપણે ધોળકા જઈને પૂછી આવીએ કે અમદાવાદ જિલ્લાના ક્યાં ગામડાંમાં બેકાર વણકરો છે.” સવારે વહેલાં અમે ધોળકા ગયાં. નિગમના અધિકારીએ સરસ માહિતી પૂરી પાડી. જે ગામડાંમાં નિગમના વણકારો નોંધાયેલા છે તે ગામડાંનાં નામ, દરેક ગામમાં કેટલી સાળો ચાલુ અને કેટલી બંધ છે તેની સંખ્યા તેમ જ ત્યાંના વણકારોનાં નામ તેમણે અમને આપ્યાં, એમની પાસે અમદાવાદ જિલ્લાના સાતે તાલુકાના નક્શાઓ પર આ ગામડાં અને ત્યાં જવાના રસ્તા બતાવેલા હતા. એ બધા નક્શાઓની અમને ઝેરોક્સ ઢાવી આપી. અમે તરત જ ત્રણ ગામડામાં જવાનું વિચાર્યું. ‘અત્યારે તો ખેતીની ઋતુ હોવાથી વણકારો રોકાયેલા હશે.” ‘છતાં તપાસ તો કરીએ.” અમે પહેલાં જે ગામડામાં ગયાં ત્યાં નિગમના એક બીજા અધિકારી અમારી સાથે આવેલા હતા. ત્યાંના વણકારો તો એ અધિકારીને ચા-પાણીનું પૂછવામાં જ પડી ગયા. કારણ કે એમને એ અધિકારી પાસેથી કામ અત્યાર સુધી મળતું હતું અને અમારી વાત થઈ જ ન શકી.” સદ્ભાગ્યે એ અધિકારી ત્યાર પછી એમને ઘેર ગયા અને અમૃતભાઈ અને હું બીજા ગામડામાં ગયાં. ત્યાં એક જ જણ વણાટ કરે છે. અમે એમને વાત કરી કે બહારથી મોંઘું સૂતર મેળવવાને બદલે આ લાક્ડી રેંટિયા ગામના લોકોને બતાવો તો તેઓ અહીં જ તમને મફ્ત સૂતર કાંતીને આપશે. અત્યારે મજૂરી મળે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ મીઠાભાઈની આંખમાં ચમક આવી ગઈ | ૩૩ છે એને બદલે જે કાપડ થાય એમાંથી તમને ત્રીજો ભાગ મળે. રોજ ૧૫ મીટર વણો તો એમાંથી ૫ મીટર તમારે ભાગે આવે. “આ મારે માટે નવી વાત છે. પણ વિચારવા જેવી છે. દિવાળી વખતે શરૂ કરીએ. તમે દિવાળી વખતે આવો? તમારું સરનામું આપતા જાઓ. હું તમને કાગળ લખીશ.” વણકરે કહ્યું. એમનો આ વાત માટેનો આવાર જોઈને અમારી આશા વધી અને ત્યાંથી અમે આગળને ગામડે ગયાં. ત્યાં વણકરવાસ ઘણો દૂર હતો. રસ્તામાં પાણી અને કિચડ હતાં. પરંતુ ત્યાં પહોંચ્યા તો ચાર-પાંચ વણકરો મળ્યા. તેઓ નિગમનું સૂતર નથી વણતા પણ શહેરમાંથી પોતે સૂતર ખરીદી લાવી તેનું કાપડ બનાવીને વેચે છે. હમણાં શું કરો છો ?” અમે પૂછ્યું. જૂઓને, આ સાળ તો બંધ છે. સૂતર કેટલું મોંઘું થઈ ગયું છે?” કેમ મળે છે?” “પચાસેક રૂપિયે કિલો ટુક્કા સૂતર લાવીએ છીએ. એ ટુક્કાને પહેલાં સાંધીએ છીએ અને પછી વણીએ છીએ.” * તો સૂતર મેળવવાની આ બીજી રીત જુઓ.” અમે લાકડી રેંટિયો બતાવ્યો અને એના પર કાંતી બતાવ્યું.” “અરે આ રેંટિયો તો કેટલો સાદો અને સરળ છે? અહીં જ બની શકે. એમાં ખર્ચ પણ નથી.” એક ભાઈએ કહ્યું. - “સૂતર સાંધવા કરતાં તો આ રીતે સૂતર કાંતવાનું સહેલું પડે.” બીજાએ કહ્યું. અમે આગળ વાત કરી. “અને આ રીતે સૂતર મેળવવામાં તમને કોઈ ખર્ચ જ નહીં. તમે આ સૂતર વણો તો અહીં ગામના જ લોકો સૂતર કાંતીને તમને આપશે. વણાટના વળતર તરીકે તમને જે કાપડ થાય તેમાંથી ત્રીજા ભાગનું કાપડ મળી શકે. આમ રોજનું પાંચેક મીટર કાપડ તમને વગર ખર્ચ મળી શકે.” “ઉપરાંત, આ સૂતર, પ્રમાણમાં જાડું અને મજબૂત હોવાથી તમે રોજનું વધારે મીટર કાપડ ઉતારી શકો.” અને આ નેપકીન અને પંચિયાં શા માટે વણો છો જેમની બજારમાં કિંમત ઓછી છે? સુંદર ખમીસ અને ચણિયાચોળીનું કાપડ વણો જે અહીંના લોકો મોંઘી કિંમતે બહારથી ખરીદી લાવે છે.” અમે ખાદીનાં રંગીન લીટીવાળાં - ખમીસ અને લાક્કાના દટ્ટાથી છાપેલાં સુંદર ચણિયા-ચોળી બતાવ્યાં. બાજુમાં ઊભેલા મોતીભાઈ બોલ્યા, "મીઠાભાઈ, તમે વણાટ ચાલુ કરો તો હું થોકબંધ કાંતી આપીશ.” ગવરીબહેને પણ એ જ સૂર પુરાવ્યો. * મીઠાભાઈ વણકર તો લાડી રેંટિયા ઉપર જ મોહી પડ્યા હતા. એ જોયો ત્યારથી એમની આંખમાં નવી ચમક આવી હતી. એમના ચિત્તતંત્ર પર અનેક વિચારોએ આક્રમણ શરૂ કર્યું હતું. એમને તાળો બેસતો જતો હતો કે આ રેંટિયો જો તેઓ ગામના લોકોને આપે તો પોતે કાપડનો ધંધો ધમધોકાર ચલાવી શકે. ત્રણ હજારની વસ્તીના ગામને કાપડ તો ઘણું જોઈએ છે. - એ વિચારમાળાના ઊંડાણમાંથી એમણે આંખમાં આંનદ સાથે એક જ વાક્યમાં બધું કહી દીધું : “મને તો બહેન તમારો આ રેંટિયો બહ ગમી ગયો.” For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩Y ૧૨ રૂનો પ્રશ્ન ગામડાંની પ્રજાના વિકાસમાં રસ ધરાવતાં એક પત્રકાર ગામડામાં કાપડ બનાવવાનું જોવા માટે અમદાવાદ આવ્યાં હતાં. એમને એક ગામડામાં મારી સાથે લઈ ગઈ. “તમે જે રામદેવનગરમાં કામ કર્યું છે તે મારે જોવું છે.” એમણે ખાસ ઈચ્છા બતાવી. જો કે, અત્યારે તો ત્યાં કામ મુલતવી રાખ્યું છે, કારણ કે ત્યાં સૂતર કાંતાનારા છે પણ એ સૂતરનું કાપડ બનાવનાર વણકર નથી. એટલે ત્યાં વણકર તૈયાર થાય પછી ત્યાં કાંતવાનું આગળ ચલાવીશું.' પરિસ્થિતિ જણાવી. છતાં મારે ત્યાં જઈને કાંતનારાઓને મળવું છે.' એ દિવસે મારાથી તેમની સાથે જઈ શકાય એમ નહોતું એટલે મેં તેમને રામદેવનગર પહોંચવાનો રસ્તો બતાવ્યો અને ત્યાં એક કાંતનાર કુટુંબી વાલજીભાઈના ઘરનું સરનામું આપ્યું. તેઓ ત્યાં જઈ આવ્યાં. પછી તેમણે મને પત્ર લખ્યો : - મને રામદેવનગર પહોંચવામાં અને વાલજીભાઈને મળવામાં કોઈ મુશ્કેલી ન પડી. એમણે ઉષ્માભેર મને આવકારી, એમના ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું અને રેંટિયો કાંતવા અંગેના એમના અનુભવો વર્ણવ્યા, પછીથી એ મને એક પડોશીને ત્યાં લઈ ગયા જેઓ પણ રેંટિયો કાંતતા હતા. એ બધા તમને યાદ કરતા હતા અને તમારા કાપડ બનાવવાના કામનાં વખાણ કરતા હતા. અને થોડાક મૂંઝવણમાં હતા કે તમે ત્યાં જવાનું કેમ મુલતવી રાખ્યું છે જ્યારે એમને પૂછયું કે રેંટિયા અત્યારે કેમ બંધ છે ત્યારે વાલજીભાઈએ જણાવ્યું કે રૂને અભાવે. એમની દષ્ટિએ વણકરની ગેરહાજરી એ કામ બંધ કરવાનું મુખ્ય કારણ નહોતું. એમણે અને એમના પાડોશી મારુએ બંનેએ કહ્યું કે વણકરો તે કોઈ નજીકના ગામડામાં શોધી શકાય. તેઓ કહે છે કે એમણે રેંટિયો બંધ ક્ય રૂના અભાવે. મેં જોયું કે તમે એમને રૂ છે રૂપિયા કિલોના ભાવે આપતાં હતાં. એમને પોતાની મેળે જો તે બજારમાંથી ખરીદવાનું હોય તો, વાલજીભાઈએ કહ્યું કે, તે તેમને પોસાય એમ નથી. - આ એક અગત્યનો પ્રશ્ન છે જેની હું તમારી સાથે ખાતરી કરવા માંગે છું. એમ લાગે કે રામદેવનગરમાં જ્યાં સુધી તમે સતું રૂ આપતાં હતાં માત્ર ત્યાં સુધી જ કાપડ બનાવવાનું નાણાકીય રીતે લાભદાયી હતું. એ પણ રસપ્રદ છે કે પહેલાં ૧૮મી તારીખે આપણે જે ગામડામાં ગયાં હતાં ત્યાં પણ લોકોએ રેંટિયો શરૂ કરવાનું એટલા માટે કહ્યું કે તેઓ ખેતરોમાંથી રૂ સેરવી શકે એમ છે અથવા તો રૂ ચોરી શકે એમ છે. જો સામાન્ય પરિસ્થિતિ આ હોય તો For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ રૂનો પ્રશ્ન | ૩૫ ગામડાંમાં કાપડ બનાવવાની તમારી વાત લાભદાયી છે? અલબત્ત, મને જણાય છે કે તમે એ પૂરવાર કર્યું છે કે લોકો રેંટિયો કાંતવા રાજ છે અને આમ એ ગેરસમજ દૂર કરી છે કે સાદો રેંટિયો એ પરાણે કરવી પડતી વેઠ છે. મને રામદેવનગર અંગેના મારા પ્રશ્નની સ્પષ્ટતા જોઈએ છે. પત્રકાર બહેનને જવાબ લખતાં મને લાગ્યું કે રૂ માટેના પ્રશ્નમાં ઘણા વાચકોને રસ પડશે. રૂનો તો કોઈ મોટો પ્રશ્ન જ નથી, કારણ કે રેંટિયા માટે ઉપયોગી ટૂંકા તાંતણાનું ર તો વેસ્ટ એટલે કે ખરાબાની જમીનમાં સહેલાઈથી ઉગાડી શકાય એમ છે. રામદેવનગર શહેરમાં સીમા પાર આવેલો ખચોખચ ઝૂંપડાવાસ છે, ત્યાં જમીને નથી એટલે ત્યાં રૂ ઉગાડી શકાય એમ નથી. પરંતુ આવી જગાઓએ સસ્તા ભાવે રૂ આપવામાં મુશ્કેલી નથી. છેવટે, શરૂઆતમાં સફળ ઝૂંપડાવાસના નમૂનાઓ કરી બતાવવા માટે તો નથી જ. રામદેવનગર માટે રૂ ખરીદવા જ્યારે હું અમદાવાદના રૂ બજારના એક મેનેજરની ઓફિક્સમાં ગઈ હતી ત્યારે તેઓ ફોન પર રૂનો સોદો કાનપુરની કોઈ પાર્ટી સાથે કરી રહ્યા હતા. બાજુમાં મદ્રાસની પાર્ટીના ટૂંકકૉલના ફોનનું રિસિવર રાહ જોતું પડેલું હતું અને ત્રીજા ફોન પર ઘંટડી વાગતી હતી તે ટૂંકકોલ જયપુરની પાર્ટીનો હતો. તેઓ હજારો ગાંસડીના હિસાબે સોદા કરી રહ્યા હતા ને એક ગાંસડી એટલે ૧૬૦ કિલો રૂ. ઍમના માટે સો કિલો ટૂંકા તાંતણાનું સસ્તું રે આપવું રમત વાત હતી. - રામદેવનગરમાં મેં છ રૂપિયે કિલો રૂ આપ્યું, કારણ કે એ વખતે રૂનો બજારભાવ (ટૂંકા તાંતણાના રૂનો) છ રૂપિયા હતો, પછી બજારમાં રૂનો ભાવ વધ્યો ત્યારે પણ ત્યાં તો છ રૂપિયા જે ભાવ ચાલુ રાખ્યો, કારણ કે રૂના વેપારી પણ સમાજસેવા માટે આટલું તો કરવા માગતા હતા અને એમણે બજારભાવ લેવાની ઘસીને ના પાડી. શહેરના ઝૂંપડાવાસના રહીશો જો જાતે કાપડ બનાવવા માગતા હોય તો એમને રૂના ખર્ચમાં મદદ કરી શકાય, કારણ કે તેઓ ગામડાંમાંથી આવે છે તેથી એમના દ્વારા કાપડ બનાવવાના લાભની વાત તરત ગામડાંમાં પહોંચશે અને ગામડાંમાં તો ટૂંકા તાંતણાનું ર તદ્દન ઓછા ખર્ચે ઉગાડી શકાય એમ છે. અત્યાર સુધીનાં મારાં બધાં કામોમાં મને પૈસા નિરુપયોગી અને ખરેખર તો કામને નિષ્ફળ બનાવનારા લાગ્યા છે પરંતુ શહેરમાં રેંટિયો કાંતનારાને રૂ ખરીદવામાં મદદ કરવી એ એક પૈસાનો સદુપયોગ જડ્યો છે, જે ત્યાં વણકર હોય તો. કાંતનારાને રૂના ખર્ચમાં મદદ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એમને રૂ જો બજારભાવ કરતાં ઘણું સસ્તું મળે તો એ રૂની ગોદડી-ઓશીકાં વગેરે બનાવવાનું કે બીજે રૂ વેચવાનું પણ મન થઈ જાય. આમાંથી રસ્તો કાઢવા રામદેવનગરમાં એમ વિચાર્યું છે કે દરેક જણ પહેલો કિલો રૂ લે ત્યારે એની પૂરી For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ / ધન્ય આ ધરતી બજારકિંમત આપે પણ જ્યારે તે એ રૂનું સૂતર બનાવીને વણાવવા માટે લાવે ત્યારે તે સૂતરના વજન જેટલું ? એમને ઘણી ઓછી કિંમતે મળ્યા કરે. તો પછી રૂનો ઉપયોગ કાપડ બનાવવામાં જ થાય. કાંતનારાઓએ પત્રકાર બહેનને રૂ અંગે મુશ્કેલી બતાવી એનું એક કારણ કદાચ એ પણ હોય કે લોકો આપણા તરફથી તેમને જે આર્થિક મદદ મળી શકે એમ હોય તે મેળવવા પૂરતી જ આપણી સાથે વાત કરતા હોય. આ કામમાં તેમને રૂ સસ્તું મળતું હતું એટલે એની વાત કરી. કારણ કે ખરું જોતાં તો જેમ રૂના ભાવ વધ્યા છે તેમ જ તે સાથે કાપડના પણ ભાવ તો એથી પણ વધારે વધ્યા છે એટલે રૂનો ભાવવધારો નડવો ન જોઈએ. છતાં વાલજીભાઈની વાત પ્રમાણે કાંતનારાઓને કાપડ બનાવવાનું એટલું તો ઉપયોગી લાગ્યું કે તેઓ બાજુના ગામડામાં જાતે વણકરની વ્યવસ્થા કરવા તૈયાર થયા છે. છેવટે તો આ કામ એમને એટલું ઉપયોગી લાગવું જોઈએ કે એમનું જોઈને એમના સગાનાં કોઈ ગામડામાં કાપડ બનાવવાનું શરૂ થાય, તેઓ ત્યાં ટૂંકા તાંતણાનું રૂ ખરાબાની જમીન પર નજીવી કિંમતે ઉગાડે અને છેવટે રામદેવનગરના કાંતનારાઓને પણ ત્યાંથી નજીવી કિંમતે રૂ મળે અને એમને શહેરના બજારનું રે કોઈની આર્થિક મદદના ટેકાથી લેવું ન પડે. આ થઈ શહેરના ઝૂંપડાવાસની વાત. ગામડામાં જો ગ્રામજનોને કાપડ બનાવવાનું ગમે તો ત્યાં તો રૂ ખરાબાની જમીન પર પણ ઊગી શક્યું હોઈ ત્યાં તો રૂનો પ્રશ્ન નથી. બીજું, પોતાના ગામડાનાં કોઈ સભ્યો જો ત્યાંની વસ્તી માટે કાપડ બનાવવા માગતા હોય તો ત્યાંના મોટા ખેડૂતો તેમને તે માટેનું રૂ મત આપવા તૈયાર છે.. જે ગામડામાં પત્રકાર બહેને મારી સાથે આવ્યાં હતાં ત્યાં રેંટિયો શરૂ કરવા માગનાર એક ભાઈએ એમ કહેલું કે એટલું અમથું રૂ તો એ “ચોરી શકે તે એ અર્થમાં કે જ્યાં તેઓ રૂનાં કાલા ફોલવાની મજૂરીએ જાય છે ત્યાં એટલું બધું હજારો કિલો રે હોય છે, અને તે ત્યાં જ ઊગેલું હોય છે કે ત્યાંથી થોડા કિલો રે લાવવામાં કોઈ મુશ્કેલી નથી. ઘણાં ગામડાંમાં ગ્રામજનોએ મને જણાવ્યું હતું કે જો તેઓ કાપડ બનાવવાનું શરૂ કરી શકે તો રૂનો તો પ્રશ્ન નથી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો પુષ્કળ રૂ ઊગે છે. બીજા ઘણા પ્રાંતોમાં અત્યારે રૂ નથી ઊગતું તે એટલા જ કારણે કે કાપડની મિલો ત્યાંથી રૂ ખરીદતી નથી. પરંતુ જો ગ્રામજનો પોતે કાપડ બનાવે તો દેશભરમાં સહેલાઈથી રૂ ઉગાડી શકાય. અલબત્ત, પર્વતીય ઠંડા પ્રદેશોમાં અને શિયાળામાં રૂને બદલે ન મેળવી શકાય અને ખૂબ વરસાદવાળા પ્રદેશોમાં ત્યાં ઊગતા કેળ કે શેરડી જેવા છોડમાંથી જલદી સુકાય એવા રેષા મેળવી શકાય. અસીમ કૃપાળુ કુદરતે તો જે જે પ્રદેશમાં તેમ જ ઋતુમાં જે જે રેષાનું કાપડ માણસને અનુકૂળ છે તે રેષા માણસને નજીવા કામના બદલામાં મત આપેલા છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭. પ્લેગમાંથી કેવી રીતે છૂટીશું? ગુજરાતને સુરતમાં અને બીજે ભયાનક પ્લેગે ખપ્પરમાં લીધું. પ્લેગ તો ગયા જમાનાનો અને નિયંત્રણમાં લેવાઈ ગયેલો રોગ મનાતો હતો. જોડણીકોશમાંથી એનું નામ પણ ભૂંસી નાખવું જોઈએ એવો રોગ ગણાતો હતો. તો આ થયો કેમ બહારના લોકો કહે છે કે ગુજરાતીઓ જાહેર સ્વચ્છતા નથી જાળવતા. એમની જાહેર સ્વચ્છતા તરફની આટલી બેદરકારી અક્ષમ્ય અને ગુનાખોર કહેવાય. પૂર આવ્યા પછી સફાઈ ન કરી એટલે આ રોગચાળો ફાટી નીકળ્યો. તો પ્રશ્ન એ છે કે શું જેમને પ્લેગ થયો એમને ગંદકી ભોગવવાનું મન થયું હશે ? પ્રશ્ન તો ઊલટો એ છે કે તેઓ ભયંકર ગંદકીમાં કેમ ધકેલાયા હતા ? સુરતમાં શાંતિનગરનો જે ઝૂંપડાવાસ છે તેમાં પોણા પાંચ લાખ લોકો એટલે કે શહેરની ચોથા ભાગની વસતિ રહે છે. ત્યાં દોઢસો કુટુંબો દીઠ એક સંડાસ છે. ૭૦ ટકા લોકોને ગંદા પાણીના નિકાલ માટે ગટરની સગવડ નથી અને ૬૦ ટકા લોકોને પીવાના પાણીની સગવડ નથી. પૂર આવે ત્યારે આ નીચાણના વિસ્તારોમાં અને કાચા ઝૂંપડામાં, ફાટેલાતૂટેલા પ્લાસ્ટિકના છાપરા નીચે રહેતા ગરીબ લોકોની હાલત કેટલી બધી કફોડી બને છે એમનાં ઝૂંપડાં તૂટી જાય છે અને એમાં પાણી સાથેનો કીચડ ભરાઈ જાય છે. એમની પાસે વધારે જોડ કપડાં નથી કે આખો વખત પલળેલાં કપડાં બદલી શકે. એમની પાસે જમીનથી ઊંચે સૂવા પલંગો નથી. એમની પાસે પાણી અને ભેજથી સુરક્ષિત અનાજના કોઠારો નથી. ઊલટું પૂર વખતે બજારમાં અનાજ અને ખોરાની વસ્તુઓ ઓછી, મોંઘી અને અદશ્ય થઈ જાય છે એટલે રોજેરોજનો આટો ખરીદતા એમને ભાગે તદ્દન ઊતરતી જાતનો સડેલા જેવો ખોરાક આવે છે. ખાવાના જ સાંસા હોય, પોષણ જ ન મળતું હોય ત્યાં રોગ પ્રતિરોધક દવાઓ તો ક્યાંથી હોય? મજૂરી કરીને રોજની આજીવિકા રોજ મેળવનારા એમની કમાણી પણ રહેતી નથી. પરિસ્થિતિ કેટલી હદે વણસી હશે કે પ્લેગ જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો? સરકારી આંકડાઓ કહે છે કે સુરત માટે રૂ.૨ કરોડ ફાળવ્યા, ૯૦ લાખ ટેટ્રાસાઈકિલન ગોળીઓ ત્યાં મોકલાઈ અને અનેક ડોકટરો દર્દીઓની સારવાર માટે ગયા, જ્યારે બીજી બાજુ સરકારના જ આડાઓ જણાવે છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા અત્યાર સુધીમાં ૪૭૦ થઈ છે જેમાંના ૩૧૭ હાલ હોસ્પિટલમાં છે. તો શું આટલા બધા પૈસા, For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ / ધન્ય આ ધરતી ગોળીઓ અને ડોક્ટરો આટલા થોડા દર્દીઓને સારવાર નથી આપી શક્યા? છાપાં તો ઊલટાનું એમ જણાવે છે કે દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી જાય છે. સામે મોત ઊભેલું હોય તો માણસ જો સારવાર દ્વારા પોતે સાજો થતો હોય તો હોસ્પિટલ છોડીને ભાગી જાય ખરો? દર્દીઓ ભાગી જાય છે એની ચિંતા પણ તે સાજા ન થયા એ અંગેની નહીં પણ તે બીજાને ચેપ લગાડશે એ અંગેની છે. અત્યારે મહાનુભાવોને ગાંધીજી યાદ આવે છે કે ગાંધીજીએ હિંદ સ્વરાજ્યાં કહ્યું હતું કે રેલવેને કારણે પ્લેગ ફેલાશે, આપણે કેમ એ ભૂલી ગયા? અત્યાર સુધી તો એમને ગાંધીજીને યાદ કરવાનું કોઈ કારણ નહોતું – રેલવે ગામડાંના લોકોનો કાચો માલ શહેરના યંત્રોદ્યોગને માટે લૂંટી લાવે છે એની સામે તો આંખ આડા કાન ર્યાં છે પણ હવે અગલું બગલું પોતાને માથે આવ્યું એટલે ગાંધીજી યાદ આવ્યા! સુરતમાં હીરા ઘસવાની મજૂરી કરવા માટે દૂર દૂરને ગામડેથી આવેલા અને બેકારીમાં હોમાયેલા લોકોની અવદશાનો વિચાર કરવા ગાંધીજી કેમ યાદ નથી આવતા? શા માટે એમની આ અવદશા થઈ છે? એ કારણ કે જીવન જરૂરિયાતની મુખ્ય ચીજો મોટી મોટી કંપનીઓ બનાવે છે અને હીરા તથા ગાલીચા જેવી તદ્દન જૂજ લોકો વાપરતા હોય એવી અને અનિશ્ચિત બજારવાળી વસ્તુઓમાં લાખો ગરીબ લોકોને ગ્રેજી શોધવાની છે. જે વસ્તુઓ આખા દેશના ત્રાણું કરોડ લોકો રોજબરોજ વાપરે છે – જેવી કે કાપડ, વાઓ, સાબુ, સિમેન્ટ, બસ, સાઈકલો, સ્કૂટરો અને બીજાં વાહનો અને એમનાં ટાયરો વગેરે ભાગો, લોખંડ, એલ્યુમિનિયમ, અરે ખાતર અને મીઠું સુદ્ધાં વસ્તુઓ મોટી કંપનીઓ બનાવે એટલે એમની આવક અઢળક અને સુનિશ્ચિત થાય અને કિંમતો વધવાની સાથે વધતી રહે. ઉપરાંત સંખ્યામાં આંગળીને વેઢે ગણાય એટલી જૂજ આ મહાકાય કંપનીઓ વધુ ને વધુ અદ્યતન ટેક્નોલોજી એટલે કે યંત્રો વાપરતી રહે (નિકાસ વધારવા માટે!) એટલે કરોડો લોકો બેકાર બને અને એમને કામ શોધવું પડે હીરા ઘસવામાં તથા ગાલીચા બનાવવામાં કે જેમનું બજાર તદ્દન નાનું અને અનિશ્ચિત છે, એટલે એમને બેકારીમાં તથા ગરીબાઈમાં ધકેલાવું પડે, ગંદકીમાં સબડવું પડે અને પ્લેગના પણ ભોગ બનવું પડે! આ પ્લેગમાંથી કેવી રીતે છૂટીશું? ગાંધીજીએ ઘૂંટી ઘૂંટીને કહ્યું હતું કે દરેક ગામડે આપણે કાપડ અને બીજી જીવનજરૂરિયાતની વસ્તુઓ બનાવીએ અને અનાજ તો આપણે ગામડામાં ઉગાડીએ જ છીએ એટલે આ રીતે આપણે સ્વતંત્ર અને સમૃદ્ધ બનીએ, અત્યારના ભ્રષ્ટ તંત્રની ચુંગાલમાંથી છૂટી જઈએ અને પોતાની મેળે વધતી રહે એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ. પ્લેગમાંથી છૂટવા આ માટે ગાંધીજીને યાદ નથી કરવાના? [L For Personal & Private Use Only - Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પહેલી જરૂર રોટીની. તમે રેંટિયાનો ઢોલ વગાડો છો પણ લોકોને તો કપડાં કરતાં વધારે જરૂર રોટલાની છે.” સુરભિએ મને મળતાંની સાથે સંભળાવ્યું. “અનાજ લાવવા પૂરતા પૈસા ભલે ન હોય પણ ફૂલફટાક કપડાં પહેરીને તો ફરી શકાય ને?” સૌરભે પણ મશ્કરી કરી. પણ રેંટિયો અનાજ મેળવવા માટે જ છે.” મેં પૂછ્યું, “જેમની પાસે જમીન નથી એવા ગામડાંના લાખો લોકો કાપડ બનાવીને પોતાનાં ગામના ખેડૂતોને તે વેચીને અનાજ મેળવી શકે ને?” “એ તો ખેડૂતો એ કાપડ ખરીદે તો ને ખેડૂતો તો હવે એટલા માલદાર થયા છે કે તેમને તેં શહેરનાં ફેશનવાળાં કપડાં જોઈએ છે. “અત્યારે તો ગામડામાં આ કાપડ બનતું નથી એટલે ખેડૂતો શહેરનાં કપડાં ખરીદે એ દેખીતું છે, પણ એક વાર ગામડામાં આ રીતે કાપડ બનાવીને જોઈ જુઓ. ગામડામાં પણ સુંદર કાપડ બની શકે છે અને એ શહેરના કાપડ કરતાં અનેક ગણું સસ્તું બની શકે છે. બંધવણ ગામના ખેડૂતોને એ બહુ ગમ્યું. થોડાં ઘણાં ક્યડો તો એમને આવાં ગમે જ અને એમને ગમે એ ભાતનું જે કાપડ પહેલાં બનાવવાનું.” સૌરભે બીજો સવાલ ઉઠાવ્યો. “પણ ગામના પાંચ-સાત ખેડૂતોના ઘરમાં કુલ કેટલું થોડું કપડું ખપે? એટલાથી આ જમીન વગરના લાખો લોકોનો ધંધો કેવી રીતે ચાલે?” ચાલે નહીં પણ દોડે.” મારી વાતમાં હવે જોર આવ્યું. “ગામના થોડા લોકો આ રીતે કાપડનો ધંધો શરૂ કરે તો ગામના બીજા લોકો પણ એ કાપડ લેવા માટે બદલામાં કંઈક આપવા બીજા ધંધા શરૂ કરી શકે અને તો તે બીજા લોકો પણ પોતાની વસ્તુ ખેડૂતોને આપીને અનાજ મેળવી શકે.” | "મારા તો માનવામાં નથી આવતું.” સુરભિની શંકા ચાલુ હતી. જો કે સુરભિ, આજે પણ ગામંડામાં ખેડૂતો તેમને જોઈતી જે સેવાઓ ગામમાં મળે તેના બદલામાં અનાજ આપે છે.”સૌરભે દલીલ કરી. “દરજીને, કડિયાને, હજામને, સોનીને પૈસાને બદલે અનાજ આપે છે. એમની પાસે અનાજ હોય એટલે આ રીતે એમના પૈસા બચેને ? તો પછી એ જ રીતે એમને જો અનાજ આપીને કાપડ, ઘરની વસ્તુઓ વગેરે પણ મળે અને એ પણ બજારકિંમત કરતાં અનેકગણી સસ્તી તો એમનો તો ફાયદો છે.” - “અને તમારો જે સવાલ છે કે લોકોને પહેલી જરૂર રોટલાની છે એની વાત કરો.” મેં પૂછયું, “આપણા દેશમાં ગામડામાં લાખો લોકો પાસે જમીન નથી એમને અનાજ બીજી કઈ રીતે મળી શકે થોડું ઘણું અનાજ તો તેઓ ખેતમજૂરી કરીને મેળવે છે, તે પણ તેમનામાંના જે સશકત લોકો છે તેઓ. પણ જેમને ખેતમજૂરી નથી મળતી તેઓ તો જો ખેડૂતોને જરૂરી વસ્તુઓ બનાવે તો જ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ | ધન્ય આ ધરતી અનાજ મેળવી શકેને? અને આવી મુખ્ય વસ્તુ કાપડ છે, જે અશક્ત લોકો , પણ બનાવી શકે એમ છે.” બધાને જમીન ન આપી શકાય” સુરભિએ સૂચવ્યું. વી રીતે જેમની પાસે જમીન છે એમની પાસેથી એ છીનવી લઈને તો બીજાને ન આપી શકાય ને?” “આપણા દેશમાં ભૂમિદાન યજ્ઞ થયો હતો. એ વખતે ઘણા ખેડૂતોએ પોતાની જમીનમાંથી ભાગ આખ્ય પણ હતો, પરંતુ જમીનની રાષ્ટ્રવ્યાપી સમસ્યા આ . રીતે ન ઉકેલી શકે.” સૌરભે બીજી બાજુ તપાસી. “અને બધાં પાસે જમીન હોવી જરૂરી પણ નથી, કારણ કે જેમની પાસે જમીન છે એમને અનાજ ઉપરાંત બીજી વસ્તુઓ પણ જોઈએ છે. તેથી જેમની પાસે જમીન છે તેઓ અનાજ અને કાચા માલનું ઉત્પાદન કરે અને બીજા લોકો બીજી વસ્તુઓનું ઉત્પાદન કરે. “સરકારે તો લોકો માટે છે. એની ફરજ નથી કે લોકોને કમ સે કમ બે ટંકનો રોટલો મળે એવી વ્યવસ્થા કરે?” એ જ અગત્યની હકીક્ત આપણે વિચારવી પડશે કે સરકાર ગામડાંના આ ભૂમિહીન લોકોને કોઈ રીતે અનાજ પૂરું પાડી શકે એમ નથી, કારણ કે સરકારે આ લાખો લોકોને રોજી આપી શકે એમ નથી. સરકાર લોકહિતનાં કામ કરવા માગે તો પણ આ વસ્તુ કરી શકે તેમ નથી.” જે લોકોને રોજી જ ન મળી શકે તો રોટી કેવી રીતે મળી શકે?” તો પછી જે સરકાર પાસેથી લાખો લોકોને રોજી કે રોટી મળી શકવાની ન હોય એની આશાએ કેવી રીતે બેસી રહેવાય ?” “વો તો લાખ દિખાતે કરિશમે હુસ્ન ગાલિબ, (લેકિન) અપના હી નસીબ ટેઢા ૩ કિ હમેં કુછ મિલતા નહીં.” સૌરભે ગાલિબને નામે પણ પોતાનો જ બનાવેલો શેર ઠોક્યો. “તારી શાયરી બાજુએ રાખ. એમ કંઈ નસીબને દોષ દઈને બેસી રહેવાશે? પેટનો ખાડો શાયરીથી નહીં પૂરાય. સરકાર મોટા ભાગની પ્રજાને રોજ નહીં આપી શકે એ સ્પષ્ટ છે અને આયાત-નિકાસના ઝાંઝવાથી કંઈ કરોડો લોકોને ધંધા ન મળે. સરકાર ન આપી શકે તો એને બાજુએ રાખીને પણ ગામડાના લોકોએ રોજી તો શોધવી જ પડશે.” અને ગામડાંના લોકો કાપડનો ધંધો તો જાતે શરૂ કરી શકે એમ છે, એનું બજાર પણ ત્યાં છે.” મેં મારી દલીલની સાબિતી આપી. “અને એ માત્ર કાપડ મેળવવા માટેની નહીં, પણ કાપડની પાછળ શરૂ થતા બીજા ધંધાઓ દ્વારા ભૂમિહીન લોકોને જાતે જ રોજી, રોટી અને સમૃદ્ધિ મેળવવાની ચાવી છે.” “જો આ રસ્તો દુનિયાના કરોડો લોકોને તાત્કાલિક મદદ કરી શકે એવો છે તો એની ઉપેક્ષા કેવી રીતે કરાય?' અને આ નબળા લાકો મૂંગા હોય છે. એમાં પણ આપણા અત્યારના આક્રમણકારી તંત્રમાં તેઓ જાતે કેવી રીતે આ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી શકે? આપણે એમને શરૂઆત કરવામાં મદદ કરવી જોઈએ.” પહેલી જરૂર રોટીની છે, એટલા માટે પહેલી જરૂર રેંટિયાની છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પશ્ચિમના યુવાનોનો ગ્રામવિકાસમાં રસ ગયે અઠવાડિયે ફોનની ઘંટડી રણકી. “હું પીટર મૉલ.” “ક્યાંથી બોલો છો?” “હું અને પેટ્રા મુંબઈ આવી પહોંચ્યાં છીએ.” “તો અમદાવાદ આવો.” ડો. પીટરે જર્મનીમાં ભવિષ્યના અભ્યાસ માટેની સંસ્થા શરૂ કરી છે. એને રસ છે ટકાવી શકાય એવા વિકાસમાં. એની પત્ની પેટ્રા જનસંપર્કની પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. તેઓ બે મહિના ભારતમાં ગાળવા આવ્યાં છે. “વિચાર તો હતો આખી દુનિયાને ફરતી મુસાફરી કરવાનો, પણ એટલો બધો સમય નથી. એટલે માત્ર ભારતની મુસાફરી કરવાનું નકકી કર્યું.” એમનો ફોન આવ્યો એ વખતે બે યુવતીઓ પણ મળવા આવી હતી. એક અમેરિકાની અને એક કેનેડાની. બને ત્યાંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, પણ અભ્યાસ થોડો વખત બાજુએ રાખીને ભારત આવી છે. અહીંનાં ગામડાંની પરિસ્થિતિનો અભ્યાસ કરવા. તેમને ગાંધીજીની વિચારધારામાં ઘણો રસ છે અને એ રસ્તે શું થઈ શકે તેમ જ કેવી રીતે આગળ વધી શકાય તે જાણવા માગે છે. એમનો રસ કેવળ ઉત્સુક્તા પૂરતો નથી. બંને બહેનો કેટલાક મહિનાઓથી અમદાવાદમાં સંશોધન કરે છે. અહીંના કુટુંબ સાથે રહે છે. ગુજરાતી શીખે છે. બસમાં ફરે છે. અહીંનો પોષાક પહેરે છે. ગુજરાતી ખાવાનું ખાય છે, શુદ્ધ શાકાહારી. અમારી વાતમાં મેં ઉલ્લેખ કર્યો કે મારાં હવે પછીનાં કામોમાં એક એ છે કે ગાંધીજીએ અર્થતંત્ર અને દેશના ઉદ્ધાર અંગે જે બધું લખ્યું છે તે ભેગું કરવું. મારું વાક્ય પૂરું થાય તે પહેલાં બંને કૂદી પડી, “અમે મદદ કરવા માગીએ છીએ.” અમેરિકાની બ્રિટેિ તો એ કામ શરૂ કરવાના દિવસ અને સમય પણ નક્કી કરી દીધા. મેં વિચાર્યું કે સારું, એ કામ ગુજરાતીને બદલે પહેલાં અંગ્રેજીમાં કરીશ. - પશ્ચિમના આ યુવાનોને શા માટે ભારતના ગામડાના પ્રશ્નોમાં અને એ અંગે ગાંધીજીએ બતાવેલા રસ્તામાં આટલો બધો રસ છે? - આ બંને છોકરીઓ પોતપોતાની મેળે ગામડામાં જાય છે, ઝૂંપડાંઓમાં લોકોને મળે છે. બધું જુએ-જાણે છે અને ગાંધીજીના રસ્તા વિશે, રેંટિયાના રસ્તા વિશે . એમનો રસ વધતો જાય છે. જર્મનો પણ ઘેર આવ્યાં અને મેં પૂછયું કે તમને શું કરવામાં રસ છે તો . એમણે કહ્યું કે ગામડામાં જવાનો. પહેલે દિવસે સાબરમતી પરનો ગાંધીજીનો આશ્રમ તથા મિલોની પહેલાંના હાથબનાવટના કાપડનું સુપ્રસિદ્ધ કલીકો મ્યુઝિયમ જોઈને For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ | ધન્ય આ ધરતી બીજે દિવસે સવારે તેઓ અમીરગઢની આજુબાજુનાં ગામડાં તરફ નીકળી પડ્યાં. એસ.ટી.ની સાર્વજનિક બસમાં, લોકોની ભીડની સાથે, રસ્તામાં બસ બદલતાં. મેં આગળ પૂછ્યું, “ગામડામાં જવાનો શો રસ છે?” “જોવા માટે અને જાણવા માટે કે ત્યાંના લોકોના પ્રશ્નો ક્યાં છે? અને સમૃદ્ધિ કઈ છે? પૈસા વગરનું અર્થતંત્ર કેવી રીતે ઉપયોગી થઈ શકે?” એમણે ગ્રામજનોની સમસ્યાઓના મૂળ કારણ પર આંગળી મૂકી. મેં દલીલ કરી કે અત્યારના પૈસાથી ચાલતા અર્થતંત્રને કારણે ગ્રામજનો ફસાયેલા છે. એમને દરેક વસ્તુ માટે પૈસાની જરૂર પડે છે. એમને જરૂરી વસ્તુઓની કિંમતો વધતી જાય છે. પરંતુ પૈસા કમાવા માટે એમને નોકરીઓ નથી મળતી. તેથી નોકરી માટે ભટકવું પડે છે. અરજીઓ કરવી પડે છે અને તેથી તેઓ કચડાયેલા રહે છે. એમાંથી બહાર નીકળવા તેઓ તેમને અત્યારે જે વસ્તુઓ માટે પૈસા ખર્ચવા પડે છે વસ્તુઓ જાતે બનાવે અને તે માટે મુખ્ય વસ્તુ કાપડ ગામડામાં બનાવવાનું ઘણું જ સહેલું છે. તેમ જ ઘણું જ નફાકારક છે. પેટ્રાએ સવાલ ઉઠાવ્યો. “પણ જર્મનીમાં આ કેવી રીતે સંભવે ત્યાં તો ગામડાના લોકો પોતાને માટેનાં શાક પણ અત્યારે તો ઉગાડતા નથી. અમારા દેશો ઘણા દૂર નીકળી ગયા છે.” બીજે દિવસે ટેબલ પર મેં પીટરનું એક મેગેઝિન જોયું. એના કવર ઉપર શીર્ષક હતુંશહેરનું ભવિષ્ય અને એના પૂંઠા પરનું ચિત્ર હતું એક તૂટી પડતા ઊંચા બહુમાળી મકાનનું! પીટર કહે કે અંદર તો હાસ્યાસ્પદ ચિત્રો છે. દાખલા તરીકે, એક ચિત્રમાં બતાવ્યું છે કે ટૉક્યિોમાં એક એટલું જબરદસ્ત વિશાળ મકાન” છે કે જેની અંદર સ્કીઈંગ કરવા માટે બરફના ઊંચા લાંબા ઢાળવાળા પહાડો છે. બીજા ચિત્રમાં બીજું એવું જબરદસ્ત વિશાળ મકાન” બતાવ્યું છે : પેસિફિક આઈલેન્ડ, જેની અંદર દરિયો, દરિયાનો લાંબો કિનારો, સહેલાણીઓ અને નાળિયેરીનાં વૃક્ષો છે! અને છતાં જાપાનમાં ઘણા લોકો ગરીબ છે, જર્મનીમાં પણ છે. અત્યારના આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અઢળક નફા એકઠા થાય છે અને એક તરફ એમના માલિકો ઉપર જોયું તેવું અત્યંત ખર્ચાળ પણ બનાવટી જીવન જીવે છે, જ્યારે બીજી બાજુ કરોડો લોકો બેકારીમાં ધકેલાય છે. આજે જેને આપણે ‘વિકાસ’ કહીએ છીએ એ શું છે? માણસજાતના માત્ર દસેક ટકા લોકોનો એક તુક્કો છે, જેમને બાકીના નેવું ટકા લોકોની કંઈ પડી નથી. આ દરકાર માત્ર આપણી જ નથી. અમેરિકા, કેનેડા અને જર્મનીના યુવાન કાર્યકારો અને સંશોધકોની પણ છે. બેકારી અને મોંઘવારી માત્ર આપણા દેશના જ પ્રશ્નો નથી. આજે દુનિયાના બધા દેશોના આ પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં જે આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે એ બધા દેશોમાં બેકારી અને For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમના યુવાનોનો ગ્રામવિકાસમાં રસ / ૪૩ મોંઘવારી વધારી રહ્યું છે અને એની ચિંતા તથા એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાની ઉત્સુક્તા બધા દેશના યુવાનોને છે. તેથી જ પશ્ચિમના યંત્રોદ્યોગના દેશોના યુવાનોને પણ ગાંધીજીએ બતાવેલી અર્થવ્યવસ્થામાં રસ છે, ગામ-સ્વરાજને અમલમાં મૂકવામાં રસ છે. જો કે પીટર અને પેટ્રા જ્યારે ગામડામાં ગયા ત્યારે મોટે ભાગે બને છે તેમ તે ત્યાંના મોટા ખેડૂતોને જ મળ્યા પરંતુ ગામડાની વસતિમાં ઘણા સ્તર છે. ખેતમજૂરોની સ્થિતિ મોટા ખેડૂતોની સ્થિતિ કરતાં ઘણી જુદી હોય છે, ગામમાં એમનો રહેવાનો વાસ પણ જુદો, ગામની બહાર હોય છે અને ગરીબાઈની મોટા ભાગની સમસ્યાઓ આ જમીન વગરના મજૂરોની હોય છે, જેઓ વસતિના ૭૦% લોકો છે. એટલે પછીને દિવસે અમે ગામડામાં ગયાં ત્યારે સીધા ખેતમજૂરોના વાસમાં તથા વણકરોના વાસમાં ગયાં. પરદેશીઓ આવેલા હતા, ફોટા પાડતા હતા છતાં પણ બધાંનો રસ અને બધાનું ધ્યાન કાપડ બનાવવાની વાત પર હતું. એક જુવાને જાતે જ કહ્યું કે જો કાપડ બને તો સાટા પદ્ધતિ શરૂ થઈ શકે અને તો બીજા ધંધા પણ શરૂ થાય. બીજા જુવાને કહ્યું કે મને દસ જ દિવસથી નોકરી મળી છે, સાવ મામૂલી પગારની છે પણ તેમ છતાં ઘરમાં મારું માન વધ્યું છે તો જો ઘરડાં લોકો કાપડ બનાવી શકે તો એમની જિંદગી કેટલી સુધરી શકે. ગ્રામજનોનો પ્રેમભાવ જોઈ પરદેશીઓ છક થઈ ગયા. એ પછી પીટરના મનમાં એક જ વાત ઘૂમતી હતી : પૈસા વગરનું અર્થતંત્ર. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મોંઘવારી અને બેકારીની બેવડી ભીંસા કામ ન મળે અને કમાણી ન થાય એની નિરાશા અસહ્ય છે. કામ મળે તોય બીજા લોકોને ચારથી પાંચ આંકડામાં પગારો મળતા હોય, એની સામે આપણને સાવ મામૂલી પગાર મળે તો એની નામોશી લાગે છે. મજૂરીના દર ક્યારેક ઊંચા હોય તો પણ એવું કામ મહિનામાં બહુ થોડા દિવસ મળે છે. કુટુંબમાં અને સમાજમાં પણ આપણું માન સાવ ઘટી જાય છે. આપણે જાણે સાવ અક્કલ વગરના ગણાઈએ છીએ. બીજી બાજુ આપણાં શરીર અને મગજ તો સાબૂત હોય છે પરંતુ નોકરી માટે અરજીઓ કરવી પડે છે અને છતાં કામ મળતું નથી. ગામડામાં આજે વેરઝેર વધતાં જાય છે એના મૂળમાં પણ કામ ન મળવાની અને એને કારણે આજીવિકા ન રળી શક્વાની આ બેચેની છે. ઝઘડા ધર્મને કારણે કે નાતજાતને કારણે હોય એના કરતાંય એકની નોકરી બીજો લઈ જાય છે એને કારણે છે. બેકારીની ભીંસ વધતી જાય છે. હમણાં બે ગામડાંમાં જે અનુભવ થયા તે વિચારપ્રેરક હતા. એક ગામડામાં હું વણકરવાસમાં ગઈ અને એક ભાઈને કાપડનો ધંધો શરૂ કરવાની વાત કરી. એમાં આર્થિક લાભ ઘણો છે તેની ચર્ચા કરી. એમને પૂછ્યું કે જે તેઓ કાપડ બનાવવા માટે સૂતર વણવાનું શરૂ કરે તો ગામમાં બીજા લોકો સૂતર કાંતવા તૈયાર થાય અને તો સાથે એક જણને કાપડ છાપતાં શીખવીએ. ર તો અહીં ગામમાં જ ઊગે છે એટલે કાપડ ખૂબ સસ્તું બને. તો તમે વણવાનું શરૂ કરો ? એમણે તો જુદો જ જવાબ આપ્યો : હું કાપડ વણું અને એને માટે મારા છોકરાં જ સૂતર કાંતે અને જે કાપડ બને એને મારી પત્ની જ રંગીને છાપે. આ કિસ્સો બતાવે છે કે કામ માટેની એમને કેટલી બધી જરૂર છે. તેમ જ જાતે કાપડ બનાવીને વેચવામાં આર્થિક ફાયદો કેટલો બધો છે! બીજો અનુભવ પણ આ જ પ્રકારનો છતાં જુદો હતો. બીજા એક ગામમાં જઈને મેં ત્યાં કાપડ બનાવવાની વાત કરી. કેટલાક યુવકોએ ખૂબ રસ બતાવ્યો. ઊંચી કોમના હતા. મેં પૂછયું કે હરિજનવાસ કયાં છે તો મને ત્યાં લઈ ગયા. મેં બતાવ્યું કે નિવૃત્ત અને ઘરડા લોકોને રેંટિયા પર સૂતર કાંતવાનું ઘણું ગમશે તો ઘરડા લોકોને બોલાવીને તેમણે કાંતવાનું શીખવ્યું. પરંતુ આ બધો દરમિયાન યુવકો પોતે મને કહેતા હતા કે અમને પણ રેંટિયો શીખવાડો. એક ઘરની ઓસરીમાં બેસીને બધા યુવકોને એક પછી એક રેંટિયો ચલાવીને કાંતતાં શીખવ્યું. બીજી ગલીમાં સુથારને ત્યાં જઈને નમૂનાનો રેંટિયો બનાવડાવ્યો અને એ બની જાય પછી બીજા પચાસ રેંટિયા બનાવવાનું સુથારને કહ્યું. એક યુવક કહે કે બપોરે જ એ પાસેના ગામમાં જઈને રૂ પીંજાવવાન For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મોંઘવારી અને બેકારીની બેવડી ભીંસ / ૫ વ્યવસ્થા શોધશે. મેં પૂછયું કે વણકરવાસમાં જઈને વણકરને વાત કરીએ તો એમણે મને કહ્યું કે સૂતર તૈયાર થવા દો, પછી અમે જ વણીશું. મેરે માટે આ નવો જ વિચાર હતો. મેં માનેલું કે રેંટિયા પર સૂતર બનાવીને કાપડ બનાવવાનું નિવૃત્ત તથા ઘરડા લોકોને વધારે ગમે પણ આ ગામમાં તો યુવાન છોકરાઓએ એમાં ખૂબ રસ બતાવ્યો. વળી, તેઓ ભણેલા હતા. કેટલાક તે બી.કોમ. થયેલા હતા. એ એટલે બેકારીની ભીંસ હવે એટલી વધવા માંડી છે કે ભણેલા યુવાન છોકરાઓને પણ રેંટિયા-સાળ વડે જાતે કાપડ બનાવીને કાપડનો ધંધો કરવામાં રસ પડવા માંડ્યો છે. બીજી બાજુ બજારમાં કાપડની કિમતો હવે એટલે ઊંચે જવા માંડી છે કે રેંટિયા-સાળ વડે ગામમાં કાપડ બનાવવાનો આર્થિક ફાયદો પણ ઘણો વધતો જાય છે. એનો અર્થ એ થયો કે ધારો કે આપણે ગામડામાં રેંટિયો-સાળ શરૂ કરવા કામ ન પણ કરીએ અને દલીલ ખાતર ધારો કે ખુદ ગાંધીજી પણ ના થયા હોત તો પણ ગામડાંમાં રેંટિયા અને સાળ ભવિષ્યમાં શરૂ તો થવાનાં જ. કારણ કે ગામડાંમાં બેકારી વધતી જાય છે અને કાપડની શહેરમાં કિંમતો વધતી જાય છે. તેથી તેમને તેમની મુખ્ય ખરીદીની વસ્તુ કાપડ ગામમાં જાતે બનાવવાનું આર્થિક આકર્ષણ થવાનું જ એ દેખીતું છે. આ ઉપરાંત, ઉપર વાત કરી એ શેલા ગામના યુવાનો ઘણા બુદ્ધિશાળી હતા. એમણે પોતે જ દલીલો કરી : એકવાર અમે શરૂ કરીશું એટલે પછી ઘરડા લોકો અમારું જોઈને રેંટિયો શરૂ કરી દેશે અને કાપડ બનશે એટલે સાટા પદ્ધતિ શરૂ થવાની જ છે. ' છે. જે એકમાત્ર છોકરા કીર્તિ પાસે નોકરી હતી. એણે ખૂબ રસ લીધો : મારા ચાર કાકાઓ શહેરમાં રહે છે અને મને ત્યાં રહેવા બોલાવે છે પણ મને તો આ ગામ જ બહુ ગમે છે. હું કદી શેલા નહિ છોડું. તે દિવસે પરદેશીઓ આવ્યા હતા ત્યારે મેં તમને પરદેશ વિશે પૂછ્યું હતું પણ મને તો આપણી ભારતીય સંસ્કૃતિ જ ગમે છે. તમે જોજો, આ ગામમાં કાપડના તાકા ઉતારવા માંડીશું. પહેલાં તો મારે મારી જાતે બનાવેલું ખમીસ પહેરવું છે. અલબત્ત, વિચારો અને કલ્પનાઓ ઝડપથી દોડે છે અને એમને આકાર લેતાં ઘણો સમય લાગે છે. એટલું જ નહિ, જે કામ રોમાંચક લાગે તે પણ જ્યારે કરવા બેસીએ ત્યારે ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે પરંતુ મનમાં વિચાર દઢ થાય તો એ પાર પાડવા પગમાં તાકાત આવે છે. તેમાંય યુવાનોના મનમાં સ્વપ્ન જાગે તો તેમના પગ થનગનવા માંડે છે. કીર્તિએ જ્યારે મને પૂછયું, તમે જેટલાં ગામડામાં ગયાં છો એમાં અમારા ગામડામાં તમને સૌથી વધુ ઉત્સાહ ન લાગ્યો ? ત્યારે મને તેની આંખમાં ખરે જ એક સ્વપ્ન દેખાયું હતું. - કવિ ઝવેરચંદ મેઘાણીએ એ સ્વપ્નને સૂર આપ્યો છે. ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ વણદીઠેલી ભોમ પર યૌવન માંડે આખા રિ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વાર્ષિક બોતિર અબજનો ઉદ્યોગ સુરમ, તને ખબર છે કે ગામડાંમાં કાપડ બનાવવું એ દર વર્ષે ૭૨ અબજ રૂપિયા જેટલો મોટો ઉદ્યોગ છે. એટલા બધા? પણ પહેલું તો એ કે આ રૂપિયાની વાત ક્યાંથી આવી ગામડામાં તો કાપડ નાણાં વગર બનાવી શકાય, તો પછી આટલા બધા રૂપિયાની વાત કેમ કરી ? કારણ કે અત્યારે ચારે બાજુ રૂપિયાનો જ મોહ છે. તે પણ હજાર કે લાખ રૂપિયાની નહીં, કરોડો રૂપિયાની વાત હોય તો તે વાતનું વજન પડે છે અને અબજો રૂપિયાની વાત હોય તો એ વાત સૌનું ધ્યાન ખેંચે છે અને અસર કરે છે. ગામડાંમાં કાપડ બનાવીએ તો વર્ષે ૭૨ અબજ રૂપિયાનો ઉદ્યોગ ચલાવી શકીએ. એટલા બધા? કેવી રીતે? આપણા દેશના કરોડ લોકોમાંથી ૬૦ કરોડ લોકો ગામડાંમાં રહે છે. દરેક વ્યક્તિને વર્ષે ઓછામાં ઓછી બે જોડ ૫ડાં અને ઓઢવા-પાથરવાનું તો જોઈએ ને? એટલે વર્ષે માણસદીઠ સરેરાશ સવા સો રૂપિયા જેટલા થાય ને? કોઈને એ કપડાં દાનમાં મળતાં હોય તોયે ક્યાંક તો એના પર ખર્ચ થયેલો હોય છે ને? એટલે આજે ગામડાંમાં રહેતા ૬૦ કરોડ ગ્રામજનોને મહિને ૬૦૦ કરોડ એટલે કે ૬ અબજ રૂપિયાનું કાપડ જોઈએ છે. એ હિસાબે એમને માટે વર્ષે ૭૨ અબજ રૂપિયાનું કાપડ થયું ને? આપણે વ્યક્તિ દીઠ કાપડનો વપરાશ જોઈએ તો તે ઓછો લાગે. પરંતુ કાપડ દરેકે દરેક જણને અનિવાર્યપણે ખરીદવું પડતું હોઈ દેશમાં એનો કુલ વપરાશ સરવાળે ઘણો જ મોટો છે. અને ગામડાઓમાં પણ વરસે રૂ. ૭૨ અબજ જેટલો તો થાય. એથી આ કાપડ જો ગ્રામજનો પોતે બનાવે, જે તેઓ સહેલાઈથી સાદા લાડી રેંટિયા અને ખાડાસાળથી બનાવી શકે, તો તે ધંધાનો અંદાજ વરસે રૂા. ૭૨ અબજ જેટલો ગણાય કે નહીં એ કેટલો મોટો ઉદ્યોગ થાય? ગામડાંમાં જ્યાં અત્યારે કંઈ કામકાજ નથી ત્યાં આટલો જંગી ઉદ્યોગ ચલાવી શકીએ કે નહીં? તો તો આપણે જ્યારે ગામડાંમાં કાપડ બનાવવાની વાત કરીએ છીએ ત્યારે તે કોઈ નાની વાત નથી. એ તો ઊલટાની ઘણી મહત્ત્વની અને જંગી વાત છે. વર્ષે રૂ. ૭૨ અબજ જેટલો ગંજાવર ઉદ્યોગ ચલાવવાની વાત છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક બોતેર અબજનો ઉદ્યોગ! / ૪૭ તો પછી આપણે આપણી બધી શક્તિઓને આ કામમાં પૂરી ધગશથી રેડવી જોઈએ. આપણો પોતાનો ગ઼. ૭૨ અબજનો ધંધો હોય અને એ બંધ પડ્યો હોય તો આપણને તે પાલવે ? તો ગામડાંમાં રહેતાં આપણાં કરોડો ભાઈબહેનોનો આ આવડો મોટો ધંધો છીનવાઈ ગયો છે. અને પરિણામે ભુલાઈ પણ ગયો છે. તેઓ બેકારી અને ગુલામીમાં ધકેલાયા છે. એને ફરી ચાલુ કરવામાં વિલંબ કરવાનું કેવી રીતે પાલવે? અને વાર્ષિક રૂા. ૭૨ અબજ એ તો ઓછામાં ઓછો અંદાજ છે. ગ્રામજનો જો કપડાં જાતે બનાવી શકે અથવા અમુક લોકો પોતાના ગામમાંથી બીજાને કોઈ વસ્તુ કે સેવા આપીને તે મેળવી શકે અને એમને અત્યારની જેમ કપડાં માટે રોકડ પૈસા ન ચૂક્વવા પડે. અત્યારની જેમ બીજાનાં ઊતરેલાં કપડાં પણ ન પહેરવાં પડે અને નવાં મનગમતાં કપડાં મેળવી શકે. ગ્રામજનો પાસે સમય તો ઘણો છે એટલે પછી તો બેને બદલે વધારે જોડ કપડાં પણ મેળવી શકે. આમ અત્યારના વાર્ષિક રૂા. ૭૨ અબજના બજાર કરતાં પણ ગામડાંમાં કાપડનું સંભવિત બજાર તો એથીય ઘણું વધારે મોટું છે. બીજું કે વ્યક્તિને કાપડ જો સ્થાનિક બનેલું મળે, એટલે કે પોતાના જ ગામડામાં બનેલું મળે તો એને માટે એક નવી જ અને ઘણી ઉપયોગી દિશા ઊઘડે છે. તે એ કે કાપડની કિંમત તે રોકડ પૈસાને બદલે કોઈ વસ્તુ કે સેવા – જેવી કે દૂધ કે સુથારીકામ – આપીને ચૂક્વી શકે કારણ કે કાપડ બનાવનાર કે એના ગામમાં જ છે. એને પરિણામે ગામડામાં કાપડ પાછળ બીજા ઉદ્યોગો વિક્સે. તો તો ગામડામાં કાપડ ઉદ્યોગ શરૂ કરવાથી અબજો રૂપિયાની જંગી રકમના ધંધાઓ શરૂ થઈ શકે. જ વળી આ જાતનો કાપડ ઉદ્યોગ એક અર્થમાં ‘બહુરાષ્ટ્રીય' પણ છે. કારણ કે બીજા દેશોમાં પણ તે સહેલાઈથી પ્રસરી શકે અને આપણે ત્યાં તે શરૂ થાય તો તેની સફળતાના પગલે બીજા દેશોમાં પણ નિવૃત્ત લોકો તે ચાલુ કરી શકે. ગામડાંમાં કાપડનું ઉત્પાદન એ આવડું મોટું અબજો રૂપિયાની સંભવિત શક્તિ ધરાવતું ઉત્પાદન છે એ ષ્ટિએ આ વાત જોઈએ તો આપણે એની પાછળ પ્રચંડ શક્તિ કામે લગાડવા તૈયાર થઈએ. એને શરૂ કરવા માટે બધું કરી છૂટીએ. હમણાં. ઉત્તર પ્રદેશનાં એક સામાજિક કાર્યક્ત બહેન મળ્યાં હતાં. એમણે આ વાત સાંભળીને હ્યું કે તેઓ ઉત્તર પ્રદેશનાં ગામડામાં કાપડ બનાવવાનું શરૂ કરશે રૂ અને વણકર તૈયાર કરીને. નિવૃત્ત લોકોને લાકડી રેંટિયો શીખવવા જેટલું સાદું કોઈ કામ નથી છતાં એ અબજો રૂપિયાનું ઉત્પાદન શરૂ કરનારું ક્રાંતિકારી પગલું છે. આટલો જંગી અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ હોવા છતાં ગામડાંમાં કાપડનું ઉત્પાદન કોઈ તનાવો પેદા નથી કરતું. ઉત્પાદનતંત્રને કારણે ઊભા થતા તનાવો શહેરોમાં છે. જેમ શહેર વધારે મોટું તેમ તનાવો પણ વધારે. ગામડામાં આવા તનાવો નથી. આવો તનાવરહિત હોવા છતાં આ અબજો રૂપિયાનો ઉદ્યોગ છે. * For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૧૮ આફ્રિકાની પ્રજા, પત્રો અને પ્રસારમાધ્યમો રેંટિયાથી અભિભૂત બીજું કંઈ નહીં પણ અહીંની આફ્રિકન પ્રજાનું સારું થાય એવું કંઈક કરવું છે. નૈરોબી ઍરપોર્ટ પર મને લેવા આવેલા કુન્દનભાઈએ મળતાંની સાથે પહેલા જ આ વાત ભારપૂર્વક કરી. જન્મભૂમિ-પ્રવાસીની આપણી આ શ્રેણીના કેન્યાના વાચકોએ કેન્યાનાં ગામડાંમાં કાપડ બનાવવાનું કામ શરૂ કરવાના હેતુથી મને અહીં બોલાવી છે. અહીંની રોટરી કલબોએ વ્યવસ્થા ગોઠવી છે. કેન્યા ઍરવેઝનો પણ આ માટે એટલો ટેકો છે કે ભારતથી કેન્યા અને યુગાન્ડાની તથા દેશની અંદર જુદીજુદી જગાઓએ જવાની ટિકીટ વિનામૂલ્યે આપી છે. મુંબઈ છોડ્યું ત્યાંથી જ જેટલા આફ્રિકનો મળે છે – ઍરપોર્ટ પર, બાજુની સીટમાં, ક્સ્ટમના અધિકારીઓ સુદ્ધાં – તે બધાંને ગામડાંમાં જાતે કાપડ બનાવવાની વાતમાં ઘણો રસ પડે છે. નૈરોબી આવવાને દિવસે ત્યાંના વર્તમાનપત્રોમાં આ વિશે સમાચાર આવ્યા છે. ઍરપોર્ટ પર ઊતરતાંની સાથે જ સમાચાર સંસ્થાના ખબરપત્રી આ અંગે વધુ જાણકારી માગે છે અને ફોટોગ્રાફર રેંટિયાના ફોટા લે છે. આફ્રિઝ્નો માટે જાતે કાપડ બનાવવાની વાત નવી છે. આ શક્યતાની એમને કલ્પના પણ નથી. અમે તો હંમેશાં ‘સેકન્ડ હેન્ડ’, બીજાનાં ઊતરેલાં, કપડાં પહેર્યાં છે – ગઈકાલે સવારે નૈરોબીના એક ઝૂંપડાવાસ કોરોગોચોમાં એક યુવકે કહ્યું હતું અને બીજી બાજુ તેઓ કહે છે કે કપડાં તો સભ્યતાની પહેલી નિશાની છે. એટલે જાતે સહેલાઈથી કાપડ બનાવી શક્યું અને તે પણ બજારમાં જે સૌથી મોંઘું મળે છે તે સુતરાઉ કાપડ બનાવી શક્યું એ વાત એમને ઘણી ગમે છે. બજારમાં જે ખમીસ ૨૦૦૦ શિલિંગનું મળે છે એમાં રૂ તો માત્ર દસ શિલિંગનું જ છે એ ખબર પડતાં તેઓ આશ્ચર્યથી હસી પડે છે. રોટરી ક્લબના એક આફ્રિકન ઉદ્યોગપતિ કહે છે કે અમારે ત્યાં રૂ સડે છે અને બીજી બાજુ સુતરાઉ કાપડ અમે ખરીદી શક્તા નથી, અમારાં ગામડાંમાં લોકો પાસે પૂરતાં કપડાં નથી. ગામડામાં ઘરડાં લોકો પણ વગર પૈસે કાપડ બનાવી શકે એ વાત અહીં એટલી નવી અને રસપ્રદ લાગે છે કે મને ‘નવી શોધ કરનાર' તરીકે ઓળખાવે છે! અહીં એક બીજા ઝૂંપડાવાસમાં ભાઈબહેનોને મળવા ગયાં તો દરવાજા પર લખ્યું હતું કે ‘કાપડ બનાવવાની ટેક્નોલૉજી શીખવનાર બહેનનું સ્વાગત.’ ઘણાં ભાઈબહેનોને, યુવાનોને તેમજ ઘરડાંઓને પાસે બેસાડીને રેંટિયો ચલાવતાં શીખવ્યું. બધાંને શીખવાનું મન છે. કાંતતાં શીખવા માટે હું એમને મળી કે તરત જ બપોરમાં પચાસ-સાઠ રેંટિયા બનાવી દીધા. Y (અંગ્રેજી વાય) આકારની ડાળીનો રેંટિયો એમને તદ્દન સહેલો લાગે છે. આફ્રિકનો કારીગરીમાં ઘણા કુશળ હોય છે અને આ જાતનું કામ તો સહેલાઈથી કરી શકે એમ કહે છે. એક સાથે એક સ્થળે રૂ, રેંટિયા, વણકર અને રંગો કેવી રીતે ભેગા કરવા એની વ્યવસ્થા For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આફ્રિકાની પ્રજા, પવો અને પ્રસાર માધ્યમો રેંટિયાથી અભિભૂત | ૪૯ કરવામાં હવે પડ્યા છે. કોરોગોચો ઝૂંપડાવાસમાં હું શીખવવા ગઈ ત્યાં સોએક જેટલાં સામાજિક કાર્યકરો આવ્યાં હતાં. એક બહેને બધાને પૂછ્યું કે આપણે પૈસા, પૈસા શા માટે કરીએ છીએ? આ રીતે આપણને ઘણી વસ્તુઓ વગર પૈસે મળી શકે એમ છે. બીજા એક બહેને કહ્યું કે જો આપણે ગરીબાઈ અને ગુલામીથી છૂટવું હોય તો આપણે જે વસ્તુઓ ખરીદવી પડે છે એ વસ્તુઓ આપણે જાતે બનાવવી જોઈએ. બધાંએ એક અવાજે સૂર પુરાવ્યો. સમાપનમાં એક બહેને કહ્યું કે આજે અમે એક નવી વસ્તુ શીખ્યાં છીએ જે અત્યંત મૂલ્યવાન છે. માત્ર એક + આકારની ઝાડની ડાળી, જે ગામડાનાં ઝૂંપડામાં તો બળતણનાં લાડાંમાંથી મળી જાય છે, તેના વડે કોઈ પણ માણસ, ખાસ તો ઘરડાં લોકો, કાપડ જેવી મુખ્ય વસ્તુ બનાવી શકે એ વાત અહીંના લોકોને ખૂબ ગમી જાય છે. આજે દૂરદર્શન પર, સાંજના સમાચારમાં પણ કોરોગોચોની મિટિંગના આ સમાચાર અને કાપડ કેવી રીતે બને તેની જાણકારી આપી હતી. આવતા સોમવારે દૂરદર્શન પર રેંટિયા અંગે મારી મુલાકાતનો રાતે ૯ થી ૯-૩૦નો કાર્યક્રમ છે. આફ્રિકાના લોકો ઘણા સરસ છે. સાદા, સરળ, સમજુ અને સહૃદયી છે. એમનામાં લુચ્ચાઈ કે મીઠું મીઠું બોલીને સામા માણસને છેતરવાની વૃત્તિ નથી. બીજી બાજુ તેઓ કુશળ અને મહેનતુ છે. અહીંના ગુજરાતીઓની સંયુક્ત કુટુંબની પ્રથા વખાણપાત્ર છે. એક જ ઘરમાં ત્રણથી ચાર પેઢીઓ સાથે રહે છે. કેટલાક ઘરમાં તો કુટુંબમાં દસથી વીસ સભ્યો હોય છે અથવા ભાઈઓનાં મકાનો સાથે સાથે હોય છે. સંપથી સાથે રહે છે. વડીલોનો આદર કરાય છે. ગુજરાતના બધા રિવાજો અને સંસ્કારો અહીં જોવા મળે છે. જેઓનો જન્મ જ અહીં થયેલો છે તેઓ પણ શુદ્ધ ગુજરાતી બોલે છે. સમાજમાં પણ બધાં એકબીજાને મદદ કરે છે. નૈરોબીમાં હું જેમને ઘેર રહે છે તે ઊર્મિલાબહેન જીવરાજભાઈ મહેતાના કુટુંબનાં છે. એમના પતિ ગજેન્દ્રભાઈ એક હજાર ડાળી રેંટિયા તૈયાર કરવાના છે. અહીં મારું રેંટિયાનું કામ આખો દિવસ ભરચક હોય છે. આજે ૧૦ થી ૧૨ એક ચર્ચના કાર્યકરોને રેંટિયા બનાવી અને શીખવવા ત્યાં મુલાકાત, ૧૨ થી ૧ વણકરોના પ્રદર્શનમાં, ૧ થી ૨ રોટરી કલબમાં સભ્યો સાથે વાર્તાલાપ, ૨-૩૦થી ૪ નૈરોબી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો સાથે ચર્ચા, ૪-૩૦ થી ૬ સમાજસેવાની સંસ્થાઓને બસો જેટલા કાર્યકરો અને વિદ્યાર્થીઓને કાપડ બનાવવાની રીત બતાવવી અને શીખવવી અને સાંજે કુન્દનભાઈ અને એમના મિત્રો સાથે મળી રેંટિયો અહીં કેવી રીતે શરૂ કરવો એની યોજના. દરેક જગાએ લોકોમાં જાતે કાપડ બનાવવા અંગે તુહલ અને ઉત્સાહ જોવા મળે છે. - ગાંધીજી માટે આફ્રિકનોને અત્યંત માન છે. નૈરોબી યુનિવર્સિટીમાં ગાંધીજીની પ્રતિમા છે અને ત્યાંની લાઈબ્રેરીની બહાર પણ દીવાલ ઉપર એમના વિશે કોતરકામથી લખેલું છે. ત્યાંની એક વિદ્યાર્થિનીને મેં પૂછ્યું કે “આક્નિોને ગાંધીજી પ્રત્યે આટલો * પ્રેમ અને આદર શા માટે છે?' એણે હૃદયસ્પર્શી જવાબ આપ્યો : 'કારણ કે તેમણે અમને માણસ ગણ્યા.” For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ - ૧૯ રેંટિયાની મોહિની – ગૃહિણીથી પાદરી સુધી “એક નાનકડું મગજ કેવું એક ઓરડાની અંદર આખી દુનિયા બદલી નાખે છે!” રેંટિયા વિશે અને જાતે કાપડ બનાવવાના ફાયદા વિશે કેન્યાના મસેનો ગામડામાં યોજેલા પરિસંવાદના સમાપનમાં એક યુવતી એડહે જબરદસ્ત અવલોકન કર્યું. કાપડ જાતે બની શકે એની આફ્રિકાના લોકોને ખબર નથી. સાદા રેંટિયા વડે રૂમાંથી સૂતર બનાવવાની કળા જ ખબર નથી. એડાહ અને પરિસંવાદમાં ભાગ લેનાર ઘણા જણ પોતે કપાસ ઉગાડે છે પણ એમણે કહ્યું કે “મને તો એમ કે એક પોષાક બનાવવામાં કંઈક કેટલાય કિલો રૂ જતું હશે.” હું લાકડી રેંટિયા વડે કપાસમાંથી સૂતર કાંતી બતાવું છું અને સમજાવું છું કે એક ક્લિો રમાંથી એક કિલો સૂતર બને અને એને વણીને એક કિલો કાપડ એટલે કે આઠ ચોરસમીટર કાપડ બને ત્યારે બધાને આશ્ચર્ય થાય છે. હું જ્યારે બતાવું છું કે બજારમાં જે સુતરાઉ ખમીસ હજાર શીલિંગનું મળે છે એનું વજન તો અઢીસો ગ્રામ જ છે અને અઢીસો ગ્રામ રૂની કિમત તો દસ શીલિંગ થાય ત્યારે બધાં હસી પડે છે. એક નવી જાતનો પ્રકાશ એમના મનમાં ફરી વળે છે અને મોં ઉપર ચમકી ઊઠે છે. એડાહ કહે છે કે અમે તો કપડાં હંમેશા વેપારી પાસેથી ખરીદીએ છીએ. એ કેવી રીતે બને છે અને ક્યાં બને છે એની અમને ખબર નથી. આ નાનકડો રેંટિયો આપણું મગજ કેવું ઉઘાડી નાખે છે! કેન્યાના કિસમુ ગામની આજુબાજુનાં જુદાંજુદાં ગામડાંમાં રોજ હું લાડી રેંટિયા વડે કાપડ બનાવવા વિશે વાત કરું છું અને પછી એ કાંતી બતાવીને બધાને શિખવાડું છું. અહીંની રોટરી કલબ ઓફ કિસુમુએ આ ગોઠવ્યું છે. સત્યવ્રતભાઈ જોબનપુત્રાએ આ માટે ઘણી જહેમત ઉઠાવીને બધી જાતના કાર્યકર્તાઓને ભેગા કર્યા છે. કૉલેજો, ખેતીવાડી સંસ્થાઓ, બહેનોનાં મંડળો, ચર્ચ, સામાજિક સંસ્થાઓ, સરકારી ઓફિક્સો, ગ્રામવિકાસ સંસ્થાઓ, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાઓ, બધે સંપર્ક કરીને અનેક લોકોને તેમણે ભાગ લેવા બોલાવ્યા છે. રોજ હું જે ગામડાંમાં જઉં છું ત્યાં એંશી, સો, સવાસો જેટલાં ભાઈબહેનો આવે છે. કેટલાંક તો દૂરદૂરથી આવે છે. સમાજસેવકો, કાર્યકર્તાઓ, સરકારી અધિકારીઓ, ધાર્મિક સંસ્થાના સંચાલકો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, ઘણા લોકો રેંટિયા વડે કાપડ બનાવવા વિશે જાણવા માગે છે, પોતાના ગામમાં કાપડ બનાવવા માગે છે અને એ માટે પોતે રેંટિયો બનાવતાં અને ચલાવતાં શીખવા માગે છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ રેંટિયાની મોહિની – ગૃહિણીથી પાદરી સુધી | પ૧ મસેનો ગામડામાં મેં જેવો લાક્કી રેંટિયો ચલાવીને રૂમાંથી તાર કાઢ્યો કે લોકોના મોંમાંથી આશ્ચર્યનો કિલકાર નીકળી ગયો. એક છોકરી હેરીનને મેં કાંતતાં શીખવ્યું અને એને તરત જ આવડી ગયું. બીજાને પણ આવડી ગયું. આફિકનો ઘણા કુશળ અને હોંશિયાર છે. હેરીને કહે કે આજનો દિવસ મારી જિંદગીનો એક જુદો જ દિવસ છે, અનેરો દિવસ છે. આ દિવસ હું કદી નહીં ભૂલું. હવે ગમે તેમ કરીને મારે વણાટ શીખવું છે. કારણ કે જો હું સૂતર વણીને કાપડ બનાવીશ તો ગામના બધા લોકો કાંતશે જ. તમે મારું સરનામું લો અને વણાટ શીખવવાની વ્યવસ્થા થાય એટલે મને જણાવજો. હું પણ એ તપાસ કરવા કિસુમ આવી જઈશ. પહેલે દિવસે હું કિસુમુના એક ઝૂંપડાવાસમાં ગઈ હતી. પહેલો જ અનુભવ હતો પણ લોકોને જાતે કાપડ બનાવવાની આખી વાત અને લાકડી રેંટિયો બને ખૂબ ગમી ગયાં. અમે બધાને કહ્યું કે બપોરના જમવાના વિરામ વખતે દરેક જણ ડાળી અને લાકડી લઈ આવે તો દરેક માટે રેંટિયો બનાવીએ. સત્યવ્રતભાઈએ તાબડતોબ સુથારની વ્યવસ્થા કરી. બધાં ડાળી અને લાકડી લઈને આવ્યાં અને બધાંના રેંટિયા બનાવ્યા. છૂટા પડતી વખતે આંનદનું વાતાવરણ હતું. એક છોકરી સલોમા મને કહે કે કોઈ દિવસે તમે તમારા બારણે ટકોરા સાંભળશો અને તમે બારણું ખોલશો ત્યારે હું હોઈશ. બીજી એક સભામાં એક ભાઈએ મને કહ્યું કે તમે આવવાનાં છો એ સાંભળીને મેં કપાસ વાવી પણ દીધો છે. જાતે કાપડ બનાવવાની આખી વસ્તુ અહીં તદ્દન નવી હોવાથી પ્રશ્નો તો આવશે પણ તેઓ તેને હલ કરી શકશે એવો એમને વિશ્વાસ છે. અમુક ભાઈ-બહેનો ફરીથી મારી એક બીજી સભામાં આવ્યાં હતાં. તેઓ જાતે રેંટિયો બનાવીને લઈ આવ્યાં હતાં. હજુ ત્રાક બરોબર બનાવવાનો પ્રશ્ન છે પણ તેને માટે જુદી જુદી રીતો અજમાવે છે.. વણકરના મુખ્ય પ્રશ્ન અંગે કિસમુમાં એક વણકરને મળ્યા હતા. એને પૂછયું કે બધાંનું કાંતેલું સૂરત વણી આપશો? તો એ રાજી છે. એણે પોતે પણ રેંટિયો જોવા અને શીખવા માગ્યો. મેં એને શિખવાડ્યું ત્યારે એને સૂતર પસંદ પડ્યું. એણે રાજી થતાં કહ્યું કે “ઊલટાનું મને તો અત્યારે બજારમાં સૂતરના બસોથી પણ વધારે શીલિંગ કિલો દીઠ પડે છે અને મને તે પોસાતું નથી. તેથી જો મને આ રીતે આ સૂતર વણવા મળે અને વણાટના બદલામાં મજૂરીના પૈસાને બદલે સૂતર મળે તો મારે માટે તો સારું છે. થોડા વખતમાં આ શૈડ હું બનાવું છું તે પણ તૈયાર થઈ જશે પછી હું શીખવી પણ શકીશ.” ઉપરાંત ખેડાથી અહીં આવેલા ભાઈ સામંતસિંહ બોચાસણમાં વણાટ, પીંજણ બધું કરેલું છે અને અહીં શીખવવા માટે કહ્યું છે. બીજી બાજુ વણાટ શીખવા માગનાર ભાઈ-બહેનોનાં નામોની લાંબી યાદી થઈ છે. સત્યવ્રતભાઈએ પાંચેક સાળો તો ભેગી પણ કરી છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પર | ધન્ય આ ધરતી તેઓ કહે છે કે પારો પણ અહીં છે તેને શોધી કાઢીશું. ખાસ તો એ કે ખાદીનું કાપડ બધાં આફ્રિકનોને ખૂબ જ ગમી જાય છે. વણાટની ભાતની તેમ જ બુટ્ટાથી છાપેલી ભાતની બને ખાદી ખૂબ પસંદ પડે છે. હું નમૂના બતાવું છું ત્યારે એમના શ્વાસ અદ્ધર થઈ જતા સંભળાય છે. એક નમૂનો હું કુદરતી રંગોથી છાપેલી ખાદીનો બતાવું છું એ તો સૌથી વધારે ગમે છે. મસેનો ગામડામાં એડાહે કહ્યું કે આપણે બહેનોને આખો વખત પતિ પાસે પૈસા માગમાગ કરવા પડે છે અને બદલે આપણે જાતે ઘેર બેઠાં ઉત્પાદન કરીને વેચીએ તો ઘણી શક્તિ મેળવી શકીએ. રેંટિયો કાંતવાથી આપણે ખાલી બેસી રહેવું નહીં પડે અને પતિ સાથે ઝઘડવાનો પણ સમય નહીં મળે. અત્યારનું તંત્ર આપણને પૈસા વડે વસ્તુઓ ખરીદવાની ફરજ પાડે છે. એને બદલે જાતે કાપડ બનાવીને આપણે શાંતિનો સંદેશ ફેલાવી શકીએ. આપણે સહાનુભૂતિભર્યા હૃદયથી આમ કાપડ બનાવીએ અને બીજાને શીખવીએ. તાળીઓના ગડગડાટ વચ્ચે એણે કહ્યું કે મને લાગે છે કે આજે હું સ્ત્રી નહીં, સવાઈ સ્ત્રી છું. સભા પૂરી થયા પછી એમાં આવેલાં ભાઈ-બહેનોએ હૉલની બહાર મેદાનમાં થોડો વખત બીજી સભા કરી અને આગળ કેવી રીતે ગોઠવવું એની ચર્ચા કરી. જે ચર્ચના હોલમાં સભા રાખી હતી તેના પાદરીએ સભાને કહ્યું કે આજે આપણે જે શીખ્યા છીએ એ આપણે શીખેલી સૌથી ઉત્તમ વસ્તુ છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નાનામાં નાની વસ્તુ મોટામાં મોટી કામની. “આજ સુધી તો હું એમ માનતી હતી કે રૂનો ઉપયોગ માત્ર ઘા ઉપર દવા લગાવવા માટે જ છે, પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે રૂમાંથી સૂતર કાંતીને કેટલી સહેલાઈથી કાપડ બનાવી શકાય.”કેન્યાના ચાબોન્દો ગામડાના ચર્ચમાં અપંગ બાળકો માટે સંસ્થા ચલાવતાં સિસ્ટર ફ્લોરેન્સે રમૂજપૂર્વક રેંટિયાની વાત મૂકી. અપંગ બાળકોને રેંટિયો ખાસ ઉપયોગી થઈ શકે તેથી સત્યવ્રતભાઈ જોબનપુત્રાએ ખાસ ત્યાં મારી મુલાકાત ગોઠવી હતી. ત્યાં પહોંચતાંની સાથે જ સિસ્ટર લોરેન્સે અમને આવકારતાં કહ્યું : આ મોટા દિવસની અમે રાહ જોઈ રહ્યા છીએ. રેંટિયા વડે કાપડ બનાવવાની ટેકનૉલૉજી અમને ઘણી ઉપયોગી થશે. મેં કહ્યું કે એ એટલું સહેલું છે કે તમને મુશ્કેલી નહીં પડે ત્યારે એમણે સરસ ટકોર કરી : ઘણી વાર આપણે સૌથી સહેલી વસ્તુ જ જાણતા નથી હોતા. એમની વાત સમજાવવાની રીત ઘણી સરસ હતી. સંસ્થાન અપંગ બહેનોને મેં રેંટિયા વિશે વાત કરી, એ ચલાવી બતાવ્યો અને એમને શિખવાડ્યો તે પછી કાર્યક્રમના સમાપનમાં એમણે કહ્યું : આ નાનામાં નાની વસ્તુ કેટલી મોટામાં મોટી કામની છે! - અહીં બધાં રેંટિયો પહેલી જ વાર જોતાં હોવા છતાં એમને એની વાત, એના ફાયદા, એની ખૂબીઓ એટલી જલદી સમજાઈ જાય છે કે આપણને આશ્ચર્ય થાય. પેપ ઓડીટી નામના એક ગામડામાં હું ગઈ હતી ત્યાં પહેલાં જાતે કાપડ બનાવવા વિશે વાત કરી અને પછી બધાને રેંટિયો ચલાવતાં શીખવતી હતી. પણ ત્યાં પચાસેક જણ ઘણે દૂરથી આવતા હતા એટલે બે કલાક મોડા આવ્યા અને મારી વાત ત્યારે પૂરી થઈ ગઈ હતી. પરંતુ શરૂઆતમાં આવેલી એક છોકરીએ મારી આખી વાત એમને ફરીથી કહી. મને લાગ્યું કે મારા ગયા પછી પણ : આ વાતો અહીં ચાલતી જ રહેશે અને દૂરનાં ગામડાંઓમાં પણ પહોંચશે. - અહીંનાં ગામડાંની જ્યારે વાત કરું છું ત્યારે અહીં ગામડું આપણાં ગામડાં - કરતાં ઘણું જુદું હોય છે એ પણ નોંધવું જોઈએ. આપણાં આદિવાસી ગામડાંની જેમ દરેક કુટુંબને ઘરની આજુબાજુ જ પોતાનું ખેતર હોય છે. અહીં બધાં જ ગામડાં આ પ્રકારનાં છે. ઉપરાંત કુટુંબને એક ઝૂપડું નહીં પણ ગોળાકારે ફરતાં પાંચ-સાત ઝૂંપડાં હોય છે. ઝૂંપડાંની આજુબાજુ નાનાં ખેતરો અને ખેતરોને ફરતે વૃક્ષોની ગોળ કે ચોરસ હાર હોય છે. આને બોમા કહે છે. દરેક ઝૂંપડું પોતે પણ ગોળાકાર હોય છે અને ઉપર ગોળ શંકુ આકારનું ઘાસ છાયેલું છાપરું હોય છે. ગોળ દીવાલ ઊભી લાકડીઓથી બનાવેલી હોય અને એને આગળપાછળ છાણમાટીથી લીધેલી હોય છે. અહીં લાકડું પુષ્કળ છે. બોમામાં મુખ્ય જરા મોટા ઝૂંપડામાં માતાપિતા અને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ / ધન્ય આ ધરતી બીજાં ઝૂંપડાંમાં બીજી પત્ની જો હોય તો તે અને છોકરાઓ જેમ જેમ મોટા થાય તેમ તે રહે છે. બીજા એક ઝૂંપડામાં રસોડું, બીજામાં નહાવાધોવાનું વગેરે હોય છે. જમીનથી ઊંચે બાંધેલી ટોપલા જેવી રસવાળા એક નાના ઝૂંપડામાં અનાજ સંઘરે છે. કેટલીક વાર મરઘાં ઉછેરવા માટેનું ઝૂંપડું પણ હોય છે. ઝૂંપડાઓની વચ્ચેના ભાગમાં ડાળાંથી વાડો કરી એમાં ગાયો રાખે છે. જો કે હવે બધાં કુટુંબો પાસે ગાયો રહી નથી. ઝૂંપડાંઓની ફરતે પાછળની જમીનમાં ખેતી કરે છે. કેટલીક વાર દરેક સભ્યનું પોતાના ઝૂંપડાની પાછળનું જુદું નાનું ખેતર હોય છે. નાનક્ડી જમીનમાં પોતાને જોઈતી બધી વસ્તુઓ વાવે છે. થોડી મકાઈ, થોડી ભાજી, થોડાં શાક, બટાટા, આદુ, મગફ્ળી, ચાર-પાંચ કેળ, બે-ચાર પપૈયાં અને થોડા પાઈનેપલનાં ઝાડ પણ ઉગાડે છે. એમનો મુખ્ય ખોરાક ઉગાલી એટલે 'ડે મકાઈના બાફેલા લોટનો લાડવા જેવો ગોળો, કાચાં કેળાં (ઘણાં તો આખી લૂમ ખાઈ શકે છે), ભાજી અને અઠવાડિયે એકાદ વાર માંસ હોય છે. એમાં મસાલા કે તેલ નથી હોતાં. આમ બોમામાં કુટુંબનું બધું હોય છે. એટલે સુધી કે કુટુંબના સભ્યને મૃત્યુ પછી દાટવા માટેની જગા પણ બોમાના પાછલા ભાગમાં આવેલી હોય છે. એક બોમામાં હું એક આફ્રિકન છોકરી સાથે ગઈ હતી. હવે તો જમીનના પ્રમાણમાં વસતિ એટલી વધારે છે કે એમાં એક ઝૂંપડામાં એક ભાઈ, એની પત્ની અને પાંચ બાળકો; બીજામાં બીજો ભાઈ, પત્ની અને સાત બાળકો અને ત્રીજામાં નાનો ભાઈ હમણાં જ લગ્ન કરીને પત્ની સાથે રહે છે. છોકરો મોટો થાય ત્યારે જાતે જ પોતાનું ગોળ ઝૂંપડું બનાવી લે છે. મોટા ભાઈની મોટી દીકરી કૉલેજમાં ભણેલી હતી અને બધાં અંગ્રેજી પણ બોલતાં હતાં. આફ્રિકામાં દરેક કુટુંબ પોતાના ઘરના વાડામાં જ અનાજ ઉગાડી લે છે એ પદ્ધતિ શીખવા અને અપનાવવા જેવી છે. એક તો સહુને પૂરતો, પૌષ્ટિક, તાજો, રસાયણરહિત ખોરાક મળે છે. બીજું પ્રજાની અનાજની મોટી, અનિવાર્ય અને સતત જરૂરત માટે કોઈ દુકાનો, કે લારીઓ નથી. દેશમાં એક જગાએથી બીજી જગાએ અનાજ, શાક, ફળ, દૂધ લઈ જવા જે મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર, પેકેજિંગ અને ગોદામો જરૂરી બને છે તે નથી. ‘ફૂડ પ્રોસેસિંગ’ અને ‘પેકેજિંગ’ના ઉદ્યોગોની જરૂર નથી. રાસાયણિક ખાતરો, જંતુધ્નો વગેરેનાં કારખાનાં નથી. તેમ જ તેમને આખા દેશમાં પહોંચાડવા માટે જરૂરી બનતો વાહનવ્યવહાર નથી. બીજી બાજુ લોકો પોતાના ખોરાક્ની મુખ્ય જરૂરત માટે નિશ્ચિંત બને છે. સ્મિતનો કોઈ ફુગાવો નડતો નથી. પોતાના અનાજ માટે પોતે સ્વતંત્ર છે એનું સ્વમાન અને ગૌરવ પણ એમના મોં પર જોઈ શકાય છે. કોઈ દી કશું ન ખરીદે એમ નથી, પણ આવી ખરીદીઓ લઘુતમ રહે છે. ગામડામાં ખાસ બજાર નથી. પાસે પાસેના થોડાં ગામડાં વચ્ચે, ઘણુંખરું ધોરી રસ્તા પાસે, લાકડાથી બનાવેલી, થોડી, ખુલ્લી, બારણાં વગરની દુકાનો હોય છે. જેમાં અઠવાડિયે એક્વાર બજાર ભરાય છે આપણી ગુજરીની જેમ જયાં લોકો પોતાને જોઈતી વસ્તુઓ ખરીદવા કે વેચવા લાવે છે, પોતાની જાતે જ સાઈકલ ઉપર. આવા એક બજારમાં મેં જોયું કે એમાં ખાસ તો પડાં વેચાય છે (અહીં દેશમાં કાપડની મિલો ખાસ નથી) જે મુખ્યત્વે પરદેશથી બીજાનાં ઊતરેલાં આવતાં હોય છે. આવાં સેકન્ડહેન્ડ પડાંનાં મોટા કબાટ જેટલાં પોટલાં પરદેશથી આવે છે. - - For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ નાનામાં નાની વસ્તુ મોટામાં મોટી કામની / ૫૫ અહીંના વેપારીને એ ખોલ્યા વગર જ ખરીદવાના હોય છે. પછી એમાંથી જે નીક્ળ – ખમીસો કે સ્કર્ટ્સ કે બાળકોનાં કપડાં – એ એના નસીબ પર આધાર રાખે છે. ક્સિમુના ચર્ચની એક કાર્યસંચાલક બહેન એન ઓમ્બીવા દરરોજ મારી સાથે બધા ગામડાંમાં આવે છે. પહેલે જ દિવસે એણે મને કહ્યું કે મને તમારી ઈર્ષા આવે છે. કારણ કે તમે હાથે બનાવેલાં પડાં પહેર્યાં છે. ગામડાંમાં લોકોનો રેંટિયા તથા ખાદી બનાવવા માટેનો પ્રતિભાવ જોઈ એને ઉત્સાહ આવ્યો છે. એક વાર મારા વાર્તાલાપ વખતે એણે વચ્ચે અટકાવીને મને કહ્યું કે આંટીબેંની વાત રહી ગઈ, આંટીબેંની વાત ક્યો. મને થયું કે જે લોકોએ આજ સવાર પહેલાં સૂતરનું કે રેંટિયાનું નામ પણ નહોતું સાંભળ્યું કે સૂતર જાતે બનાવી શકાય એની પણ જેમને ખબર નહોતી એમને આંટીબેંની વાત કેવી રીતે કરાય ?! પણ એક્વાર વાર્તાલાપ શરૂ થાય પછી બધી વાત નવી હોવા છતાં બધાંને એ એટલી સરળ અને દેખીતી લાગે છે કે થોડી વાર પછી આંટીĂનું શાસ્ત્ર પણ એમના હાથમાં આવી જાય છે. દરેક જગાએ એન મને કહે છે કે આંટીબેંની વાત ભૂલશો નહીં. ગામડાંની સભાઓમાં જે ભાઈબહેનો આવે છે એ ઘણાં હોંશિયાર હોય છે. તેઓ કાંતણ ઉપરાંત વણાટ, છપાઈ, રંગો, પિંજણ વગેરે બધું જ શીખવા માટે પ્રશ્નો પૂછે છે. મેં વાત કરી કે રૂમાંથી કાપડ બનાવીએ ત્યારે સાથે કપાસિયામાંથી તેલ અને ખોળ પણ બની શકે તો એ પીલવા અંગે પણ એમને શીખવું છે. ઉમ્બિયો ગામડાંમાં એક બહેને કહ્યું કે અમને આ નવી જાણકારી મળી છે. આજે હું જુદી વ્યક્તિ છું. મહાત્મા ગાંધીનું નામ, અલબત્ત, અહીં ગામડાંના લોકો જાણે છે. એમને યાદ કરીને હું અહીં વાત કરું છું કે આપણી ગરીબાઈનું અને ગુલામીનું કારણ આપણે પોતે જ છીએ અને પૂછું છું કે એમાંથી છૂટવું હોય, મુક્તિ અને પ્રગતિ મેળવવી હોય તો આપણે કાપડ ખરીદવાને બદલે શું કરવું જોઈએ ? અને બધા સાથે એક અવાજે બોલી ઊઠે છે : જાતે બનાવવું જોઈએ. ભારતમાં આપણને રેંટિયો અને સૂતર વિશે ખબર છે છતાં અંબર ચરખો વપરાતો હોવાને કારણે ઘણાને લાકડી રેંટિયા વિશે ખબર નથી એટલે જાણે આપણને એની પૂરી સ્મિત નથી. પણ આફ્રિકામાં દેખાય છે કે માણસને જ્યારે જાતે સૂતર બનાવી શક્યાની જાણકારી મળે છે અને એ પણ લાકડી રેંટિયા જેવી સાવ સાદી વસ્તુથી, ત્યારે તેને અત્યંત શક્તિ અને સ્વતંત્રતા મળી હોવાની લાગણી થાય છે. સાદો લાકડી રેંટિયો એ માણસની મહામૂલી શોધ છે, સૌથી અગત્યની ટેક્નૉલૉજી છે. આફ્રિઝ્નો કાંતશે અને જાતે કાપડ બનાવશે એ વાત એટલી બધી નવી છે કે કલ્પના બહારની લાગે છે. જો કે કેન્યામાં એ બને તો આફ્રિકાના ઘણા દેશોમાં પ્રસરે એવી છે. આ પરિવર્તન માની ન શકાય એવું છે. પણ અહીંની મારી પહેલી જ, નૈરોબીના ઝૂંપડાવાસની, સભામાં જે એક ભાઈને મેં કાંતતાં શીખવ્યું એણે ત્યાંથી નીક્ળતી વખતે મને કહ્યું હતું : ‘તમે ફરી વાર કેન્યા આવશો ત્યારે અહીં ક્રાંતિ જોશો.’ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૧ મોમ્બાસાનાં મહિલામંડળો સો વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છને કિનારેથી આપણા વડદાદાઓ આફ્રિકા આવ્યા તે મોમ્બાસાને બંદરે આવ્યા હતા. એ જમાનામાં વિમાનો નહોતાં અને લોકો વહાણોમાં પરદેશ જતા એટલે જે ગુજરાતીઓ અહીં આવ્યા તે પહેલાં ઝાંઝીબાર અને મોમ્બાસા આવ્યા અને અહીંથી પછી કેન્યાનાં બીજાં શહેરોમાં તેમજ યુગાન્ડા, ઝામ્બિયા અને બીજા દેશોમાં ગયા. આજે પણ ભારતીયોમાં અહીં મોટા ભાગે ગુજરાતીઓ જ છે અને પૂરી ગુજરાતી રીતે રહે છે. પંજાબીઓ અને બીજા ભારતીયો પણ ગુજરાતી બોલતા થઈ ગયા છે. ગુજરાતની બહાર જ્હો કે એક બીજું નાનકડું ગુજરાત છે. ગુજરાતી ગીતો, લગ્નપ્રથા, રસોઈ અને રંગોળીમાં આપણાં કરતાં પણ આગળ છે. બધાંનો જન્મ જ અહીં થયેલો છે, તો કોઈ પરણીને અહીં આવ્યા છે. કેટલાક તો ચાર કે પાંચ પેઢીઓથી અહીંના વતની છે અને પોતે પણ દાદા કે દાદી છે. મોમ્બાસામાં મહિલામંડળોને મળવાનો મને મોકો મળ્યો. ત્યાં સમાચાર મળ્યા કે હું કાપડ બનાવતા શીખવું છું એટલે ત્યાંનાં બહેનોએ એમનાં મંડળોમાં મને બોલાવી. આફ્રિકન બહેનો હુન્નર શીખે છે તે ટોટોટો હોમ ઈન્ડસ્ટ્રીસ, ગુજરાતી બહેનોનું ઈનરવ્હીલનું મંડળ, મુસલમાન બહેનોનું મુસ્લિમ વિમેન્સ એસોસિયેશન, આગાખાન ફાઉન્ડેશનનું ઈસ્માઈલી વિમેન્સ એસોસિયેશન અને અપંગ બહેનોનું ગર્લ્સ ગાઈડસ વર્કશોપ એ સહુની મેં મુલાકાત લીધી. “આપણે હવે કોફી કલબો બંધ કરીને આપણાં ગરીબ ભાઈબહેનો માટે કામ કરવું જોઈએ તો આપણને અલ્લાની દુઆ મળશે.” મુસ્લિમ વીમેન્સ એસોસિયેશનનાં પ્રમુખ મહેમુદાબહેને સભાની શરૂઆતમાં જ કહ્યું. મોમ્બાસા પહોંચતાંની સાથે જ એ મળ્યાં હતાં અને એમણે મને કહ્યું હતું કે મારો તો કુટુંબનો જ ધંધો રૂનો છે એટલે એમાંથી જો ગામડામાં કાપડ બનાવવાનું શીખવી શકીએ તો ઘણું ઉપયોગી થાય. સભામાં સોએક જેટલાં મુસ્લિમ બહેનો આવ્યાં હતાં. મોબાસાની બહારથી પણ કેટલાંક મંડળોને બોલાવ્યાં હતાં. પારસી બાનુઓ પણ હતાં. ખૂબ જ રસથી એમણે ડાળી રેંટિયા વડે જાતે કાપડ બનાવવા વિશે અને ગામડામાં તે શીખવવા વિશે જાણકારી મેળવી. સો ટકા કપાસના અને હાથે છાપેલા તથા વણેલા કાપડનાં ખૂબ વખાણ ક્ય. ઘણાં કચ્છીઓ હતાં. એમને કચ્છની વણાટની શાલ તો ખૂબ જ ગમી. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મોમ્બાસાનાં મહિલામંડળો / ૫૭ ત્યાં ઈસ્માઈલી વિમેન્સ ઍસોસિયેશનનાં પણ બહેનો હતાં. બીજે દિવસે રવિવાર હતો છતાં એમનાં પ્રમુખે પોતાને ઘેર થોડાં બહેનોને બોલાવીને રેંટિયો કાંતવાનું શીખવ્યું અને આગળ વણાટ તથા રંગો કેવી રીતે કરવા તેની જાણકારી માગી. આફિન બહેનોનું ટોટોટો મંડળ કાપડ છાપવાનું તથા બાટિક અને બાંધણીનું કામ કરે છે. પીંછાં, કેળું અને બીજી કુદરતી વસ્તુઓથી કાપડ છાપે છે. એમને કાપડ બનાવવા વિશે વિશેષ રસ હતો. એમણે બીજાં મંડળોમાંથી પણ બહેનોને સભામાં બોલાવ્યાં હતાં. સાઠેક જેટલાં આફ્રિકન બહેનો હતાં, મોટે ભાગે વીસથી ત્રિીસ વર્ષનાં. એમને માટે તો રેંટિયો તદ્દન જ નવી વસ્તુ હતી. મેં એમને સૂતર કાંતી બતાવ્યું અને પછી એમને એક પછી એક બોલાવીને કાંતતાં શીખવ્યું ત્યારે એમના આનંદનો પાર નહોતો. તેમને તરત જ કાંતતાં આવડી જતું હતું. એમણે કહ્યું કે આ અમારે કરવું જ છે. - ગુજરાતી બહેનોની મિટિંગમાં પણ એ વખતે મૂશળધાર વરસાદ હતો છતાં પચાસેક બહેનો આવ્યાં હતાં. રેંટિયાને તથા ગાંધીજીને યાદ કરીને ગાંધીજીના જમાનામાં બહેનોએ સમાજસેવામાં કેટલો આગળ પડતો ભાગ લીધો હતો તે યાદ ર્યું. આજે પણ બહેનો રેંટિયા વડે સમાજમાં ઘણું કામ કરી શકે, અમૂલ્ય પ્રદાન કરી શકે અને આ મહત્ત્વનું કામ પુરુષો કરતાં મહિલાઓ જ વધુ કરી શકે એની ચર્ચા થઈ. - દમયંતીબહેન શાહે અપંગ આફ્રિકન બહેનો માટે ગર્લ્સ ગાઈડસ તાલીમ સંસ્થા ઊભી કરી છે. પોલિયોના રોગવાળી તથા બીજી અપંગ આફ્રિકન છોકરીઓને છાપકામ, સીવણકામ વગેરે શીખવવાની વ્યવસ્થા કરી છે. ગામડામાં જઈને પણ તેઓ કામ કરે છે. ત્યાં ડાળી રેંટિયો અને વણાટ શરૂ કરવા માગે છે. . જાતે કાપડ બનાવવાનું ઘણું જ સરળ, સસ્તું અને ફાયદાકારક છે અને - એ કાપડ ખૂબ સુંદર અને આરામદાયક બને છે એ વાત એટલી સહેલાઈથી અહીં સમજાઈ જાય છે કે મોમ્બાસામાં બે દિવસ પછી તો મને બધાંએ કહ્યું કે હવે વાતોને બદલે બને તેટલું શિખવાડવાનું વધુ રાખો. ' મોમ્બાસાનાં બહેનો પાસેથી ઘણી વસ્તુઓ શીખવા જેવી પણ છે. એક તો અહીંના લોકોમાં ઘણો સંપ અને ભાઈચારો છે. બધાને પોતાની નાતનો વાડો છે અને નાતને લોકો તો હંમેશાં સાથે હોય છે જે પરંતુ મોદેસાજે કે જરૂર પડ્યે બધી કોમો ખડે પગે એકબીજા સાથે ઊભી રહે છે. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે પણ જિગરી દોસ્તી છે. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ઘરમાં પણ સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ સાથે હળીમળીને રહેતાં આવ્યાં છે. બહેનો પોતાની દેરાણી કે જેઠાણીનાં બાળકોને પણ પોતાનાં બાળકો જેટલા જ લાડકોડથી ઉછેરે - છે. ‘મારો, મારાં સાસુનો અને એમનાં સાસુનો જન્મ પણ મોમ્બાસામાં થયેલો.” ખૂબ જ મળતાવડાં અને સક્રિય ખદીજાબહેને કહ્યું અને પોતાની વહુની ઓળખાણ કરાવતાં ઉમેર્યું કે અમારા કુટુંબમાં મારા દીકરાઓ વચ્ચે રોજ મીઠો ઝઘડો થાય પણ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ / ધન્ય આ ધરતી વહુઓ કદી એકબીજા સાથે ઊંચે સાદે ન બોલે. અહીં દૂરદૂરની સગાઈ પણ સાંભળવા મળે છે. “આ મારાં માસીજીનાં નણંદની દીકરીનાં દેરાણી થાય' એમ કહીને ખૂબ પ્રેમપૂર્વક આપણી સાથે ઓળખાણ કરાવે. પૈસા હોવા છતાં બધાં એકબીજાને મદદ કરવા તૈયાર હોય છે. કોઈને ઘેર લગ્ન પ્રસંગ હોય અને બે-ત્રણ હજાર જણનું ભોજન હોય તો બધાં બહેનો હાથોહાથ મદદ કરીને બધું તૈયાર કરે છે. અઠવાડિયા પહેલાંથી મદદ કરવા આવે છે. અહીંનાં બહેનોની સૌથી હટ્યસ્પર્શી બાજુ છે એમની માયા અને મમતા. સગાંઓ, મિત્રો અને મહેમાનો સાથે એમનો ખૂબ માયાભાવ હોય છે. હું જેમનાં ઘેર રહી એ માધુરીબહેન, મણિબહેન અને ઊર્મિલાબહેનની સાથે મોટી બહેન કે મા પાસે જેવી હુંફ મળે એવી હંકનો અનુભવ થયો. અહીં આપણાં બહેનોની રહેણીકરણી પણ પૂરેપૂરી ગુજરાતી છે. કેટલાંક કુટુંબોમાંથી તો મૃત્યુ પછી ગંગામાં અસ્થિ પધરાવવા ભારત આવે છે. પરંતુ જન્મ કેન્યામાં છે અને કેન્યામાં રહેલાં છે એટલે કે ન પણ છે. બે સંસ્કૃતિઓનો સુમેળ છે. આફ્રિકનો સાથે પણ ભળેલાં છે અને આફ્રિકનો એમની સાથે. આ રવિવારે સવારે એક મિલન હતું. એમાં એક આફ્રિકન છોકરીએ મેંદી તે વાવી માળવે ..” આખું ગીત એટલા રંગમાં ગાયું કે અમે કહ્યું કે “એનો રંગ ગયો મોમ્બાસા.' For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કીમતી ખજાનો યુગાન્ડામાં પચાસ અને સાઠના દાયકામાં ભારતીયોની અઢળક જાહોજલાલી અને ૧૯૭૨માં ઈદી અમીનને કારણે તેમનું ત્યાંથી સ્થળાંતર એ તો હવે ઈતિહાસની ઘટનાઓ બની ગઈ છે. અત્યારે તો થોડા જ ભારતીયો છે પરંતુ જિન્જા અને બાલે ગામોની રોટરી ક્લબના આફ્રિકનોએ મને રેંટિયા વડે કાપડ બનાવવાની વાત કરવા ત્યાં બોલાવી છે. યુગાન્ડામાં નેવું ટકાથી વધારે લોકે ગામડામાં રહે છે અને એમનો મોટામાં મોટો ખર્ચો કાપડ પર છે. એથી એમને રેંટિયા વડે કાપડ બનાવવાનું બહુ ફાવી જાય અને ગમી જાય એવું છે. ગામડામાં દરેક બ પોતાના ઝુંપડાની આજુબાજુની જમીનમાં પોતાને જોઈતી બધી વસ્તુઓ ઉગાડે છે. માત્ર અનાજ જ નહિ, પણ શાક, શેરડી, કેળાં, બીજાં ફળ, કેફી, આદુ બધું જ ઉગાડે છે. માત્ર મીઠું અને કેરોસીન જ લોકો શહેરમાંથી લાવે છે. જમીન ખૂબ ફળદ્રુપ છે. દાણા નાખવાથી આપોઆપ જ છોંડ ઊગી જાય છે. લોકોમાં રોગોનું પ્રમાણ ઓછું છે એમાં મોટો ફાળો જમીનનો એ છે કે ખોરાકની ચીજો ઉગાડવામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓની જરૂર નથી. વરસાદ વર્ષમાં દસ મહિના આવે છે, એટલે પૂરતો પાક મળે છે. ખૂબી એ છે કે વિષુવવૃત્ત પર તેમ જ ઊંચાઈ પર હોવાને કારણે અહીં રોજ સાંજે ચાર વાગે વરસાદ આવે છે. ઘડિયાળ મેળવી શકાય એટલો સમયસર. ઘરોમાં સુંદર બગીચા છે. આખા દેશમાં નાની-મોટી લીલીછમ ટેકરીઓ છવાયેલી છે. યુગાન્ડામાં લોકેને ચશ્મા નથી, કારણ કે આંખોને હંમેશા ચારે બાજુ તાજો લીલો રંગ જ દેખાય છે. બધાના દાંત પણ બહુ મજબૂત છે, ભાગ્યે જ કોઈને ચોકઠું હોય છે. આખું શરીર જ ખૂબ મજબૂત છે. પૂરતો પોષક ખોરાક છે. લોકો કેળાંની તો આખી લૂમ ખાઈ શકે છે. ગામડાંમાં બાળકો અનાનસ, નારંગી, પપૈયું વગેરે ખાતાં જોવા મળે છે. અસંખ્ય અલમસ્ત ગાયો છે, પુષ્કળ દૂધ છે. યુગાન્ડામાં ઉદ્યોગો ઓછા છે પરંતુ નાનજી કાલિદાસ અને માધવાનીનાં ખાંડનાં મોટાં કારખાનાં છે. આશરે પચીસેક ચોરસ માઈલ પર પથરાયેલાં એમનાં બે બાજુનાં શેરડીનાં ખેતરોની વચ્ચે જિન્જા શહેર આવેલું છે. યુગાન્ડામાં કમ્પાલામાં ગુજરાતીઓ મળ્યા હતા, પરંતું જિન્જામાં હું આફિક્તોની મહેમાન હતી. પહોંચતાંની સાથે મને ત્યાંની ઈનરવ્હીલ કલબનાં પ્રમુખ ગ્રેસ ટાયેવ્વા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ | ધન્ય આ ધરતી મળ્યાં અને સીધી સભામાં લઈ ગયાં. સભામાં બધાને લાકડી રેંટિયો અને જાતે કાપડ બનાવવાની વાત એટલી બધી ગમી અને ઉપયોગી લાગી કે સાડા ત્રણ સુધી તો કોઈએ જમવાનું પણ નામ ન લીધું. સાડા ત્રણે છૂટા પડતી વખતે એમણે મને જમીને ફરી પાછા આવવા માટે કહ્યું. સાડા ચારથી છ ફરી મળ્યાં. દરમિયાનમાં બધાંએ પોતપોતાની ડાળી લાવી લાકડી રેંટિયો બનાવવાની તૈયારી કરી હતી. સહુને કાંતતાં શીખવ્યું. બધાં ખૂબ ઉત્સાહમાં હતાં એટલે મેં પૂછ્યું કે ભારતની બહેનોને તમારો પ્રતિભાવ હો. બીજે દિવસે સવારે નવ વાગે બાલે જતી વખતે હું એ સિટી હૉલ ગઈ ત્યારે ત્યાં પાંચ બહેનો પત્ર આપી ગયાં હતાં. એમના જ શબ્દોમાં એ રજૂ કરું છું પ્રિય ભારતમાંના મિત્રો, આફ્રિકા-યુગાન્ડા-જિન્જા જ્યાં નાઈલ નદીનું મૂળ આવેલું છે, ત્યાંથી અમે સલામ મોકલીએ છીએ. આજે અમે નંદિની જોશી સાથે હતાં અને અમને પડકાર મળ્યો છે. એમણે અમને ખજાનો બતાવ્યો ત્યાં સુધી અમને ખબર નહોતી કે અમે અમારા ઘરની અંદર જ કાપડ બનાવી શકીએ. અમારા સમાજમાં અમે એને કદી નહીં ભૂલી શકીએ. તમે ઘણા જણ આવો અને જાણકારી બાંટો એની અમે રાહ જોઈએ છીએ. ભારતમાંના મિત્રો ઘણું જીવો. પ્રેમપૂર્વક, ઈસીધે સારા પ્રિય ભારતમાંના મિત્રો, આફ્રિકા, યુગાન્ડા, જિન્જા (જ્યાં નાઈલ નદીનું મૂળ છે)થી ઘણાં અભિનંદન. આજે જોશીએ અમને જે શિખવાડ્યું કે આપણે આપણા ગામડામાં જ રહીને કેવી રીતે વગર પૈસે કાપડનું ઉત્પાદન કરી શકીએ એનાથી અમે ઘણા આભારી થયાં છીએ. અમે આશા રાખીએ છીએ કે અમે સૌથી ઉત્તમ કામ કરીશું. મૌરિન નાકાઝિવ્વા પ્રિય ભારતમાંના મિત્રો, પૂર્વ આફ્રિકા યુગાન્ડાથી જિન્જાની બહેનોના અભિનંદન. મને કાંતણનું કામ ગયું છે અને અમને ઘણું બધું શીખવા મળ્યું છે. કારણ કે અમને કેવી રીતે કાતવું એની જાણકારીનો કોઈ ખ્યાલ નહોતો. જોશી સમય કાઢીને યુગાન્ડામાં અમને આ જાણકારી શીખવવા આવ્યા એ માટે ઘણો આભાર અને અમને આશા છે કે આપણે વધારે માહિતી અને નવા વિચારો માટે એકબીજા સાથે પત્રવ્યવહાર ચાલુ રાખીશું. એમણે જે ક્યું એ અમને ઘણું ગમ્યું છે. પત્ર લખો એવી આશા છે. રેબેકા ન્હાવાકા વિષય : સેમિનાર અંગેનું મંતવ્ય : (અ) આ સેમિનાર જ્ઞાનપ્રદ હતો, કારણ કે વપરાયેલી વસ્તુઓ સ્થાનિક મળી શકે એવી હતી અને એથી આ કામ સ્થાનિક સમાજને પસ્વડી શકે એવું છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કીમતી ખજાનો | ૬૧ (બ) જો આ કામ અંગે વિગતવાર માહિતી આપવામાં આવે તો એ મને આ મેળવેલું જ્ઞાન બીજી બહેનોને કે જેમની હું નેતા છું તેમને પહોંચાડવામાં ઘણે સુધી મદદરૂપ થશે અને તેથી આખા સમાજને મદદરૂપ થશે. એક કહેવત છે કે, ઢીને શિક્ષણ આપો અને તમે આખા દેશને શિક્ષણ આપ્યું હશે.' તેથી એક વખત આ બહેનોને આ જ્ઞાન મળે પછી તેઓ એ તેમનાં બાળકો અને પતિને પહોંચાડશે. સમાજના વિકાસમાં એ મદદ કરશે કારણ કે જ્યાં આ વસ્તુ વેચાશે અને જે પૈસા મળશે તે ઘરમાં મદદ કરશે તેમ જ વિકાસનાં બીજાં કામ શરૂ કરશે. કોન્સ્ટન્સ મુગાબા વિષય : હાથે બનાવેલા સૂતર અંગેનો સેમિનાર સેમિનાર વિશે મારું મંતવ્ય. આ ખરેખર ઘણો સરસ અભ્યાસ હતો, જેણે મને શીખવ્યું છે કે આ આયાતી વસ્તુઓના, બુદ્ધિને બહેર કરી દીધેલા વલણમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ, આપણે ત્યાં સ્થાનિક વસ્તુઓ બનાવીને, વાંસ જેવા આપણને પરવડી શક્તાં સ્થાનિક સાધનોથી, પૈસા વાપર્યા વગર. બીજું, એ જોવાનું એટલું બધું રસપ્રદ છે કે બેઈ પણ વ્યક્તિ બાગમાં ઊગતો આપણો સ્થાનિક ક્લાસ વાપરી શકે અને ઘેર સૂતર કાંતી શકે અને વણકરને ઘેર એનું કાપડ વણી શકાય. તો, બહેનોના મંડળના નેતા તરીકે, હું તેમને શીખવી શકીશ કે સ્વનિર્ભર અને લાંબે ગાળે આર્થિક રીતે મજબૂત કેવી રીતે બનવું. હું તમને એટલી જ વિનંતી કરું છું કે તમે કોઈને વ્યવસ્થા કરીને મેળવી શકો કે જે અમને વણાટની પ્રક્રિયા પૂરેપૂરી શીખવે. જેમ કે તમે કહ્યું કે કેન્યામાં એવા કેટલાક છે જેમને વણાટ આવડે છે. હું જોશીની ખરેખર આભારી છું – યુગાન્ડામાં અમને આ કીમતી ખજાનો પહોંચાડવા માટે. અમે ઈચ્છીએ છીએ કે તમે ફરી પાછાં આવી શકો. - તમને ફરી મળવાની અથવા તમારો પત્ર મેળવવાની આશા રાખું છું. ભારતમાં અમારી બહેનોને અમારાં ઉષ્માભર્યા અભિનંદન પહોંચાડજો. ભગવાન તમને સહુને આશીર્વાદ આપે. નામી આનાદુલા For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગાંધીને પગલે તું ચાલીશ કે ગુજરાતી” ગાંધીને પગલે પગલે ચાલીશા કે ગુજરાત? ગાંધીને પગલે પગલે તું ચાલી શકે ગુજરાતી આ પંક્તિઓ મને બહુ ગમી. પણ એમના પગલે ચાલવું એટલે શું? એમનાં પગલાં તો જાણે ભૂંસાતાં લાગે છે. એમને કેવી રીતે શોધશું? ચેતેને સવાલ ઉઠાવ્યો. તો આપણે એક પગલું ભરીએ. પછી આગળનું પગલું શોધી શકીએ. પછી એના પછીનું. એટલે? _દેશનાં કરોડો નબળાં ભાઈબહેનોમાં શક્તિ આવે અને ગરીબાઈ દૂર થાય એ બેયથી કામ શરૂ કરીએ. એ માટે ગામડાંમાં જઈએ. ત્યાં જવાથી શું? ત્યાં જઈએ તો સ્પષ્ટ દેખાય છે કે બેઈ સરકાર કે બેઈ યંત્રોદ્યોગો કે બેઈ બૅન્કે આ કરોડો લોકોને નોકરી ધંધા આપી શક્વાનાં નથી. એમણે બીજે જ કોઈ રસ્તો શોધવો પડશે. કેવી રીતે? જો ઉધોગ કરવો હોય તો બજાર જોઈએ. પણ ગામડાંના કરોડો લોકો શહેરનાં બજારોમાં હરીફાઈમાં ટકી ન શકે. એમાંથી એ સમજાય છે કે તેઓએ સ્થાનિક બજાર માટે ઉદ્યોગ કરવાનું શોધવું જોઈએ. અને દરેક જગાએ એક વસ્તુનું મોટું સ્થાનિક બજાર છે – કાપડનું. ત્રણ હજારની વસતિના ગામમાં પણ દર મહિને ત્રીસ હજાર રૂપિયાનું કાપડનું બજાર ગણાય. તો તો ગામડામાં કાપડ બનાવવાનું શરૂ કરવું જોઈએ ને? હા, રેંટિયો અને સાળ વડે ગ્રામજનો કાપડ બનાવી શકે. સાથે રૂ અને રંગ પણ જોઈએ. આ કેવી રીતે શરૂ કરીએ ગ્રામજનોને સાદો રેંટિયો અને તેના વડે બનતું કાપડ બતાવીએ. જે જે ગામડામાં એ બતાવ્યું છે ત્યાં બધા લોકો રેંટિયા વેડે સૂતર બનાવવા તૈયાર થઈ જાય છે. જ્યારે તેમણે જોયું કે એક કિલો રૂમાંથી એક કિલો એટલે કે આઠ મીટર કાપડ બને છે ત્યારે તે ઘણા ઉત્સાહમાં આવી જાય છે. પણ સાથે વણકર જોઈએ ને? . તો એમ કરીએ કે ક્યા ગામડામાં વણકર છે, એમાંના કેટલા પાસે સાળ છે અને કેટલા વણકર બેકાર છે એ પહેલાં શોધીએ. પછી તે ગામડામાં રેંટિયાની For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘ગાંધીને પગલે તું ચાલીશ કે ગુજરાત ?' / ૬૩ વાત કરીએ અને કાપડ બનાવવાનું શરૂ કરીએ. મેં અમદાવાદ જિલ્લાનાં આવાં ગામડાંનાં નામ મેળવીને જિલ્લાના નક્શામાં એમને શોધીને ત્યાં જવાનું ગોઠવ્યું. આવાં ચાર ગામડાંમાં જઈને ત્યાં વણકરોને મળી તો દરેક જગાએ વણકરોને ગામમાં જ બનતા સૂતરમાંથી ત્યાંના લોકોને ગમે એવું કાપડ ત્યાંના બજાર માટે બનાવવાની વાત ગમી ગઈ. તો હવે આ કેવી રીતે દૂર કરીશું? વણકરોનાં ગામો તો દૂરદૂર છે. ત્યાં સુતર બનાવવા માટે કાંતવાનું શીખવવાનું તો સહેલું છે પણ પહેલાં તો ત્યાં રેંટિયા બનાવવા પડશે. રૂ પણ પીંજવું પડશે અને એ માટે એક ઝૂલતી પીંજણ બનાવવી જોઈશે. રંગો બનાવવાનું અને છાપવાનું પણ શીખવવું જોઈશે. આ બધું સાથે એક જ ગામડામાં ભેગું થાય તો ત્યાં લોકો કાપડ બનાવી શકે અને તો એ કાપડ ઘણું સસ્તું બની શકે. તો આ બધું શીખવવા જુદા જુદા શિક્ષકો ત્યાં જાય એને બદલે એમ કરીએ કે જે યુવકોને રચનાત્મક નક્કર કામ કરવામાં રસ છે તેમને રૂ ઉગાડવાથી માંડીને કાપડ છાપવા સુધીનાં બધાં કામો શિખવાડીએ. પછી એક જ જણ ગામડામાં જઈને ત્યાં એ બધાં કામો શિખવાડી શકે. સાબરમતી પરના આશ્રમમાં ગાંધીજીએ તેમના ઘરની બાજુમાં જ એક મકાન બનાવેલું છે તેનું નામ ખાદી તાલીમ કેન્દ્ર હતું. તો આ માટે જુદા જુદા જાણકાર શિક્ષકોને ભેગા કરીએ. ખાડાસાળ પર વણાટકામ શિખવાડવા ગામડેથી વણકર બોલાવીએ. એ પહેલાં એક બીજું કામ કરીએ. કાપડ બનાવવાનાં બધાં કામોમાં વણાટકામ અને રેંટિયા-સાળ-પીંજણ બનાવવાનું સુથારીકામ એ ખાસ જાણકારી માગી લે છે. તો એક સુથારને બોલાવીએ અને એને કાંતતાં અને પીંજતાં પણ શીખવીએ. એટલે એ સાદો લાકડી રેંટિયો અને ઝૂલતી પીંજણ બનાવવાનું તેમ જ તે ચલાવવાનું પણ શીખવી શકે. એ સુથાર જે ગામડામાં બેકાર વણકર છે ત્યાં જઈને ગ્રામજનોને રેંટિયા બનાવતાં તથા કાંતતાં શીખવે અને એક પીંજારો તૈયાર કરે. તો ત્યાં કાપડ બનાવવાનું શરૂ થઈ શકે. ગવા-છાપવાનું તો સહેલું છે, કાપડ બને એટલે એ તો ત્યાં તરત એ શીખવી શકાશે. હીરાભાઈ મિસ્ત્રીનો સંપર્ક કરું છું. આ કાપડ જ સાચી ખાદી છે. એ તો ગાંધીજીના એટલા ભક્ત છે કે આ કામ તો ખૂબ ઉમંગથી કરશે. ઉમંગ અને પ્રેમથી ગ્રામજનો સાથે કાપડ બનાવવા માટે આજે તો ગાંધીજયંતીનો મંગળ દિવસ છે. તને પેલી પંક્તિઓ ગમેલી ને? કવિ ઉમાશંકરે એક્વાર એ કહેલી. હમણાં તેં જે કહ્યું એ એમણે સુંદર શબ્દોમાં મૂકેલું છે : “જન્મસ્થાન તમારું તે ન કોઈ નગરે ગૃહે, મૃદુ માનવહૈયું તે જન્મસ્થાન તમારું છે.’ ચેતન કહે, મને પણ એમની બીજી પંક્તિઓ યાદ આવે છે આજના શુભ દિવસે ગાંધીજીને અંજલિ આપવા : ‘પિતા છો દિવ્યત્ક્રાંતિના, અધ્વર્યુ નવયુગના, ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા. બંધુ છો સૌ ગુલામોના, દેવ છો દુખિયાં તણા, આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગાંધીજયંતી ઉજવાશે ? સુનિલ : જુઓ, જુઓ, આવતા રવિવારે ગાંધીજીની જન્મજયંતીની કેટલી બધી ઉજવણીઓ થવાની છે? પ્રવીણ : ગાંધીજીને તો એમના જન્મદિવસે જ નહીં, દરરોજ યાદ કરવાનો છે. પણ જન્મદિવસની ઉજવણી તો કરવી જોઈએ ને? જો કે એમની જન્મજયંતીને નામે જે નાટકો થાય છે એને કારણે ઊગતી પેઢીના મનમાં ગાંધીજી માટે સારાને બદલે ખોટા ખ્યાલો ભરવામાં આવે છે. દાખલા તરીકે, સરકારી નેતાઓ પોરબંદરના કીર્તિમંદિરથી માંડીને દિલ્હીના રાજઘાટ સુધી અનેક જગાએ સમારંભ કરશે. જે સરકાર કાપડની મિલોને અને તેની પાછળના યંત્રોદ્યોગોને પૂરો ટેકો આપતી હોય, ખુદ પોતે પણ એ મિલોની અને યંત્રોદ્યોગોની આવકોનો ટેકે લેતી હોય, વધુ ને વધુ આધુનિક યંત્રો અને આયાતો દ્વારા પ્રજામાં વ્યાપક બેકારી ફેલાવતી હોય અને ગામડાંને તથા નબળા વર્ગોને પાયમાલ કરતી હોય તે ગાંધીજીને હારતોરા કરે તો લોકોમાં એની શું અસર પડે? સરકારની વાત છોડો, એ તો આમેય ક્યા કામન છે? આપણી વાત કરીએ. આપણે ગાંધીજયંતીને દિવસે કોઈ સંસ્થામાં સભા કે વિચારગોષ્ઠી ગોઠવીશું ને તમે પણ એક શાળામાં રેંટિયા વિશેની પરિચર્ચામાં ભાગ લેવા માટે નથ જવાના? પરંતુ એ માટે હા પાડી ત્યારથી મનમાં મૂંઝવણ છે. મૂંઝવણ કારણ કે ગાંધીજીએ પ્રવચનો કે ચર્ચાઓ કરવાનું નહીં પણ કામ કરવાનું કહ્યું હતું, અને એ કામ પણ ગામડાંનું. નબળા વર્ગોનું અને તેમને મજબૂત બનાવવા દ્વારા દેશનું. જે આપણે કામ ક્યાં વગર ચર્ચાઓ કરીએ તો એનો કોઈ અર્થ ખરો ? વિચારગોષ્ઠી કે સભા કરતાં ગામડામાં જઈને ભૂમિહીન ભાઈબહેનોને રેંટિયો-વણાટ-રંગ શીખવી ખાદી બનાવવાનું ન શીખવવું જોઈએ ? પણ એ કરવા માટે પણ સભાની તો જરૂર પડશે ને? એ જરૂરી નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ, એકલી પણ જાતે એ શીખીને કોઈ ગામડામાં શીખવી શકે તેમ છે. શાળા-કોલેજમાં આવાં પ્રવચનો અને ચર્ચાઓ ગોઠવીએ તો ૧ નવી પેઢીને જાણકારી મળે. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ કંઈક બનવા કે નોકરી-ધંધો કરવા માટેની તૈયારી મેળવવા માટે આવે છે. આજે બધા વિદ્યાર્થીઓને લેપ્યુટરનો કોર્સ કરવો છે અથવા ડૉક્ટર થવું છે. કારણ કે તેઓ સમાજમાં જોઈ શકે છે કે આ જાણકારી ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ગામડામાં રેંટિયા-સાળ-ગ વડે સફળતાપૂર્વક કાપડ બનાવ્યા વગર અને એનાથી ત્યાંના લોકોને કેટલો અઢળક ફાયદો થાય છે એ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજયંતી ઉજવાશે?? / ૬૫ બતાવ્યા વગર જો આપણે શાળા-કૉલેજમાં જઈને વિદ્યાર્થીઓને એને વિશે વાતો જ કરીએ અથવા એમને ફરજિયાત એ શીખવીએ તો એમને એમાં શો રસ પડે? અને અત્યારે તો ખાદી કમિશન અને તેના ભંડારોને કારણે ખાદી અને રેંટિયાના અર્થ જ લોકો ઊંધા સમજે છે. છતાં, આપણા દેશમાં અત્યારે એમ ન થતું હોય પણ, રેંટિયા-સાળ દ્વારા કાપડ તથા તેની પાછળના સ્થાનિક ઉદ્યોગો અને તે દ્વારા ગ્રામ સ્વરાજ અને ગ્રામોદ્યની વાત ગાંધીજીએ તો આપણને વ્હેલી છે. કોઈ એ ન દોહરાવે તો પણ એમનાં લખાણોના સંગ્રહ ગાંધીજીનો અક્ષરમાં એ સ્પષ્ટ આપેલી છે. પરદેશના લોકોને પણ ગાંધીજીની વાતમાં ઘણો રસ પડે છે. ત્યાં પ્રવચન કે ચર્ચા સાર્થક છે, કારણ કે તેમના માટે આ નવી વાત છે, કાપડ જાતે બનાવી શકાય એની પણ ત્યાંના લોકોને ખબર નથી. રેંટિયા વડે સૂતર જાતે બનાવી શકાય અને સાળ વડે તે સૂતરનું ગામડામાં જ કાપડ બનાવી શકાય એ તેમને ‘નવી વૈજ્ઞાનિક શોધ' લાગે છે. એટલે એમને આ જાણકારી મળે તે ઉપયોગી છે. આપણા દેશમાં તો આ કંઈ નવું ન હોવાથી આપણે તો વાતો કે ઉત્સવને બદલે આ કામ જ કરવું જોઈએ ને? ગાંધીજીએ જ્યારે લોકોએ એમનો જન્મદિવસ ઉજવવા માટે બહુ આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું હતું કે જાઓ, તમારે જો મહિમા કરવો જ હોય તો મારો નહીં પણ રેંટિયાનો મહિમા કરો. એટલે જ એમના જન્મદિવસનું નામ રેંટિયાબારશ’ રાખવામાં આવ્યું. હા, અતુલની નિશાળમાં રેંટિયાબારશે અંતણનો કાર્યક્રમ રાખ્યો છે. હું પણ ઘેર કાંતવાનો છું. પણ આપણે ઘરમાં બેસીને સૂતર કાંત્યું કે શાળામાં સમૂહકાંતણ કર્યું એથી કોઈ ફેર નહીં પડે. રેંટિયાનો અર્થ એ છે કે ગામડાના નબળા લોકો પોતાના જ ગામડામાં કાપડ બનાવી શકે અને એથી એમને અત્યારે કાપડ જે ફરજિયાત બહારથી ખરીદવું પડે છે એ ન પડે, એથી એમને ફરજિયાતપણે પૈસાની જરૂર નં પડે, એથી એમને નોકરી કે મજૂરી માટે આજીજી ન કરવી પડે, તેઓ જાતે જ કાપડ અને પછી કાપડના વિનિમયમાં બીજી વસ્તુઓ મેળવી સમૃદ્ધ અને સ્વતંત્ર થાય. સુનિલ : આ કામ કરવા માટે બીજી ઑક્ટોબર જ શા માટે? જે દિવસે • આ કામ કરીએ એ દિવસે ગાંધીજીનો જન્મ નથી ? પ્રવીણ : મને ઉમાશંકર જોશીની એક કવિતાની પંક્તિઓ યાદ આવે છે માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી, તે દી નકી જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો. -તિથિ ન જોશો ટીપણેગાંધીજયંતી તે દિને. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૨૫ ગાંધીજીની વાત કેમ ભૂંસાઈ ગઈ છે? જ્યારે પરદેશીઓને મળવાનું થાય છે ત્યારે ઘણી વાર એમ લાગે છે કે તેઓ ગાંધીજીની વાત આપણા કરતાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. મારી વાતચીતમાં તો હું ગાંધીજીનું નામ નથી લાવતી. કારણ કે ગાંધીજીએ કહ્યું છે માટે ખાદીઉદ્યોગ કરવો જોઈએ એવી મારી દલીલ નથી. દલીલ તો ઊલટાની ઊંધી છે કે ધારો કે ગાંધીજીએ ન કહ્યું હોત તો પણ આપણે આપણા આર્થિક-સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ખાદીના એન્જિન દ્વારા સ્વતંત્ર-સમૃદ્ધ ગામડાં રચવાં જોઈએ, જે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ છે. પરંતુ આ દલીલ, આ દિશા પકડતાંની સાથે જ ગાંધીજીનું આખું વિશ્વ, આખું સ્વપ્ન આપણી સમક્ષ આપોઆપ ખૂલવા માંડે છે. જો આપણે ત્યાં ખાદીભંડારો ન હોત તો આપણે ગાંધીજીની વાત સમજી શક્યા હોત. પરદેશીઓને ખાદી કે રેંટિયાનું નામ સાંભળીને આપણે ત્યાંના ખાદીભંડારો કે અંબરચરખા યાદ નથી આવતા. એટલે એમને એ જોવાનું સહેલું પડે છે કે જો ગામડાં પોતાને જરૂરી કાપડ પોતાને ત્યાં વગર પૈસે બનાવી શકે તો પોતાનું અત્યારનું મોટું નાણાકીય ખર્ચ બચાવી શકે અને પોતાનું શહેરો ઉપરનું અવલંબન ટાળી શકે. તો તે અત્યારના ભ્રષ્ટ અને શોષક તંત્રની ચુંગાલમાંથી છૂટી શકે અને સ્વતંત્ર બની શકે. ઉપરાંત ગામડામાં કાપડ જો સ્થાનિક બને અને તેય ત્યાંના નિવૃત્ત લોકો બનાવે તો બાકીના અનેક જુવાન લોકો એ કાપડની કિંમત પૈસાને બદલે વસ્તુ કે સેવા દ્વારા આપી શકે, તો ગામડામાં અનેકવિધ વસ્તુઓની છત અને સમૃદ્ધિ થાય. સૌથી નબળો માણસ પણ રેંટિયા દ્વારા કાપડ બનાવી શકે અને સ્વમાનથી જીવી શકે અને સમાજમાં સમાનતા આવે. અત્યારનાં વાહન-સંદેશાવ્યવહાર, દુકાનો-જાહેરખબરો, બૅન્કો-સરકારો બિનજરૂરી બનતાં મોંઘવારી જાય. યંત્રો-વીજળીની જગાએ સરળ હસ્તઉદ્યોગો આવતાં પર્યાવરણનું પ્રદૂષણ દૂર થાય. કરોડો બેકાર લોકોને ઉત્પાદક કામ મળે તેથી વ્યક્તિદીઠ શ્રમ દિવસમાં થોડા ક્લાક જ રહે. તેથી બાકીનો સમય જીવનની ગુણવત્તા વધારવામાં ગાળી શકાય. અને આ આખું ચક્ર શરૂ કરવા માટે ગામડામાં કાપડ ઉદ્યોગ લોકો જાતે જ વગર પૈસે શરૂ કરી શકે એમ છે. કારણ કે રૂ અને રંગ તો દરેક જગાએ ઉગાડી શકાય, એટલે ગ્રામજનો બનાવી શકે એવાં રેંટિયા-સાળ એ આખું ચક્ર શરૂ કરવાનું એન્જિન છે. સરકાર કે પૈસાની મહ્દ વિના, ઊલટું એ બંને ભ્રષ્ટ વસ્તુને દૂર કરીને આ થઈ શકે એમ છે. સાદો રેંટિયો જોઈને પરદેશીઓને આ વાતો દેખાય છે અને તેથી સાદા રેંટિયામાં તેમને ગાંધીજીના દર્શન થાય છે. તો આપણે ત્યાં રેંટિયા-સાળની આ વાત સમજવા-સ્વીકારવામાં શી For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીની વાત કેમ ભૂંસાઈ ગઈ છે? / ૬૭ મુશ્કેલીઓ છે? આપણે ત્યાં ખાદી સરકારઆશ્રિત અને નાણાઆશ્રિત કરી દીધી છે. એટલે ખાદીનો જે મુખ્ય હેતુ કાંતનારાને અને વણનારાને શાસનમાંથી અને નાણાભંડોળમાંથી મુક્તિ અપાવવાનો છે એ ભૂંસાઈ ગયો છે. આપણે એમ માની લીધું કે અંગ્રેજો ગયા એટલે સ્વતંત્રતા મળી ગઈ અને ગાંધીજીની વાત સિદ્ધ થઈ ગઈ એટલે આપણે આજના શહેરોના અને મોટા પાયાના ઉદ્યોગોના માળખામાં ગાંધીજીની વાતને બંધબેસાડવા માગીએ છીએ. પરંતુ ગાંધીજીની વાત તો ગ્રામસ્વરાજની વાત છે. એમણે સ્પષ્ટ હેલું છે કે શહેરોમાં લાખો માણસો એકબીજા સાથે શાંતિથી રહી જ ન શકે, તો તેમને જૂ અને હિંસાનો આશરો લેવો જ પડે. ( હિંદું સ્વરાજ પૃ. ૯૪). એમના આદર્શો સત્ય અને અહિંસા ગ્રામજીવનમાં જ શક્ય છે, અને તે ગામડાં એટલે હાલનાં મડદાલ ગામડાં નહીં પણ સ્વતંત્ર, સમૃદ્ધ, સ્વાશ્રયી, સ્વાભિમાની ગામડાં, જે મૂળ તો આપણી ભારતીય સંસ્કૃતિનાં જ અંગ છે. પરંતુ અંગ્રેજોના ગયા બાદ પણ ભારતની સરકારે પણ મોટા પાયાના ઉદ્યોગો શરૂ ર્યા. ગાંધીજીના મૃત્યુ બાદ ખાદી-ગ્રામોદ્યોગ કમિશન સ્થાપ્યું જેણે ગાંધીજીની ખાદી દ્વારા ગ્રામસ્વરાજની વાત વિસારે જ પાડી દીધી. ગ્રામજનોને જો ખાદી બનાવી આર્થિક લાભ મેળવવો હોય તો રૂ, પીંજણ, કાંતણ, વણાટ, રંગ, છપાઈ, જરૂરી સાધનોની બનાવટ તેમ જ કાપડનું વેચાણ વગેરે ધંધા પોતાને ત્યાં કરે તો તેમાં વ્યવસ્થા-વાહનવ્યવહાર-વેચાણના ઊંચા ખર્ચા દૂર થવાથી ઉત્પાદનમાં ઘણો લાભ થાય. પરંતુ અત્યારે ખાદી કમિશનની સંસ્થાઓમાં આ બધાં કામો જુાંજુદાં ગામડાં તથા શહેરોમાં થાય છે એટલે ખાદી દ્વારા ગ્રામજનો સ્વતંત્રતા અને સમૃદ્ધિ મેળવી શકે એ વાત જ બહાર આવતી નથી. ઊલટું કાંતનારા અને વણનારા ખાદીકામ કરાવતી સંસ્થાઓ ઉપર સંપૂર્ણ અને સતત આશ્રિત બને છે અને જે રોજી મળે તે લેવા લાચાર બને છે. ઉપરાંત ગામડાંમાં ખાદી બનાવી એને શહેરોમાં વેચવાનો ગાંધીજીએ એમનાં પાછલાં વર્ષોમાં સખત વિરોધ કર્યો હતો. અત્યારે ખાદી સંસ્થાઓ શહેરોના ખાદીભંડારોમાં ખાદી વેચે છે એને કારણે ખાદી અંગેની ગાંધીજીની જે મૂળ અને મુખ્ય વાત છે તે ભૂંસાઈ જાય છે. ન ઉપરાંત ખાદી કમિશનની સંસ્થાઓનો ગામડાંમાં અંબરચરખા મોલી ત્યાં કાંતણકામ અને વણાટકામ કરાવી તે ગ્રામજનોને મજૂરીના પૈસા આપીને રોજી પૂરી પાડવાનો હેતુ પોતે જ યોગ્ય નથી. એમ તો દાખલા તરીકે, પૈસાની લાચારીને ખાતર હોટેલમાં નૃત્ય કરતી ગરીબ છોકરીને પણ પૈસા મળે છે પરંતુ ગરીબ લોકોને પૈસા મળે એ માટે આપણે આવી પ્રવૃત્તિઓને ધ્યેય ન બનાવીએ. ઊલટાનું ખાદીઉદ્યોગનું તો મુખ્ય ધ્યેય ગરીબ ગ્રામજનોને અત્યારે પૈસા કમાવાની જે લાચારી છે એ લાચારીમાંથી છોડાવવાનું છે અને એ લાચારીમાંથી છોડાવી શકે એ માત્ર ખાદીઉદ્યોગ જ છે. કારણ કે અત્યારે એમને પૈસાની મોટામાં મોટી અને અનિવાર્ય જરૂર કાપડ ખરીદા માટે છે. ખાદીઉદ્યોગનું કામ તેમને એ રસ્તો બતાવવાનું છે કે આ કાપડ તેઓ જાતે જ વગર પૈસે બનાવી શકે. ખાદીનું કામ એમને અત્યારે પૈસા માટે નોકરી કે મજૂરી મેળવવા હાથ જોડીને ઊભા રહેવું પડે છે એ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ | ધન્ય આ ધરતી લાચારીમાંથી છોડાવવાનું છે. ગુલામીમાંથી મુક્ત કરવાનું છે. પરંતુ આજે આપણા દેશોમાં તો ખાદી એટલે ખાદીકામ કરાવતી સંસ્થાઓ દ્વારા ગામડામાં ગરીબોને અંબરચરખો ધીરીને મજૂરી આપવાની વસ્તુ એ જ વિચાર બધે ઘર કરી ગયો છે. એટલે ખાદીનો આજે મુખ્ય અને વિરાટ ઉપયોગ છે એ ભૂંસાઈ ગયો છે. પછી ગાંધીજીનો સંદેશ શી રીતે સમજાય? ગ્રામોદ્યોગો એટલે પણ ખાદીના સાટામાં પૈસાને બદલે વસ્તુ આપવા બીજા ગ્રામજનો જે ધંધો શરૂ કરે છે. અત્યારે ખાદી કમિશન ઝૂંપડાંમાં લોકોને મજૂરી આપીને, દાખલા તરીકે, અગરબત્તીઓ બનાવે છે એ કોઈ ગ્રામોદ્યોગ નથી. ગ્રામોદ્યોગ તો ખાદી પાછળ આપોઆપ જ શરૂ થાય, મુખ્યત્વે બે કારણે : એક તો ગામડામાં જ રૂમાંથી કાપડ બને તો તે બજારના કાપડ કરતાં ઘણું જ સસ્તું પડે, એટલે બાકીના લોકો તે માગે. બીજું આ કાપડ સ્થાનિક બનતું હોવાથી બાકીના લોકો એની કિંમત પૈસાને બદલે વસ્તુ કે સેવા આપીને ચૂકવી શકે. આ કારણોસર બાકીના લોકોના બીજા ધંધા શરૂ થાય – એ ગ્રામોદ્યોગો છે. આ ગ્રામોદ્યોગમાં સાદાં સાધનોથી પણ પ્રતિદિન ઘણું ઉત્પાદન કરી શકાય. પરંતુ તે ત્યારે જ શરૂ થાય જ્યારે ગ્રામજનો અત્યારે ૫ડાં પાછળ જે અઢળક પૈસા ખર્ચે છે તેમાંથી છૂટી પોતાને ત્યાં સસ્તુ-સુંદર કાપડ–ખાદી–બનાવે.. આ કૌતુની બીજી વાત એ છે કે એક તો સરકાર પોતે જ કાપડની મિલોની આવક ઉપર ચાલે છે અને એ સરકારની એક સૂક્ષ્મ ગ્રાન્ટ ઉપર ખાદી કમિશનની સંસ્થાઓ ચાલે છે. એ કેટલો બધો વિરોધાભાસ છે. અંગ્રેજોની કદી અસ્ત ન પામતી સરકાર ખસેડીને ખાદી દ્વારા “સૂતરને તાંતણે સ્વરાજ' લાવવાની ગાંધીજીની વાત અત્યારે આપણા દેશમાં થઈ રહેલી ખાદી પ્રવૃત્તિ ઉપરથી કેવી રીતે સમજાઈ શકે? ઉપરોત હકીક્તો છતાં વર્ષોથી આપણા દેશમાં ગાંધીજીમાં શ્રદ્ધા ધરાવનાર વર્ગ ખાદીભંડારમાંથી ખાદી લાવીને તે પહેરીને પોતે ગાંધીજીના આદર્શોને અનુસરે છે તેમ માને છે. આ કારણે આપણા સમાજમાં ગાંધીજીને અંગે દીર્ઘકાલીને અને જબરદસ્ત ગેરસમજણ ઊભી થઈ છે. વિધિની કેવી વકતા છે કે ગાંધીજીની પાછળ સમગ્ર દેશ હતો, અસંખ્ય માણસોએ ગાંધીજીના આદર્શો-આદેશો પ્રમાણે જીવવામાં જીવનની ક્વાર્થતા માની હતી અને છતાં એક જણે પણ ખાદીઉદ્યોગ અને એની પાછળના બીજા ગ્રામોદ્યોગો દ્વારા ગ્રામસ્વરાજ લાવવાનું, ગામડાને સ્વતંત્ર અને સમૃદ્ધ બનાવવાનું ક્યું નહીં - જે ગાંધીજીના જીવનનું, વિચારનું, સંદેશનું કેન્દ્ર છે. ગાંધીજીમાંથી ખાદી દ્વારા ગ્રામસ્વરાજની વાત કાઢી લઈએ તો બાકી શું રહે એમણે પોતે કહ્યું છે કે એમનો એક જ સંદેશ છે અને તે ખાદી છે. દારૂબંધી, હિંદુ-મુસ્લિમ એક્તા, અસ્પૃશ્યતા નિવારણ, પાયાની કેળવણી વગેરે બધા સંદેશો આ ખાર્દીિના સંદેશમાંથી નીકળે છે. પરંતુ આજે આપણને આ સંદેશ જલદી દેખાતો નથી કારણ કે આપણી દષ્ટિ આડે ખાદીધારીઓ, ખાદીભંડારો, ખાદી ગ્રામોદ્યોગ કમિશન, ખાદીકામ કરતી સંસ્થાઓ વગેરે પડદાઓ આવી ગયા છે. આ વર્ષે ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ઘણી સંસ્થાઓ ઉજવણીઓ કરશે, પ્રવચનો-સેમિનારો યોજાશે, પરંતુ ખાદી દ્વારા ગ્રામસ્વરાજ-સમૃદ્ધિની વાત સુદ્ધાં પણ નહીં થાય !! For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૂરજ અને પ્રકાશ હમણાં એક સભામાં પ્રશ્ન ઉઠાવાયો હતો: ગાંધીજી એટલે રેંટિયો જે માણસે પોતાના જન્મદિવસને રિંટિયા બારશનું નામ આપ્યું, એમ કહીને કે મારો નહીં પણ કરવો જ હોય તો રેંટિયાનો મહિમા કરો, એમને વિશે આવો પ્રશ્ન હોઈ શકે ગાંધીજી અને રેંટિયો તો સૂરજ અને પ્રકાશની જેમ જોડાયેલાં છે. ગાંધીજીમાંથી જે રેંટિયો કાઢી લઈએ તો બાકી શું રહે છેગાંધીજીએ તો કહ્યું છે કે એમનો એક જ સંદેશ છે અને તે રેંટિયો છે, કારણ કે એમના બીજા બધા સંદેશ રેંટિયામાંથી નીકળે છે. પરંતુ આ સવાલ ઘણા જણ એટલા માટે ઉઠાવે છે કે એમને ગાંધીજીને માન આપવું છે પરંતુ સાથે શહેરી જીવન, યંત્ર-સંસ્કૃતિ, વિદેશ વેપાર અને અત્યારના અર્થતંત્રને પણ વળગી રહેવું છે. એટલે એમને રેટિયા વગરના ગાંધીજી જોઈએ છે. તેઓ એમ પણ દલીલ કરે છે કે ગાંધીજી તો બદલાતા જતા હતા અને અત્યારે તે હોત તો તેમણે રેંટિયો છોડી દીધો હોત. આ કારણે એ વાત પર ભાર મૂકવો જરૂરી બને છે કે ગાંધીજી જે મહાન કાર્ય કરી શક્યા તે રેંટિયાને કારણે કરી શક્યા હતા. રેંટિયાને કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ઓરિસા ભારતનાં હજારો ગામડાંમાં ગુંજતો કરીને એમણે પ્રજાની સુષમ પણ વિરાટ શક્તિને જગાડી અને સૂતરને તાંતણે અંગ્રેજ હકૂમતને હટાવી. એમણે કહ્યું હતું કે આપણે તલવારથી નહીં પણ રેંટિયાથી વિજય મેળવવાનો છે. ' ઉપરાંત ગાંધીજીએ જે ગુણો શીખવ્યા – અહિંસા, સત્ય, સર્વોદય અને બીજા – એ ગુણોનો તો આપણા દેશમાં તેમ જ બીજા દેશમાં ઘણા સંતોએ મહિમા કર્યો છે. પરંતુ ગાંધીજીએ જે નવું કર્યું તે એ કે રેંટિયા તથા તેની અર્થવ્યવસ્થા દ્વારા તેઓ આ ગુણોને સામાજિક વ્યવહારમાં લાવ્યા. આજે દુનિયા ગાંધીજીને બિરદાવે છે તે આ કારણે કે તેમણે આ સદ્ગણોને દેશની સામાજિક અને આર્થિક વ્યવસ્થામાં ઉતાર્યા. સંસ્કૃતમાં જે સુભાષિત છે કે કમળથી સરોવર અને સરોવરથી કમળ શોભે છે એ ભાષા વાપરીને કહી શકાય કે ગાંધીજીથી રેંટિયાને અને રેંટિયાથી ગાંધીજીને વિરાટ શક્તિ મળી હતી. ' આ વાત બીજા સંદર્ભમાં પણ દેખાય છે. આપણા દેશના બીજા જે રાષ્ટ્રીય નેતાઓ હતા, તેમાંનાં ઘણા ખૂબ લોકપ્રિય હતા છતાં તેઓ ગાંધીજીના જેવું રાષ્ટ્રનું કામ કરી શક્યા નહીં કારણ કે તેમણે દેશભરમાં, ગામડે ગામડે, રેંટિયાને | (સાદો રેંટિયાને, અંબર ચરખો નહીં) ગુંજતો ક્યો નહીં. તેથી તેઓ રાષ્ટ્રની સમસ્યાઓ ઉકલી શક્યા નહીં. આ કારણે ગાંધીજી અને બીજા રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે ઘણો ફરક પડી જાય છે. એટલું જ નહીં, હવે પછી પણ એ જ રાષ્ટ્રીય નેતા દેશના પ્રશ્નો ઉકેલી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ | ધન્ય આ ધરતી શકશે અને સાચા અર્થમાં પ્રજાને નેતાગીરી પૂરી પાડી શકશે કે જે દેશનાં લાખો ગામડાંઓમાં રેંટિયા-સાળ શરૂ કરશે. જે નેતા ગામડે ગામડે સ્થાનિક ધોરણે કાપડ અને તે પાછળ બીજા સ્થાનિક ઉદ્યોગો શરૂ કરીને ભારતનાં હજારો ગામડાંમાં શક્તિનો પુન:સંચાર કરશે તે જ દેશને બચાવી ને સમૃદ્ધ કરી શકશે. આપણો દેશ જે શા માટે, દુનિયાભરના દેશો માટે પોતાની અત્યારની કટોકટીમાંથી બહાર નીકળવાનો અને વિકાસ કરવાનો એ જ માર્ગ છે કે પોતાને ત્યાં ગામડે ગામડે કાપડ ઉદ્યોગ પુનર્જીવિત કરવો, સ્થાનિક બજાર માટે, રેંટિયા-સાળ દ્વારા. હમણાં થોડા મહિના ઉપર જ યુરોપમાં એક નવી સંસ્થા શરૂ થઈ છે: મહાત્મા એમ. કે. ગાંધી ઈન્સિટટ્યુટ. એના હેતુઓ વિશેની પત્રિકામાં પહેલું જ વાક્ય એ છે કે ગાંધીજીનો સંદેશ જોઈ દેશની સરહદોની અંદર, સીમિત નથી. દુનિયા આખી માટે તે જરૂરી છે. દુનિયાને આર્થિક અને તેમાંથી પરિણમતી નૈતિક કટોકટીમાંથી બચાવવા માટે તે જરૂરી છે. ગાંધીજીની રેંટિયાની તથા તે દ્વારા ગ્રામસ્વરાજ અમલમાં મેળવવાની વાત વ્યવહાર છે એટલું જ નહીં, તબદ્ધ છે. અર્થશાસ્ત્રનો પહેલો નિયમ જ એ છે કે લોકોની મહત્તમ સુખાકારી માટે જરૂરી છેસમાજમાં વધુમાં વધુ રોજગારી. રેંટિયા દ્વારા ગામડે ગામડે કાપડ તથા તેની પાછળ સ્થાનિક બજાર માટે બીજા ઉદ્યોગો શરૂ થાય તો જ એ મળી શકે. અત્યારનું અર્થતંત્ર તો બેકારી વધારતું જાય છે. દુનિયા ગાંધીજીની હંમેશા ઝણી એટલા માટે રહેશે કે ૧૮ર્મી સદીને અંતે શરૂ થયેલી યંત્રોદ્યોગની અંતિએ વિદેશમાં બજારો મેળવવા દુનિયાભરમાં પ્રસરીને ગામડાંઓના કાપડ ઉદ્યોગનો રાજકીય દબાણો લાવીને નાશ કર્યો અને એની પાછળ કાળક્રમે ગામડાંના બીજા ઉદ્યોગો પણ નાશ પામ્યા, અને દુનિયાની અડધા ઉપરાંતની વસ્તી બેકારીમાં અને પરિણામે ગરીબાઈમાં અને ગુલામીમાં ધકેલાઈ, ત્યારે ૨૦મી સદીમાં ભારતમાં ગાંધીજીએ રેંટિયાને પુનઃજીવિત ક્ય, એ દ્વારા સ્વતંત્ર-સ્વાયત્ત ગામડાં ફરીથી ઊભાં થઈ શકે એ આશા આપી પ્રજા પોતાની નાશ થયેલી વિરાટ શક્તિ પાછી મેળવી શકે એ દાખલો બતાવ્યો. માણસજાત શહેરોમાં નહીં પણ લાખો ગામડાંઓમાં સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકે. અને આ ભવિખ્ય રેંટિયા-સાળ શરૂ કરીને ગામડાંમાં સ્થાનિક ઉદ્યોગો ઊભા કરીને સર્જી શકાય એ નક્કર દાખલો ગાંધીજીએ બેસાડ્યો, એ માટે તેમની આજે દુનિયાને ઘણી જરૂર છે. એથી જ્યારે એમ પ્રશ્નો ઉઠાવાય છે કે ગાંધીજીએ તો રેંટિયા સિવાય બીજી પણ વાતો કહેલી છે અને આજના સમયમાં તો એમણે રેંટિયાને છોડી દીધો હોત ત્યારે એ રજૂઆત જરૂરી બને છે કે ગાંધીજીની પ્રસ્તુતતા જ રેંટિયાને કારણે છે. એટલું જ નહીં, જેઓ રેંટિયાની વાત બાજુએ રાખીને ગાંધીજીની વાત કરે છે તેઓ આજની દુનિયાને ગાંધીજીએ જે અમૂલ્ય દાખલો આપવાનો છે તેનાથી જ વંચિત રાખે છે અને એથી ગાંધીજીના યોગદાનને જ દબાવી દે છે. પ્રકાશ અને ઉષ્મા માટે સૂરજની જરૂર છે અને એમ જ સુખી અને સ્વતંત્ર ગામડાં માટે ગાંધીજીની અને એમના રેટિયાની જરૂર છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અય વતન તેરે લિયે - - વીજાપુર જવાનું હતું એના ચાર દિવસ પહેલાં ફોન આવ્યો. હું સંય ભાવસાર.” કેમ છે? ક્યાંથી બોલો છો?” “અમદાવાદ આવ્યો છું. તમે વિજાપુર આવવાના છો એમ ત્યાં સાંભળ્યું. તો ત્યાંથી પેઢામલી પણ આવો. વિજાપુરથી ઘણું જ પાસે છે.” સંજય અને એનાં પત્ની તુલા લગ્ન પછી નાની જ ઉમરે એક નાનકડા, આર્થિક પછાત ગામ પેઢામલીમાં જઈને વસ્યાં છે અને ત્યાં સામાજિક કામો કરે છે. મને એમની આ ભાવના અને એને અમલમાં મૂક્વાની એમની સંકલ્પશક્તિ માટે એટલો આદર છે કે મેં આભારપૂર્વક હા પાડી. વિજાપુરમાં કામ પતાવતાં ઘણું મોડું થઈ ગયું અને પેઢામલી પહોંચ્યા ત્યારે તો અંધારું થઈ ગયું હતું. છતાં ખેતરોમાં કામ કરતા લોકો તો સાંજ પડ્યે જ ઘેર પાછા ફરે છે એટલે એમને મળવા માટેનો વખત તો મોડી સાંજનો જ હોય છે. રાતે થોડા લોકો ગામના મંદિરમાં ભેગા થયા. સંજયના સાથી કૌશિકે ગામમાં સંદેશો આપેલો કે એક બહેન આવ્યાં છે તે કાપડ બનાવતાં શીખવે છે. કાપડ બનાવવાની વાતમાં ગામડાના ઘણા લોકોનો રસ પડે છે. બીજા એક ગામડામાં હું ગઈ હતી ત્યાં તો કાપડ બનાવવાની વાત સાંભળી કેટલાક લોકો ઊંઘમાંથી ઊઠીને પણ જાણકારી મેળવવા આવ્યા હતા. પેઢામલીમાં કેવી રીતે કાપડ બનાવાય, ખર્ચ તદ્દન ઓછું આવે અને કાપડ સહેલાઈથી વેચી શકાય એ બધી વાતો કરી. થોડાક ભાઈઓએ અને બહેનોએ લાકડી રેંટિયો ચલાવી જોયો. બીજે દિવસે વહેલી સવારે હું નીકળી ત્યારે સંજયે એક વાત કરી. કે પેઢામલી ગામ કાપડ છાપવા માટે ઘણું જ પ્રખ્યાત હતું. સાબરમતીને કિનારે હોવાથી વહેતા પાણીમાં કાપડ રંગીને બોળવાથી રંગો સુંદર નીખરી ઊઠતા. ત્યાં હજુ પણ નદી કિનારે કાપડ રંગવાના ઘાટ છે. પેઢામલીના છાપકામના કલાત્મક બુટ્ટા બહુ વખણાતા. થોડાકેક બુટ્ટા એણે મને બતાવ્યા. પરંતુ હવે પેઢામલીમાં કાપડ છાપવાનું બંધ પડી ગયું છે. - મેં પૂછ્યું કે જો આટલું સુંદર છાપકામ અહીં થતું હતું તો એને પુર્નજીવિત કરી ન શકાય ? લોકો કાપડ બનાવે એ જો સુંદર રંગો અને ભાતવાળું બને તો લોકોને એ બનાવવાનો ઉત્સાહ વધે અને બીજાઓને પણ એ કાપડ લેવાનું વધારે ગમે. સંજયે મને એક ભાઈનું નામ અને સરનામું આપ્યું. વિઠ્ઠલભાઈ. અત્યારે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ | ધન્ય આ ધરતી અમદાવાદમાં રહે છે પણ પેઢામલીના વતની છે. એમના વડવાઓ પેઢામલીમાં રંગકામ-છાપકામ માટે પ્રખ્યાત હતા. ગઈ કાલે વિઠ્ઠલભાઈને ફોન કર્યો, “તમે કાપડ છાપો છો ?” “ના, ના, અમે એવું કંઈ નથી કરતા.” એમણે તદ્દન ઠંડું પાણી રેડ્યું. “પણ મેં સાંભળ્યું છે કે તમે કાપડ છાપો છો?” “ના કહીને. નથી છાપતા.” “પણ” “અમારા દાદા એ ધંધો કરતા, અમે નહીં. અમે તો પુસ્તક છાપીએ છીએ.” મને પુસ્તક છાપવાની વાતમાં રસ પડ્યો. કાપડ છાપવાની વાત તો મારે છોડી જ દેવી પડી. “હું પુસ્તકો લખું છું અને પ્રકાશન કરું છું. તમે કેવી રીતનું છાપો છો ?” એમને થયું કે આ વળી નવી લપ વળગી. છૂટવા માટે એમણે કહ્યું “મારા દીકરા સાથે વાત કરો.” એમના દીકરા યોગેશભાઈ ફોન પર આવ્યા. એમણે પણ મારી વાતમાં ખાસ રસ ન લીધો. ફોન મૂતી વખતે એમણે પૂછયું, તમને અમારું નામ કોણે આપ્યું?” “હું પેઢામલી ગઈ હતી. ત્યાં મળ્યું.” પ-ક-મ-લી” એમણે અત્યંત લાગણીથી પૂછયું. એમનો અવાજ એકાએક બદલાઈ ગયો. “તમે પેઢામલી ગયાં હતાં ?” “હા.” “શેને માટે?” કારણ કે હું ગામડામાં કાપડ બનાવતા શીખવું છું. વીસ રૂપિયાનું એક કિલો રૂ લાવીએ તો એમાંથી એક કિલો એટલે કે આઠેક મીટર કાપડ બને. એટલે કેટલો બધો ફાયદો થાય અને કાપડ તો ગામમાં જ સહેલાઈથી વેચી શકાય. એ વાત કરવા ગઈ હતી.” “હું તમારું પુસ્તક કરીશ, મારા નમૂના બતાવીશ. ક્યારે મળવું છે? હું* આજે પાંચ વાગે આવી શકીશ.” એકદમ એમની વાતમાં પલટો આવી ગયો. એમણે પુસ્તક છાપવા માટે ઘણો જ રસ બતાવ્યો. એમણે પાંચ વાગે મળવાનું એટલા ભારપૂર્વક કહ્યું હતું કે મારે બપોરે જે કામ હતું તે જલદીથી પતાવીને હું સમયસર ઘેર આવી ગઈ ઘેર આવ્યા ત્યારે એમણે ખૂબ સૌજન્યથી વાત કરી, ભાઈની જેમ. ફોન વખતની નીરસતા તો ક્યાંય જતી રહી હતી. પુસ્તકની વાત કરીને પછી મેં કાપડની વાત કાઢી. એમની આંખમાં એકદમ ખુશી આવી ગઈ. “પેઢામલીમાં કંઈક કરવાની મારી ખુબ જ ઈચ્છા છે. રહીએ છીએ અમદાવાદમાં, પણ ગામમાં કંઈક ઉપયોગી કામ કરી શકીએ તો મારી ઈચ્છા પૂરી થશે.” એમણે અત્યંત ભાવવાહી અવાજે કહ્યું. પોતાનાં પુસ્તકોના નમૂના બતાવ્યા અને મારું પુસ્તક કેવી રીતે કરવું એની વાત કરી. ' એમને જાતે બનાવેલા કાપડના નમૂના બતાવ્યા અને એ બનાવવા માટેનો લાકડી રેંટિયો બતાવ્યો. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અય વતન તેરે લિયે | ૭૩ “પેઢામલીમાં વણકર અને છીપાને ધંધા ઉભા કરી તૈયાર કરીએ તો બધા કાપડ બનાવી શકે.” યોગેશભાઈએ કહ્યું. “હવે પછીના બે-ત્રણ મહિના અમારા ધંધામાં કામ ઓછું હોય છે એટલે હું પેઢામલી જઈને આ ગોઠવી શકું.” “તમે અવારનાર ત્યાં જાઓ છો ?” હા મહિનામાં એકાદ-બે વાર જઈએ. ત્યાં કામ ના હોય તો પણ માતાજીના મંદિરે જવા માટે જઈએ. પણ હમણાં તો હું ત્યાં વધારે રોકાઈ શકું એમ છું.” ફરી પુસ્તક અંગે વાત કરી, પણ ઊઠતી વખતે એમણે કહ્યું કે “પુસ્તક હું જરૂર કરીશ, તમે કહો છો એનાથી પણ ઓછા ખર્ચે, નફો લીધા વગર કરીશ, પણ મને મૂળ રસ પેઢામલીના વિકાસમાં છે.” .. શહેરમાં રહેતા અનેક લોકો પોતાના વતનના ગામમાં વણકર અને છીપાને ઉભા કરીને કાપડનો ધંધો શરૂ કરાવી શકે, અત્યારે માર્ચ-એપ્રિલમાં તો રૂની સીઝન પણ છે. એ દ્વારા તેઓ પોતાના વતનના ગામ સાથે પોતાનો નાતો વધારી શકે. શહેરની સાથેસાથે વતનમાં પણ પોતાનાં મૂળ મજબૂત કરી શકે. પુસ્તક્ના કાગળનો નમૂનો બતાવવા બીજે દિવસે યોગેશભાઈને મળવાનું નકકી કર્યું. સવારે મને કાગળ ન મળ્યો એટલે મેં એમને ફોન કર્યો ત્યારે એ નહોતા પણ એમના પિતાજી વિઠ્ઠલભાઈ હતા. “કેમ છો બહેન યોગેશ મળી ગયો ને તમે પેઢામલી ગયાં હતાં ? સંયેભાઈને ત્યાં યોગેશે કામ અંગે વાત કરી? એ તમને પછીથી મળશે ? પેઢામલીની નદીની રેતીમાં હજુ પણ બુદ્દાઓ છે તે તમે જોયા હતા?” ગઈ કાલે જેમને મારી સાથે વાત કરવાનો પણ અણગમો હતો એમના અવાજમાં આજે એકદમ મીઠાશ હતી અને એની પાછળનું કારણ હતું પેઢામલી માટેનો એમનો પ્રેમ. એમના પ્રશ્નોથી વ્યક્ત થતો હતો પેઢામલીના વિકાસમાંનો એમનો રસ. એમના શબ્દ શબ્દ ટપક્તી હતી પેઢામલી માટે કંઈ કરી છૂટવાની એમની તમન્ના. | ગઈ કાલે યોગેશભાઈ મળ્યા ત્યારથી મારા મનમાં જે શબ્દો આકાર લઈ રહ્યા હતા તે હવે સૂર સાથે છવાઈ ગયા: દિલ દિયા હે, જો ભી ઇંગે. અય વતન તેરે લિયે.” For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બેકારીનું મહેણું ભાંગવું છે? અજમાવી જુઓ આ વ્યવસાય તમે કામ શોધો છો બેકાર છો આજીવિકા મેળવવી છે? પૈસા નથી કુટુંબનું પૂરું નથી થતું? ધંધો જોઈએ છે? શરૂઆતમાં મહિને રૂ. ૨૫૦૦ જેટલી કમાણી ચાલે જે મોંઘવારી સાથે વધતી જાય ? તો આ લેઈ ચૂંટણીસે નથી, નકર પ્રસ્તાવ છે. તમારે માટે ધંધો છે કાપડનો. સાવ નજીવા, રૂા ૫૦૦થી પણ ઓછા મૂડીરોકાણે તમે આ ધંધો કરી શકે અને ૧૫ દિવસમાં જ રોજના રૂા. ૧૦૦ની કમાણી કરતા થઈ જાઓ. . તમે જ્હશો કે કમાવાનું આટલું સહેલું હોય તો અત્યારે બેઈ કેમ આમ કરતું નથી ? કારણ કે આ ધંધો એક્તાથી થઈ શકે એમ નથી. એમાં બેથી ત્રણ જણે ભેગા થવાની જરૂર છે. ત્રણેક જણ ભેગા થાય તો તેઓ કાપડનું ઉત્પાદન કરી શકે. જો કે દરેક ભાગીદારને રોજના રૂ. ૧૦૦ની કમાણી છે એટલે એ પ્રોત્સાહનના કારણે ત્રણ ભાગીદાસે ભેગા થઈ શકે.. કાપડનો ધંધો કરવા ત્રણ ભાગીદારોએ કરવાનાં કામ છે : રૂનું પીંજણ, સૂતરનું વણાટ અને કાપડનું છાપકામ. તમે આ સાંભળીને પહેલાં તો નાક ચડાવશો કે આવા પીંજારા, વણકર અને છીપા જેવા ગયા જમાનાના ધંધા લેઈ કરતું હશે? પણ ભાઈ, આપણે આપણા ધંધાના નામ સાથે નિસબત છે કે આપણને મળતી કમાણી સાથે જે ધંધામાં કમાણી સારી હોય અને આપણને મળી શકે એમ હોય અને એ ધંધો પ્રામાણિક ધંધો હોય તે ધંધો સારો, પછી એનું નામ ગમે તે હોય. આજે પીંજારા, વણકર અને છીપાની કમાણી ઘણી ઓછી છે એટલે તમને એ ધંધાની સૂગ છે, પરંતુ આ કામો મજુરી તરીકે કરવાને બદલે જો આ ત્રણ જણ ભેગા મળીને પોતે જ કાપડનો ધંધો ચલાવે તો ધીક્તી કમાણી કરી શકે. એટલું જ નહીં શરૂઆતના રૂ. ૫૦૦ જેટલા ખર્ચા પછી એમને કાપડ બનાવવાનું કોઈ ખર્ચ જ ન આવે એટલે ગમે તે, ગરીબ યુવાનો પણ, આ ધંધો કરી શકે અને કોઈ મિલનું કાપડ એમની સાથે હરીફાઈ ન કરી શકે. તમે કેવી રીતે આ કરી શકો એ જોઈએ. તમે ત્રણ જણ કોઈ પણ ગરીબ લત્તામાં જઈને જ્હો કે અમારી પાસે આ ૨૦ રૂપિયે કિલો રે છે એના દોરા કાંતીને અમને આપો તો તમને પાંચ મીટર સુંદર રંગીન ભાતવાળું કાપડ આપીશું. સુંદર રંગ-ભાતવાળા કાપડના થોડા નમૂનાઓ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ બેકારીનું મહેણું ભાંગવું છે? અજમાવી જુઓ આ વ્યવસાય / ૭૫ . બનાવીને સાથે રાખશો તો વધુ અસર થશે. લોકો તરત આકર્ષાશે – એમાંય નિવૃત્ત લોકો તો તૂટી પડશે. તમારે શરૂઆતમાં તેમને રેંટિયા પર સૂતર બનાવતાં શીખવવું પડશે પણ તે સહેલું કામ છે અને પહેલા થોડા જણને આવડી જાય પછી બાકીનાને તે જોઈને જ આપોઆપ આવડી જશે. - હવે તમારી કમાણી ગણીએ, તમને રૂના બદલામાં જે સૂતર મળે તેનું દર એક કિલો સૂતર દીઠ એક કિલો કાપડ એટલે કે ૮.૫ ચોરસમીટર કાપડ બનશે. તેમાંથી કાંતનારને ૫ મીટર આપતાં તમારી પાસે ૩.૫ મીટર કાપડ વધશે. તેમાંથી તમારી ત્રણ ભાગીદારોની વહેંચણી આ પ્રમાણમાં ગણવાની : વણકરને કુલ કાપડનો બીજો ભાગ મળે એટલે કે ૮.૫ મીટરમાંથી ૨.૮ મીટર કાપડ મળે. એ પછી ૩.૫ મીટરમાંથી બાકી જે ૭૦ મીટર કાપડ રહે તેમાંથી પિંજારા અને છીપા દરેકને .૩૫ મીટરના પ્રમાણમાં મળે. હવે દરેકની રોજની કમાણી ગણીએ : (૧) વણકર રોજનું પંદર ચોરસમીટર કાપડ વણે તો એને એના ત્રીજા ભાગની એટલે કે પાંચ મીટર કાપડની કમાણી થાય. (૨) પીંજારો રોજનું ૧૫ કિલો રૂ પીજો તો એને દર કિલોએ ૩૫ મીટર લેખે રોજના ૫.૨૫ મીટર કાપડની કમાણી થાય. (૩) તે જ પ્રમાણે છીપો જો રોજના પંદર પોષાક-પાંચ મીટરના-છાપે તો તેને પણ દર પોષાકે ૩૫ મીટર લેખે રોજના ૫.૨૫ મીટર કાપડની કમાણી થાય. શરૂઆતમાં પિંજારા અને છીપાને આખા દિવસ જેટલું કામ ન મળે, પરંતુ કાંતનારાની સંખ્યા વધતાં મહિને ૪૦૦ કિલો રૂકંતાય ત્યારે તેમને આખા દિવસનું કામ મળી જાય. - આમ જો મહિને ૨૫ દિવસ કામના ગણીઓ તો તમને ત્રણે ભાગીદારોને દરેકને લગભગ ૧૨૫ મીટર કાપડની કમાણી થાય. આ સુંદર રંગીન કાપડ તમે રૂા. ૨૦ના મીટર જેટલા નીચા ભાવે વેચો તો પણ તમને મહિને રૂ. ૨૫૦૦ જેટલા મળી જાય. કોઈ મિલનું કાપડ તમારા કાપડ સાથે હરીફાઈ ન કરી શકે કારણ કે તમારે ઉત્પાદન ખર્ચ જ નથી. તમે કાંતનારને જે રૂ આપો તેના પૈસા તમને તેની પાસેથી મળી જાય છે. પીજવામાં કોઈ કાચા માલની જરૂર નથી. સૂતર તમને કાંતનાર પાસેથી મત મળે છે. વણકરને માત્ર બાજરી કે મકાઈના લોટની કાંજી ચડાવવાનો જ મામૂલી ખર્ચ છે. રંગવા-છાપવા માટે રંગનો ખર્ચ થાય પરંતુ તમારું ઉત્પાદન તો એટલા નાના પાયા પરનું છે તેથી એટલા થોડા રંગો તો તમે મઠ કે આંબાના ઝાડની કે દાડમની છાલ કે કેસૂડાં વગેરે ફૂલ કે માટીમાંથી જાતે પણ બનાવી શકો. - તમારું કાપડ મિલના કાપડ કરતાં અત્યંત વધારે સુંદર બને કારણ કે મિલો તો લાખો મીટર કાપડને ધોરણે ઉત્પાદન કરતી હોવાથી તે વણાટની ભાત કે હાથછપાઈની ભાત કરી જ શકતી નથી અને કુદરતી રંગો પણ વાપરી શક્તી નથી. જો તમે ગામડામાં આ ધંધો કરો તો તમે તમારી આવક ઉપર જોયું તે મહિને રૂ. ૨૫૦૦ કરતાં પણ વધારી શકો. કેવી રીતે તે જોઈએ. ગ્રામજનોને આ જાતનું કાપડ ઘણું અનુકૂળ આવે છે. અત્યારે તો ઊંધી માન્યતા છે કે ગ્રામજનોને For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ | ધન્ય આ ધરતી તો નાયલોન અને ટેરેલીનનાં જ કપડાં ગમે છે પરંતુ એનું કારણ એ છે કે એવાં સેકન્ડહેન્ડ-બીજાનાં ઉતરેલાં કપડાં અત્યારે સસ્તામાં સસ્તાં છે. જો કે તે પણ એમની દષ્ટિએ મોંઘાં છે. એમને જો વગર પૈસે અથવા મામૂલી ખર્ચે ઘેરબેઠાં સૂતર કાંતીને કાપડ મળે તો એમને એ વધારે પસંદ છે. વળી ગામડામાં રૂ ઘણા ઓછા ખર્ચે ખરાબાની જમીન ઉપર ઉગાડી શકાય. તો તમે જો ગામડામાં જઈને ગ્રામજનોને પસંદ અને ભાતનું કાપડ બનાવો તો તમારી કમાણી ઘણી વધારી શકો. દાખલા તરીકે તમે ગામડાના ખેડૂતોને તેમને તથા તેમની વહુ-દીકરીને ગમતું કાપડ આપશો તો એ તમને એટલાં બધો અનાજ-શાક આપશે કે તમારું કાપડ વેચીને એ કમાણીમાંથી તમે એટલાં અનાજ-શાક નહીં ખરીદી શકો. એ જ પ્રમાણે બીજા ગ્રામજનો તમારી પાસેથી વગર પૈસે કાપડ મેળવવા તમને વસ્તુઓ અને સેવાઓ એટલી બધી આપશે કે તમારી કાપડની કમાણીનું મૂલ્ય ઘણું વધી જશે.' આ કાપડનો ધંધો શરૂ કરવા તમારે શી તૈયારી કરવી પડશે ? પહેલાં તો ત્રણ જણાએ ભેગા મળી ભાગીદારી ગોઠવવી પડશે. પછી એકે વણાટ, એકે પીંજણ અને એક ચ-છપાઈ શીખવી પડશે. આ માટે સંસ્થાઓમાં પોપટિયું જ્ઞાન શીખવાને બદલે ગામડામાં હજુ આ કળાઓના જાણકારો છે એમને ત્યાં પંદરેક દિવસ મદદનીશ તરીકે રહીને પૂરા અનુભવથી આ કળા હસ્તગત કરી શકો. સાથે જ કાંતનારાને આપવા માટે ડાળી રેંટિયા તૈયાર કરાવો. કાંતવાનું કામ ગરીબ અને નિવૃત્ત લોકો માટે વધારે આકર્ષક છે તેથી રેંટિયો જેટલો સસ્તો અને સરળ હશે એમ તમારું કામ જલદી ચાલશે. એ માટે ડાળી રેંટિયો ઘણો ઉપયોગી છે. ગામડામાં તો ગ્રામજનોનાં ઝૂંપડાંની બહારનાં બળતણનાં લાકડામાંથી જ તરત આ ડાળી રેંટિયો તૈયાર થઈ જશે. એટલે રેંટિયાનો ખર્ચ ઘણો ઓછો આવશે અને તમે તે પાંચેક રૂપિયામાં જ આપી શકશો. ર ટૂંકા તાંતણાનું લેશો. એ તદન સસ્તું હોય છે. તમારું કામ ગરીબ લત્તામાં કે ગામડામાં જમીન વગરના લોકોના વાસમાં શરૂ કરશો તો તરત જામી જશે કારણ કે એમને નવરાશના સમયમાં જાતે કાપડ બનાવવાનું ઘણું પ્રોત્સાહન હોય છે. તે ઉપરાંત તમારે ત્રણેએ તમારા કામ માટે સાધન તૈયાર કરવા પડશે. પીંજારાએ લટકતી પીંજણ, વણકરે ખાડો કરીને ખૂટા નાખીને બાંધેલી ખાડાસાળ અને છીપાએ છાપવાના થોડા બુટ્ટા. ગામડાંમાં આ સાધનો હજુ કેટલાંક ઘરોમાં માળિયામાં પડેલાં છે અથવા કારીગરો પોતે જ તે પાંચસો જેટલા રૂપિયામાં બનાવી લે છે. બસ માત્ર આટલી જ થોડી તૈયારીથી તમે કાપડનો ધીકતો ધંધો શરૂ કરી શકો. કોઈ સરકાર કે કોઈ બૅન્ક કે કોઈ કૉલેજની ડિગ્રી તમને નોકરી નથી આપી શકવાની. એના બદલે આ સાદી-સીધી રીતે તમે જાતે જ સારી કમાણીનો કાયમનો ધંધો કરી શકશો. અત્યારે વધતી જતી મોંઘવારી અને બેકારીના સાણસામાં ભીડાવાને બદલે જાતે જ ફતેહ કરો. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ખાદીના અસીમ લાભો મહાત્મા ગાંધી અને ખાદી એકબીજાથી છૂટાં ન પાડી શકાય એવાં છે. ખાદી ગાંધીજીના જીવનનું, વિચારનું, સંદેશનું કેન્દ્ર છે. અને ખાદી કોઈ પ્રતીક નથી. ગાંધીજીએ બતાવેલા આદર્શો સત્ય અને અહિંસાને નક્કર રીતે વાસ્તવમાં લાવનારી વસ્તુ છે. રામરાજ્યને અમલમાં લાવનાર નક્કર કાર્યક્રમ છે. કેવી રીતે ખાદી દ્વારા સત્ય અને અહિંસાને મૂર્તિમંત કરી શકાય ? અને રામરાજ્ય લાવી શકાય ? આજે આપણે. ખાદી વિશેની સમજણ આડે પડદો આવી ગયો છે કારણ કે આપણે જે ખાદી જોઈએ છીએ તે છે ખાદી કમિશન દ્વારા બનતી અને ખાદીભંડારોમાં વેચાતી ખાદી. એ ખાદીની આ વાત નથી. તો કઈ ખાદીની આ વાત છે? ખાદી એટલે કોઈ પણ ગામડાના ગ્રામજનોએ પોતાને ત્યાં બનાવેલું કાપડ. જે તેઓ સહેલાઈથી બનાવી શકે કારણ કે તેઓ રૂ પોતાના ગામમાં ઉગાડી શકે અને એમાંથી સૂતર અને કાપડ બનાવવા સાદા રેંટિયા-સાળ અને રંગ પણ બનાવી શકે. ખાદીના અસંખ્ય લાભ છે. આ રીતે ગામડાના દસ ટકા લોકો, પચાસેક વર્ષ ઉપરના નિવૃત્ત લોકો પણ, બધાને માટે વરસે ત્રીસેક મીટર ખાદી બનાવી શકે. ગ્રામજનોને આ ખાદી ઘણી જ સસ્તી પડે. ગામના જ પાસમાંથી પોતાના જ નિવૃત્ત વડીલોએ ગામમાં જ તદ્દન સસ્તાં બનેલાં રેંટિયા-સાળ પર બનાવેલું કાપડ દેખીતી રીતે જ ઘણું સસ્તું પડે. એક કિલો રૂ વીસેક રૂપિયે મળે તેમાંથી એક કિલો એટલે આઠ મીટર એટલે બસો રૂપિયા જેટલું કાપડ બને! અત્યારે બજારમાં કાપડ ખરીદતી વખતે આપણે એ કાપડ બનાવવા પાછળના વાહનવ્યવહાર–સંદેશાવ્યવહાર, દુકાનો-જાહેરખબરો, ઑસિો-દલાલો, યંત્રો-વીજળી, બૅન્કો-કૌભાંડો, અમલદારો-ભ્રષ્ટાચાર, સરકારો, યુદ્ધો વગેરે અનેક મોટા ખર્ચા ભરવા પડે છે એ ભયંકર બોજાઓમાંથી આપણે છૂટી શકીએ. ખાદીનો બીજો મોટો લાભ એ છે કે ગ્રામજનોને જો પોતાના ગામમાં બનતું કાપડ મળી શકે તો તેઓ તેનું મૂલ્ય, જે આજે પૈસામાં ચૂકવવું પડે છે તેને બદલે, કોઈ વસ્તુ કે સેવા આપીને ચૂક્વી શકે અને તેથી તેમને પણ બીજા For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ | ધન્ય આ ધરતી ધંધા મળે. ખાદીની આજુબાજુ ગ્રામજનોની જરૂરતો પૂરી પાડતા બીજા પણ ગ્રામોદ્યોગો વિકસે અને ગામના સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરીને દરેક જણ આજીવિકા મેળવી શકે. ગામમાં ત્રણેક હજાર વસતિ હોય તો છસો જેટલા વડીલો અડધો દિવસ કામ કરીને પણ સહુને માટે સુંદર ભાતવાળી ખાદી બનાવી શકે અને બાકીના બે હજાર જુવાનો અનેકવિધ વસ્તુઓ તથા સેવાઓ બનાવી શકે અને ગામ ઘણું સમૃદ્ધ બની શકે. માત્ર કાંતવાનું કામ જ ધીમું છે, બીજી વસ્તુઓ અને સેવાઓ સાદાં સાધનોથી પણ ઝડપથી બની શકે. - આજે તો ઊલટાનું ગામડામાં સિત્તેર ટકા લોકો પાસે જમીન નથી અથવા નહિવત્ છે અને જે જમીન તે હલકી જાતની છે એટલે ભૂખમરો અને ગરીબાઈ વેઠવાં પડે છે. જો તેઓ ખાદી અને તેને કારણે ગામમાં જરૂરી બીજી વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો શરૂ કરી શકે તો ગામના ખેડૂતો પાસેથી અનાજ, દૂધ અને બીજી ખાદ્ય વસ્તુઓ મેળવી શકે. ખાદી બનાવવાનો ઉદ્યોગ સમાજના સૌથી નબળામાં નબળા લોકો પણ કરી શકે કારણ કે રેંટિયો તદ્દન સસ્તો, સહેલો અને ઘેરબેઠાં ચલાવી શકાય એવો છે, એટલે આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે નબળા લોકો પણ તે ચલાવી શકે અને ગામના વણકર રંગાટી પાસેથી સુંદર ખાદી બનાવી શકે. દૂરના ગામડામાં રહેતી, ગરીબ, ઘરડી, વિધવા, અપંગ, અભણ અને ભૂમિતિના સ્ત્રી પણ રેંટિયો કાંતીને પોતાની જાતે જ સગવડપૂર્વક, ગૌરવપૂર્વક રહી શકે. એકાદ મહિનામાં પોતાને માટે જરૂરી કાપડ બનાવી બાકીના વરસ દરમિયાન બનાવેલા કાપડ દ્વારા બીજી જરૂરતો મેળવી શકે. આપણા રાષ્ટ્રીય ખર્ચનો મોટો ભાગ કાપડ પર છે. જો કાપડ ગામડાંમાં બને તો તે માટે મુખ્ય બે જ વસ્તુઓની જરૂર પડે – ૩ અને કાંતનારા. અને આ રૂ પણ ખરાબાની જમીન પર ઊગી શકે તથા તેને કાંતવાનું કામ પણ નિવૃત્ત લોકો કરી શકે. આમ મોટામાં મોટા રાષ્ટ્રીય ખર્ચની વસ્તુ કાપડ જે બે સાધનો અત્યારે વેડફાઈ રહ્યાં છે – ખરાબાની જમીન તથા નિવૃત્ત માણસોનો સમય – તેમને ઉપયોગમાં લઈને બની શકે. અત્યારે બનતા મિલના કાપડ માટે લાંબા તાંતણાનું રે જરૂરી બને છે જેને ઉગાડવા ફળદ્રુપ જમીન જરૂરી છે, જ્યારે ખાદી ટૂંકા તાંતણાના રૂમાંથી બની શકે જે ખરાબાની જમીન પર ઉગી શકે, તેથી જો મિલના કાપડને બદલે ખાદી વપરાશમાં આવે તો લાખો એકર ફળદ્રુપ જમીન છૂટી થાય અને તેમાં અનાજ ઉગાડી શકાય. ભારતના ત્રાણું કરોડ લોકોમાંથી સાઠેક કરોડ જેટલા ગ્રામજનોને દર મહિને જે ઓછામાં ઓછા છસો કરોડ રૂપિયા જેટલા કાપડની જરૂર છે તે બધી રકમ જો ગામડામાં જ ખાદી બને તો ત્યાં જ રહે. ગામડામાં ખાદી અને તેને કારણે ત્યાંના બજાર માટે બીજા ઉદ્યોગો શરૂ થાય For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ખાદીના અસીમ લાભો / ૯ તો ગ્રામજનોને અત્યારે કાપડ અને બીજી જરૂરતો મેળવવા માટે જે મોટા પ્રમાણમાં રોકડ પૈસાની જરૂર પડે છે તે ઓછી થઈ જાય. અનાજ તો તેઓ ઉગાડે છે, ઝૂંપડું પણ બનાવી લે છે, પણ કાપડ તો અત્યારે બહારથી જ લાવવું પડે છે અને કુટુંબ મોટું હોવાથી કાપડ માટે મોટા પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે જે અનિવાર્ય છે. આ પૈસા મેળવવા માટે નોકરી કે મજૂરી માટે અરજીઓ કરવી પડે છે, શોષણ-ગુલામી સહન કરવો પડે છે. જો ગામડામાં ખાદી બને તો ગ્રામજનો આમાંથી છૂટી શકે એટલે જ્યાં સુધી ગામડામાં ખાદી નહીં બને ત્યાં સુધી ગ્રામજનોને મોટે પાયે અને સતત રોકડ પૈસાની જરૂર રહેવાની, તેથી એમને અત્યારના તંત્રમાં રોજી શોધવી પડવાની અને તેઓ અત્યારના તંત્રના ગુલામ રહેવાના. તેથી તેઓ જો ખાદી બનાવવાનું શરૂ કરે તો અત્યારના ભ્રષ્ટ અને તેમને ગરીબ બનાવતા તંત્રમાંથી મુક્ત થઈ શકે. ગામડાં અત્યારે શહેર પર નિર્ભર છે એને બદલે સ્વતંત્ર અને સમૃદ્ધ થઈ શકે. પોતે બધો કાચો માલ પેદા કરતાં હોવા છતાં અત્યારે સરકાર કે પૈસાદારો સમક્ષ હાથ જોડીને ઊભા રહેવું પડે છે તેને બદલે પોતાના વિકાસનો દોર, પોતાના ભવિષ્યનો નિર્ણય પોતાના હાથમાં લઈ શકે. - આમ ખાદી દ્વારા ગ્રામસ્વરાજ્ય આવી શકે જેમાં સહુ સ્વતંત્ર, સ્વાભિમાની અને સમૃદ્ધ હોય. ખાદી અહિંસક સમાજ, રામરાજ્ય લાવી શકે. આજે દુનિયાના બધા દેશોમાં શહેરો મોંઘવારી, બેકારી, ગુનાખોરી, પ્રદૂષણથી ઘેરાયેલાં છે, અત્યારનો આર્થિક વિકાસ ટકાવી શકાય એવો નથી. તો વિકલ્પનો રસ્તો લેવાનો, સમૃદ્ધ, સ્વતંત્ર, શાંતિમય ગામડાં સર્જવાનો ઉપાય ખાદી છે, એટલે જ દુનિયા ગાંધીજી તરફ વળી રહી છે. ભારતે તો જ્યારે ખાદી છોડી, એટલે કે સાદો રેંટિયો છોડ્યો ત્યારે ભારતીય માનવતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલાઓ-વિજ્ઞાન અને ભારતીય સમૃદ્ધિ છોડી છે; અને ભારતના કરોડો પ્રજાજનો બેકારી, ગરીબાઈ, ગુલામીમાં ધકેલાયાં છે. - એટલે જ્યારે વિદેશી કાપડની હોળી થઈ અને ગાંધીજીને કોઈએ પૂછ્યું કે કાપડ જેવી ઉપયોગી વસ્તુ શા માટે બાળી નાખવી ત્યારે ગાંધીજીએ અત્યંત માર્મિક જવાબ આપ્યો હતો. કપડે કો નહીં, મેં અપને દિલ ઔર દિમાગ કી કમજોરીઓ કો જલા રહા હું, મેં અપની શર્મ કો જલા રહા હું For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઔદ્યોગિક દેશોની સંપત્તિ લૂંટ છે યુરોપ, અમેરિકા અને જાપાનમાં આ સદીમાં જે જાહોજલાલીની છોળો ઊછળી એ કોઈ અદ્રિતીય બુદ્ધિમત્તાથી મેળવેલી સિદ્ધિ નથી, પણ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં દશકાઓ સુધી ચલાવેલી લુંટ છે. ' , અત્યારે આ ઔદ્યોગિક દેશોમાં ટેક્નોલોજીમાં જે સંશોધન અને શોધખોળ થઈ રહ્યાં છે એ ઉપરથી એમ લાગે છે કે એ દેશોમાં વધારે જ્ઞાન અને આવડત હોવાથી તેઓ આગળ છે, પરંતુ યંત્રોનું તંત્ર પૈસા પર ચાલતું હોવાથી એક વાર માણસ પાસે તેમ જ દેશ પાસે સંપત્તિ એકઠી થાય પછી એને ત્યાં અનેકવિધ પૂજારીઓ ભેગા થાય છે અને તે જે કરે છે તે બરોબર જ નહીં, પણ અજોડ અને અત્યંત કુશળતાભર્યું ગણાવા માંડે છે. લૂંટ કરવા માટે બુદ્ધિમત્તા કરતાં નિર્યતા વધારે જરૂરી બને છે, પણ એક વાર સંપત્તિ ભેગી થાય પછી નિર્દયતા ઉપર પણ બુદ્ધિમત્તાનો ઓપ ચડાવવામાં આવે છે. ખરેખર તો ઊલટાનું પહેલાના જમાનામાં ધનવાનોને શંકાની નજરે જોવામાં આવતા. પ્રશ્ન થશે કે ઔદ્યોગિક દેશો તો આપણે ત્યાં પોતાનો માલ વેચવા આવ્યા, પણ આપણે એ ખરીદ્યો શા માટે? આપણે પોતાની પસંદગીથી એ માલ નહોતો ખરીદ્યો, પણ યુરોપના દેશોએ પોતાનો માલ વેચવા માટે આપણે ત્યાં કાપડ અને તેને પરિણામે બીજા ધંધાઓ બળજબરીથી તોડી પાડ્યા હતા અને આર્થિક-રાજકીય સત્તા જમાવી પોતાનો માલ વેચ્યો હતો. પછી તો આપણે નાણાંની જરૂર પડવા માંડી એટલે આપણે એ દેશોના વધુ ને વધુ કાબૂ નીચે આવતા ગયા. આપણને અને આપણા જેવા બીજા દેશોને આ વાત પહેલેથી ખબર પડવી જોઈતી હતી, કારણ કે એ લૂંટ આપણા ઉપર હતી, પરંતુ ઔદ્યોગિક દેશોની સંપત્તિની ઝાકઝમાળમાં આપણે અંજાયેલા હતા. ઊલટાનું આર્થિક વિકાસ સાધવા માટે એમણે લીધેલો માર્ગ આપણે પણ અપનાવવો જોઈએ એમ આપણા અર્થશાસ્ત્રીઓ અને રાજકર્તાઓ કહેવા લાગ્યા. આ વાત આજે પણ આપણા દેશના વિદ્વાનો નહીં માને, પરંતુ હવે સહુ એટલા માટે માથું ખંજવાળે છે કે ઔદ્યોગિક દેશોના વિદ્વાનો પોતે જ આ દેખવા માંડ્યા છે અને કહેવા માંડ્યા છે. શા માટે ઔદ્યોગિક દેશોમાં છેક હવે અત્યારે આ વાત સમજાઈ છે એનું કારણ એ છે કે હવે એમને પોતાને ત્યાં જ બેકારી ખડકાવા માંડી છે. અત્યાર સુધી તો એ એમનો ગંજાવર પાયે ઉત્પાદન કરેલો માલ ત્રિખંડના દેશોમાં ઠાલવતા હતા એટલે પોતાના નાની વસતિના દેશમાં સહને સરસ નોકરીની તકો હતી, પરંતુ હવે તેઓ પરદેશમાં માલ વેચી શકતા નથી એટલે કંપનીઓના ઉત્પાદન પર નિયંત્રણ આવ્યું છે. એટલે નોકરીની તકો ઓછી થઈ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ઔદ્યોગિક દેશોની સંપત્તિ લૂંટ છે / ૮૧ ગઈ છે. પહેલી વાર બેકારી ખડકાઈ છે. યુવાનોને કૉલેજ પાસ ર્યા પછી કામ નથી. એથી શિક્ષણ વગેરે પણ અપ્રસ્તુત બનતું જાય છે ત્યારે હવે એમને દેખાય છે કે ગંજાવર પાયે ઉત્પાદન કરવાથી ભયંકર બેકારી સર્જાય છે અને બેકારો સઘળું ગુમાવી બેસે છે. હવે ત્યાંના વિદ્વાનો કબૂલ કરે છે કે અત્યાર સુધી અમારી મહાકાય કંપનીમ્બો એમનું ઉત્પાદન દૂર ત્રિખંડમાં ઠાલવતી હતી એટલે ત્યાં ગંજાવર બેકારી ફેલાતી હતી એનો અમને ખ્યાલ પણ નહોતો, કારણ કે એ બધું હજારો માઈલ દૂર, ક્ષિતિજની પેલે પાર, હતું. અમને તો અમારે ત્યાં સંપત્તિ ખડકાવાથી એ આર્થિક પ્રગતિની રીત લાગતી હતી. એમણે ભેગી કરેલી સંપત્તિ કઈ રીતે લૂંટ હતી? એમણે યંત્રો બનાવી ગંજાવર પાયે ઉત્પાદન કર્યું જે એમના પોતાના દેશની જરૂરિયાત કરતાં તો અનેક્શણું વધારે હતું. આ ગંજાવર ઉત્પાદન એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો પર ઠોકી બેસાડવાનું શરૂ કરવા એમણે સામ-દામ-દંડ-ભેદની નીતિઓ અપનાવી. પોતાનો માલ આ ત્રિખંડોમાં વેચાય અને ત્યાંથી કાચો કુદરતી માલ મળે તે માટે ત્યાં આર્થિક તથા રાજકીય સત્તા જમાવી. તે દેશોમાં પોતાના પક્ષમાં રહે અને પોતાનું કામ કરે એવા દેશી મળતિયાઓ ઊભા ર્યા અને પોતાનું ઉત્પાદન વધારતા રહીને ત્રિખંડના દેશો પર ઠાલવ્યા કર્યું. દેખીતું છે કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના અબજો લોકાનું ખર્ચ દુનિયાના માત્ર ૧૦% વસતિ ધરાવતા આ દેશોમાં આવક તરીકે જાય અને આ પ્રક્રિયા સતત બબ્બે સૈકા સુધી ચાલુ રહે તો આ દેશોમાં કેટલી બધી અઢળક સંપત્તિના ઢગલા થાય ? અને એક વખત અતિશય સંપત્તિ ભેગી થવા માંડે એટલે એ દેશ અને એ પ્રજા પૂજાવા માડે. ત્યાં આલીશાન ગગનચુંબી મકાનો, વિશાળ લાંબા ભવ્ય રસ્તા, સૂટ-બૂટમાં સજ્જ માણસો વગેરે વગેરેને કારણે એ દેશો સફળ ગણાવા માંડ્યા. એ જે ક્લે અને કરે એ બુદ્ધિપૂર્વકનું મનાવા માંડ્યું. એમની સતત લૂંટ દ્વારા કરેલી અતિશય કમાણીને કારણે એમને ત્યાં ભોગવિલાસની છાક્મછોળો ઊછળી, જ્યારે ત્રિખંડના દેશોમાં તો કરોડોની પ્રજા બેકારીને કારણે ગરીબાઈમાં ધકેલાઈ હતી અને એમને આજીવિકા માટે પણ રોક્ડ નાણાંની જરૂર ઊભી થઈ હોઈ ગુલામ બની હતી. ઔદ્યોગિક દેશોની દસ ટકાની વસતિની લૂંટી લાવેલી સંપત્તિ અને ચમકદમથી દુનિયા અંજાઈ. એ દેશોમાં જે થાય એ જ સારું અને સાચું અને દુનિયાના બીજા દેશોને પણ જો પ્રગતિ કરવી હોય તો એમનો રસ્તો અપનાવવો જોઈએ એમ મનાવા લાગ્યું. આપણે તો અક્કલ વગરની નકામી પ્રજાઓ ગણાવા લાગ્યા. ખાસ તો લૂંટને ‘આર્થિક પ્રગતિ'નું નામ અપાયું. એને પદ્ધતિસર સ્થાપવા અર્થશાસ્ત્ર નામનું નવું શાસ્ત્ર પણ રચાયું. છેલ્લેછેલ્લે તો સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કોએ એને નોબેલ પારિતોષિકનો દરજ્જો પણ અપાવ્યો. યંત્રોદ્યોગના દેશોના વિદ્વાનો તો આ પ્રમાણે અર્થશાસ્ત્રના અને આર્થિક ‘વિકાસ'ના સિદ્ધાંતો લખે એ સમજી શકાય. પરંતુ આપણા દેશના ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણી આવેલા અર્થશાસ્ત્રીઓ અહીં પણ એ સિદ્ધાંતો લાવ્યા. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ | ધન્ય આ ધરતી હજુ આજે પણ આપણને એમ કહેવામાં આવે છે કે અદ્યતન ટેક્નોલોજીથી ઉત્પાદન કરીને તેને પરદેશોમાં વેચીને આપણે આર્થિક પ્રગતિ સાધીશું. પરંતુ દીવા જેવું સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ટેક્નોલોજીની ટોચ પર બેઠેલાં ઔદ્યોગિક દેશો પણ ટકી શકતા નથી તો આપણે એ હરીફાઈમાં ટકીને તેમાંથી આપણા ૫ કરોડ લોકો સમૃદ્ધ થાય એટલો નફો કેવી રીતે કરી શકીએ ? બીજું કે આને સિદ્ધાંત તરીકે તો સાચું ઠેરવી જ ન શકાય, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની હરીફાઈમાં દુનિયાના બધા દેશો તો એક્સાથે જીતી જ ન શકે. માત્ર દુનિયાની પાંચથી દસ ટકા વસતિ જ જીતી શકે અને તે બાકીની ૯૦ ટકા વસતિને ભોગે.. મહાત્મા ગાંધીએ તો સ્પષ્ટ ચેતવણી આપી હતી, “ઉદ્યોગીકરણનો પૂરેપૂરો આધાર તમારી લૂંટવાની શક્તિ પર, પરદેશનાં બજારો તમારે માટે ખુલ્લાં હોવા પર અને હરીફોની ગેરહાજરી પર છે.” એમણે એ પણ બતાવ્યું હતું કે જેમજેમ આ પરિબળો નીચે પડશે અને સમય જતાં અનિવાર્યપણે પડશે જ તેમ યંત્રોદ્યોગવાળાં અર્થતંત્રોમાં બેકારી ખકાશે. માત્ર પરદેશની મોટી કંપનીઓ એમનો માલ વેચીને આપણને લૂટે છે એમ નથી, આપણા દેશની પણ અદ્યતન યંત્રો વડે ગંજાવર ઉત્પાદન કરતી કંપનીઓ પણ આપણને લૂંટે છે. કારણ કે દરેકને જરૂરી રોજબરોજની વસ્તુઓ પણ – કાપડ, તેલ, ખાતર, રંગો, ચપ્પલો, દાતણ સુદ્ધાં – આ ગંજાવર કંપનીઓ આપણને વેચે એટલે આપણા કરોડો લોકોના અનેકવિધ ધંધા જાય અને બીજી બાજુ આપણી નાણાંની જરૂર વધતી જવાથી આપણે તેમના વધુ ને વધુ દબાણ નીચે રહેવું પડે. આજે સહુ એમ માને છે કે યંત્રો તો હવે હમેશ માટે રહેવાના જ. કારણ કે એમને કારણે ઘણી જ થોડી સમયશક્તિ વાપરીને અઢળક ઉત્પાદન કરી શકાય છે. આ મોટી ગેરસમજ છે. તદન ખોટી વાત છે. કારણ કે યંત્રો વડે ઉત્પાદન કરવાથી યંત્રો અને વીજળીનું ખર્ચ, ફેકટરી-ફિફ્લો-મેનેજમેન્ટનું ખર્ચ, એ ઉત્પાદન અઢળક હોવાથી તેને વેચવા માટે દૂરનાં બજારોની શોધ તથા વાહનવ્યવહારનું ખર્ચ, દૂર સુધી વેચાણમાળખું ઊભું કરવાનું અને જાહેરખબરોનું ખર્ચ, આ બધાં માટે નાણાં ઊભાં કરવા બૅન્કો અને નાણાસંસ્થાઓનું ખર્ચ, આ બધાની નીતિઓ નક્કી કરવા માટે સરકારો અને અમલદારોનું ખર્ચ વગેરે અનેકવિધ ખર્ચ વધતાં જ રહે છે અને સરવાળે ઉત્પાદન પાછળ થતું કુલ ખર્ચ અનેકગણું થાય છે અને સમય પણ અનેકગણો વધારે વપરાય છે. અત્યારની વધતી જતી મોંઘવારી અને કારણે છે. આની સામે સાદાં સાધનોથી નાના પ્રમાણમાં કમસે કમ રોજબરોજની જરૂરી ચીજો બનાવીને સ્થાનિક બજારમાં જ તે વેચીએ તો ઘણાં ઓછાં ખર્ચ અને સમય વપરાય. આ જાતના ઉત્પાદનને બળજબરીપૂર્વક કચડી નાખવામાં આવે – જેમ અંગ્રેજોએ આપણા વણકરોને ક્યડી નાખી આપણો કાપડ ઉદ્યોગ તોડી પાડ્યો હતો – તો જ યંત્રો વડે કરેલું ઉત્પાદન ચાલી શકે. એટલું જ નહીં, મુખ્ય વાત તો એ છે કે આજે પણ જો સાદાં સાધનો વડે રોજિંદા વપરાશની વસ્તુઓ ઉત્પાદન કરીને તેને સ્થાનિક બજારમાં વેચવાનું શરૂ કરીએ તો તે અત્યારનાં યંત્રોથી બનાવેલા માલના બજારભાવ કરતાં ચોક્કસ અનેકગણી સસ્તી બને અને અનેકગણા ઓછા સમયમાં બને. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૧ બજેટનો બોજ આવતી કાલે સરકાર બજેટ જાહેર કરશે. મોટા ભાગના લોકોને મન તો બજેટ અંગે એ જાણવાનું હોય છે કે એનાથી મોંધવારી કેટલી વધશે અને બીજી બાજુ પોતાની આવક ઉપર સરકારના કર કેટલા વધશે જેમની પાસે શેર હોય એમને પોતાના શેરના ભાવ વધશે કે ગગડશે એ જોવું હોય છે. પરંતુ બજેટનો અર્થ તો આટલા કરતાં ઘણો વધારે કરવો જોઈએ. સરકાર બજેટ એટલા માટે બનાવે છે કે પોતે જે જે ખર્ચા કરે છે તેમને માટે પોતે પ્રજા પાસેથી આવક કેવી રીતે મેળવશે એ નક્કી કરે છે. એટલે બજેટ. અંગે તો પ્રજાએ સરકારનો પૂરો હિસાબ કરવો જોઈએ. સરકાર શેના શેના પર ખર્ચ કરે છે? દરેક વસ્તુ પર કેટલા ખર્ચા કરે છે? શા માટે કરે છે તે તે વસ્તુ માટે એટલા ખર્ચા જરૂરી છે જે જે ખર્ચા થાય છે એ સામે પ્રજાને એનો લાભ મળે છે? સરકાર બરોબર વસ્તુઓ પર ખર્ચા કરે છે? એમાં બચત થઈ શકે? સરકાર પ્રજા પાસેથી જે પૈસા ફરજિયાત ઉઘરાવે છે તે બરોબર છે ઉપરાંત મૂળ વાત તો એ છે કે સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે બરોબર કામ કરે છે? પ્રજાની સમસ્યાઓ હલ કરવા અને સમાજનો વિવિધલક્ષી વિકાસ સાધવા માટે સરકારને ખર્ચા કરવાના હોય છે. તો સરકાર એ હતુઓ પાર પાડે છે? એ માટે સરકારના ખર્ચા જરૂરી છે? સરકાર બજેટ દ્વારા પ્રજા પાસેથી જુદી જુદી રીતે પોતાને માટે આવક ભેગી કરે છે તે આ હેતુઓ પાર પાડવા માટે છે. તેથી બજેટમાં સરકારે આવક ભેગી કરવા ક્યા કરી નાખ્યા એટલું જ નથી જોવાનું પણ એ આવક શેને માટે ભેગી કરી અને એ હેતુઓ કેટલે અંશે પાર પડ્યા એ પહેલું જોવાનું છે. - તેથી સરકારને જે કામો સોંપાયેલાં છે તે કામો સરકાર બરોબર કરે છે કે નહીં તે તપાસવાની તક પ્રજાએ બજેટ સમયે લેવી જોઈએ. સરકાર પ્રજાની સમસ્યાઓ શા માટે હલ નથી કરતી એ તપાસવું જોઈએ. સરકાર પોતાનાં કામ બરોબર ન કરતી હોય તો વિરોધ પક્ષો કહેશે કે બીજી સરકાર લાવો તો તે પણ ઉકેલ નથી. કારણ કે પ્રશ્ન એ નથી કે આ પક્ષ સારો કે બીજો પક્ષ, પ્રશ્ન એ પણ છે કે ખુદ આખું જે સરકારી તંત્ર છે તે પ્રજાની સમસ્યાઓ હલા કરવા માટે ઉપયોગી છે ખરું? પ્રજા સરકારને ખર્ચા કરવા માટે જે પૈસા આપે છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ / ધન્ય આ ધરતી તે યોગ્ય છે? બજેટ વખતે પ્રજાએ આ પ્રશ્નો ઉઠાવવાના છે. માત્ર નાણાપ્રધાને, ધારો કે ચા ઉપરનો કર ઘટાડ્યો એટલે ગૃહિણીઓ ખુશ થઈ ગઈ, કે સ્કૂટર ઉપરનો કર ઘટાડ્યો એટલે યુવાનો ખુશ થઈ ગયા કે આવક્વેરાની મર્યાદા પાંચપચીસ હજાર વધારી એટલે જનતા ખુશ થઈ ગઈ, કે કંપનીઓ માટે કોઈ વેરામાં ફેરફાર કર્યા એટલે ઉદ્યોગપતિઓ ખુશ થઈ ગયા એ પૂરતું નથી. એટલાથી ખુશ થઈ જઈને આ મૂળ પ્રશ્નો ઉઠાવવાના બાજુએ ન મૂકાય. એ તો ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું થયું. જ ઉપરાંત સરકાર કર તો ભાગ્યે જ ઘટાડે છે. મોટે ભાગે .તો જનતા પર કરવેરાનો બોજ વધારે જ છે અને મોંધવારી આસમાને ચડાવે છે અને એનું કારણ એમ આપે છે કે દેશના હિત માટે પ્રજાએ બલિદાન આપવું જોઈએ, પરંતુ તો પછી પ્રજાને પણ એ પૂછવાનો અધિકાર છે કે પોતે આપેલા બલિદાનથી દેશનું ક્યું હિત, કઈ રીતે, કેટલે અંશે સધાય છે? આ સવાલ થોડો પેચીદો છે, કારણ કે સરકારને જ્યારે લોક્મત વડે ચૂંટાવાનું હોય છે ત્યારે મત માગવા ગરીબ લોકો પાસે જવું પડે છે કારણ કે મોટા ભાગની પ્રજા ગરીબ છે. પણ સરકારને જ્યારે પોતાના ખર્ચા કરવા બજેટ દ્વારા પૈસા ભેગા કરવાના હોય છે ત્યારે પૈસાદારો પાસે અને નોકરિયાતો પાસે જવું પડે છે, છેવટે પરદેશથી પણ પૈસા લાવવા પડે છે કારણ કે પૈસા ત્યાં છે. આમ બે બાજુ જુદાજુદા લોકોને ખુશ રાખવા પડે છે. એટલે આખી સરકારમાં નાણાપ્રધાન જુદા પડી જતા હોય છે. ઘણુંખરું એ રાજકીય વ્યક્તિ પણ નથી હોતા અને જાહેર જનતા સમક્ષ પણ ભાગ્યે જ જાય છે. સરકારને નોકરી આપનાર એક વર્ગ ગરીબ વર્ગ છે અને પૈસા આપનાર બીજો વર્ગ પૈસાદાર વર્ગ છે. જો કે આનો અર્થ એ નથી કે ગરીબ લોકો સરકારને પૈસા નથી આપતા. સરકાર એમની ગરીબાઈ દૂર કરવાની તો બાજુએ, એમની પાસેથી પૈસા મેળવવામાં કશું બાકી નથી રાખતી. એમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ એમણે કર ભરવા પડે છે. એટલે સુધી કે જે મીઠા પરનો કર નાબૂદ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી અને અંગ્રેજ સરકાર સામે સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ ર્યો હતો એ મીઠા પર ભારતીય સરકારે સત્તા પર આવતાંની સાથે કર નાખ્યો અને આજ સુધી કોઈ પણ પક્ષની સરકારે એ હટાવ્યો નથી! કારણ કે મીઠાનો વપરાશ દરેકે દરેક વ્યક્તિ માટે જરૂરી હોઈ એના ઉપરના કરમાંથી સરકારને આવક થાય છે. બીજું ઉદાહરણ છે શરાબનું. દારૂ ઉપરના કરવેરામાંથી સરકાર એટલી મોટી આવક કરે છે કે પ્રજામાં દારૂની લત ઓછી થાય એ સરકારી તિજોરીના હિતમાં નથી, તેથી આવી પ્રવૃત્તિઓ સમાજના હિતની વિરોધી હોવા છતાં સરકાર તે ચાલવા દે છે. સંરક્ષણ ઉપરનો સરકારી ખર્ચ ઘણો હોય છે. જો પાકિસ્તાન સાથે લડાઈનું For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ બજેટનો બોજ | ૮૫ કારણ ન રહે તો પ્રજા પરથી કરવેરાનો બોજો અત્યંત હળવો થઈ જાય; પણ બીજી બાજુ સરકારનો મોટો ભાગ બેકાર થઈ જાય, તેથી સરકાર એમ કરશે ખરી? કાપડની મિલો પાસેથી સરકાર સીધી અને આડક્તરી રીતે ઘણી મોટી આવક મેળવે છે. એટલે સરકાર એમને પ્રોત્સાહન આપતી રહે છે. પરંતુ પ્રજાને તો જો પોતાને જરૂરી કાપડ દરેક સ્થળે રેંટિયો અને સાળથી બને તો તે માટે માત્ર ખરાબાની જમીન પર ઊગતું રૂ તથા નિવૃત્ત લોકોનો થોડો ઘણો સમય જ જોઈએ અને બીજો કોઈ ખર્ચ ન થાય. એટલે એ કાપડ ઘણું જ સસ્તું પડે. ઉપરાંત આના અનેક આર્થિક તેમ જ બીજા લાભ આપણે જોઈ ગયા છીએ. અત્યારે પ્રજાને જરૂરી કાપડ મિલોમાં બનતું હોવાથી એ કાપડ બનાવવા માટે જરૂરી ફળદ્રુપ જમીનથી માંડી યંત્રો, વિજળી, વહીવટ, વેચાણ, વાહનવ્યવહાર વગેરેના અત્યંત મોટા ખર્ચા થાય છે. એટલે એ કાપડ ઘણું જ મોંધું બને છે. પરંતુ મિલોને કારણે મળતી આવકને કારણે સરકાર આ દિશામાં પગલાં નથી ભરતી. શું પોતાની તિજોરી ભરવા સરકાર પ્રજાના હિતનો વિચાર નહીં કરે? પ્રજાના હિતની વિરુદ્ધ ખુદ સરકારનું હિત હોઈ શકે? નાગરિકોએ એક તો એ વિચારવાનું છે કે સરકારે એમનાં ક્યાં કામો કરવામાં છે અને તે કેવી રીતે ? સરકારે એ પ્રમાણે કામ કરે છે કે નહિ? - તે સાથે નાગરિકોએ એ પણ વિચારવાનું છે કે સરકાર એમનાં કામ કરી શકે એમ છે ખરી? સરકાર એ કામો કરવા ધારે તો પણ એ કામો પાર પાડવાની સરકાર પાસે શક્તિ છે? એ કામો સરકારી તંત્ર દ્વારા પાર પાડી શકે એવાં છે ખરાં? દાખલા તરીકે મોંઘવારી, બેકારી, ગુનાખોરી, પ્રદૂષિત હવાપણી, ખોરાક, ઔદ્યોગિક ક્ષેત્રનું ધૂંધળું ભવિષ્ય, પૈસાનું ગગડતું જતું મૂલ્ય વગેરે મુખ્ય પ્રશ્નો સરકાર ઉકલી શકે ખરી? સરકારી તંત્ર પ્રજા માટે કેટલું કરી શકે એ વિચારવાનું છે. દેખીતું છે કે સરકાર પૈસા ખર્ચી શકે કે કાયદા કરી શકે. પરંતુ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા માટે જે વસ્તુની કમી છે તે પૈસાની કે કાયદાની નથી. આજે પ્રજાની મૂળ સમસ્યાઓ આર્થિક છે અને આ સમસ્યાઓનું મૂળ કારણ છે બજારનો અભાવ, જેને પરિણામે ઉત્પાદન અને રોજગારી ઘટતાં જાય છે. સરકાર પ્રશ્નો હલ નથી કરી શકતી તે આ કારણે. કારણ કે કોઈ સરકાર બજાર ઊભું ન કરી શકે. એથી નાગરિકોએ પોતાના પ્રશ્નો હલ કરવા સરકાર તરફથી આશા રાખવાને બદલે અત્યારનું અર્થતંત્ર બદલવાનો વિચાર કરવો જોઈએ. બજાર સશક્ત કરવાનો વિચાર કરવો જોઈએ અને એ માટે અત્યારના વૈશ્વિક બજાર માટે ઉત્પાદન કરતા ઉદ્યોગોને બદલે સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરતા ઉદ્યોગોનો રસ્તો વિચારવો જોઈએ. સરકારે બજેટ રજૂ કરી પ્રજા પાસેથી પૈસા મેળવવાને બદલે પોતે પ્રજાનો વિકાસ કરશે એવી જાતે જ ધારી લીધેલી પોતાની જવાબદારી છોડી દેવી જોઈએ. pલ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પસંદ કરવા જેવું શું છે? આખરે વડાપ્રધાને નાણાપ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું નહીં પણ તે દરમિયાન દેશમાં ચર્ચા ચાલી કે નાણાપ્રધાને આપેલું રાજીનામું સ્વીકારવું જોઈએ કે નહીં, એ જાય તો શું થશે, નવા આવશે તો શું થશે, નવા કોણ આવશે, એ રાજીનામું પાછું ખેંચે એ માટે શું કરવું વગેરે. સંસદમાં આ અંગે લાંબી ચર્ચાઓ થાય અને છાપામાં એનાં મથાળાં આવે એ દેખીતું છે, પરંતુ વધારે ખળભળાટ થયો નહીં. નવી દિલ્હીમાં આ સમાચારોની ગરમી લાગે, કારણ કે ત્યાંના ઘણા લોકોનું જીવન રાજક્તઓની આસપાસ ગૂંથાયેલું છે. મુંબઈમાં એમની સમીક્ષા થાય, કારણ કે ત્યાં મોટા ઉદ્યોગો છે. પણ દેશનાં લાખો ગામડાંમાં આવા બનાવોની અસર નથી. દેશના સાઠ કરોડ લોકોના જીવનમાં આ બનાવોનું મહત્ત્વ નથી. કારણ કે અત્યારના નાણાપ્રધાનને આ કરોડો લોકોના પ્રશ્નો સાથે લેવાદેવા નથી. એમના નિર્ણયોની અસરો મોટા ઉદ્યોગો સુધી થાય છે. એટલે નાણાપ્રધાન ક્યારેક જાહેરમાં વાર્તાલાપ આપે છે તો તે ચેમ્બર ઓફ કોમર્સમાં કે કોઈ મોટા ઉદ્યોગના સંમેલનમાં હોય છે અથવા તો વોશિંગ્ટનના ઑફિસરો સમક્ષ હોય છે. એમની પાસે દેશના કરોડો ગ્રામજનોને કહેવા માટે શું છે? દેશનાં છ લાખ ગામડાંમાં કહેવા માટે શું છે? શહેરોમાં પણ મોંઘવારી અને કથળતી જતી જાહેરસેવાઓને નાણાપ્રધાન રોકી નથી શક્તા. એટલે શહેરોમાં પણ એમની નીતિઓની અસર મોટા ઉદ્યોગપતિઓ પૂરતી રહે છે જેઓ બીજી બાજુથી સરકારને – અને વિરોધ પક્ષોને પણ – નાણાં પૂરાં પાડે છે. એટલે સમજી શકાય એમ છે કે નાણાપ્રધાન મોટા ઉદ્યોગોને પણ કેટલું કહી શકે! જો કે, આમ માણસ ઉપર નાણાપ્રધાનની નીતિઓની એક અસર તો છે! કે એની પાસેના નાણાનું મૂલ્ય ઝડપભેર ઘટી રહ્યું છે. કારણ કે નાણાપ્રધાનના આંકડા હવે કરોડ, અબજ અને એથી પણ વધારે મીંડાંવાળ આવે છે એટલે અકિંચન તો બાજુએ લાખ-બેલાખ સુધીની પણ મૂડી ધરાવતા દેશના ૯૫ ટકા લોકોની હસ્તી જ નષ્ટપ્રાય થઈ જાય છે. આટલા ગંજાવર કંડાની રકમોમાં લેણદેણ કરતી સરકાર સામે આપણે કોઈ વજન જ ન રહે. આમ આપણને લાચાર બનાવી દેવામાં આવે છે. પોતાની પાસેના જૂજ શેરો-જો હોય તો-નો ભાવ ઊંચો જશે કે નીચો એ સિવાય નાણાકીય નીતિ વિશે લોકોમાં ચર્ચા નથી થતી! આ સમસ્યાનું મૂળ એમાં છે કે અત્યારના નાણાપ્રધાનનું અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પસંદ કરવા જેવું શું છે? | ૮૭ અર્થતંત્ર (ગ્લોબલ ઈકોનોમી) ને માટે ઘડાયેલું છે. ખુદ સરકારો પણ આવા અર્થતંત્રને કારણે જરૂરી બને છે અને તે પોતાની શક્તિ પણ તેમાંથી મેળવે છે. તેથી સરકાર નાણાપ્રધાનને અને નાણાપ્રધાન સરકારને અને તે બંને મળીને આયાત-નિકાસ કરનારા મોટા ઉદ્યોગપતિઓને સાથ આપ્યા કરે છે. બીજી બાજુ, પૈસા મેળવવા માટે પ્રામાણિક ઉત્પાદનનો જ નહીં ચોરી-ધમકીનો પણ બીજો રસ્તો હોઈ પૈસાની સર્વોપરિતા વધવાની સાથે ગુંડાઓનો વર્ગ પણ ઊભો થાય એ દેખીતું છે. આથી આપણે આમ નાગરિકોએ એ વિચારવાની જરૂર છે કે નાણાપ્રધાન તેમ જ તેમને આનુષંગિક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નાણાકીય અને આર્થિક સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓનો ધંધો વકીલાત જેવો છે. છેલ્લાં બસો વર્ષોથી અર્થશાસ્ત્રીઓએ ગંજાવર યંત્રો વડે કરાતા ઉત્પાદનની અને તેમાંથી પરિણમતા આંતરરાષ્ટ્રીય વેપારની વકીલાત કરી છે. એને કારણે પૈસાની સર્વોપરિતા વધતી ગઈ છે અને પૈસો સરકારો તથા મોટા ઉદ્યોગપતિઓ પાસે ભેગો થયો છે. તેથી આ અર્થશાસ્ત્રીઓને પણ તેઓની સાથે નિબત છે, નહીં કે આમપ્રજાની સાથે. ગંજાવર યંત્રો દ્વારા થતા ઉત્પાદનને પરિણામે દેશની વિશાળ પ્રજા બેકારીમાં ધકેલાય તેમ જ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને કારણે વાહનવ્યવહારથી માંડીને સંરક્ષણ સુધીની જરૂરી બનતી અનેકવિધ ‘સેવાઓનાં માળખાંઓના જંગી ખર્ચાઓને પરિણામે દેશની વિશાળ પ્રજા મોંઘવારીમાં હોમાય તેની તે ચિંતા નથી કરતા. કરે તોય તે બેકારી કે મોંધવારી અંગે કોઈ ઉપાય કરી શકે એમ નથી. જો કે, અર્થશાસ્ત્રીઓને વકીલો પણ ન કહેવા જોઈએ, કારણ કે વકીલોને ' તો જો તે ખોટા ધંધા કરે તો સજા ફટકારી શકાય છે, જ્યારે અર્થશાસ્ત્રીઓ આખા સમાજનું નિકંદન કાઢે તો ય એમને સજા નથી કરી શકાતી. - એટલે આમ નાગરિકોએ હવે જાતે જ જદી જાતનું અર્થતંત્ર વિચારવું પડશે. ગામડાંના કરોડો લોકોએ એ તપાસવું પડશે કે જીવનની મુખ્ય વસ્તુઓના, ખાસ તો કાપડ અને બીજી ચીજોના ભાવો બજારમાં બહુ વધતા જાય છે પણ જો આપણા ગામના જે લોકો આપણે ત્યાંના જ કાચા માલમાંથી કાપડ અને આ બીજી વસ્તુઓ બનાવે તો આપણને તે ઘણી જ સસ્તી મળે. બીજું, એ કારણે આપણને પણ ધંધો કરવાની તક મળે અને તો આપણને એટલી બધી આવક થાય કે એમાંથી આપણે આપણા ગામમાં બનતી ઘણી બધી વસ્તુઓ મેળવી શકીએ. આ પ્રમાણે ઉત્પાદન આપણે અત્યંત ઓછા ખર્ચ કરી શકીએ એટલે વસ્તુઓની ઘણી છત રહે. ઉપરાંત આ પ્રમાણે ઉત્પાદન આપણે આપણા ગામમાં જ બનતાં સાધનોથી કરી શકીએ તેથી પૈસા કે સરકારની જરૂર ન રહે તેથી - અત્યારના તંત્રની બદીઓમાંથી મુક્ત થઈ શકીએ. એ માટે ગામડાંમાં કાપડ તદના ઓછા ખર્ચે બનાવવાનું શરૂ કરી શકીએ અને એની પાછળ બીજા ઉદ્યોગો. - અર્થશાસ્ત્ર અંગે આ જાતની ચેતવણી આપી હતી જોગાનુજોગ એક વકીલે, ગાંધીજીએ. “ભારતીય અર્થશાસ્ત્રનો પાઠ્યક્રમ” નામના લેખમાં તે કહે છે કે “ભારતની For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ | ધન્ય આ ધરતી સંસ્કૃતિ તેનાં ગામડાંની સ્થિતિ પર અને તેમના સંપૂર્ણ વિકાસ પર અવલંબે છે. એમ માનીને નીચેનો પાઠ્યક્મ નક્કી કરવામાં આવ્યો છે. અધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓને સાથે લઈને કોઈ ગામમાં જવું જોઈએ અને ત્યાં જઈ તે વિદ્યાર્થીઓ પાસે ગામડાને લગતી હકીક્તો એકઠી કરાવવી જોઈએ અને એ રીતે તેમને અર્થશાસ્ત્રનો પદાર્થપાઠ આપવો જોઈએ... આવાં પૂરેપૂરાં નિરીક્ષણ-પરીક્ષણ પછી વિદ્યાર્થી પોતે પોતાના વિચાર સ્થિર કરે અને ગામડાની સ્થિતિ સુધારવા ક્યા ક્યા ઉપાયો લેવા જોઈએ એ બતાવે.” અત્યારનું અર્થશાસ્ત્ર આનાથી તદ્દન ઊલટું જ છે. વિદ્યાર્થીઓને ગામડાંના નિરીક્ષણ-પરીક્ષણ કરીને લોકોની જરૂરતો શી છે અને તે કેવી રીતે પૂરી પડે તથા ગામડાની સંપત્તિમાંથી તેને સમૃદ્ધ કેવી રીતે કરાય તે તપાસવાનું તો બાજુએ, ગામડાનો વિચાર સુદ્ધાં કરવાનો નથી હોતો. ખુદ નાણાપ્રધાનની જ વિચારસરણી એ જાતની નથી. એટલે એમની પાસે દેશના યુવાનોને, દેશની નવી પેઢીને કહેવા માટે કોઈ સંદેશો પણ નથી. ઊલટાનું નવી પેઢીને તો તેઓ બેકારીમાં અને મોંઘવારીમાં તથા તેમાંથી પરિણમતી ગુનાખોરીમાં ધકેલી રહ્યા છે. એવા દિવસો આવ્યા છે કે ઘરમાં બાપની આવક ચાલુ છે પણ જુવાનજોધ દીકરો બેકાર છે, એને કોઈ આવક નથી. બેકારીને કારણે ઘણા જુવાનો માટે પરણવાનું સુદ્ધાં મુશ્કેલ બની ગયું છે, જીવન જ અર્થહીન બની ગયું છે. નવી પેઢીની બેકારી દૂર કરવાનો ઈલાજ છે નાણાપ્રધાનની ખુદની બેકારી. બેમાંથી શું પસંદ કરવા જેવું છે એટલે નવી પેઢીએ જાતે જ આ ઈલાજ કરવો પડશે. યુવાનોએ તેથી પોતે જ નેતાગરી લઈને ગ્રામનિર્માણ કરવું પડશે, દેશનાં લાખો ગામડાંને તેમની પોતાની કુદરતી સંપત્તિ અને માનવશક્તિથી તેઓ સમૃદ્ધ કરી શકશે અને એ દ્વારા તેઓ નાણાપ્રધાન જે નથી કરી શક્તા તે કરી શકશે – દેશને બચાવીને, ઊભો કરીને, સશક્ત અને સમૃદ્ધ કરી શકશે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ૩૩ કયું ઉત્પાદન સારું ઃ દેશી, પરદેશી કે આપણા ગામનું? પુરષોત્તમભાઈ ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ત્યાંના એક સામયિકના તંત્રી છે. અમદાવાદ આવ્યા ત્યારે મને પહેલી વાર મળતા હતા છતાં એમનો ઉગ અને અજંપો બહાર આવી ગયો : આજે સવારે મેં જોયું કે હું જ્યાં ચા પીઉં છું તે દુકાન અને એની બાજુમાંની ધોબીની દુકાન, દરજીની દુકાન, પાનની દુકાન વગેરેને કાઢી નાખવામાં આવી હતી, કારણ કે આવતી કાલે ત્યાં નજદીકમાં નાણાપ્રધાનનું ભાષણ છે! અને બીજી બાજુ પરદેશની કંપનીઓને એમનો માલ અહીં ઠાલવવા અને ઠોક્વા માટે બધા રસ્તા ખોલી આપવાના છે. કૌશિકે પણ પોતાનો રોષ ઠાલવ્યો. જુઓને આ ગેટ કરાર. એક મુદ્દો એ જોવાનો છે કે ગેટ – જનરલ એગ્રીમેન્ટ ઑન ટ્રેડ એન્ડ ટેરીફ – એ તો થોડાક ધનિક ઔદ્યોગિક દેશોએ આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો, આયાત-નિકાસ પરના અંકુશો અને જકાતોના દર વગેરે નક્કી કરવા માટેની ઊભી કરેલી સંસ્થા છે પણ આંતરરાષ્ટ્રીય વેપારના આ જ બધા નિયમો નકકી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની પણ સંસ્થા છે, અટાડ – યુનાઈટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ. પણ અક્ઝાડ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા હોઈ એમાં દુનિયાના બધા દેશોને મતાધિકાર છે, એમાં બધા ૧૮૦ દેશો પોતાનો અવાજ ઉંઠાવી શકે છે એટલે ધનિક દેશો સંખ્યામાં થોડા હોવાથી તેઓ પોતાનું ધાર્યું અટાડમાં સહેલાઈથી ન કરી શકે. એથી એમણે અટાડ હોવા છતાં પોતાન એ આંતરરાષ્ટ્રીય વેપારનાં ધારાધોરણો ઘડવા, જકાત-પરવાનાની નીતિઓ નક્કી કરવા બીજી સંસ્થા ગેટ શરૂ કરી. ગેટ સંયુક્ત રાષ્ટ્રસંઘની બહાર હોવાને કારણે એમાં બધા દેશોને મતાધિકાર ન હોય, એના અધિકારીઓના પગાર અને સંસ્થાના ખર્ચા ધનિક દેશો તરફથી પૂરા પડાય એટલે એમાં ધનિક દેશોનું વર્ચસ્વ ચાલે એ દેખીતું છે. હવે ધનિક દેશો માટે દુનિયામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકવાનું અને આગળ વધવાનું મુશ્કેલ બન્યું છે અને એમને ત્યાં બેકારી વધવા માંડી છે. એટલે તેઓ અટાડને બાજુએ રાખીને ગેટ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો નક્કી થાય એનો આગ્રહ હવે વધુ રાખે છે અને આપણી પાસે તથા આપણા જેવા બીજા દેશો પાસે એ સ્વીકારાવે છે. ધનિક દેશોએ છેલ્લાં બસો વર્ષથી યંત્રો વડે મોટા પાયા પર ઉત્પાદન કરીને અને આંતરરાષ્ટ્રીય વેપાર વડે એને પરદેશોમાં વેચીને દુનિયામાં પોતાની સમૃદ્ધિ, પોતાની સત્તા, પોતાનું સાર્વભૌમત્વ સર્યું છે. તેને ટકાવી રાખવા આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે પોતાની રએ નિયમો ઘડાય અને પરદેશનાં બજારો પોતાને મળતાં રહે એ જરૂરી છે. એટલે For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ / ધન્ય આ ધરતી તેઓ સામ-દામ-દંડ-ભેદ બધા રસ્તાઓ લઈને એમનો માલ અહીં અને બીજે ઠોકરો. આના અંગે શું થઈ શકે ? અત્યારની આર્થિક વિચારસરણી તો આ દલીલને તાર્કિક બતાવે છે, કારણ કે ગ્રાહકને ચીજવસ્તુઓ સસ્તી મળે અને નવી ને નવી તથા વધુ ને વધુ મળે એ ધ્યેય છે. જો પરદેશની કંપનીઓ આપણા બજારમાં આપણા દેશની કંપનીઓ કરતાં વધુ સસ્તાં કૉમ્પ્યુટર, રેફ્રિજરેટર, ટેલિફોન, ટેલિવિઝન, સિન્થેટિક કાપડ અને બીજી વસ્તુઓ અને વધુ સસ્તું રાસાયણિક ખાતર અને મીઠું આપી શકે તો એનો શા માટે પ્રતિકાર કરવો એમ દલીલ થાય છે. અત્યાર સુધી તો આયાત-જકાતની નીતિઓ અને નિયમો વડે આપણે ત્યાં આવી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓને સંરક્ષણ આપવામાં આવતું હતું પણ હવે મુક્ત બજારની વિદેશવેપાર નીતિ યોગ્ય છે એ દલીલ આગળ ધરીને આયાત ઉપરનાં નિયંત્રણો દૂર કરી વિદેશી કંપનીઓને અહીં આવવા દેવામાં આવશે. કૌશિક કહે પણ આપણને તો એમ વ્હેવામાં આવે છે કે મુક્ત વિદેશવેપારની નીતિને કારણે આપણા દેશની કંપનીઓ વિદેશોમાં એમની નિકાસ વધારશે અને આપણો દેશ દુનિયામાં આર્થિક મહાસત્તા બનશે. તું ધોળે દિવસે તારા જુએ છે કૌશિક? આંતરરાષ્ટ્રીય વેપારમાં આજે દુનિયાના દેશો વચ્ચે કેટલી ગળાકાપ તીવ્ર હરીફાઈ છે તે તું જાણે છે? ભલભલા જાપાન, જર્મની, કોરિયા અને અમેરિકા જેવા દેશોની કંપનીઓ ત્યાં હાફે છે અને પ્રતિસ્પર્ધી પોતાને ક્યારે ફેંકી દેશે એ ભયથી ચિંતામાં છે. દુનિયાના ૧૮૦ દેશોમાંથી આપણા જેવા અનેક દેશો અંદર પેસવા માગે છે. હવે તો ચીન, રશિયા અને પહેલાના સામ્યવાદી દેશો પણ આ તરફ વળ્યા છે. આ મહાયુદ્ધમાં આપણા દેશના વેપારીઓ જીતે અને જીતે તો કેટલા જણ જીતે અને સતત હરીફાઈમાં કેટલો વખત ટકે એ તો તું વિચારી જો? અને આપણા થોડાઘણા ઉદ્યોગપતિઓ થોડોઘણો સમય જીતે તોપણ આપણી ૯૩ કરોડની પ્રજાને એનો શો લાભ થાય? અને એ વેપારીઓ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી ન શકે ત્યારે પોતે પણ કેટલા ફેંકાઈ જાય ? તો આપણા દેશની કંપનીઓએ આનો વિરોધ ન કરવો જોઈએ? એ નથી કરતી એનું કારણ એ છે કે આજે આપણા દેશની ઘણીખરી મોટી કંપનીઓએ પરદેશની કંપનીઓ સાથે સહયોગ કરેલો જ છે અને એમની નજર પણ પરદેશ ભણી છે. દેશની ઘણી કંપનીઓ પરદેશની કંપનીઓની અહીં કામ કરતી શાખારૂપ જ છે. બીજું કે પરદેશની કંપનીઓ આપણે ત્યાં એમનો માલ વેચીને આપણને બેકાર કરે એ તો બાજુએ, અત્યારે જ આપણા જ દેશની મોટી કંપનીઓએ આપણને બેકાર કરેલા જ છે. આ કારણોએ પરદેશની કંપનીઓ ખરાબ અને આપણા દેશની સારી એ દલીલ ઢીલી પડી જાય છે. તો શું આપણા જેવા દેશોના લોકોએ માત્ર પ્રેક્ષક બનીને બધું જોયા કરવાનું અને મૂંગે મોઢે જે થાય તે સહન કરવાનું? હવે તો દેશ શબ્દ ભૌગોલિક અને રાજકીય અર્થમાં રહ્યો છે. આર્થિક દષ્ટિએ તો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ કયું ઉત્પાદન સારું : દેશી, પરદેશી કે આપણા ગામનું ? / ૯૧ દેશોને બદલે બહુરાષ્ટ્રીય કંપનીઓની અને બહુરાષ્ટ્રીય તંત્રોની અને બહુરાષ્ટ્રીય બેન્કોની સત્તા ચાલે છે. આ કંપનીઓને કોઈ દેશો પ્રત્યે પોતાની જવાબદારી નથી લાગતી. દાખલા તરીકે, અમેરિકામાં આવેલી કોઈ બહુરાષ્ટ્રીય કંપનીના વડાને અમેરિકા વિદેશ-વેપારમાં નફો કરે છે કે ખોટ એની પરવા પણ નથી હોતી. એમનું તો એકમાત્ર ધ્યેય પોતાને માટે પૈસા કમાવાનું છે. અને આવી ઘણી કંપનીઓનાં નાણાં એટલાં બધાં વધારે છે કે એ ઘણાં દેશોની રાષ્ટ્રીય આવક કરતાં પણ વધારે છે. આ કંપનીઓનું લક્ષ્ય પૈસાને પરમેશ્વર માનીને વધુ મોટાં યંત્રો વડે વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદન અને વધુ મોટા પ્રમાણમાં વિદેશ વેપાર વડે એને વેચીને વધુ નફો કરવાનું છે. આને કારણે દરેક દેશોમાં પૈસાદારો અને ગરીબો વચ્ચેનું અંતર વધતું જાય છે અને દુનિયાભરમાં બેકારી વધતી જાય છે જે અસાધ્ય બની ગઈ છે, એને માટે અત્યારના અર્થતંત્ર પાસે કોઈ ઉપાય નથી. મને તો ગૂંગળામણ અનુભવાય છે, કૌશિકે કહ્યું. પણ તું મનને શાંત કરીને બીજી બાજુ વિચાર કર. ખરેખર તો યંત્રોથી વસ્તુઓ સસ્તી બને છે એ મૂળ વાત જ ભ્રમ છે. પછી યંત્રોથી એ વસ્તુઓ આપણા દેશમાં બને કે બીજા દેશમાં. આપણા દેશની કંપનીમાં બને કે બીજા દેશની મ્પનીમાં કે બહુરાષ્ટ્રીય કંપનીમાં. યંત્રો વાપરવાથી શ્રમશક્તિનો બચાવ થાય એમ આપણે જોઈએ છીએ, જો કે તે સાથે બેકારી વધે એની સામે આંખ આડા કાન કરીએ છીએ, પણ આપણે જે નથી જોતા તે એ કે યંત્રો વાપરવાથી શ્રમશક્તિનો તથા ખર્ચનો બચાવ થવાને બદલે તેમાં વધારો થાય છે, કારણ કે યંત્રોથી ઉત્પાદક્ત કરીએ તો તે ઉત્પાદન ઘણા મોટા પ્રમાણમાં થતું હોવાથી એને વેચવા માટે દૂરના પ્રદેશોમાં બજારો શોધવાં પડે. એને માટે કાચો માલ પણ વધારે અને અમુક જાતનો જોઈએ એટલે એ તેમ જ ઉત્પાદ્ધ માટે જરૂરી બીજી વસ્તુઓ બીજા પ્રદેશોમાંથી લાવવી પડે, મોટા પ્રમાણમાં નાણાં ઊભાં કરવાં પડે, એટલે સરવાળે આ બધાંનો ખર્ચ એટલો બધો વધી જાય કે શ્રમશક્તિ બચાવ્યાનો ફાયદો રહે નહીં. આ જાતના ગંજાવર ઉત્પાદન અને વેચાણને કારણે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, જાહેરખબરો, બૅન્કો, સરકારો, જાસૂસો, કૌભાંડો, ત્રાસવાદ, સંરક્ષણ વગેરેનું જાળું વધુ ને વધુ જટિલ થતું જાય અને એ બધાના જબરદસ્ત ખર્ચા છેવટે તો ઘરાક પર પડે. આની સરખામણીમાં કોઈ પણ સ્થળે સ્થાનિક કાચા માલમાંથી સ્થાનિક તદ્દન સસ્તાં સાધનો વડે સ્થાનિક બજાર માટે બનાવેલો માલ હંમેશાં અત્યંત વધારે સસ્તો પડે. દાખલા તરીકે કોરિયાની મિલનું સિક્વેટિક કોપડ આપણા દેશની મિલના સિન્ટેટિક કાપડ કરતાં સસ્તું હોઈ શકે પણ આપણા ગામના જ પાસમાંથી - શેરડીમાંથી સિન્ટેટિક જેવા રેષા પણ બની શકે તેમાંથી – આપણા ગામના જ વણકર પાસે બનાવેલા કાપડ કરતાં કદી સતું ન હોઈ શકે. આજના જ છાપામાં છે કે મોરબીના એક કારીગરે માત્ર પચાસ જ રૂપિયામાં માટીનું રેફ્રિજરેટર સુદ્ધાં બનાવ્યું છે, જેમાં પાણી ઠંડું થાય છે અને ખોરાક તાજો રહે છે અને વીજળીના ફ્રિજ કરતાં વધુ તાજો રહે છે. એ દરેક જગાએ બની શકે અને મળી શકે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ / ધન્ય આ ધરતી તે જ રીતે આપણી બધી જરૂરિયાતો માટે આપણા જ ગામમાં વસ્તુઓ બનાવીએ અને સેવાઓ ઊભી કરીએ તો પરદેશની કે દેશની કોઈ પણ કંપનીની વસ્તુઓ કરતાં તે અનેક ગણી સસ્તી બનશે. અને વધુ સુંદર તથા ગુણવત્તામાં વધુ સારી પણ, કૌશિકે ઉમેર્યું, કારણ કે અત્યારે તો આપણા ગામમાં મોટા ભાગના લોકો બેકાર-અર્ધબેકાર છે એટલે એમની આવડતો પણ મુરઝાઈ ગયેલી છે પણ જો બધાને ધીક્તા ધંધા ગામના જ બજાર માટે મળે તો એમની આવડતો પણ ખીલી શકે અને ક્ળાકારીગરી વિકસી શકે. મુક્ત વિદેશવેપારમાં કોઈ મુક્તિ નથી. એ તો ઊલટું, પરદેશની કંપનીઓને આપણું બજાર સોંપી દઈને એમની શેહમાં રહેવાની ગુલામી છે. આપણા અત્યારના અર્થતંત્રમાં પણ કોઈ મુક્તિ નથી, કારણ કે એમાં દેશનું બજાર દેશની થોડીઘણી કંપનીઓના હાથમાં સોંપી દઈને બાકીના કરોડો લોકો એમની આથિર્ક સત્તા નીચે રહે છે. પ્રજાને બેકાર બનાવનાર પરદેશી નહીં પણ દેશી મોટી કંપનીઓ છે. પ્રજાને મુક્તિ તો ત્યારે મળે જ્યારે દરેક સ્થળે પોતાના સ્થાનિક બજાર માટે લોકો પોતે ઉત્પાદન કરે. એ શક્ય પણ છે, કારણ કે દરેક સ્થળે સ્થાનિક બજાર માટેનું સ્થાનિક ઉત્પાદન બીજા કોઈ પણ ઉત્પાદન કરતાં ઘણું વધારે સસ્તું છે. એમાં લોકોને મુક્તિ જ નહીં, સમૃદ્ધિ પણ મળે, કારણ કે સ્થાનિક બજાર માટેના ઉત્પાદન માટે યંત્રોની જરૂર ન રહે અને સહુને રોજી મળે. બીજી બાજુ એમાં વાહનવ્યવહારથી માંડીને બૅન્કો સુધીનાં તંત્રોની જરૂર પણ ન પડે. એટલે એ અઢળક ખર્ચનો અત્યારનો અસહ્ય બોજો હળવો થાય. સ્થાનિક બનતી વસ્તુઓ આપણને સસ્તી પણ પડે અને સહુને રોજી મળવાથી સહુ તે મેળવી પણ શકે. ગાંધીજીએ જે ‘સ્વદેશી’ વસ્તુઓ વાપરવાનું કહ્યું હતું તેનો અર્થ પણ દેશી નહીં પણ સ્થાનિક બનતી વસ્તુઓ છે. દાખલા તરીકે એમણે કહ્યું હતું બિહારનો માણસ મુંબઈમાં બનતું કાપડ પહેરે એ સ્વદેશી નથી. પોતાના ગામમાં બનતું કાપડ પહેરે એ જ સ્વદેશી છે. પોતાના ગામમાં જો કોઈ વસ્તુ ન બની શકે તો પોતાના જિલ્લામાં બનતી વસ્તુ લે. પોતાના ગામમાં અને બાકી રહે તે જિલ્લામાં આપણને જરૂરી બધી વસ્તુઓ, અને તે સુંદર ગુણવત્તાની, બનાવવાનું શક્ય છે. આ વાત સ્થાનિક છે અને સાથે જગતવર્તી પણ છે. કારણ કે એ બધાં જ સ્થળે, બધા જ દેશોમાં શક્ય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ આજે બજારો શોધવા મરણિયા પ્રયાસો કરી રહી છે પરંતુ તેઓ અનિવાર્યપણે જે વ્યાપક બેકારી સર્જે છે તેને કારણે એમને બજારો મળેલાં હશે તો પણ તે મરેલાં હશે. ગૅટના યે ગૅટ કરારો લાવે તો પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ લાંબુ ટકી શકે એમ નથી. ગંજાવર મોટે પાયે કરેલું ઉત્પાદન વેચી નહીં શકે ત્યારે નફાને બદલે ખોટમાં જશે. ભવિષ્યની દુનિયામાં સ્થળસ્થળે સ્થાનિક બજારો માટે સ્થાનિક ઉત્પાદન થશે. આજે જેમ લોકો પોતપોતાને ત્યાં પોતાનો ખોરાક રાંધે છે તેમ પોતપોતાના ગામમાં પોતાને જરૂરી વસ્તુઓ થોડી જ મહેનત અને સમયમાં બનાવશે, તેથી સમૃદ્ધ તેમ જ સ્વતંત્ર હશે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૩૪ બહુરાષ્ટ્રીય કંપનીઓની બેધારી તલવાર અઢળક નફો કરતી અને અદ્યતન ટેકનોલોજીનાં યંત્રો ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશમાં આવશે, આપણે ત્યાં એમની શાખા નાખશે, આપણા લોકોને મજુરી આપશે, આપણો કાચો માલ ખરીદશે, આપણને એમની ઉત્પન્ન કરેલી વસ્તુઓ આપશે, એટલે આપણે તો જાણે ન્યાલ થઈ જઈશું એમ ભ્રમ ઊભો કરવામાં આવે છે. પરંતુ દેખીતું છે કે આ હાઈ-ટેક બહુરાષ્ટ્રીય કંપનીઓ એમના પોતાના લાભ માટે અહીં આવવા માગે છે. આપણા દેશમાં એ ઉત્પાદન કરે, કે કાચો માલ ખરીદે, તૈયાર વસ્તુઓ વેચે, કે આપણા દેશની કંપની સાથે સહયોગ કરે તો પણ એ બધી જાતનો જોડાણોમાં નાણાં આ બહુરાષ્ટ્રીય કંપનીઓનાં હોવાનાં, ટેક્નોલોજીની જાણકારી, મશીનો વગેરે પણ એમનાં હોવાનાં, મજૂરોથી માંડીને મેનેજરો સુધીના પગાર એમના તરફથી હોવાના એટલે જોડાણ ગમે તે જાતનું હોય પણ પકડ અને વર્ચસ્વ એમનાં રહેવાનાં એથી એમની શરતો આપણે માનર્થી પડવાની. . ઉપરાંત એ પણ સ્પષ્ટ છે કે કોઈ પણ ઉત્પાદનની ભાગીદારીમાં કાચોમાલ વેચનારને નહીં પણ એ માલમાંથી તૈયાર વસ્તુ ઉત્પાદન કરીને વેચનારને ફાયદો ઘણો વધારે થાય. એ અનેક ગણો ફાયદો કરવા માટે તો કાચો માલ ખરીદવામાં આવે છે. તે જ રીતે, કોઈપણ ઉત્પાદનમાં મજૂરીએ રહેનારને નહીં પણ મજૂરીએ રાખનાર માલિકને ફાયદો હોય એ પણ સ્પષ્ટ છે. મજૂરને તો માલિક શક્ય તેટલો ઓછો દર આપે છે અને એની પાસે કામ કરાવીને એ ઉત્પાદનના વેચાણમાંથી નફો કરવા તો એને મજૂરીએ રાખે છે. " એટલે આપણને જે કહેવામાં આવે છે તે તો ઊલટું છે. આપણને એમ કહેવામાં આવે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશની ખેતપેદાશો અને કુદરતી કાચો માલ ખરીદશે તો આપણી નિકાસો વધશે અને આપણને હૂંડિયામણની કમાણી થશે. અને એ પનીઓ અહીં ઉત્પાદન કરે તો આપણા દેશમાં રોજગારી વધશે. પરંતુ કાચો માલ વેચવો અને મજૂરી મેળવવી એ તો ખોટનો ધંધો છે. એ તો આપણું શોષણ છે. નફાનો ધંધો તો માલિક બનવામાં અને કાચા માલમાંથી તૈયાર વસ્તુ બનાવવામાં છે. માલિક મટીને મજૂર બનવું એટલે ગુલામી અને ગરીબાઈમાં સપડાવું. આ અંગે આપણે શું કરી શકીએ ? એ જોવા માટે પહેલાં એ જોઈએ કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણને રોટલાના ટુકડાની જેમ જૂજ પૈસા નાખીને - પોતે કેવી રીતે ધંધો કરે છે! નફો વધારવો એ જેનું ધ્યેય છે એવી આ કંપનીઓ આપણે ત્યાં શા માટે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ | ધન્ય આ ધરતી આવે છે ક્યા હેતુથી આવે છે? શું મેળવવા આવે છે? એક તો એમને આપણા દેશનાં કાચા માલ, ખેત પેદાશો, ખનિજ સંપત્તિ, વનસંપત્તિ વગેરેમાં રસ હોય છે. સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધોના દેશોમાં અનેક પ્રકારની કુદરતી સંપત્તિ છે જે શીત કટિબંધમાં આવેલા ધનિક દેશોમાં નથી. ઉપરાંત, એમને ત્યાં કેટલીક કુદરતી સંપત્તિ હોય તોય પોતાનાં જંગલો, પર્યાવરણ વગેરે સાચવી રાખવા તેઓ પોતાનો કાચો માલ વાપરવાને બદલે એ બહારથી લાવવાનું પસંદ કરે છે. બીજી બાજુ, આપણો દેશ આવો કુદરતી માલ વેચે ત્યારે આપણને સારી કિંમતો મળતી હોય એમ લાગે, પરંતુ એ કુદરતી માલમાંથી જ્યારે તૈયાર વસ્તુઓ બનીને આપણા દેશમાં વેચાવા આવે ત્યારે એ વસ્તુઓ ઘણી વધારે મોંઘી હોવાની. દાખલા તરીકે, દવાઓ બનાવનારી બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણે ત્યાં ઔષધીય વનસ્પતિઓ ખરીદે ત્યારે આપણને વધારે ભાવ આપતી હોય એમ લાગે તોય એ ભાવોના પ્રમાણમાં દવાઓ ઘણા મોંઘા ભાવે વેચે. બીજે, આ કંપનીઓની નીતિ ‘તારું મારું સહિયારું અને મારું મારા બાપનું જેવી હોય છે. કોઈ કાચા માલમાંથી તૈયાર વસ્તુ બને એ વચ્ચે ઘણી ઉત્પાદન પ્રક્રિયાઓ હોય છે એમાંથી જે ઉત્પાદન પ્રશ્ચિાઓ કપરી તથા સસ્તી મજૂરી માગનારી અને પ્રદૂષણ પેદા કરનારી હોય છે તે આપણા દેશમાં કરવામાં આવે છે અને ઉપરથી આપણને એમ કહેવામાં આવે છે કે આપણા દેશમાં રોજગારી આપવામાં આવે છે, પરંતુ જે ઉત્પાદન પ્રક્રિયાઓ પ્રદૂષણરહિત અને નફાકારક હોય છે તે કંપનીના માલિકો પોતાના દેશમાં કરે છે. એક દાખલો લેવાથી આ સ્પષ્ટ થશે. દુનિયામાં આંજે જેટલું એલ્યુમિનિયમ વપરાય છે તેનું મોટા ભાગનું ઉત્પાદક્ત પાંચથી સાત બહુરાષ્ટ્રીયે કંપનીઓ કરે છે. એ અમેરિકા, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ, રશિયા વગેરેમાં આવેલૈં છે. એલ્યુમિનિયમનો વપરાશ વિજળીના તારથી માંડીને વિમાનો સુધીની વસ્તુઓમાં એટલે કે ઘણો જ હોય છે અને એ ધાતુ હલકી હોવાથી સંરક્ષણમાં પણ એનો ઘણો વપરાશ હોય છે. એટલે આ બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઉત્પાદન અને એમના નફા કેટલા ગંજાવર છે એ સમજી શકાયું તેવું છે. બીજી બાજુ એલ્યુમિનિયમ જે મૂળ ખનિજમાંથી બને છે તેનું નામ બોક્સાઈટ છે અને આ બોક્સાઈટ પૃથ્વીના ઉષ્ણ કટિબંધના દેશોમાં એટલે કે કેરેબિયન દેશો, લેટિન અમેરિકાનો ઉત્તર ભાગ, મધ્ય આફ્રિકા, ભારત, ઈન્ડોનેશિયા વગેરેમાં ઘણા પ્રમાણમાં મળે છે. બોક્સાઈટમાંથી છેલ્લે એલ્યુમિનિયમ બને એ વચ્ચે ઘણી પ્રક્રિયાઓ હોય છે. એમાં વચ્ચે એલ્યુમીના નામની ધાતુ બને ત્યાં સુધીની ઉત્પાદન પ્રક્રિયાઓ પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ કરે છે. એ ઉત્પાદનમાં મજૂરો પણ ઘણા જોઈએ અને એ જોખમી કામ કરવા તૈયાર હોવા જોઈએ. એટલે એલ્યુમિનિયમની બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉણ કટિબંધના દેશોમાંથી બોકસાઈટ ખરીદવાને બદલે તે દેશોમાં આર્થિક સહયોગ કરી એલ્યુમીના બને ત્યાર સુધીનું ઉત્પાદન ત્યાં સાવ ઓછી મજૂરી આપીને કરે છે અને પછી પ્રદૂષણરહિત એલ્યુમ્મના પોતાના દેશમાં લાવી એમાંથી એલ્યુમિનિયમ પોતાને ત્યાં બનાવીને આખી દુનિયામાં વેચે છે અને એલ્યુમિનિયમ અનેક વસ્તુઓ માટે જરૂરી હોવાથી અઢળક નફો કરે છે. આપણા દેશમાં આ જાતની બહુરાષ્ટ્રીય કંપનીઓ મજૂરો રાખે કે નોકરીઓ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ બહુરાષ્ટ્રીય કંપનીઓની બેધારી તલવાર | લ્પ આપે ત્યારે તેના મજુરીના દર આપણે ત્યાં મળતા મજુરીના દર કરતાં વધારે હોય એટલે આપણા લોકો એ મજૂરી મેળવવા આક્ષય એમ આપણે જોઈ શકીએ છીએ પણ આપણે જે જોતા નથી તે એ કે આ જાતની ઉત્પાદન વ્યવસ્થાને કારણે બજારમાં જે વસ્તુઓ આવે છે તેમની કિંમતો ઘણી વધારે ઊંચે ચડે છે. એટલે મજૂરીની આવક વધારે થઈ હોય તો પણ એનો ફાયદો નથી રહેતો અને જે બધાને આ મજુરી નથી મળતી એમને તો મોંઘવારીમાં ટકવું મુશ્કેલ થાય છે. બહુરાષ્ટ્રીય ઉત્પાદનને કારણે વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, વિજળી વગેરે જાહેર સગવડોની કિંમતો પણ વધતી જાય છે. આ ઉપરાંત બહુરાષ્ટ્રીય ઉત્પાદનને કારણે આપણી પરદેશી હૂંડિયામણની જરૂરિયાત વધે છે અને તેથી એ કમાવા માટે આપણે વધુ ને વધુ કાચો માલ વેચવો પડે છે. દેશમાં કાચા માલનો પુરવઠો ઘટતાં અહીં નુક્સાન થાય છે. પરિણામે પરદેશી ચલણનું વર્ચસ્વ અને એનેં કાબુ વધે છે. જમૈકાના એક હોટેલના પરિચારકે કહ્યું કે અમારા સમુદ્રતટે એક આલીશાન હોટેલમાં એક ધનિક પરદેશીએ અમને ખરાબ રીતે હડધૂત ક્ય. રમણીય સમુદ્રતટ અમારો, હોટેલ બાંધેલી અમે, ભોજન બનાવેલું અમે, એને સજાવટ સાથે પીસેલું અમે, છતાં એ પરદેશીએ અમારું સખત અપમાન કર્યું. એટલા જ કારણેને કે એના હાથમાં ડૉલરનો સિકકો છાપેલી નોટ હતી? આ મૂળ સબક શીખવાનો છે. આ મૂળ સમસ્યા છે. જો આપણે ડૉલરની ગુલામીમાંથી એની જરૂરતમાંથી છૂટી શકીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા પર જે ગુલામી અને ગરીબાઈ લાદે છે તેમાંથી છૂટી શકૈએ. ડૉલરની જરૂરમાંથી ક્વી રીતે છૂટી શકાય ? આપણા કાચા માલમાંથી આપણે જરૂરી વસ્તુઓ જાતે બનાવીને. અને તે પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ કરતાં વધારે સારી અને સસ્તી બનાવીને. આ જાતનું ઉત્પાદન આપણે અદ્યતન ટેકનોલોજી અને યંત્રોથી તો ન કરી શકીએ કારણ કે એ એટલા મોટા પાયા પર થાય કે એને પરદેશોમાં વેચવું પડે. એમાં આપણે મહાકાય કંપનીઓની સામે ન ટકી, શકીએ. પરંતુ આપણે કાચા માલમાંથી આપણે જરૂરી વસ્તુઓ બીજી રીતે પણ બનાવી શકીએ – સાદાં સાધનોથી. એ રીતે દરેક સ્થળે ઉત્પાદન સ્થાનિક બજાર માટે કરીએ તો એમાં ઉત્પાદન ખર્ચ ઘણો જ ઓછો આવે, કારણ કે વાહનવ્યવહારથી માંડીને જાહેરખબરો અને બેન્કો સુધીના પનીઓના બધા ખર્ચા આપણને ન આવે. એટલે કોઈ પણ કંપની એનાથી ઓછા ખર્ચે ઉત્પાહ્ન ન કરી શકે અને તેથી આપણી સાથે હરીફાઈમાં ન ટકી શકે. તો આપણા કાચા માલના ઉત્પાદકોને પણ બહુરાષ્ટ્રીય કંપની કરતાં આપણને કાચો માલ વેચવામાં વધુ લાભ થાય. aખલા તેરીકે કેરીના ઉત્પાદકો ઉત્તમ કેરી પરદેશમાં વેચે છે કારણ કે ત્યાંથી તેમને વધુ પૈસા મળે છે. પરંતુ એ પૈસામાંથી તેઓ જેટલી વસ્તુઓ ખરીદે છે તેનાથી વધારે વસ્તુઓ અને વધુ સારી વસ્તુઓ જો તેમને સ્થાનિક બજારમાંથી જ એટલી કેરીના બદલામાં મળે તો તેમને પરદેશમાં વેચવાનું આકર્ષણ ન રહે. એ જ પ્રમાણે ૨, ઔષધીય વનસ્પતિઓ, ખનિજ વગેરેની બાબતમાં પણ આ શક્ય છે. એટલે આપણે જે દરેક સ્થળે આપણા માટે વસ્તુઓ આપણે ત્યાં સ્થાનિક ધોરણે બનાવી એમનો અરસપરસ વિનિમય કરીએ તોં ઘણા સમૃદ્ધ થઈ શકીએ અને કોઈ બહુરાષ્ટ્રીય કંપની આપણને દબાવી ન શકે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૩૫ પૈસો ક્યાં સુધી દુનિયાને ગોળ ફેરવશે ? શૅરોના ભાવમાં ઉછાળો આવે એટલે શહેરના લોકો આનમાં આવી જાય છે. શહેરના ઘણા લોકો શૅરમાં પૈસા રોકે છે. તેમની પાસે જે કંપનીના શૅરો હોય એમના ભાવ વધે એટલે તેમને પોતાની મૂડી વધી ગયેલી લાગે, પોતાનું ભવિષ્ય સુધરી ગયેલું લાગે. પરંતુ આપણી પાસેના સો-બસો શૅરોની સામે એ કંપનીઓના માલિકો અને શૅરોનો ધંધો કરનારાઓ પાસે હજારો લાખો શૅરો હોય છે. એમની મિલક્તના વધારા સામે આપણી રક્મનો વધારો કોઈ વિસાતમાં નથી. ઊલટાનું શેરના ભાવ વધવાથી એમની સરખામણીમાં આપણી સ્થિતિ તો નીચે ઊતરે છે, કારણ કે એમની સરખામણીમાં આપણા શેરોની સંખ્યા તો ઘણી ઓછી છે. ઉપરાંત તેઓ તેમના ઉપર કાબૂ ધરાવતી જે સરકારને પૈસા આપે છે તે સરકારની મૂડી તો અનેક્ળણી વધે છે. દસ વર્ષ ઉપર રોડ અને અબજના આંકડાની રમો ભાગ્યે જ સાંભળવા મળતી. આજે તો અનેક કરોડ અને અબજોની રક્મમાં જ સરકાર વાત કરે છે. આથી હકીક્તમાં તો આમઆદમીના થોડાઘણા શેરોના ભાવ વધે તોપણ એની તુલનાત્મક્ર સ્થિતિ તો વધારે ફોડી થાય છે. બીજી બાજુ એ કારણે બજારમાં ચીજવસ્તુઓની કિંમતોનો ફુગાવો કૂદકે ને ભૂસકે વધતો જાય છે. પરંતુ નોંધપાત્ર વાત એ છે કે આ મોંઘવારી છતાં, કિંમતો વધતી હોવા છતાં, લોકો ખરીદી કરવા માગે છે. જેમની પાસે પૈસા છે તેમને તો પૈસા કેમ વાપરવા એ પ્રશ્ન સતાવે છે. એ બતાવે છે કે લોકોને હવે વગર કહ્યે ખ્યાલ છે કે ભવિષ્યમાં પૈસાનું મૂલ્ય ન પણ રહે. પૈસા સંઘરવાનો અર્થ નથી. હજુ થોડાં જ વર્ષો પહેલાં સુધી લોકોમાં બચત કરવાની જે વૃત્તિ હતી તે હવે ભાગ્યે જ જોવા મળે છે. અત્યારે તો ‘કાલ કોણે દીઠી છે' એમ માનીને લોકો આડેધડ પૈસા ખરચે છે. દુનિયાના બધા દેશોમાં નવી પેઢીમાં તો કિંમતોની સામે જોવાની જાણે આદત પણ નથી. પરદેશની કંપનીઓ આપણા દેશના નેવુ કરોડ લોકોના બજાર માટે ટાંપીને ઊભેલી છે. પરદેશનો માલ આપણાં બજારોમાં આવે તો આપણા દેશમાં થતાં ઉત્પાદનનું શું થાય ? લોકોને અમુક વસ્તુઓ સસ્તી મળે, જેમકે પરદેશનાં કૉમ્પ્યુટરો ભારતમાં લાવવાની છૂટ અપાઈ એટલે આપણે ત્યાં બનતાં કૉમ્પ્યુટરોના ભાવ પણ બજારમાં નીચે આવી ગયા. પરંતુ જો અહીંના ઉત્પાદનને ફટકો પડે તો રૂપિયાનું મૂલ્ય જ નબળું થઈ જાય. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પૈસો ક્યાં સુધી દુનિયાને ગોળ ફેરવશે ? / ૯૭ રૂપિયાનું મૂલ્ય ઘટી જાય એની ગણતરીએ જેઓની પાસે પૈસા છે તેઓ તે ખર્ચવા માગે એ દેખીતું છે. પરંતુ જો કે ફોડ પાડીને બતાવી ન શકાય પણ પૈસા ખર્ચવા શેમાં એ પણ પ્રશ્ન છે. ખાણીપીણી પાછળ પૈસા ખર્ચવા હોય તો પણ બહાર મળતા ખોરાકમાં એટલી બધી ભેળસેળ હોય છે કે એ સા ખર્ચીને આફ્ત વહોરવા જેવું થઈ શકે. ઘરવપરાશનાં સાધનો વસાવવાં હોય તો એ દરેકના દોષો હવે બહાર આવવા માંડ્યા છે. પ્લાસ્ટિક, પોલિથિલીન ગે વસ્તુઓ ઉપર હવે પરદેશમાં તો નિષેધ પણ મુકાવા માંડ્યો છે. ફ્રીજ, ટીવી, કૉમ્પ્યુટર, માઈક્રોવેવ ઓવન વગેરેમાંથી નીક્ળતાં કિરણો શરીર માટે હાનિકારક છે એવી ચેતવણીઓ હવે આવવા માંડી છે. દાખલા તરીકે, કૉમ્પ્યુટર સામે બેસીને કામ કરનારા હવે એનામાંથી નીક્ળતાં કિરણોથી બચવા મોઢા પર હેલ્મેટ પહેરે છે. ીજ સૂવાના રૂમમાં તો ન જ રખાય એમ સલાહકારો ક્લે છે. ઘર બનાવવામાં વપરાતા એસ્બેસ્ટોસ, સિમેન્ટ વગેરે શરીર માટે હાનિકારક મનાય છે. તો લાકડું, પથ્થર વગેરે કુદરતી ચીજોના ભાવ મોટા ભાગના લોકોની પહોંચની બહાર છે. છાણ-માટી વધારે આરોગ્યદાયક છે. અત્યાર સુધી લોકો સોનું-ચાંદી લેવા પાછળ પૈસા ખર્ચતા પરંતુ હવે એ ધાતુઓની કિંમત વધવા કરતાં ઘટવા તરફી વધારે છે. દારૂ, જુગાર અને નશા પાછળ પૈસા ખર્ચનાર તો પૈસા સાથે પોતે પણ ખુવાર થાય છે. એટલે પૈસા સારી રીતે કેમ ખર્ચવા એ પણ એક પ્રશ્ન છે. એક રીતે જોતાં જે વર્ગના લોકો ઓછે પૈસે જીવન ગુજારે છે એમનું પલ્લું હવે નમતું જાય છે. કારણ કે આ વર્ગના લોકો પાસે શારીરિક શ્રમ કરવાની શક્તિ છે. પોતાનું કામ જાતે નિપટાવવાની શક્તિ છે. આપણે બીજાઓ ઉપર ખાસ આધાર રાખવાનો નથી હોતો. આપણને ઉપર જોઈ એવી ચિંતાઓ નથી. ખેતીના સાનિધ્યમાં રહેતા હોવાથી જીવન નભી જાય એટલું અનાજ મળી રહે છે. અલબત્ત ગરીબાઈને કારણે જે હાડમારી અને મજબૂરી સહન કરવી પડે છે એ તો નીંદનીય જ છે. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે જેઓની પાસે પૈસા છે તેઓ પણ હવે પૈસા પર મદાર ક્યાં સુધી રાખી શક્શે? તેમને પણ હવે પોતાનાં કામ જાતે નિપટાવતાં શીખવું પડશે. પોતાની સમસ્યાઓ જાતે ઉકેલતાં શીખવું પડશે. પોતાની મુસીબતોમાંથી જાતે રસ્તો કાઢતાં શીખવું પડશે. અત્યાર સુધી પૈસા આપીને ગમે તે કામ કરાવી શકાતું એ હવે ક્યાં સુધી શક્ય બનશે એ પ્રશ્ન છે. એ માટે જે પૈસા આપવા પડે તે પણ ઘણા વધારે આપવા પડશે. આજે પહેલાંના સામ્યવાદી દેશોમાં તો પૈસાનું મૂલ્ય સાવ ગગડી ગયું છે. અંધાધૂંધી પ્રવર્તે છે. બજારો લગભગ ખાલી છે. એનું કારણ એ નથી કે વેચવા માટે કશું નથી, કારણ એ છે કે લોકોને થોડાઘણા પૈસા મેળવવામાં ખાસ રસ નંથી. મૉસ્કોમાં ટૅક્સી જોઈતી હોય તો ટૅક્સી રોક્વાથી કોઈ ટૅક્સીવાળો ઊભો રહેતો નથી, પરંતુ એને સિગારેટ કે કોઈ વસ્તુ આપવા માટે બતાવો તો જ ટૅક્સી રોકે છે. ખોરાક્ની દુકાનો પર થોડીક જ ચીજો વેચાવા આવે છે અને For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ / ધન્ય આ ધરતી જ્યારે આવે ત્યારે તેમને માટે ઘણી મોટી લાઈન લાગે છે. એક અમેરિકન ડૉલરના ત્રણ વર્ષ પહેલાં ૩૬ રબલ હતા તે આ વર્ષે ૧૬૦૦ રૂબલ છે. મૂડીવાદી દેશોમાં પણ બેકારી ઘેરી થતી જાય છે. અત્યાર સુધી યુવાનો વધુ સારી નોકરી માટે પરદેશ જતા હતા. પરંતુ હવે તો કોઈ દેશ એવા નથી જ્યાં નોકરીઓની છત હોય અને જ્યાં નોકરી માટે જઈ શકાય. અત્યારની અર્થવ્યવસ્થાએ માણસ માટે આજીવિકાની અને ભવિષ્યની મોટી ચિંતાઓ ઊભી કરી છે. પરિણામે માણસની મોટા ભાગની શક્તિઓ ટકવામાં અને આવતીકાલ માટે વ્યવસ્થા કરવામાં જ પૂરી થઈ જાય છે. જ્યારે બીજી બાજુ, માણસ જો કુદરત સાથે તાલમેલથી રહે તો કુદરત તો એને બધું જ પૂરું પાડી શકે એમ છે : અનાજ, પાણી, વસ્ત્ર માટે ક્યાસ અને ઊન, ધાતુઓ, રંગો, દવાઓ, આવાસ માટે માટી, પથ્થર અને લાકડું વગેરે. માણસ જો પૈસા દ્વારા સંગ્રહ કરવાનું છોડે અને પોતાની બુદ્ધિ તથા શક્તિ વડે જરૂરી વસ્તુઓ મેળવે અને યંત્રો દ્વારા કુદરતનો વિનાશ ન કરે તો કુદરત પાસેથી ઘણું સુખી-સંપન્ન જીવન મેળવી શકે. આજ કે કાલ માટેની ચિંતા કરવાની રહે જ નહીં અને તો તેને પરિણામે જીવન સાર્થક કરવામાં પોતાનો સમય ગાળી શકે. પરંતુ આજે તો કુદરત પણ પૈસા કમાવાનું સાધન બની ગઈ છે અને ખુદ માણસ પણ બીજાઓ માટે પૈસા કમાવાનું સાધન બની ગયો છે. છેલ્લાં બસો વર્ષથી, યંત્રોદ્યોગ આવતાં, પૈસો દુનિયાને ગોળ ફેરવે છે, પણ હવે એ ન ફેરવી શકે તો? For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બૅન્ક ચેક બૅન્કશેક એટલે બેન્કના ચેકની આ વાત નથી. બૅચેક એટલે બૅન્ક ઉપરના ચેકની, બેન્ક ઉપર ચોકી કરવાની આ વાત છે. બેન્કો તો આપણો હિસાબ રાખે છે. પરંતુ આપણને બૅન્કોનો હિસાબ રાખવાનો વિચાર આવે છે ખરો ? : આવો વિચાર ઈંગ્લેન્ડની એક સંસ્થા નુતન અર્થશાસ્ત્ર સંસ્થા (ન્ય ઈકોનોમિકસ ફાઉન્ડેશન)એ કર્યો, આખી દુનિયાની બૅન્કો વિશે એણે સંશોધન કર્યું અને એમાંથી અવનવી વાતો બહાર કાઢી. હાર્વર્ડ યુનિર્વસિટીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને આપણા દેશમાંના ભૂતપૂર્વ અમેરિકન રાજા પ્રોફેસર જ્હોન ગોલબ્રેથે એમના લાખો નકલ વેચાયેલા પુસ્તક વૈભવી સમાજ (ધ એફલ્યુઅન્ટ સોસાયટીમાં કહેવું છે કે આ બૅન્કો ચાલે છે એનું કારણ એ છે કે એ ક્યો સામાજિક હેતુ સિદ્ધ કરે છે એની કોઈને ખબર જ નથી. | આપણને અમેરિકા અને યુરોપના વૈભવોની અદેખાઈ આવે છે, એ દેશોના ટેલિફોનોથી માંડી ગટરવ્યવસ્થાથી આપણે અંજાઈએ છીએ, એમના શિક્ષણતંત્ર અને વાહનવ્યવહારતંત્રથી ચક્તિ થઈએ છીએ. પરંતુ આ બધા પાછળ આવેલા બૅકિંગ તંત્રની શી પરિસ્થિતિ છે? ઉપરોક્ત અભ્યાસ જણાવે છે કે બૅન્કો મુશ્કેલીમાં છે. એમના ઘરાકોને અસંતોષ છે, એમના રોકાણકારો નારાજ છે, એમનો જમા-ઉધારનો હિસાબ ખાધમાં છે. એમનું પર્યાવરણલક્ષી કામકાજ, નૈતિક દરકાર અને સમાજસેવાનો હેવાલ પણ કંઈ વધુ સારો નથી. શા માટે આપણે હવે પૂછવું પડશે. એટલે આ સંસ્થાએ બેવોચ' એટલે કે બેન્કો ઉપર નિરીક્ષણ-ચોકી રાખવાનું નવું કામ શરૂ કર્યું છે. એમાં એને થાપણદારો તથા લેણદારો, સમાજસેવાની સંસ્થાઓ, પર્યાવરણલક્ષી મંડળો એશિયા-આફ્રિકા-લેટિન અમેરિકાના દેશોનાં મંડળોનો સહકાર મળ્યો છે. એ ઉપરથી એણે અનેક પુરાવાઓ એકઠા ક્ય છે. . ઈંગ્લેન્ડમાં તો છેલ્લાં ચાર વર્ષમાં હજારથી વધુ બૅન્કો બંધ થઈ ગઈ છે અને ૭૦,૦૦૦ બૅન્ક-કામદારો બેકાર બન્યા છે. ત્રણ વર્ષમાં બેન્કોના ચાર્જમાં બે અબજ પાઉન્ડનો વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ઈંગ્લેન્ડની બેન્કોએ એશિયા-આફ્રિકા અને લેટિન For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ / ધન્ય આ ધરતી અમેરિકાના દેશોમાંથી દર વર્ષે સરેરાશ એક અબજ પાઉન્ડ મેળવ્યા છે. બૅન્કો દ્વારા ખર્ચ અને શાખાઓ ઓછાં થવાથી અનેક લોકોને બૅન્કોની સગવડો બંધ થઈ ગઈ છે. બર્મિન્ગહામ, જે ઈંગ્લેન્ડનું બીજા નંબરનું શહેર છે ત્યાં ૨૮ ટકા લોકોને હવે બેન્કિંગની સગવડો બંધ થશે. બૅન્કોમાંનો થાપણદારોનો તથા લેણદારોનો વિશ્વાસ ડગી ગયો છે અને છેક તળિયે પહોંચી ગયો છે. દસ વર્ષ પહેલાં ૨/૩ ઘરાકોને સંતોષ હતો તેની સરખામણીમાં હવે આજે માત્ર ૧/૩ થાપણદારોને સંતોષ છે. વેપારી બંન્ને ઉદ્યોગોને લોન આપવા અંગે ચકાસણી કરતી વખતે પર્યાવરણલક્ષી પરિબળોની ભાગ્યે જ ગણતરી કરે છે. '' ' બૅન્કો એમને મળતી માહિતી ઉપર આધાર રાખે છે. છેલ્લાં વર્ષોમાં માહિતી વધારે મેળવવામાં આવી છે પરંતુ એને વધુ સારી માહિતી સમજવી એ ભૂલ છે. સંબંધો ઉપર આધારિત બેંકિંગની જગાએ આજે કોમ્યુટરોની ગણતરીઓ પર આધારિત પદ્ધતિઓ આવી ગઈ છે. કોમ્યુટરોમાં માહિર્તીનો કચરો ઠલવાય છે અને એમાંથી કચરા જેવાં તારણો બહાર આવે છે. આ અને બીજાં કારણોસર બૅકિંગની કાર્યદક્ષતા ઓછી થાય છે અને એમને પોતાનો ખચ હોય છે. ઓછી થયેલી કાર્યદક્ષતા દૂર થવાનાં કોઈ ચિલો દેખાતાં નથી. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાને અપાતું દેવું ગંજાવર નફા, કટકી ખાનારાઓ, અતિ-આક્રમક હરીફાઈ, કંગાલ માહિતી વગેરેને કારણે બીજા બજાર તરીકે ઓળખાય છે. ૧૯૯૨માં લેટિન અમેરિકામાં જે નવું ૧૦ અબજ અમેરિકન ડોલરનું દેવું લેવામાં આવ્યું તે એ બધાં જ લક્ષણો ધરાવે છે કે જે ખોટા નિર્ણયોવાળા અને કરુણ અંજામવાળા બૅન્કિંગ પગલાંઓને કારણે ખુદ દેવાની કટોકટી ઊભી થઈ હતી. બૅન્કે જો પોતાના નિર્ણયોમાં સફળ થાય તો તેમને તેનો તરત જ ફાયદો થાય છે. પરંત બેન્કોને પોતાના ખરાબ નિર્ણયોની ખરાબમાં ખરાબ અસરો સામે રક્ષણ હોય છે. કારણ કે એમની નિષ્ફળતાઓની ખોટ એમના ઘરાકો ઉપરના ચાર્જ ઉપર અથવા સરકારી કર ઉપર ફાળવાય છે. | દર છમાંથી એક અમેરિકન બૅન્ક ગુમગુ છે અને વચગાળાની ખોટમાં જાય એમ છે. એનો અર્થ એ કે એમને બચાવવા માટે કર ભરનારાઓની આવતી પેઢી ઉપર સો અબજ ડૉલરનો ખર્ચ આવશે. ખોટાં દેવાં અને તૂટતા મિલક્તબજારને કારણે નોર્વેમાં ત્રણ મોટી બૅન્કોને સરકારે હાથમાં લેવી પડી છે. યુરોપભરમાં બધી કેન્દ્રીય બૅન્કોએ વચમાં પડવું પડ્યું છે. - આવો ટેકો – ખાસ કરીને ફડચામાં ન જવાની સ્વતંત્રતા – બૅન્કોને એક ખાસ એવા દરજ્જામાં મૂકે છે કે સમાજને એટલું જ વળતર આપવાની બૅન્કોને ફરજ પડે. એટલે કે વાજબી ધોરણો અપનાવવાની અને બેન્કિંગ સગવડો સમસ્ત સમાજને આપવાની બેન્કોને ફરજ પડે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલો સફળ? આ વર્ષે (૧૯૫માં) સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) પોતાની સુવર્ણજયંતિ મનાવી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી, દુનિયાના દેશો વચ્ચે શાંતિ જળવાય એ મુખ્ય હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછીથી દુનિયાના દેશોની પ્રગતિ માટે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાની વધુ ને વધુ શાખાઓ સ્થાપી. હવે પચાસ વર્ષ પછી એ જોવું રસપ્રદ છે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા અને પ્રગતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલું સફળ થયું છે અને હવે પછી એ શું કરી શકે એમ છે? એનું પોતાનું ભવિષ્ય શું છે? - સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દુનિયાના બધા દેશો સભ્ય છે છતાં એની જુદીજુદી સંસ્થાઓના અધિકારીઓની નિમણૂથી માંડીને, એમની કાર્યવાહી, એમની પરિષદો, એ પરિષદોના નિર્ણયો સુદ્ધાં ઉપર ઔદ્યોગિક દેશોનો – ખાસ કરીને અમેરિકાનો – અંકુશ રહેતી હોય છે. એ ઉપરાંત પણ અમેરિકા અને બીજા ઔદ્યોગિક દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયોની ઉપરવટ પણ જાય છે. દાખલા તરીકે, વિદેશવ્યાપાર માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા અષ્ટામાં દુનિયાના બધા જ દેશોને મત આપવાનો અધિકાર હોઈ તે નિર્ણયો પોતાની પૂરી તરફેણમાં ના પણ આવે તેથી ઔદ્યોગિક દેશોએ વિદેશવ્યાપારના નિયમો નકકી કરવા પોતાના અંકુશવાળી જુદી સંસ્થા, ગાટ, ઊભી કરી અને હવે ગાટના નિર્ણયોને આધારે વિદેશ વેપાર ચાલે છે. દુનિયામાં શાંતિ અને પ્રગતિ લાવવા અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘની કામગીરી કેવી છે? તાજેતરનાં વર્ષો પર નજર કરીએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ અંગેની કામગીરી કોઈ દેશો વચ્ચેના સંઘર્ષને નિવારવા અંગેની નહીં પણ જુદાજુદા દેશોના પોતાના અંદરના સંઘર્ષને નિવારવા અંગેની રહી છે. જેમ કે રવાન્ડા, સોમાલિયા, યુગોસ્લાવિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં આંતર્યુદ્ધ ફાટી નીકળતાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ત્યાં જઈને દરમિયાનગીરી કરી હતી. કોઈ દેશની આંતરિક બાબતોમાં આ રીતે દરમિયાનગીરી કરવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાના માટે ઉચિત ઠેરવ્યું હતું એ વાત બાજુએ રાખીએ પરંતુ આ દેશોમાં આંતરિક શાંતિ સ્થાપવામાં પણ એને ખાસ સફળતા મળી નથી. " સંયુક્ત રાષ્ટ્રસંઘની દુનિયાના દેશમાં પ્રગતિ લાવવાની કામગીરી તપાસીએ તો આજે દુનિયાના બધા દેશોમાં મોંઘવારી, બેકારી, પર્યાવરણનું પ્રદૂષણ, શૈક્ષણિક For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ / ધન્ય આ ધરતી તથા આરોગ્ય સેવાઓમાં પડતી, ગુનાખોરી, હિંસા વગેરે બેફામ અને બેલગામ વધતાં જાય છે. આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ તો છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન દુનિયાના દેશો વચ્ચે આવક અને સંપત્તિની અસમાનતા ઘટવાને બદલે અનેકગણી વધી છે. દુનિયાની ૧૦% વસ્તી બાકીના ૯૦%ને ભોગે ધનિક બની છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનો ઉપરના દુનિયાના કુલ ખર્ચના ૯૯% ખર્ચ માત્ર ટોચના દસ યંત્રોદ્યોગના દેશોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી અને નાણાકીય અંકુશ એમના હાથમાં હોવાથી એમના તરફથી ઘડાતા વિદેશ વેપારના નિયમોની અને એમના તરફથી દુનિયાના બીજા દોઢસો દેશોને અપાતી નાણાકીય મદદની રૂએ આખા વિશ્વસમાજને ચાલવું પડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ આ રોકી શકે એમ નથી. ધનિક દેશોએ રાષ્ટ્રસંઘની બહાર સ્થાપેલી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, ગાટ અને વિશ્વબેક ઘણી વધારે શક્તિશાળી છે. ઉપરાંત, બીજી બાજુ ઉલ્લેખનીય મુદ્દો તો એ છે કે આજે બધા દેશોમાં પ્રજાના પ્રશ્નો હલ કરવા દેશની સરકાર પોતે જ સમર્થ નથી, ઉપયોગી નથી. 'તો પછી એ પ્રશ્નો હલ કરવા બધા દેશોની સરકારોમાંથી બનેલું સંયુક્ત રાષ્ટ્રસંઘ કેવી રીતે ઉપયોગી નીવડી શકે ? આ સંદર્ભમાં વ્યાજનક હકીક્ત એ છે કે યંત્રોદ્યોગના દેશોની પ્રજાઓની સ્થિતિ ગુલામ જેવી છે, કારણ કે એ દેશોમાં બધા ઉદ્યોગો જંગી પાયા પર ઊભા કરાયેલા છે, તેથી એમને ઉત્પાદ્ધ કરવા પરદેશોમાંથી કાચામાલ પર તેમ જ ઉત્પાદન વેચવા પરદેશોનાં બજારો પર નભવું પડે છે અને પરિણામે એમને એમની સરકારો ઉપર આધારિત રહેવું પડે છે, સરકારની નીતિઓને આધીન રહેવું પડે છે. મોટા ભાગની પ્રજા આવી જંગી ઔદ્યોગિક કંપનીઓ અથવા એમની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કામ કરતી હોઈ લોકોની નોકરી તથા આજીવિકા ઉપર સરકારી નીતિઓની ઘણી અસર પડે. ઉદ્યોગો અને સેવાઓની જંગી કંપનીઓમાં નોકરી હોવાને કારણે દરેક જણને ઉપરી, 'બોસ', હોવાથી લોકોને પોતાનો રોટલો બીજાની યા પર રળવો પડે. અમેરિકાની એક કૉલેજમાં મેં એક વર્ષ ભણાવ્યું હતું ત્યારે તેના આચાર્યો બોલાવેલી એક મિટિંગમાં, મારા વર્ગમાં પરીક્ષા હોવાથી, હું જઈ ન શકી તેથી તેમણે મને બોલાવીને ધમકાવેલી, એમ જ્હીને કે તમે મારી આજ્ઞા ઉથાપી ન શકે, કારણ કે હું તમને ખોરાક આપું છું, હું તમને ક્યાં આપું છું.” અમેરિકાના વિચારકો આજે પણ આ ભય સામે પોતાના દેશવાસીઓને ચેતવણી આપે છે કે આપણે ત્યાંની મોટી કોર્પોરેશનો આપણને ભૂખે મારી શકે, ટાઢમાં થથરાવી શકે, આપણે સ્વાયત્ત બનવું જોઈએ. પરંતુ ત્યાં હસ્તઉદ્યોગો જ નથી. એમને વિશે જાણકારી સુદ્ધાં નથી. કશું જાતે બનાવતાં આવડતું નથી. ગ્રામીણ સંસ્કૃતિથી તેઓ બહુ દૂર ચાલી ગયા છે. આમ સ્વતંત્રતા અને લોકશાહીનાં બણગાં ફૂંકનાર અને આખી દુનિયામાં એનો ઉપદેશ આપતા ફરનાર દેશમાં પણ સાચી સ્વતંત્રતા નથી. કારણ કે મોટા For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલો સફ્ળ ? / ૧૦૩ ભાગના પ્રજાજનોને પોતપોતાના ‘બૉસ’ના અંકુશ નીચે વર્તવું પડે છે અને આ ગુલામી જાણે કોઠે પડી ગઈ છે. અને સરકાર પ્રજાના પ્રશ્નો હલ ન કરી શક્તી હોવા છતાં પ્રજાને એના અંકુશમાં રહેવું પડે છે. વળી સંયુક્ત રાષ્ટ્રસંઘને પણ આ સરકાર પોતાના આર્થિક બળ વડે અંકુશમાં રાખતી હોય છે. હેવાય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની મરજી વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાંદડું પણ હાલી ન શકે તો એ સંયુક્ત રાષ્ટ્રસંઘ દુનિયાના દેશોનું - શું ઉજાળી શકે? જે બે મુખ્ય ધ્યેયો, દુનિયાના દેશોમાં શાંતિ અને પ્રગતિ, માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી એ પ્રાપ્ત ન થઈ શક્વાનું કારણ સરકારો પાસે પૈસા નથી એ નથી, પણ વિશાળ પ્રજા પાસે રોજીરોટી નથી એ છે. અત્યારની દુનિયાનો રોગ વ્યાપક અને વધતી જતી બેકારીનો છે અને એ રોગનું કારણ પૈસાનો અભાવ નહીં, બજારનો અભાવ છે. સરકારો કે સંયુક્ત રાષ્ટ્રસંઘ માત્ર પૈસા જ ફાળવી શકે, બજારો ઉભાં ન કરી શકે. દુનિયાના પાંચ અબજના જનસમાજના દરેક જણ માટે રોજીરોટી ઊભી કરી શાંતિ તેમ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘની નહીં, ગામડે ગામડે ઉદ્યોગીકરણ લાવવા શરૂઆતમાં વગર પૈસે કાપડ ઉદ્યોગ ઉભો કરવા માટે ગાંધીજીએ બતાવેલાં રેંટિયા અને સાળની જરૂર છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - ૩૮ વિકાસની નવી દિશા વિશે સજાગ બનીએ દર વર્ષે દુનિયાના સૌથી ધનિક સાત રાષ્ટ્રોની મિટિંગ જી-૭ મળે છે ત્યારે સાથે તે જ શહેરમાં અત્યારના આર્થિક વિકાસની રીતની ટીકા કરનારાઓ “જુદું અર્થશાસ્ત્ર મિટિંગ” પણ ભરે છે. દુનિયાભરમાંથી આવતા આ વિદ્વાનો બતાવે છે કે અત્યારની સમસ્યાઓ, ખાસ તો ગરીબાઈમાં અને પર્યાવરણના પ્રદૂષણમાં થઈ રહેલો વધારો કોઈ આકસ્મિક કારણે નથી, પણ અત્યારના આર્થિક વિકાસની જે રીત છે તેને કારણે છે. ઈંગ્લેન્ડની આ વિષયમાં કામ કરતી સંસ્થાઓનું તાજેતરમાં લંડનમાં સંમેલન યોજાયું હતું. સંમેલનનાં તારણો રસપ્રદ છે. જો સમસ્યા ગરીબાઈની છે તો સામાન્ય રીતે એનો ઉકેલ બતાવાય છે વિકાસ, પરંતુ વારંવાર આપણે જોયું છે કે વિકાસ ગરીબાઈનું માત્ર આધુનિકીકરણ કરે છે, તે પણ અત્યંત પ્રદૂષણને ભોગે, અને પરાવલંબનના નવા પ્રકારો ઉભા કરે છે. | અક્ષરજ્ઞાન, બાલ-સ્વાથ્ય, શિક્ષણ વગેરેમાં મહામુશ્કેલીમાં મેળવેલા સુધારાઓ હવે અસરકારક રહ્યા નથી અને ગરીબાઈ મહેતા માણસોની સંખ્યા વધતી રહી છે. વિશ્વબૅન્ક અને એવી બીજી સંસ્થાઓ, આ પ્રશ્નો વિષે ઉગ્ર ટીકાઓ કરવા છતાં, તેના નક્કર ઉકેલો ભાગ્યે જ સૂચવે છે. આપણે અત્યારે પછાત દેશોની સમસ્યાઓ વિશે લખાતાં પુસ્તકો જોઈએ તો દસમાંથી નવ પ્રકરણો તો શું ખોટું છે એના વિશે જ હોય છે અને ટૂંફ છેલ્લું પ્રકરણ વિકલ્પોની ચર્ચા કરે છે. સંમેલનનું એક કારણ એ હતું કે અત્યારની વિકાસનીતિઓની નબળાઈ એ છે કે એ ગરીબ લોકોને બોજારૂપ માને છે, સમાજ પર અને અર્થતંત્ર પર, કે જેમને સહાયની જરૂર છે. બીજા એક તારણ મુજબ ગરીબો નવરા નથી. તેઓ કામ તો કરે છે એટલે કે 'ગરીબ' શબ્દ નામ નહીં પણ વિશેષણ છે. ગામડાંના ગરીબો એટલે ગરીબ ખેડૂતો, ગરીબ રબારીઓ, ગરીબ માછીમારો. ટૂંકમાં, તેઓ ગરીબ ઉત્પાદકો છે. એમની ગરીબાઈ ઘટાડવાનો રસ્તો એ છે કે એમને એમના કામમાંથી વધુ કમાણી મળે. જો કે, એ કેવી રીતે મળે એ હેવાલમાં નથી બતાવ્યું. ઉપરાંત કરોડો ભૂમિહીન ગ્રામજનો જેમની એકમાત્ર આવક ખેતમજૂરીની છે એમનો પણ ઉલ્લેખ નથી. આવાં સંમેલનો અને સંસ્થાઓમાં ઈંગ્લેન્ડના લોકોનો રસ વધતો જાય છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિકાસની નવી દિશા વિશે સજાગ બનીએ | ૧૦૫ એક ટેકેદાર કહે છે કે કોઈ કોઈ જગાએ કોઈ દિવસે તો એ સ્પષ્ટ કરવું પડશે કે કયા ફેરફારો જરૂરી છે. બીજા કહે છે કે આવાં સંમેલનોને કારણે મને માનસિક ટેકો મળે છે કે આવા વિચારો હં જ નહીં, બીજા પણ કરે છે. ત્રીજા કહે છે કે જો આપણે ક્યારેય કશીય સફળતા મેળવીશું તો એ વધારે હોંશિયારીથી વાત કરીને નહીં પણ વધારે સરળતાથી વાત કરીને. હવે પછીના ધંધાઓ એવા હશે જેમાં નફાની પહેલાં લોકોને અને કુદરતને અગ્રિમતા હશે. લોકોને તેમના કાબૂની બહારના વૈશ્વિક તંત્રના ગુલામ બનાવવાને બદલે આવા ધંધાઓ માનવતાના હિતમાં અર્થતંત્રને યોજવાનું ધ્યેય રાખશે. અત્યારનો હેવાતો આર્થિક વિકાસ મોટે ભાગે તો ઊલટી જ અસર કરે છે. એ લોકોની તેમના પોતાના જીવન પર કાબૂ રાખવાની અને પોતાના જીવનની યોજના કરવાની શક્તિ હણી લે છે. પ્રચંડ આંતરરાષ્ટ્રીય વેપાર અને બહુરાષ્ટ્રીય કંપનીઓને કારણે હવે તો રાષ્ટ્રો સુદ્ધાં પોતાની યોજના નથી કરી શક્તાં. આ “વિકાસ” લોકોને પરાવલંબી બનાવે છે. એટલું જ નહીં, એ પૃથ્વીને પણ નુક્સાન પહોંચાડે છે. એ આપણી કુદરતી સંપત્તિ એટલી ઝડપથી વાપરી-વેડફી નાખે છે કે એટલી ઝડપથી પૃથ્વી એ દ્રવ્યો ફરી પેદા નથી કરી શક્તી. હવે ઈંગ્લેન્ડમાં વધુ સમાજે પોતાનું સ્થાનિક અર્થતંત્ર સ્થાપી રહ્યા છે અને એ દ્વારા એમની જીવનની ગુણવત્તા વધે છે તેમ જ તેઓ વિચારોને માત્ર નિષ્યિપણે સાંભળવાને બદલે તેમને અમલમાં પણ મૂકે છે. ઈંગ્લેન્ડ કે જ્યાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયેલો અને એ કારણે જેણે પોતાનું મોટા પાયા પર ઉત્પન થતું કાપડ યેન કેન પ્રકારેણ આપણે ત્યાં દોડી : બેસાડેલું, એટલે સુધી કે આપણા વણકરોને દૂર અત્યાચારો કરી નાબૂદ કરેલા અને એ રીતે આપણાં ગામડાંમાં ધમધમતો કાપડનો ધંધો અને પરિણામે બીજા - ધંધા ખેરવી નાંખેલા અને આપણાં સમૃદ્ધ ગામડાને પાયમાલ કરી નાખેલાં, તે ઈંગ્લેન્ડમાં હવે જુદી જ દિશાની વિચારસરણી જોર પડ઼તી જાય છે. આ નવી વિચારસરણી આપણી જે અર્થરચનાને એમણે બસો વર્ષ પહેલાં તોડી તેને જ હવે પાછી લાવવા અંગેની છે. ગયા જૂન મહિનામાં ઓર્ડ યુનિવર્સિટીમાં “આધુનિક પછીનું ભવિષ્ય” પર બે સેમિનારો યોજાયા હતા. એક “ટકાવી શકાય એવું ભવિષ્ય” પર અને - બીજો “નવો વૈશ્વિક લોકસમાજ” પર. આધુનિક યુગ જે ૧૮મી સદીમાં શરૂ થયો અને ઔદ્યોગિક, અમેરિકન તથા ફેંચ ક્રાંતિઓમાં ખીલ્યો એનો હવે અંત આવી રહ્યો છે. જીવન અને ચિંતન વિશેના, સંપત્તિ અને કામ વિશેના, વિકાસ ' અને પ્રગતિ વિશેના, જ્ઞાન અને સત્તા વિશેના, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિશેના ચાલુ આધુનિક રસ્તાઓ હવે વધુ વખત ટકાવી શકાય એવા નથી. આધુનિક-પારના, યુરોપિયન-પારના ભવિષ્યની રૂપરેખા ઊભી થઈ રહી છે. એ સભાનતા વધી રહી છે કે આપણે લોકોએ હવે એને આકાર આપવા શક્તિ અને જવાબદારી કેળવવી પડશે. ' વિકાસની નવી દિશા શોધવાની જરૂર ઔદ્યોગિક દેશોમાં પણ જણાઈ રહી છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. ૩૯ હોળીના રંગ આ રવિવારે ન-પાર્ક જવું છે?” રીનીએ પૂછ્યું. “પ્રવેશ ફી રૂ।.૧૦૦ છે પણ ખૂબ લહેર પડશે. ઊંચી લપસણીથી સડસડાટ લપસીને પાણીમાં પડવાનું. પાણીમાં જાતજાતની રમતો. દૂર સુધી પથરાયેલી હરિયાળી લૉન. નાસ્તા પણ ત્યાં ચટપટા મળે છે. પિન્કી, પ્રેમલ, નૈમિષ અને નેહા પણ આવવાનાં છે.’’ ‘‘ઓ...” રોનીએ જવાબ આપ્યો, બહુ ઉત્સાહ વગર. રીની : કેમ આમ મોળું બોલે છે? - રોની : હમણાં મારા હાથમાં એક અમેરિકન પુસ્તક આવ્યું ફાઈનલ એક્ઝિટ. આપધાત કઈ રીતે કરવો – એ વિશેનું છે. એણે મને આશ્ચર્યમાં નાખી દીધો છે. અમેરિકામાં તો ન-પાર્ક કરતાં પણ કેટલા સુંદર પાર્ક છે? જાતજાતના આનંદપ્રમોદનાં કેટલાં બધાં સ્થળ છે? મોજમજાની કેટલી બધી સામગ્રી છે? અને તેમ છતાં પણ આપધાત વિશેનું પુસ્તક કેમ આટલું બધું વેચાતું હશે ? રીની : હા, રોની, મેં પણ હમણાં છાપામાં વાંચ્યું કે જાપાનમાં પણ એક ૩૬ વર્ષના છોકરાએ આપધાત કરવા માટેના માર્ગદર્શન અંગે પુસ્તક લખ્યું છે. આપધાત કરવાની જુદીજુદી રીતો એમાં વિગતવાર સમજાવી છે. એ પુસ્તક પણ એટલું બધું વેચાઈ રહ્યું છે કે લેખક છોકરો અબજોપતિ બની ગયો છે અને એ ડૉ. ડેથ નામે ઓળખાય છે. જાપાનીઓ તો કેટલા બધા ધનિક છે અને કેટકેટલા વૈભવો એમની પાસે છે? તો આપઘાતની વાતમાં કેમ રસ પડતો હશે ? વાંક એમાં એમનો નથી, પ્રો. રાજેશે ચર્ચામાં ઝંપલાવ્યું, વાંક અત્યારની અર્થરચનાનો છે. રીની : મને પણ એમ લાગ્યા કરે છે. અમે જાણે અત્યારના તંત્રના શિકાર છીએ. એની જાળમાં ફસાયેલા છીએ. બહારથી તો નવી નવી ફેશનનાં કપડાં પહેરીએ છીએ પણ અંદરથી જાણે મુરઝાઈ રહ્યા છીએ. રોની : પણ અર્થરચનાની આ એવી તે કઈ જાળ છે? પ્રો. રાજેશ : એ જાળ એ છે કે અત્યારની સમાજરચના સ્વાર્થના પાયા ઉપર રચાયેલી છે. તે દરેક જણને પોતાનો સ્વાર્થ જ તાકવા પ્રેરે છે, દરેકને પોતાનો વિચાર કરવો પડે છે. અને સ્વાર્થનું માધ્યમ છે પૈસો. દુકાનદારને વધુમાં વધુ પૈસે પોતાની ચીજ વેચવી છે, પણ બીજી બાજુ ઘરાકને ઓછામાં ઓછા પૈસે ચીજ ખરીવી છે. દુકાનદારને ઉત્પાદક પાસેથી વધુમાં વધુ કમિશન જોઈએ છે, પણ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ હોળીના રંગ | ૧૦૭ બીજી બાજુ ઉત્પાદક વધુમાં વધુ નફો કરવા કમિશનનો ખર્ચ ઘટાડવા માગે છે. માલિકને ઓછામાં ઓછો મજૂરીનો દર આપવો છે, પણ બીજી બાજુ મજૂરોને વધુમાં વધુ મજૂરી જોઈએ છે. મકાનમાલિકને વધુમાં વધુ ભાડું જોઈએ છે પણ બીજી બાજુ ભાડુઆતને ઓછામાં ઓછા ભાડે મકાન જોઈએ છે. રોની : અને પૈસા વગર આજે કોઈને ચાલે એમ નથી એટલે આ ખેંચતાણ, આ કાપાકાપી તો રહેવાની જ ને? ઉપરાંત અમારી પેઢીમાં બેકારી એટલી વધતી જાય છે કે નોકરી અને તેમાંય સારા પગારની નોકરી મેળવવા માટે જબરદસ્ત હરીફાઈ છે. એમાં જીતવું હોય તો દાવપેચ ખેલવા પડે છે અને હારીએ તો હતાશ થઈ જવાય છે. પૈસા કમાવાનું ધ્યેય એટલું સર્વોપરી બની ગયું છે કે એની ખાતર દગો-ફટકો, જૂઠ-બનાવટ બધું ચલાવવામાં આવે છે. અરે એ ખોટે માર્ગે વધારે પૈસા કમાઈ શકો તો એ દુર્ગુણોને બિરદાવવામાં આવે છે! પ્રો. રાજેશ : અત્યારનું અર્થતંત્ર એ પાયા પર ઊભું થયેલું છે કે માણસ સ્વાર્થી છે. પરંતુ ખરેખર તો આપણે સ્વાર્થી નથી. ઊલટાનું ખરેખર તો આપણે પ્રેમી છીએ. આપણને સહુની પાસેથી પ્રેમ જોઈએ છે અને બીજાઓને પણ આપણી પાસેથી પ્રેમ જોઈએ છે. રીની : આપણે સ્વાર્થી પણ છીએ તો ખરા ને - પ્રો. રાજેશ : પરંતુ અન્ન, વસ્ત્ર, મકાન, દવા અને બીજી જરૂરી વસ્તુઓ તો કુદરત આપણને મબલખ પ્રમાણમાં આપી શકે એમ છે, જો આપણે એમનો સંચય ન કરીએ તો. પણ અત્યારના તંત્રની ખામી એ છે કે અત્યારે આ વસ્તુઓ પૈસાથી મળે છે અને પૈસાનો સંચય થઈ શકે છે. છેલ્લાં બસો વષોંથી પૈસો અમુક દેશોમાં અને બીજા દેશોમાં અમુક ખિસ્સાઓમાં એકઠો થતો આવ્યો છે, એને કારણે આજે આ વસ્તુઓ બાકીના કરોડો લોકો માટે ઘણી મોંધી થતી જાય છે. તેથી સહુને આવતી કાલની ચિંતા છે. ઘણાંને તો આજ સાંજના રોટલાની પણ ચિંતા છે. મોંઘવારી વધતી જાય છે તેથી પૈસાનો સંચય કરવો પડે છે. એટલે અત્યારનું અર્થતંત્ર સહુને સ્વાર્થી બનાવે છે. . . રીની : તમે એ કહેવા માગો છો કે આજે બધાને પૈસાનો સંચય કરવો પડે છે એટલે બધાં સ્વાર્થી બને છે? બીજાને માટે ઘસાવાનું તો બાજુએ, બીજાને માટે દરકાર પણ નથી. કોઈ જો બીજાનું કામ કરે તો માત્ર પૈસા માટે. નોકરી કરનારાઓનો એકમાત્ર હેતુ પૈસા કમાવાનો છે અને માલિકોનો હેતુ નફો કમાવોનો. જેઓ મીઠું સ્મિત વેરીને વસ્તુઓ બતાવવા જાહેરખબરો કરે છે એ પણ પોતાના પૈસા કમાવા માટે જ એ નાટક કરે છે. સમાજના બધા સંબંધોમાં આ હેતુ સર્વોપરી છે એટલે એકબીજા વચ્ચે અંતર વધતું જાય છે. પ્રો. રાજેશ : એક બીજી વાત પણ છે. પૈસા કમાવા માટે આપણે, સારા શબ્દોમાં કહીએ તો, ચમચાગીરી કરવી પડે છે, આંખ આડા કાન કરવા પડે છે, અંતરાત્માને દબાવવો પડે છે. સાફ શબ્દોમાં કહીએ તો, ગુલામી વેઠવી પડે છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮| ધન્ય આ ધરતી દરેકને કોઈ ને કોઈ બોસ' નીચે રહેવું પડે છે. જેઓ પોતાનો ધંધો કરે છે તેમને પણ બજારનાં પરિબળોને આધીન રહેવું પડે છે. રોની : મને હમણાં એક જર્મન વૈજ્ઞાનિક મળ્યા હતા. એમણે મને જે સવાલ કર્યો એણે મને વિચારમાં મૂકી દીધો. એમણે પૂછ્યું કે તમારે વિદેશી પ્રવાસીઓ માટે પર્યટનનાં સ્થળોની સગવડો શા માટે વધારવી છે એટલા માટે કે જર્મનો આવીને તમારા વેઈટરના મોં પર કોફીનો પ્યાલો ફેંકીને કહે કે લઈ જાઓ આ કૉફી પાછી, એ નથી સારી રીની : પણ આમાંથી રસ્તો શો છે? પ્રો. રાજેશ : જો કમ સે કમ પાયાની જરૂરિયાતો એટલે કે અન્ન, વસ્ત્ર, મકાન, દવા વગેરે પૈસા વગર પણ મળે, એટલે કે સ્થાનિક ધોરણે વસ્તુવિનિમયથી મળે તો આપણી ઘણી ચિંતાઓ, ઘણા તનાવો, ઘણી હિંસાઓ ઓછી થઈ જાય. રીની : તો કોઈ કોઈને દબાવી ન શકે. તો સહુ મુક્ત મનથી, મોકળા દિલથી એકબીજાની સાથે હળીભળી શકે. સ્વાર્થના શુષ્ક વાતાવરણને સ્થાને ભીનાશ અને ઉષ્મા મેળવી શકે. પ્રો. રાજેશ : આપણા દેશના લોકોને તો એ જ ગમે છે. જુઓને આપણી ફિલ્મો. એ હંમેશાં આપણે ત્યાં લોકપ્રિય રહી છે. એમાં અનેક અવરોધો વચ્ચે પણ છેવટે તો પ્રેમનો જ વિજ્ય થાય છે. એ જ આપણને જોઈએ છે. એ જ આપણી અંદરની આરજ છે. રોની : રીની, ફન-પાર્કમાં પૈસા ભરીને પાણીમાં છબછબિયાં કરવાની વાત બાલિશ નથી લાગતી.અરે, અરે, તે તો મને અહીં જ હોળીના રંગોથી ભીજવી દીધો. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૪૦ . શ્રમજીવીની સૂઝ અને આવડતા હવે એવો સમય આવ્યો છે કે આપણે આપણા પ્રશ્નો ઉકેલવા હશે તો અભણ લોકો પાસે શીખવા જવું પડશે.” અતુલભાઈ, વાત તો તમે હસતાં હસતાં ધી પણ એનો ગંભીર વિચાર કરો ને?” “જેઓ ભણેલા નથી અને ખુરશી પર બેસીને નહીં પણ હાથપગનો ઉપયોગ કરીને આજીવિકા મેળવે છે તેઓ હાથપગની કળા તો જાણે જ છે પરંતુ તેથી તેમનાં મગજ પણ બરોબર ચાલે છે. તેમની સામે પડેલું કામ જાતે પાર પાડી શકે છે. જ્યારે બીજી બાજુ જેઓ બુદ્ધિજીવીઓ છે, તેઓ માત્ર પોતાના વિચારોની દુનિયામાં જ રહે છે, વાસ્તવિક્તાથી બહુ દૂર ચાલી ગયા છે, તેથી તેમના વિચારોમાં પણ ગૂંચવાડા છે અને તેઓ પ્રશ્નો ઉકેલી શક્તા નથી, સમજી પણ શકતા નથી. સામે પડેલું કામ ઉકેલવા માટે તેઓ માત્ર ફોન જ કરી શકે છે.” - કોઈ એક વાત જુદી જુદી કક્ષાના લોકોને કરીએ તો એમના પ્રતિભાવ કેવા જુદા જુદા હોય છે? ઉચ્ચ બુદ્ધિજીવી ગણાતા વર્ગથી શરૂ કરીએ તો હમણાં એવી કેટલીક વ્યક્તિઓની એક મીટિંગ થઈ હતી. સમાજસુધારા અને ખાસ તો ગામડાંના ઉદ્ધાર વિશે એમણે વિચારો વ્યક્ત કર્યા. ગામડાના લોકો, તેમાંય જમીન વગરના નબળા લોકો, જાતે કાપડ બનાવીને ત્યાંના જ બજારમાં વેચી શકે તો નકકર કામ થાય એ અંગે મહાનુભાવોના અભિપ્રાય શા હતા? : ગામડાના લોકોને તો ટેરેલીન જ જોઈએ, એમને ત્યાં બનતું ખાદીનું કાપડ ન ગમે, આપણે એમને અદ્યતન વિકાસના લાભો પહોંચાડવા જોઈએ. ઉપરાંત એમણે બીજી દલીલ એ કરી કે યંત્રોથી જ માલ સસ્તો ઉત્પાદન કરી શકાય. યંત્રો દ્વારા થતા ઉત્પાદનને કારણે, ઊલટાનું વિદેશવેપાર, વાહનવ્યવહાર, દુકાનો અને જાહેરખબરો, વીજળી, બૅન્કો, સરકારો, કૌભાંડો, લશકરો, શસ્ત્રો વગેરે અઢળક ખર્ચા થાય છે એ વાત એમણે કાને ન ધરી. એમણે તો કહ્યું કે એ તંત્ર ઊભું કરેલું છે એટલે એને સાચવવું જ પડે. એ તંત્ર પોતે જ પોતાની જ ખામીઓને લીધે તૂટી રહ્યું છે અને તેથી સમાજને બીજા જુદી જાતના વિકલ્પની જરૂર છે એ વિશે તેઓએ ગંભીર સૂચન ન ક્ય. ખુરશી કે ગાદી પરથી નીચે ઉતરીને બુદ્ધિજીવીઓએ ગામડાંના ખેતમજૂરોનાં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ | ધન્ય આ ધરતી ઝૂંપડામાં જઈને વાત ન કરવી જોઈએ ? બીજો વર્ગ પણ છે બુદ્ધિજીવીઓનો જેઓ ગામડા માટે કામ કરે છે એ માટેની સંસ્થાઓ ચલાવે છે. ગામડાંના જમીન વગરના અને તેમાંય નિવૃત્ત ઘડા લોકો સ્થાનિક બજાર માટે સ્થાનિક પાસ-રંગ અને રેટિયા-સાળથી કાપડ બનાવે. આ વાત એમના અત્યારના કામની દિશાથી જુદી હોવા છતાં તેમને આ કામ કરવા જેવું લાગે છે. અત્યારે ખાદી કમિશન દ્વારા ગામડાંમાં ખાદી બને છે એ કહેવું ખોટું ગણાશે કારણ કે એમાં ગામડાંના લોકો ખાદી. નથી બનાવતા, તેઓ તો માત્ર ખાદી કમિશનની સંસ્થાઓ શહેરમાં વેચવા ખાદી' નામનું કાપડ બનાવી શકે તે માટે સૂતર બનાવવાની મામૂલી દરે મજૂરી કરે છે કારણ કે ખાદીની આવક અને સરકારની ગ્રાન્ટ તો એ સંસ્થાઓ રાખે છે. બીજો એક વર્ગ છે ઉપરની કક્ષાના વ્યવસાયી લોકોનો.આવા કેટલાક લોકોનું એક ગ્રુપ દર રવિવારે સવારે મળે છે એમાં હું ગઈ હતી. એમાં વકીલ, ડૉક્ટર ટેલિફોન ઓફિસર, શિક્ષક, ડિઝાઈનર, અમેરિકાથી પાછા ફરેલા એન્જિનિયર વગેરે જુદા જુદા વ્યવસાયનાં ભાઈબહેનો હતાં. એમને પણ સમાજસેવામાં રસ છે અને ગ્રામવિકાસ અંગે ચર્ચા કરવા મને બોલાવી હતી. પહેલી જ મીટિંગમાં પચીસમાંથી પાંચ જણે કહ્યું કે તેઓ મારી સાથે આગામી રવિવારે જ ગામડામાં જઈને કામ શરૂ કરવા માગે છે, દરેક જણ જુદા જુદા ગામડામાં. મેં કહ્યું કે સવારે આઠ વાગે નીકળીને બપોરે બે વાગે પાછું અવાશે કારણ કે ત્યાં જમીશું નહીં, તો તે માટે પણ તેઓ તૈયાર હતા. અને આ કામ તેઓ કોઈ સમાજસેવા કરવાના ઢાંચામાં જોડાવા માટે નહીં પણ ઊંડા વિચારપૂર્વક કરવા માગે છે, જેમ કે એક ભાઈ બોલ્યા કે અંકલ પ્રસ્તાવનો વિરોધ કરવા વાતો કરવાને બદલે આ કામ કરવું જોઈએ. એ માટે પહેલાં બધાં પોતે ડાળી રેંટિયો જાતે બનાવતાં અને ચલાવતાં શીખે એમ નક્કી થયું જેથી તેઓ ગામડામાં જઈને તરત જ ત્યાં કામ શરૂ કરી શકે કારણ કે બીજી વસ્તુઓ – રૂ, સુથાર, વણકર તો ગામડામાં છે. બીજો વર્ગ છે યુવાનોનો, જેમની સામે સમસ્યાઓ માત્ર વિચારરૂપે નહીં પણ વાસ્તવિકરૂપે ખડકાયેલી છે કારણ કે એમની જિંદગી લાંબી છે અને ભવિષ્યમાં છે બેકારી, મોંઘવારી અને એમાંથી પરિણમતી ગુનાખોરી. હજુ મારે એમના એક ગ્રુપને મળવાનું તો છે આવતી કાલે, પણ એમણે જે રીતે મળવાનું આયોજન કર્યું છે તે સૂચક છે : શનિ-રવિ બે દિવસ એક દૂરના ગામડામાં મળવાનું છે. વાસ્તવિકતાની સામે જ બેસવાનું છે, જેથી સમજણ પણ બરોબર દિશામાં ચાલે. કૉલેજોમાં જે નથી શીખવા મળતું તે જોવા મળે તો રસ્તો શોધી શકાય. અને મોટો વિશાળ વર્ગ છે ગામડાના ખેતમજૂર લોકોનો પોતાનો. એમની સમક્ષ જ્યારે મેં રજુઆત કરી કે તેઓ ત્યાં જ રેંટિયા-સાળ બનાવીને ત્યાં ઊગતા પાસ તથા રગમાંથી કાપડ બનાવી શકે અને ત્યાંના જ બજારમાં વેચી શકે તો બહારનું કપડું ખરીદવા તેમના ગામડાના લોકોને જે પૈસાની જરૂર પડે છે તે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રમજીવીની સૂઝ અને આવડત / ૧૧૧ ન પડે; ત્યારે આ અંગે એમને કોઈ પ્રશ્ન જ નહોતો. એ વાત એક ને એક બે જેવી સ્પષ્ટ લાગી. બધાંએ એક પ્રશ્ન પૂછ્યો : રેંટિયો કાંતી બતાવો અને અમને શિખવાડો. ઘણાંએ મારો રેંટિયો લઈને કાંતી જોયું. કપાસ, સુથાર, વણકર, પીંજારાનું કેવી રીતે ગોઠવવું એ અંગે તો એમણે કહ્યું કે કોઈ ચિંતા જ નથી, અમે ગોઠવી લઈશું. ગામના ખેડૂતો પણ એમની સાથે જોડાયા હતા. એ કહે કે આ પાંચ વીઘા જમીનમાં પાસ વાવી દઈશું અને આ સાલ માટે લઈ આવીશું. આ કહેવાતા ‘અભણ' લોકોમાં નક્કર કામ કરવાની અખૂટ તાકાત છે. પોતાની સામેની સમસ્યાઓ તેઓ જાતે ઉકેલતા આવ્યા છે. પરંતુ સમસ્યાઓના મૂળ ઉલરૂપ રેંટિયો વીસરાઈ ગયો છે તેથી તેઓ પૈસાની જાળમાં ફસાયા છે. એ રેંટિયો જો તેમને પાછો મળી જાય તો તેઓ જાતે જ ઘણા આગળ વધી શકે. દેખીતું છે કે જેઓ અનાજ ઉગાડે છે તેઓ ઘરતી, સૂરજ, નક્ષત્રો, વરસાદ, આબોહવા, પ્રકાશ, પાણી અને ખાતર વિશે પણ જાણે જ છે, એટલે વૈજ્ઞાનિક સમજ ધરાવે છે. શ્રમજીવી લોકોના હાથપગમાં જ નહીં, મગજ અને હૃદયમાં પણ ઘણી વધારે તાકાત છે. બુદ્ધિજીવીઓએ એમને શીખવવાનું નહીં પણ એમની પાસેથી શીખવાનું છે. શરૂઆત તો થઈ ગઈ છે. શહેરના લોકો હવે ગામડાં તરફ્ નજર કરવા લાગ્યા છે. ગામડાંના ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય છે એમ જોવા માંડ્યા છે અને એથી ગામડાં કેવી રીતે સબળ અને સમૃદ્ધ બને એ માટે સક્રિય પણ થવા માંડ્યા છે. તો ભાવિ સંમાજનું નેતૃત્વ કોણ કરશે ? બુદ્ધિજીવીઓ નહીં, પણ શ્રમજીવીઓ. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મહેનત કરના સીખો ઓ પઢને લિખને વાલોં. દૂરદશર્ન દર્શકોને સંદેશાઓ પણ સંભળાવે છે. એનો એક સંદેશો છે : પઢના લિખના સીખો ઓ મહેનત કરનેવાલોં.' પણ વધારે જરૂરી સંદેશો તો એ છે કે : “મહેનત કરના સીખો ઓ પઢને લિખનેવાલ.' સુચંદ્રાની વાત રસ પડે એવી હતી. રમ્યાએ એમાં સૂર પૂરાવ્યો. ભણેલાઓને પણ હવે તો નોકરીઓ નથી મળતી અને વ્યાપક બેકારીને કારણે જેમને નોકરી મળે છે એમની નોકરીની ગુણવત્તા પણ ઘટતી જાય છે. સહુને મહેનત ર્યા વગર સહેલાઈથી મળતા પૈસા જોઈએ છે, પછી ભલે એમાં ઊંધુંચતું અને કાળું ધોળું કરવું પડે. એની ખાસ અસર તો એ થાય છે કે એશ-આરામથી આવેલા પૈસા જાય છે પણ એશ-આરામને રસ્તે. શ્રમ કર્યા વગર હાથમાં આવેલા પૈસા કાં તો રેસ્ટોરાંમાં કે ડિમ્બેમાં જવામાં કાં તો કૉફી કલબમાં કે કીટીપાર્ટીમાં પત્તાં રમવામાં કાં તો બ્યુટી પાર્લરમાં કે જિગ્નેશ્યમમાં ફી ભરવામાં જાય છે. મહેનત કરીને પરસેવો પાડીને મળતા પૈસા તો જરૂરના પ્રમાણમાં હોય. પણ મહેનત કર્યા વગર મળતા પૈસા જરૂર કરતાં ઘણા વધારે હોય છે એટલે એ પૈસા કાં તો કેવી રીતે વાપરવા કાં તો કેવી રીતે એમને વધારવા માટે એમનું રોકાણ કરવું એની વેતરણમાં સમય બરબાદ થાય છે. સુચંદ્રા હે, મારા એક મિત્ર ઘણું ભણેલા છે પણ એમનો આખો દિવસ શેરબજાર અંગે માહિતી ભેગી કરવામાં અને ગણતરીઓ કરવામાં જાય છે. જેમ ક્રિકેટમાં બલ્લેબાજ સ્કોરબોર્ડ પર નહીં પણ મેદાનમાં સામી ટીમના ખેલાડીઓ ક્યાં ગોઠવાયા છે એની પર નજર રાખે છે અને દર્શકોની તાલીઓનું નહીં પણ દરેકે દરેક દડો કેવી રીતે આવે છે એનું ધ્યાન રાખે છે, એમ આ રીતે પૈસા બનાવવામાં પણ કેટલી બધી કંપનીઓ વિશે કેટલું બધું ધ્યાન રાખવું પડે એમાં લાખો લોકોનો કેટલો બધો સમય બરબાદ થાય ? - ખેડૂત જે રીતે જમીન ખેડીને અનાજ ઉગાડીને રોટલો ખાય છે એમાં અને આ રીતે પૈસા કમાઈને આજીવિકા મેળવવામાં ઘણો ફેર છે. આ રીતે એશ-આરામ મળે તોય આ જીવન કૃત્રિમ છે. એટલે જ આજે મોટાં શહેરોમાં નગરજનોને મૂંઝવણ છે કે ઘણી વસ્તુઓ સમજાતી નથી, બુદ્ધિ બહેર મારી ગઈ છે. પરિણામે For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મહેનત કરના સીખો ઓ પઢને-લિખને વાલોં | ૧૧૩ જીવનમાં એક બાજુ દંભ અને આડંબર તથા બીજી બાજુ કંટાળો અને ખાલીપો આવે છે. બધું નિરર્થક લાગે છે. જેઓ ઊંચા પદ ઉપર છે અને ઘણું કમાય છે કે સત્તા ચલાવે છે તેઓ પણ કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે માત્ર મિટિંગો ભરે છે કે ટેલિફોનો કરે છે અને જે પગલાં ભરે છે તે પણ પૈસા ખર્ચવા અંગેના કે આદેશો આપવા અંગે હોય છે. આ આખી રીત પછી નીચે બધા સ્તરોમાં પ્રસરે છે. આખા તંત્રમાં નક્કર કામ થતું નથી અને અંદરથી બધું ખોખલું થતું જાય છે. - બીજી બાજુ જેમની પાસે પૈસા છે તેમને શરીર જ સાથ ન આપે તો એનો અર્થ શો ? અને મહેનત કર્યા વગર તો શરીર કટાઈ જાય. એટલે શરીર સારું રાખવા માટે પણ મોંઘાં યંત્રો વસાવે છે જેમાં, દાખલા તરીકે, જોઈ શકાય કે એક જ જગાએ સાઈકલ ચલાવવા છતાં કેટલા કિલોમીટર કેટલા વખતમાં કાપ્યા! સુચંદ્રા કહે આના કરતાં તો એ રમૂજ સારી હતી કે એક ગામડાનો માણસ એક્વાર શહેરમાં આવ્યો ત્યારે નૃત્યનો કાર્યકમ જોવા ગયો હતો અને છેવટે એણે કહ્યું કે આણે દોઢ કલાક સુધી અહીં ને અહીં ઠેક્કા માર્યા એના કરતાં આટલા વખતમાં ત્રણ ક્લિોમીટર પહોંચી ગયો હોત! રમ્યા હે પણ શહેરની હકીક્તો તો રમૂજ કરતાં પણ ખરાબ હોય છે. હમણાં એક દુકાનમાં બહેનો માટેની નખને રંગવાની શીશીની જાહેરખબરમાં મેં વાંચ્યું કે 'હળવા ઘરકામ માટે હાથને મુક્ત રાખે છે. શું આપણે નખ રંગવાના એટલા ગુલામ થઈ ગયા છીએ કે ઘરકામ એ કંપની કરવા દે એટલું કરવાનું! ન જવા દે ને વાત! સુચંદ્રાએ આગળ વાત કરી. નખ રંગવા એ તો સામાન્ય વાત થઈ. હવે પૈસાદારોને ત્યાં દીકરીની ઢીંગલી માટે કેશ-સજાવટની વીગ અને દીકરાના કૂતરાના વાળ ધોવા માટે સુગંધી શેમ્પ માં સારાં મળે છે એની ચિંતા થાય છે. રમ્યા મૂળ વાત પર આવી. પણ ક્યારેક તો માણસે જીવનની વાસ્તવિકતાનો સામનો કરવો જ પડે છે. આજનો જમાનો અનેક અનિશ્ચિતતાઓનો છે. મહેનત વગરના પૈસા જેટલા જલદી આવે છે એટલા જ જલદી જાય છે. અને પૈસા હોય તોય આજે મજૂરો મેળવવાનું વધુ ને વધુ મુશ્કેલ થતું જાય છે. ' આ વ્યાપક બેકારી છતાં મજૂરો મેળવવાનું મુશ્કેલ એ વિરોધાભાસનું કારણ જ એ છે કે પૈસાનું મૂલ્ય ઘટતું જાય છે. - પૈસાનું મૂલ્ય કેટલું બધું ઘટતું જાય છે! ઘીનો ભાવ કિલોના રૂા.૯૦થી વધીને સીધો રૂ.૧૮૦૪ થી તો બજારમાંથી અદશ્ય જ થઈ ગયું છે. . અને કૉફી ! જે ગઈકાલ સુધી રૂા.૨૨માં મળતી હતી તેના આજે રૂા.૪૨ છે! ઘી-કૉફી જેવી વસ્તુઓ જ પરવડે નહીં તો અતિથિસત્કાર પર શી અસર થાય? ભારતીય સંસ્કૃતિ તો આતિથ્વભાવના પર ઘડાયેલી છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ | ધન્ય આ ધરતી વસ્તુઓ ઉપરાંત મજૂરો પણ મેળવવા મુશ્કેલ થશે ત્યારે પૈસા હશે તો પણ કામમાં નહીં આવે. હવેના જમાનામાં તો આપણે આપણાં ઘણાં કામો જાતે જ નિપટાવતાં શીખવું પડશે. અમેરિકા જેવા દેશોમાં પણ લોકોને ઘરકામ હાથે કરવું પડે છે. બરફ પડે તો તે પણ ઘરના રસ્તા પરથી જાતે ઉલેચવો પડે છે. અમેરિકાની વાત નીકળતાં રમ્યાએ બીજી વાત કરી. એ હમણાં જ ત્યાં ભણવા ગઈ હતી પણ ત્યાંની શિક્ષણ પદ્ધતિ ન ગમતાં તે છોડીને પાછી આવી હતી. એ કહે કે ત્યાંની એક જાણીતી યુનિવર્સિટીમાં ગયે વર્ષે બાર જણને પીએચ.ડી.ની પદવી મળી એમાંથી માત્ર બે જ જણને નોકરી મળી છે. ઔદ્યોગિક દેશોમાં આટલી બધી બેકારી વધી રહી છે તો બીજા દેશોમાં તો શું આશા રહે ? ' ' દુનિયાના બધા દેશોમાં આજે યુનિવર્સિટીના શિક્ષણ પછી છે બેકારી. પછી એ શિક્ષણમાં કોને કેટલો રસ રહે અને ભણેલાઓને જ જો નોકરીઓ ન મળતી હોય તો મહેનત કરીને રોટલો રળનારા અભણોને અત્યારનું શિક્ષણ મેળવવાનું શું પ્રોત્સાહન રહે ? એટલે પ્રસ્તુત સંદેશો તો એ છે કે “મહેનત કરના સીખો ઓ પઢને લિખને વાલોં.” આપણા હાથમાં કુદરતે એટલી બધી શક્તિ મૂકી છે કે આજે પૈસા પાછળ દોડવામાં જિંદગી વેડફવાથી આપણે એ શક્તિનો અંદાજ પણ ભૂલી ગયા છીએ, એનો લાભ ગુમાવી બેઠી છીએ. ગાંધીજીએ સુંદર કહ્યું હતું કે જો હું કવિ હોઉં તો હાથની પાંચ આંગળીઓ વિશે મહાકાવ્ય લખું. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આપણાં કપડાં અને પર્યાવરણ આપણા ખર્ચનો મોટો ભાગ આપણાં પડાં પાછળ હોય છે અને આ ખર્ચ દરેકે દરેક વ્યક્તિ કરે છે. ગરીબ અને બેકાર લોકો પણ. એટલે આપણા દેશનો કાપડ પાછળનો ખર્ચ અત્યંત મોટો અને સતત છે. ૧૧૫ આજે આપણે અનેક જાતનું કાપડ વાપરીએ છીએ. સિન્થેટિક, સુતરાઉ, રેશમ, ઊન વગેરે. આ જુદીજુદી જાતનાં કાપડની આપણા પર્યાવરણ પર શી અસરો છે? કાપડની ખરીદી મુખ્યત્વે બહેનો કરે છે. વળી તેઓ પોતાના કુટુંબને માટે પણ કાપડ ખરીદે છે. એટલે જ નવી નવી ફેશનો દ્વારા બહેનોને કાપડ ખરીદવા લલચાવવા કાપડ ઉદ્યોગ કરોડો રૂપિયા જાહેરખબરો પાછળ ખર્ચે છે. બીજી બાજુ કાપડના ઉત્પાદનમાં અને જાહેરખબર તેમ જ વેચાણમાં પણ ઘણી બહેનો કામ કરે છે. તેથી જુદીજુદી જાતનાં કાપડની આપણા પર્યાવરણ પર શી અસરો છે તેની માહિતી લંડનની એક સંસ્થા “ધ વીમેન્સ એન્વાયર્નમેન્ટ નેટવર્ક ટ્રસ્ટ (બહેનોનું પર્યાવરણ માહિતી માટેનું ટ્રસ્ટ) એ બહાર પાડી છે. એનાં તારણો જાણવાં જેવાં છે. સિન્થેટિક કાપડ : સૌથી પહેલું સિન્થેટિક કાપડ નાયલોન હતું, જે ૧૯૩૫માં બનાવાયું હતું. તે પછી એડ્ડીલિક અને પોલિયેસ્ટર કાપડ આવ્યાં. છેલ્લે લિા જેવાં ઈલાસ્ટિક કાપડ આવ્યાં. આ બધાં કાપડ અને એમની અનેક જુદી જુદી જાતો એ પેટ્રોકેમિકલ ઉદ્યોગની બનાવટો છે. એમનાં ઉત્પાદન માટે જે ખનિજ તેલ વપરાય છે એના અંદાજ જુદાજુદા છે, પણ દુનિયાના ખનિજ તેલના કુલ વપરાશના લગભગ ૯ ટકા સુધી આ કાપડના ઉત્પાદન માટે વપરાય છે. એક અંદાજ પ્રમાણે રોજના ૨૩,૦૦૦ બેરલ ખનિજ તેલ આ ઉત્પાદન માટે વપરાય છે. સિન્થેટિક કાપડ બનાવવા માટે કુદરતી કાપડ બનાવવા કરતાં ઘણી વધારે ઊર્જા વપરાય છે. ઉપરાંત એ કાપડ ફરીથી કુદરતી દ્રવ્યોમાં ફેરવી શકાતું નથી. ઈંગ્લેન્ડનાં હમણાંનાં સંશોધનો બતાવે છે કે ત્યાં જે નાઈટ્રસ ઑક્સાઈડનું પ્રદૂષણ છે એમાંનું અડધા ઉપરાંતનું નાયલોનના ઉત્પાદનને કારણે છે. નાયલોન, પોલિયેસ્ટર અને એડ્ડીલિક બનાવવામાં વપરાતા સુંવાળા થર્મોપ્લાસ્ટિક્ની અસર, ખાસ કરીને જે લોકો દમ અને એલર્જીથી પીડાય છે તેમને થઈ શકે છે કારણ કે એ તાંતણા શરીરની ચામડીનાં સંપર્કમાં આવતાં ગરમી પકડે છે અને તેથી રસાયણોની નિશાનીઓ મૂકી શકે છે. લગભગ ૧૦ ટકા લોકો ખાસ કરીને બાળકો ઉપર કોઈ ને કોઈ સિન્થેટિક કાપડની અસર થાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ / ધન્ય આ ધરતી વિસ્કોસ અને રેયોન એ બનાવટી રેષાઓ છે. અને લાકડાના રસમાંથી બનાવવામાં આવે છે. દુનિયામાં વપરાતા કુલ લાક્ડાના રસમાંનો ૩ ટકા આ ઉત્પાદન માટે વપરાય છે. આ રેષાઓ બનાવવા માટે સામાન્ય રીતે યુકેલિપ્ટસ વાપરવામાં આવે છે. યુકેલિપ્ટસનું એક ઝાડ ૪૦૦ લિટર જેટલું પાણી ચૂસી જઈ શકે છે અને તેથી સ્થાનિક લોકોને પાણીનો પુરવઠો ઓછો થાય છે. લાકડાના જાડા રસને કોસ્ટિક સોડા અને કાર્બન-ડાયસલ્ફાઈડ વડે ઓગાળવામાં આવે છે અને પછી એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરાય છે. આ પ્રક્રિયા પ્રદૂષણ ઉત્પન્ન કરનારી અને પુષ્કળ ઊર્જા વાપરનારી છે. લાકડાના રસને ક્લોરાઈન વડે સફેદ બનાવવામાં આવે છે, જેનાથી અનેક પ્રદૂષિત રસાયણો પેદા થાય છે જેમાં ડાયોક્સિન જેવા અત્યંત પ્રબળ ખતરનાક રસાયણો પણ હોય છે. આ પ્રક્રિયાને કારણે દુનિયાભરમાં માછલી ઉછેર નાશ પામ્યો છે. ડાયોક્સિન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય તો પણ ઝેરી છે અને ખોરાક્માં ભળી અને વધી શકે છે. એનાથી કૅન્સર જેવા રોગો થાય છે. એનું અત્યંત અલ્પ પ્રમાણ પણ બાળકોના માનસતંત્રને જન્મ પહેલાં જ અસર પહોંચાડે છે. રેશમી કાપડ : રેશમી કાપડ બનાવવા માટે રેશમ ઉત્પન્ન કરતા કોશેટાઓને ઊકળતા પાણીમાં અથવા તેજાબમાં નાખીને મારી નાખવામાં આવે છે. જો કે હવે કોશેટાને માર્યા વગર રેશમ મેળવવાની પ્રક્રિયાઓ શોધાઈ રહી છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં જે જમીન અનાજ ઉગાડવા માટે વાપરી શકાય તે જમીન કોશેટા ઉછેરવા માટેનાં શેતુરનાં ઝાડ ઉગાડવા માટે વપરાઈ રહી છે. રેશમના દરેક કિલોગ્રામ માટે કોશેટાઓને ખવરાવવા માટે ૨૦૦ કિલોગ્રામ પાંદડાંની જરૂર પડે છે. ઊનનું કાપડ : ઠંડી હવાના દેશોમાં અને બીજા દેશોમાં ઠંડી ઋતુમાં ઊનનાં પડાં જરૂરી છે. ઈંગ્લૅન્ડમાં અઢી કરોડ ઘેટાં છે અને દર વર્ષે ૪ કરોડ કિલો ઊનનું ઉત્પાદન થાય છે. ઊનનાં કપડાં બનાવવા માટે બીજા કાપડ કરતાં ઓછાં રસાયણોની જરૂર પડે છે. જ્યારે ઊનના ભાવ ઘટતાં ઘેટાના ભાવ ઘટી ગયા હતા ત્યારે ઘણાં ઘેટાંનો નાશ થયો હતો. ઘેટાં પાસેથી વધારે પ્રમાણમાં અને ઊંચી ગુણવત્તાનું ઊન મેળવવાની પ્રક્રિયાઓને પરિણામે ઘેટાં નબળાં પડ્યાં છે અને રોગો સામે ટકી શક્તાં નથી. ઘેટાં પરથી ઉતાર્યા પછી ઊનમાંથી ક્ચરો અને તૈલી દ્રવ્યો દૂર કરવામાં આવે છે. એને પરિણામે જંતુનાશકોવાળું પાણી સ્થાનિક તળાવ કે નદીને પ્રદૂષિત કરે છે. કુદરતી રેષો હોવાથી ઊન કુદરતી દ્રવ્યોમાં પાછું ભળી જઈ શકે એવું છે. સુતરાઉ કાપડ : કુદરતી રેષાઓમાં પાસ એ સૌથી સસ્તો અને લોકપ્રિય રેષો છે, પરંતુ હવે મિલોનું ઉત્પાદનખર્ચ વધતાં સુતરાઉ કાપડ મોંઘું થવાથી એનો વપરાશ ઘટ્યો છે. હવે દુનિયાના કુલ કાપડના વપરાશનું માત્ર અડધું કાપડ સુતરાઉ કાપડ છે. આ કાપડ મોંઘું, છતાં ચામડીને અનુકૂળ હોઈ તથા રંગો સરસ રીતે ઝીલી શકતું હોઈ તે મુખ્યત્વે ધનિક દેશોમાં ખરીદાય છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આપણાં કપડાં અને પર્યાવરણ | ૧૧૭ કાપડની મિલોનાં મશીનો માટે લાંબા તાંતણાનો કપાસ જરૂરી હોઈ અને તેને ઉગાડવા અત્યંત ફળદ્રુપ જમીન જરૂરી હોઈ સુતરાઉ કાપડ બનાવવા અત્યારે મોટા પાયા પર ફળદ્રુપ જમીનનો વ્યય થઈ રહ્યો છે. આ પાક દુનિયામાં ખાસ કરીને એશિયાના દેશોમાં ૩ કરોડ હેક્ટર ફળદ્રુપ જમીન પર ઉગાડવામાં આવે છે, પણ આ પાક જમીનને ચૂસી લે છે, તેન રસકસ ખલાસ કરી નાંખે છે. વળી એને ઉગાડવા મોટા પાયા પર નહેરો અને પાણીની વ્યવસ્થા જરૂરી બને છે. રશિયામાં આ પાસના ઉત્પાદનને #રણે એરલ સમુદ્ર સુકાઈ ગયો હતો! ઉપરાંત કાપડની મિલો માટે કપાસ એશિયાના દેશોમાં પૈસા કમાવાના રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવતો હોઈ ગામડાંના લાખો લોકોને પોતાની ફળદ્રુપ જમીન ખાલી કરવી પડે છે અને સ્થળાંતર પણ કરવું પડે છે. લાંબા તાંતણાનો પાસ ઉગાડવા માટે રાસાયણિક ખાતરો અને પરિણામે જંતુનાશક દવાઓ પણ પુષ્કળ પ્રમાણમાં જરૂરી બને છે. લંડનના ઉપરોક્ત અભ્યાસના અંદાજ પ્રમાણે દુનિયામાં જંતુળોના કુલ વપરાશના પચીસેક ટકા જેટલા ગંજાવર પ્રમાણમાં જંતુબો કપાસના પાક પર છાંટવામાં આવે છે. એશિયાના દેશોની ઘણી સરકારો આ જંતુબો માટે સબસિડી-રાહતદર આપે છે. આ રાહતની ઘણીવાર પરદેશી મદદ દ્વારા જોગવાઈ થતી હોય છે! બીજી બાજુ જમીનના એકર દીઠ ઉત્પાદન વધવાથી ખેડૂતો પણ આનો વિરોધ કરતા નથી. લંડનની સંસ્થાનો અભ્યાસ જણાવે છે કે આ જંતુળોમાં એવાં રસાયણો હોય છે જેમાંનાં અડધાં ઉપર તો ઔદ્યોગિક દેશોમાં મનાઈ ફરમાવાયેલી છે. આ રસાયણો સામે જંતુઓ રીઢા થઈ જતાં હોવાથી ખેડૂતો તે વધારે ને વધારે છાંટે છે. ક્યારેક વર્ષમાં ૩૦થી ૪૫ વખત. ગામડાંની હવા તેમ જ તળાવ-કૂવાનાં પાણી આનાથી ખૂબ પ્રદૂષિત થાય છે. આ જંતુઘ્નોનાં પેકેટો પરની ભાષા ગામડાના લોકો સમજી ન શકે એવી હોય છે. કાપડને ભારત તથા પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ લઈ જવાય છે ત્યારે સુદ્ધાં, વહાણોમાં તે બગડે નહીં તે માટે પેન્ટકલોરોફીનોલ નામનું મનાઈ ફરમાવાયેલું રસાયણ તેના પર છંટાય છે. જો કે આ કાપડ રંગતાં પહેલાં તેને ધોવામાં આવે છે. પરંતુ આ ખતરનાક રિસાયણ ઈંગ્લેન્ડની નદીઓને તો પ્રદૂષિત કરે જ છે. આ કારણે યુરોપના લોકો એમ કહે છે કે એશિયાના કાપડ મોલનારાઓને વધારે પૈસા આપીને અહીં આવતા કાપડનું બરાબર પેકિંગ કરાવો પણ આ રસાયણ ન નાખો અને એ વધારોનો ખર્ચ અમે ખરીદનારાઓ વેઠીશું. જો યુરોપના લોકો એક રસાયણ માટે આટલો - ઊહાપોહ કરે છે તો આપણા અને આપણા જેવા બીજા દેશોમાં કપાસ ઉગાડવા માટે દુનિયાના કુલ જંતુઘ્નોનાં ૨૫ ટકા જેટલાં બધાં વપરાય છે તેનું શું? ખાદી : જો કે અત્યારે ખાદીકમિશન દ્વારા અંબરચરખો વપરાય છે જેમાં લાંબા તાંતણાનો કપાસ વપરાય છે એથી એ ખાદી'માં પણ ઉપરના દોષો છે. . પરંતુ સાદા રેંટિયા વડે ટૂંકા તાંતણાના ક્લાસમાંથી સૂતર બનાવી શકાય અને એને ઉગાડવા માટે ફળદ્રુપ જમીન કે સિંચાઈ કે રાસાયણિક ખાતરો કે જંતુધ્ધો કશું જ જરૂરી નથી. એ ખરાબાની જમીનમાં ઊગી શકે છે. આ ખાદી એ કોઈ પણ પ્રદૂષણો વગરનું અને પર્યાવરણને સંપૂર્ણપણે સુરક્ષિત રાખતું એકમાત્ર વસ્ત્ર છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૪૩ મા અને બાળકના પોષણનો સવાલ અમદાવાદના સાબરમતીને કિનારે આવેલા એક ઝૂંપડાવાસમાં હું ગઈ, ત્યાં મેં જોયું કે દરેક ઝૂંપડાની (ખરેખર તો ઓરડીની, શહેરના ગરીબોને તો ઝૂંપડા જેટલી જગા પણ ક્યાં મળે છે?) બહાર છોકરીઓ લાલ મરચું અને લસણ વાટી રહી હતી. પહેલાં તો મને લાગ્યું કે આ લોકોને સ્વાદમાં કેટલો રસ પડતો હશે કે બધાં તીખી ચટણી બનાવે છે. પણ એ મારી મૂર્ખામી હતી. પછી મને જાણ થઈ કે એ ચટણી તેઓ એટલા માટે બનાવતી હતી કે લાલ મરચું અને લસણ વાટીને ખાઈએ તો તેની ઉપર એટલું બધું પાણી પીવું પડે કે ભૂખ મરી જાય. એટેલે ઘરમાં ખાવાનું ન હોય તો ભૂખને મારી નાખવાનો આ ઉપાય હતો !! એટલે એ અરસામાં યુનીસેની ઑક્સે મને બાળકો માટેના પોષણક્ષમ આહાર માટે તપાસ કરવા માટે પૂછ્યું ત્યારે એ કામ હું લઈ ન શકી, કારણ કે જ્યાં મૂળે ખાવાનું જ કંઈ ન હોય ત્યાં પોષણક્ષમ ખોરાક્ની વાત કેવી રીતે કરવી? ભૂખ ન લાગે એ માટે પાણીથી પેટ ભરવા મરચું અને લસણ ખાઈને પેટમાં આગ લગાડવાની હોય એમને એ કઈ રીતે હી શકાય કે ચણા અને ગોળ ખાવાથી પોષણ મળે છે? એમાંય જે થોડું ખાવાનું હોય તેમાંથી પણ કુટુંબના બધા સભ્યોમાં મા અને નાના બાળકને ભાગે તો તદ્દન ઓછો ભાગ આવે છે. ઝૂંપડાવાસમાં એમ કહેવાય છે કે કુટુંબમાં જો જુવાન પુરુષ મરી જાય તો તેની પાછળ બહુ રોકકળ થાય. કારણ કે એના જવાથી કુટુંબના રોટલાનો રળનાર જતો રહે છે, કુટુંબ નિરાધાર થઈ જાય છે. પણ સ્ત્રી મરી જાય તો એટલી રોળ થતી નથી અને બાળક, તેમાંયે નાનું બાળક મરી જાય તો તેની પાછળ ખાસ કોઈ રડતું નથી. આ વાત કુટુંબના જુદાજુદા સભ્યોને મળતા ખોરાકમાં પણ લાગુ પડે છે. સાંજ પડ્યે જે કંઈ થોડી ક્માણી થઈ હોય એમાંથી જે થોડું ખાવાનું બને એમાંથી સામાન્ય રીતે પુરુષને સૌથી મોટો ભાગ જાય. કારણ કે એ રોટલાનો રળનાર છે, પછી થોડો છોકરાઓને જાય અને મા તથા નાના બાળકને માટે તો સૌથી ઓછો જ ભાગ આવે. ગરીબ વર્ગમાં આ કારણે મા અને બાળકને પોષણની અછતના મુશ્કેલ પ્રશ્નો ઊભા થાય છે. આ કુટુંબોમાં બાળકો પણ વધારે હોય છે. વસ્તીવધારાને નિયંત્રિત કરવા અંગે બેમત ન હોઈ શકે. પરંતુ ગરીબ માણસને એનાં બાળકોની સંખ્યા ઓછી કરવાનું કહેવું એ પૈસાદાર માણસને એનું બેંક બેલેન્સ ઓછું હેવા બરાબર છે. કારણ કે ગરીબોની પાસે કોઈ જીવન વીમો કે કોઈ સામાજિક સુરક્ષા ફંડ કે કોઈ મૂડી-મિલક્ત નથી કે જે તેને ઘડપણમાં કે અપંગ અવસ્થામાં કે આફ્ત વખતે સહાયરૂપ બને. એને તો એનાં બાળકો જ એક્માત્ર સહારો છે. જો એને For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મા અને બાળકના પોષણનો સવાલ | ૧૧૯ આપણે ઘડપણમાં કે અપંગ અવસ્થામાં રોટલો મેળવવા માટેનું કામ ન આપી શકીએ તો એને એનાં બાળકો ઓછાં કરવાનું કેવી રીતે કહી શકીએ ? પૈસાદાર માણસને તેનું બેંક બેલેન્સ ઓછું કરવાનું કહીએ તો તે એમ કરે? બીજી બાજુ માતા અને શિશુને પોષણક્ષમ ખોરાક મળે એની જરૂરત અવગણી શકાય તેમ નથી. નાની ઉમરે શરૂઆતનાં વર્ષોમાં શરીરને જે પોષણ મળે તેમાંથી આખી જિંદગી માટેનો પાયો બંધાય છે. એ વર્ષોમાં જો શિશુને અને માતાને પોષણવાળો ખોરાક ન મળે તો આખી જિંદગી શારીરિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સરકાર આ અંગે કેમ કંઈ કરતી નથી એ પ્રશ્ન ઊભો કરવા આપણે ટેવાઈ ગયા છીએ. આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા કશું થતું નથી, થવાનું નથી, તે છતાં. પહેલું તો એ કે સરકાર તો અર્થતંત્રને મુક્ત’ કરવામાં, વિદેશી મૂડી આકર્ષવામાં અને હૂંડિયામણ મેળવવામાં એવી તો પડી છે કે સામાજિક સેવાઓ પાછળના બજેટમાં કાપ મુકાયો છે. એમાંય ગરીબ વર્ગની માતાઓ અને શિશુઓ જેવા મૂંગા, છેવાડાના લોકોની કે જેઓ ચળવળ-આંદોલન તો કરી શકે એમ જ નથી) તો અવગણના જ થાય છે. ઉપરાંત, જે થોડું બજેટ એમના માટે ફાળવાય એમાંથી તદ્દન થોડો જ ભાગ એમના સુધી પહોંચે છે. આવા થોડા કાર્યક્રમો દ્વારા એમને મદદ કરવાનું કામ જો કોઈ કરવા માગે તોય એ કાર્યક્રમોની શરતો અને કલમો એવી હોય છે કે એક પૂરી કરો તો બીજી બાકી રહી જાય. એટલે એને અમલમાં મૂક્યાનું મુશ્કેલ બને છે. જ બીજી બાજુ, સરકારની સામાન્ય નીતિઓ તો ગરીબોને પોષણક્ષમ ખોરાક મળી રહે એમાં અવરોધરૂપ છે. દાખલા તરીકે ગયા મહિને, ઘણા ટૂંકાણથી કહેવાયેલા પણ આ સંદર્ભમાં ઘણા અગત્યના સમાચાર એ છે કે સરકારે હવે હલકી જાતના ચોખાની નિકાસ માટે પણ છૂટ આપી છે. અત્યાર સુધી માત્ર ઊંચી જાતના ચોખાની જ નિકાસ થઈ શકતી, એટલે હલકી જાતના ચોખા દેશમાં ગરીબો સુધી પહોંચી શક્તા પરંતુ હવે એ પણ બંધ થશે. બીજા સમાચાર એ છે કે સરકારી મદદથી પંજાબમાં ઘણી જગાએ ઘઉને વાવવાને બદલે રોકડ કેશ કમાઈ શકાય તેવા વેપારી પાકો ઉગાડવાનું શરૂ થયું છે, તેમ જ ઓરિસ્સામાં પાણી ભરેલા - ખેતરોમાં જ્યાં ચોખા ઉગાડવામાં આવતા ત્યાં પ્રોન્સ' ઉછેરવાનું શરૂ થયું છે જેથી તેમની નિકાસ કરીને હૂંડિયામણ કમાઈ શકાય! આ બંને પ્રોજેક્ટમાં વિશ્વબેંકની | મદદ છે. આમ હૂંડિયામણ કમાવાની ઘેલછામાં લોકોને જે મૂળ ખોરાક માટે ઘઉં અને ચોખા મળતા એના પર પણ કાપ પડશે. - આ સંજોગોમાં ગરીબ વર્ગ અને તેમાં પણ નાના બાળકને કારણે ઘરે રહેતી માતાઓ પોતાના ઝૂંપડામાં પોતાની જાતે જ કોઈ હળવા ઉદ્યોગો કરી શકે અને પોતાના ગામડામાં જ કે આસપાસમાં વેચી શકે અથવા બદલામાં અનાજ-દૂધ મેળવી શકે એ જરૂરી બને છે. જેથી તેઓ જાતે જ પોતાની જરૂરતો મેળવી શકે. સાદા રેંટિયા વડે સૂતર બનાવીને અને પોતાના જ ગામમાં તે વણાવી-છપાવીને સુંદર કાપડ બનાવવાનો ઉદ્યોગ આ માટે ઘણો જ ઉપયોગી થઈ શકે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : વિસારે પાડેલી એક વાત વેનેઝુએલાના અર્થશાસ્ત્રી કૂક બ્રાચો માનવતાવાદી અર્થશાસ્ત્રી છે. ભારતમાં તેઓ વેનેઝુએલાના રાજક્ત તરીકે પણ રહી ચૂક્યા છે. દુનિયાના ઔદ્યોગિક દેશો ઉત્તરના દેશો તથા બીજા દક્ષિણના દેશો તરીકે ઓળખાય છે, તે દક્ષિણના દેશોનું તેમણે સાઉથ કમિશન” રચ્યું હતું. હવે તેઓ ‘માનવીય વિકાસ માટે કામ કરી રહ્યા છે અને સ્વાસ્ય, પર્યાવરણ અને અર્થતંત્રને એકબીજા સાથે સાંકળી રહ્યા છે. એમની સંસ્થાનું નામ આકર્ષક છે : “લીવિંગ બેટર ફાઉન્ડેશન (વધુ સારું જીવવા માટેની સંસ્થા).’ તેમાં સ્વસ્થ અને કુદરતી જીવન અંગેની પ્રવૃત્તિઓ ચાલે છે. એ સંસ્થામાં એક ભારતીય પણ છે, ડૉ. કેશવ ભટ, જેઓ આ પ્રવૃત્તિઓના પ્રેરણારૂપ છે. તેઓ આધુનિક વિજ્ઞાની સંશોધક છે અને સાથે પ્રાચીન આરોગ્ય વિજ્ઞાનોના પણ ભક્ત છે. પચીસ વર્ષોથી વેનેઝુએલામાં રહેતા ડૉ. ભટ પોતાને 'વિશ્વ નાગરિક તરીકે ઓળખાવે છે. એમણે પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન સાથે વેનેઝુએલા અને લેટિન અમેરિકાના પરંપરાગત જ્ઞાનનો સમન્વય સાધ્યો છે અને આરોગ્યના તત્ત્વજ્ઞાન અને ઉપચારનો નવો ચીલો શરૂ કર્યો છે. એમનો મુખ્ય ભાર વ્યક્તિગત સ્તરે સ્વાવલંબન અને ઉષ્ણકટિબંધની કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા ઉપર છે. ફન્ક બ્રાચોની પોતાની વાત રજૂ કરવાની રીત બહુ અસરકારક છે. આપણું શરીર એ આપણી સૌથી મહામૂલી સંપત્તિ છે, તેઓ સાદાસીધા શબ્દોમાં અગત્યની વાત કહે છે અને આપણને લાગે છે કે ખરેખર આપણે આ મહત્ત્વની વાત દેખીતી હોવા છતાં વિસારે પાડી દીધી છે. આપણે પૈસા પાછળ દોડાદોડી કરીએ છીએ, કમાણી વધારવા લોહીનું પાણી કરીએ છીએ, નફો કમાવા ઊંધાચત્તા કરીએ છીએ, પણ આપણા શરીર અંગે ભાગ્યે જ પૂરતું ધ્યાન રાખીએ છીએ. આપણે શું ખાઈએ છીએ, પીએ છીએ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરીએ છીએ એની પાછળ થોડો જ વિચાર કરીએ છીએ. તમે તમારી મોટરમાં કોઈ ખોટી વસ્તુ નખાય તો ચલાવી લો છો ? બ્રાચો પૂછે છે. મોટરમાં ભેળસેળવાળું પેટ્રોલ પૂરાય તો તમે કેટલી બધી ચિંતા કરો છો ? તો પછી તમારા પોતાના પેટમાં ખોટી વસ્તુ નખાય એ તમે કેવી રીતે ચલાવી શકો છો ? મોટરમાં શું નાખો છો એનું ઘણું ધ્યાન રાખો છો અને પોતાના શરીરમાં શું નાખો છો એનો વિચાર પણ કરતા નથી એમનું આ દટાંત આપણને For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ વિસારે પાડેલી એક વાત | ૧૨૧ એટલું જડબેસલાક લાગે છે કે એ પછી આપણે જે કંઈ ખોરાક લઈએ એના વિશે વિચાર કરતા થઈ જઈએ છીએ. બ્રાચો આ પ્રમાણે ઉપદેશ જ આપે છે એમ નથી, પોતે તો એનું કડક રીતે પાલન કરે છે. હમણાં અમદાવાદ આવ્યા ત્યારે એમને માટે મેં શિખંડ બનાવેલો પણ એમની આ વાતો સાંભળીને શિખંડ પીરસ્યો પણ નહીં કે એની વાત સુદ્ધાં ન કરી શકી. એમના માટે કટલેસ બનાવવાની હતી, પણ તળેલી વસ્તુઓ તો તે તદ્દન નાપાસ કરે છે. ઉપમા બનાવી તો પણ તે ઘીમાં વઘાર કરીને. જો કે થોડા જ અનુભવે આપણને સમજાય છે કે સ્વાદ વિશે આપણા મનમાં જે ખ્યાલો હોય છે તે ખોટા હોય છે. દાખલા તરીકે ઘીમાં વઘારેલા ખોરાકમાં ઊલટાની વધુ સારી સોડમ આવે છે. આપણને થાય કે શિખંડ વગર કેવી રીતે ચાલે પણ બ્રાવોએ જ્યારે કેરી માગી ત્યારે લાગે છે કે કેરી આગળ બધી મીઠાઈઓ પાણી ભરે છે. તેઓ ખાંડના તો સખત વિરોધી છે. ખાંડના વપરાશથી ખાંડના ઉત્પાદકો સિવાય બધાને પુષ્કળ નુકસાન થાય છે. એમની સલાહ મુજબ મેં બીજે દિવસે ચામાં ખાંડને બદલે ગોળ નાખ્યો તો ચા સ્વાદિષ્ટ જ લાગી. ત્યારે મને ભાન થયું કે યુરોપના લોકો ચામાં ખાંડને બદલે મધ લેવાનું વધુ પસંદ કરે છે અને એ ફેશન ગણાય છે. તો પછી આપણે ચામાં ગોળ શા માટે ન લઈ શકીએ ? રાજદૂત તરીકે રહી ચૂકેલા બ્રાચોએ દેખીતું છે કે ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો હશે અને જેને 'હાઈ સોસાયટી' કહે છે એવા લોકો સાથે પીણાં લીધાં હશે. પરંતુ શરાબની વાત તો બાજુએ, એ કોકાકોલા જેવાં હળવાં પીણાંને પણ અડતા સુદ્ધાં નથી. ભારતમાં એમનું પ્રિય પીણું છે તુલસીનું પાણી. કોઈને ઘેર પાર્ટીમાં જાય અને તુલસી કે બીજું કંઈ ન મળે તો જીરું નાખીને ઉકાળીને ગાળેલા પાણીનું પીણું તેઓ લિજ્જતથી માણે છે. આપણામાં ઘણાને તો આપણે શરાબ નથી પીતા એવું પાર્ટીમાં કહેતાં પણ સંકોચ થાય છે, જાણે કે એ પછાતપણું હોય અને આપણે શરાબ પીવાને ઊંચા દરજ્જાનું પ્રતીક માનીએ છીએ ત્યારે આ રાજદૂત એ દંભના ફરફરચા ઉડાડી નાખે છે. ઊલટું આપણી બુદ્ધિને ઠેકાણે લાવીને આપણા હિતમાં શું છે તે પોતાના દાખલા ઉપરથી સમજાવે છે. " અનેક પ્રકારની કુદરતી વનસ્પતિઓ વિશે તેઓ ઘણું જાણે છે. નાના જાસૂદના છોડના પણ ફૂલનો અને પાંદડાનો શું શું લાભ છે તે એમણે મને સમજાવ્યું. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલતી હોવાથી હું લીમડાનો રસ લેતી હતી પણ તે કડવો હોવાથી એમને તે આપ્યો નહીં. ત્યારે એમણે ઘણી તાર્કિક દલીલ કરી : તમને ખબર નથી કે કડવી વસ્તુ તો ઘણી સારી, તે તો આપણામાંની બધી કડવાશ દૂર કરે છે? લેટિન અમેરિકાના દેશોમાં વેનેઝુએલા ખનિજ તેલનું ઉત્પાદન કરતો દેશ હોવાથી ઘણો ધનાઢ્ય દેશ છે. પરંતુ ત્યાં પણ પ્રાચીન શાસ્ત્રોનું પુનર્જીવન કરવાના For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ / ધન્ય આ ધરતી પ્રયત્નો થઈ રહ્યા છે. વેનેઝુએલામાં બ્રાચોએ નેચરલ હેલ્થ રી-એજ્યુકેશન મુવમેન્ટ (કુદરતી સ્વાથ્યના પુનર્શિક્ષણની ચળવળ)' શરૂ કરી છે. એમાં પુનર્શિક્ષણ શબ્દ ઘણો ચોટદાર છે. એ આપણને ભાન કરાવે છે કે આપણે કશું નવું શીખવા જેવું નથી, પણ જે ભૂલી ગયા છીએ એને પાછું મેળવવાનું છે. આ ચળવળનો હેતુ લોકોને એ રીતે તૈયાર કરવાનો છે કે તેઓ જાતે જ પોતાની તંદુરસ્તી સાચવી અને વધારી શકે. અત્યારની કૃત્રિમ અને ભૌતિક સંસ્કૃતિએ કુદરતી સ્વાથ્ય અંગેના પાયાના સિદ્ધાંતોને કચડી નાખ્યા છે. એણે કુદરત અને માનવશરીર વચ્ચેની સમતુલાઓથી માણસોને વિખૂટા પાડી દીધા છે. આ સિદ્ધાંતો હજુ પણ દુનિયાના પરંપરાગત સમાજોમાં સચવાયા છે અને સ્થાનિક રીતરિવાજોમાં મળી આવે છે. ચળવળનો ઉદ્દેશ આ પરંપરાઓને પુનઃજીવિત કરવાનો છે અને એ માટે એનો ભાર એના ઉપર છે કે આપણી ઉત્પાદન અને ઉપભોગની રીતો દરેક સ્થળે સ્થાનિક મળતાં કુદરતી દ્રવ્યો પર આધારિત હોવી જોઈએ. એટલે આ ચળવળ પર્યાવરણલક્ષી છે અને વ્યક્તિગત તેમ જ સ્થાનિક ધોરણે સ્વાવલંબન લાવવા માગે છે. ચળવળની કેન્દ્રીય પ્રવૃત્તિ કુદરતી અને તાજા ખોરાક દ્વારા તંદુરસ્તી અને પોષણ મેળવવાની છે. કુદરત આપણા શરીરને જરૂરી બધો પોષક ખોરાક આપે છે એટલું જ નહીં પણ માંદગી આવે તો પણ એને દૂર કરવાની જડીબુટ્ટીઓ આપે છે. બ્રાચો કહે છે કે પહેલાના જમાનામાં ખોરાક પોતે જ દવા હતો. એટલે કે ખોરાક તરીકે એવી જ વસ્તુઓ લેવાતી કે માંદા ન પડાય. એટલે આજની જેમ દવા તો લેવી જ નહોતી પડતી પણ માંદા પડવાનો પણ સવાલ ઊભો જ નહોતો થતો. આપણને તંદુરસ્ત રાખતાં આવાં કુદરતી પોષક દ્રવ્યો વિષુવવૃત્તની આજુબાજુ ઉષ્ણકટિબંધમાં પુષ્કળ પ્રમાણમાં છે. દુનિયામાં જે જુદીજુદી જાતની વનસ્પતિઓ છે, એમાંથી ૨/૩ ભાગની આ પ્રદેશોમાં ઊગે છે અને આજે એમાંની મોટા ભાગની વનસ્પતિઓ ઉપયોગમાં નથી લેવાતી. વેનેઝુએલામાં વનસ્પતિશાસ્ત્રના અંદાજ પ્રમાણે એ દેશમાં ગતી ૭૦,૦૦૦ ઔષધીય વનસ્પતિઓમાંથી માત્ર આઠસો જેટલી જ અત્યારે ઉપયોગમાં લેવાય છે. આ ચળવળ એ મુદ્દો ધ્યાને પર લાવે છે કે ખરેખર તો ઉષ્ણકટિબંધમાં વનસ્પતિઓની વિપુલતા, અનુકૂળ પ્રકાશ અને હવામાન, ફળદ્રુપ ધરતી અને જમાનાઓથી સંચિત થયેલા લોકોના પરંપરાગત જ્ઞાનનો ભંડાર છે. અને એટલે જ આ કટિબંધના દેશો જેમને ક્યારેક ત્રીજી કે છેલ્લી દુનિયા કહેવામાં આવે છે એમને પહેલી દુનિયા તરીકે ઓળખવા જોઈએ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૪૫ સૌથી વધુ વળતર આપતું રોકાણ સુપ્રિયાએ દલીલ કરી : ગ્રામોદ્યોગોની વાત જ છોડી દો, કારણ કે માણસ સ્વાર્થી છે અને એટલે એ પૈસા પાછળ જ દોડશે. પણ સુપ્રિયા, સ્વાર્થને કારણે પણ આપણને સાદાં સાધનોથી જાતે વસ્તુઓ બનાવવાનું વધુ ગમશે, વધુ નફાકારક લાગશે. એક સાદો જ દાખલો લે. તું રોજ શેરના ભાવ તો જુએ છે ને? તો એક ઈન્વેસ્ટમેન્ટ એવી છે કે ૫૦ પૈસાના રોકાણ પર ત્રણ જ મહિના પછી દરરોજ રૂા.૨૫નું વળતર મળે, ચાર મહિના સુધી. કોઈ શેર આટલું વળતર આપે છે? પણ કુદરતે તો તે હંમેશા આપી શકે. આંગણાની આ નાનક્કી જગામાં પચાસ પૈસાનાં શાકનાં બી લાવીને રોપી દે. સો એક છોડ થશે. બે-ત્રણ મહિને છોડ મોટા થતાં રોજનું દોઢેક કિલો શાક મળશે. ચોમાસામાં તો પાણી પાવા જેટલીય મહેનત નથી. પેલા ખૂણામાં નાનો ખાડો કરી એમાં આ ઝાડનાં ખરેલાં પાન જે રોજ વાળીએ છીએ તે, થોડાં અળસિયાં અને રસોડાનો કચરો નાંખ્યા કર. એનું ખાતર માટીને જીવતી રાખશે. રોજ પચીસેક રૂપિયાનું શાક મળશે. તાજું અને રસાયણરહિત. ખરીદવા જવાની ઝંઝટ નહીં. ફ્રીજમાં ભરી રાખવાની જરૂર નહીં અને ખરેલાં પાંદડાં તથા રસોડાનો કચરાનો પણ સહેલો નિકાલ. મુંબઈના ફલેટ્સમાં આ ન ફાવે, છતાંય બાલ્કનીમાં દસ-બાર કૂંડાંનો પ્રયોગ કરવા જેવો છે. સુપ્રિયા, તને પીટર અને પેટ્રા યાદ છે ? જર્મની જેવા દેશમાં પણ તે અને ઘણાં બીજાં, એમના ફલેટના રસોડાની બારીમાં નાનાં નાનાં ખોખાંઓમાં કોથમીર, લસણ, પાલખ વગેરે ઉગાડે છે. જ્યારે જરૂર પડે ત્યારે ચૂંટી લેવાની અને હમેશાં તૈયોર. એનાથી બારી પણ સુશોભિત લાગે છે. ગાજર, સૂરણ, અળવીનાં પાન, મરચાં, ટામેટાં તો સજાવટમાં પણ મૂકી શકાય એટલા સુંદર છોડ હોય છે. તુલસીનો છોડ તો ગૃહલક્ષ્મી કહેવાય છે. એ જંતુનાશક દવાનું કામ કરે છે કારણ કે તુલસીને લીધે આસપાસના છોડમાં જંતુઓ નથી પડતાં. ઝૂંપડાવાસમાં જગા ન હોય પરંતુ ત્યાં પણ દૂધી, ગલકાં, કારેલાં, પાપડી વગેરેના વેલા તો ઝૂંપડાને છાપરે ચડાવી શકાય. ઘણી વાર ત્યાં ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હોય છે, તો ગંદું પાણી એક બાજુ વાળી તેમાં કેળ ઉગાડી શકાય. . સુપ્રિયા, તારો રેડિયો-ટેપરેકોર્ડર ટુ-ઈન-વેન છે ને? તો આ કેળનો છોડ તો ટેન-ઈન-વન છે: ૧. ગંદા પાણીનો નિકાલ અને કોરા રસ્તા, ૨. મચ્છર-માખીના ત્રાસમાંથી રાહત, ૩. ખાવા માટે કેળાં, ૪. જમવા માટે કેળનાં પાન, ૫. થાળીઓ માંજવાની ખટપટ નહીં, ૬. વાસણ સાફ કરવાના સાબુની જરૂર નહીં, ૭. વપરાયેલા પાન ખાડામાં નાખો તેનું ખાતર, ૮. ફુગાવાની ચિંતા નહીં, ૯. કેળના ઝાડમાંથી For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૪ | ધન્ય આ ધરતી મળતા રેષા અને ૧૦. આંગણાની શોભા. કેળનું ઝાડ તો કેટલું સુંદર દેખાય છે, બાલગોપાલ કૃષ્ણને તેની આગળ વાંસળી વગાંડવાનું ગમે એવું : એ જ પ્રમાણે લીમડો અને જગા ન હોય તો બાવળનો નાનો છોડ રાખ્યો હોય તો એનું દાતણ ફાઈવ-ઈન-વન છે: ૧. ટૂથબ્રશ, ૨. ટૂથપેસ્ટ, ૩. ચીરી, ૪. પેઢાં મજબૂત કરતી ચાવવાની કસરત અને ૫. દરરોજ નવું અને તાજું. લીમડો તો ખૂબ ઓક્સિજન અને અનેક સ્વાસ્યદાયક ઔષધો પણ આપે છે. જે - થોડી વધારે જગા હોય તો તુવેર, ચણા, ચોળી અને મગ પણ વાવી શકાય. જમીનની અંદર બટાકા, મગફળી વગેરે ઊગી શકે. આપણા ઘરની આજુબાજુ જે કોઈ જમીન હોય તેને ખરેલાં પાંદડાં, અળસિયાં, રસોડાનો કચરો અને જ્યારે મળે ત્યારે છાણ વગેરેનું ખાતર નાખીને જીવતી રાખીએ તો વગર મહેનતે ઘણું વળતર મેળવી શકીએ. મને એક કહેવત યાદ આવી ગઈ, સુપ્રિયા બોલી, 'કણ વાવો મણ લણો.” આ તો સાવ સાદી ખેતીની વાત છે. પણ આપણે જરૂરી ઘણી વસ્તુઓ સાદી રીતે સહેલાઈથી અત્યંત સસ્તી બની શકે. બીજા શબ્દોમાં જોઈએ તો થોડી જ મૂડી પર ઘણું વળતર મળી શકે. ગામડાંના લોકોને તો એથી ઘણો ફાયદો થાય. * કાપડ બનાવવાની વાત તો આપણે જોયેલી છે, કે એક કિલો ટૂંક તાંતણાનું રૂ, જે વાવીએ નહીં અને ખરીદીએ તોયે વીસેક રૂપિયે મળે તેમાંથી આઠ મીટરે એટલે કે બસો રૂપિયાનું કાપડ બને. નળિયાં, રંગો, દવાઓ વગેરે તો ઘણું સસ્તું બને. આ મૂડીરોકાણ આજની જેમ જંગી પાયા પર ન થઈ શકે પણ એમાંથી મળતું અઢળકે વળતર હંમેશાં મળી શકે એટલે એમાં કોઈ જોખમ નથી. કારણ કે ઉત્પાદન કરવા માટે સ્થાનિક બજાર જોઈએ અને અત્યારે ગામડામાં મોટું અને સતત બજાર કાપડનું જ છે અને કાપડનું ઉત્પાદન શરૂ થવામાં મુશ્કેલી એ છે . કાંતનારાઓ અને વણકરોને સંધાન નથી. ' એટલે હવે આપણે પહેલાં વણકરને કાપડ ઉદ્યોગનો આર્થિક લાભ બતાવી અને પોતાની આજુબાજુ કાંતનારા ઊભા કરવાની વાત કરવી પડશે. અત્યારે આપણું આ કામ ધીમું પડ્યું છે કારણ કે ખેતીની ઋતુ હોવાથી વણકરો ખેતીકામમાં રોકાયેલા છે. પરંતુ તે દરમિયાન ગુજરાતનાં ક્યાં ક્યાં ગામડાંમાં વણાટ કરતા વણકરો છે, તેમની પાસે કેટલી સાળ છે અને ખાસ તો કોની સાળ બંધ પડેલી છે એની માહિતી ભેગી કરી રહી છું. અનન્ત થોડા મહિના પહેલાં જ ઓરિસ્સાથી આવ્યો છે. એ અત્યાર સુધી શાંત બેઠો હતો. એણે વાતમાં નવો મુદ્દો ઉમેર્યો : ગ્રામોદ્યોગના ખરા લાભ તો છે સહુને મળતી રોજગારી, સમાનતા, સ્વતંત્રતા, માનસિક શક્તિઓનો વિકાસ, સર્જનાત્મક્તા, ભાઈચારો અને શાંતિ. પરંતુ અનંત, સુપ્રિયા કહે છે તેમ આજે પૈસાની બોલબાલા એટલી બધી છે કે નૈતિક કારણો બાજુ પર મૂકાઈ જાય છે. એથી અત્યારના પૈસાના, નફાના, લાભના ત્રાજવે પણ ગ્રામોદ્યોગનું પલ્લું ઘણું ભારે નમતું છે એ પાસું આગળ કરીને ગ્રામોદ્યોગને અમલમાં લાવી શકીએ. અનાના રસનો વિષય છે માણસની સર્જનશક્તિ. એ બોલી ઊઠ્યો, ગ્રામોદ્યોગો શરૂ કરીએ આર્થિક નફા માટે, પણ જો એ શરૂ થાય તો સહુને સ્વતંત્રતા મળી શકે અને તો જ સર્જનાત્મક શક્તિ ખીલી શકે. હું પણ વણકરોને આ નવી રીતે, તૈયાર કરવાના કામમાં જોડાઈશ. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪ આરોગ્ય તમારા આંગણામાં અમૃતભાઈએ ચિંતાજનક વાત કરી. અત્યાર સુધી એમ કહેવાતું કે તમારી તંદુરસ્તી વધારવા શાકભાજી અને ફળ ખાઓ. જુદાંજુદાં શાકભાજી અને ફળમાં તમારા શરીરને પોષણ આપનારાં ક્યાં ક્યાં વિટામિનો અને બીજાં દ્રવ્યો છે એ જાણીને સમતોલ આહાર લો. પરંતુ હવે તો શાકભાજી અને ફળ લેવાથી આપણી તંદુરસ્તી સુધરવાને બદલે બગડવાનો ભય ઊભો થાય છે. કારણ કે એમને ઉગાડવા માટે, સાચવવા માટે, દૂરની જગાએ વેચવા મોક્લવા માટે અને એમનો રંગ તાજો અને ચળતો રાખવા માટે એટલાં બધાં કૃત્રિમ રસાયણો વપરાય છે કે એ રસાયણોને કારણે આપણા શરીરને નુક્સાન થવાનો ઘણો ભય રહે છે. અને બીજી બાજુ, બજારમાં શાક્ભાજી અને ફળની કિંમતો કેટલી વધતી જાય છે! ગરીબ લોકોને તો તે પોસાય પણ નહીં. મધ્યમવર્ગ માટે પણ મોંધાં છે. ૧૨૫ શાક-ળ સર્જેલી છતાં સરસ રીતે કેવી રીતે ઉગાડી શકાય એ વિશે હું તપાસ કરી રહી હતી ત્યાં વાંસદાથી આવેલા ડૉ. વૈદ્યે કહ્યું કે નવલભાઈ શાહે અહીં અમદાવાદમાં જ એમના આંગણામાં સરસ શાકભાજી ઉગાડ્યાં છે. નવલભાઈ તો આપણા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને ભૂતપૂર્વ પ્રધાન. એમને પૂછ્યું તો એમણે તરત જોવા-આવવા-વાત કરવા માટે સમય આપ્યો. એમને ઘેર દાખલ થતાં જ મકાન અને રસ્તા વચ્ચેની દસ ચોરસફૂટની જગામાં એમણે બહારની બાજુએ પપૈયું, સીતાળ, સરગવો અને લીમડાનાં ઝાડ, આગળની બાજુએ કારેલાં અને ટીંડોળાંના વેલા,એમની નીચે ભીંડા, ગુવાર, ચોળી વગેરેના છોડ, છેક નીચે પત્તરવેલિયાનાં પાન, ભાજી, તુલસી, દરેક છોડની બાજુમાં એને નાઈટ્રોજન આપવા સુબાવુલ ઉગાડ્યાં છે. પાછળના ખૂણામાં અળસિયાં બનાવવાની ડોલ, આગળની હારમાં ઋતુનાં રંગીન ફૂલ અને દરવાજામાં પ્રવેશતાં ખૂશ્બોભર્યાં સ્વાગત માટે જૂઈની વેલ. કારેલીનાં પીળાં ફૂલ અને ટીંડોળીનાં સફેદ ફૂલને એ સોનું અને રૂપું હે છે. દરેક છોડનું પાંદડે પાંદડું તાજું અને તંદુરસ્ત. એમણે બતાવ્યું કે કોઈ માળી, ખર્ચ કે ખાસ મહેનત કે વધુ પાણી વગર કોઈ પણ વ્યક્તિ આ કરી શકે. નવલભાઈની વૈજ્ઞાનિક ખેતી વિશે એટલી બધી જાણકારી છે કે તાતા For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ / ધન્ય આ ધરતી ગ્રુપના મોટા ‘ફાર્મ’ના ટ્રસ્ટના પણ તે પ્રમુખ છે, અને એમના ગુંદીના આશ્રમમાં પણ વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે. મેં એમને વિનંતી કરી કે ગરીબ અને મધ્યમવર્ગના માણસો પણ તમારી જેમ થોડી જ જમીનમાં કેવી રીતે શાક-ફળ ઉગાડીને તંદુરસ્ત રહી શકે એની માહિતી આપો. એમણે ઉદાર ભાવે સહર્ષ વિનંતિ સ્વીકારીને મને પત્ર લખ્યો. ‘પ્રિય નંદિનીબહેન, જન્મભૂમિાં ગરીબીની સમસ્યાના ઉકેલ માટે સ્વાવલંબી ખાદી અંગેના તમારા લેખો વાંચું છું. એક નવી દષ્ટિ આપે છે. ત્રીજા વિશ્વની મૂળ સમસ્યા છે ગરીબી. એનો ઉપાય વિકસિત દેશોમાં વિક્સેલા અર્થતંત્રમાં નથી. તમે મારે ત્યાં આવ્યાં. મારા મકાન પાસેથી થોડી જમીનમાં ઉગાડેલાં શાકભાજી જોઈ તમે પ્રસન્ન થયાં. જે માણસ ગરીબ છે તે પૂરતાં શાકભાજી લઈ શક્તો નથી, તેને કારણે તે માંદો પડે છે, રોગનો પ્રથમ ભોગ બને છે. કારણ કે તેનું શરીર પ્રતિકાર શક્તિ ગુમાવી બેઠું હોય છે. વળી તેને રહેવાની જગ્યા પણ એવી છે કે ત્યાં ગંદકી, માખ અને મચ્છર વધારે થાય છે. ગરીબમાં ગરીબ માણસ (ગામડાં)ના ઘર આગળ થોડી જમીન હોય છે. આપણા દેશમાં દુનિયાની ૧૬ ટકા જેટલી વસતિ છે જ્યારે ફ્ક્ત અઢી ટકા જેટલી જ ખેતીલાયક જમીન છે. તે વરસોથી ખેડાય છે. હાલ આપણા દેશની વસતિ ૯૨ કરોડ છે. એક્વીસમી સદીમાં પ્રવેશતાં તે એક અબજ ઉપર થઈ જશે. એટલે જ ઝૂંપડાંની આસપાસ જે કાંઈ શાકભાજી ઉત્પન્ન થઈ શકે તે કરવામાં આવે તો જ ગરીબ ઘરમાં જન્મેલા બાળકનું આરોગ્ય ટકી શકે. દૂધી, કારેલી, ગલકાં, પાપડી, ચોળી જેવાં વેલાવાળાં શાને ઝૂંપડા પર કે માંડવા પર ચઢાવી નીચેની જમીનમાં પાલક, તાંદળજો, મેથી અને ખાસ તો પત્તરવેલિયાં ઉગાડી શકીએ. ઘરને આંગણે કે પાછળ જ્યાં જગ્યા હોય ત્યાં સુધારેલાં આંબળાં, સરગવો કે સીતાળનાં એક-બે વૃક્ષ ઉગાડી શકાય. સરગવાનાં પાન તેમ જ સીંગ વિટામિન સીથી ભરપૂર છે અને આંબળાં તો આરોગ્ય માટે ઉત્તમ છે. જ જમીન ઓછી છે? તેનો ઉકેલ છે સઘન ખેતી. ૧૫ થી ૨૦ ફૂટ ઉપરની ઊંચાઈએ આંબળા-સરગવો, ૬ થી ૮ ફૂટની ઊંચાઈએ ઋતુ પ્રમાણેના વેલાઓ, એમની વચ્ચે શાક અને સૌથી નીચે વેલાથી એકાદ ફૂટને અંતરે ઋતુ પ્રમાણેની ભાજી અને એથી પણ વધારે સધન ખેતી કરતી હોય તો જમીનમાં થતાં કંદ. છોડને પ્રકાશ જોઈએ. તો આ રીતે જમીનથી ૨૫-૩૦ ફૂટ ઊંચાઈ સુધીનાં હવા-પ્રકાશનો ઉપયોગ ઉત્પાદન માટે કરી શકીએ. તમે મારે ત્યાં આવ્યાં. વાવેલી ટીંડોળીના રોપાને મેં મારા મકાનના બીજા ને ત્રીજા માળે ચઢાવ્યા છે. પહેલા માળ સુધી તો ટીંડોળીનું થડ જ છે. બધાં For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય તમારા આંગણામાં | ૧૨૭ પાન કાપી નાંખ્યાં છે. એક જ ટીંડોળીનો રોપો અઠવાડિયે એક દિવસનું શાક આપે છે. પાને પાને ટીંડોળાં બેસે છે. વેલા ઉપર જાય તો નીચે ભીંડા, ગુવાર, ચોળી ઉગાડી શકાય. આજે બજારમાં શાક મોંઘું છે અને દિવસે દિવસે મોંઘું થતું જાય છે. કારણ કે દૂરથી લાવવાનો ને વેચવાનો ખર્ચ વસ્તુને બે થી ત્રણ ગણી મોંઘી બનાવી દે છે. ગરીબ માણસ શાકભાજી ખાઈ શક્તો નથી તેથી માંદો પડે છે. દવા ને દાક્તર પણ મોંઘા થતા જાય છે. છેલ્લાં બે-ત્રણ વરસમાં દવાના ભાવ બેથી ત્રણ ગણા થઈ ગયા. ઘરઆંગણે તાજું, જંતુનાશક દવાઓ છાંટ્યા વગરનું શાક અને વિટામિન આપતાં ફળ મળે તો દાક્તરને ઘેર દોડવું ન પડે. સ્વસ્થ માણસની કાર્યક્ષમતા વધશે. એટલું જ નહીં નવરાશના સમયમાં નાનાંમોટાં સહુ આ કામ કરે. તેમાંથી આનંદ લૂંટે. | સર્જનનો અનેરો આનંદ હોય છે. બજારમાંથી આણેલી દૂધી કે ભીંડાં કરતાં આપણા જ શ્રમથી પેદા કરેલી તાજી દૂધીનું શાક ખાવાનો આનંદ અનેરો છે. એક્વીસમી સદીનું સૂત્ર છે : સૌને માટે આરોગ્ય. શું આપણે તે દવાખાનાં, ડોક્ટરો અને દવાઓ વધારીને કરી શકીશું? ગરીબીમાં સબડતા સમાજ સુધી આ પહોંચવાનું નથી અને પહોંચે તોપણ તેનો આર્થિક ભાર તે વહી શકવાનો નથી. ઉપાય છે ઘર આંગણે શાકભાજી અને ફળ દ્વારા વિટામિન પેદા કરવું તે.” ( લિ. નવલભાઈ શાહના વં.મા. દરેક શાકના ચારથી પાંચ રોપા, ફળનો એક રોપ, અને ભાજી તો એકાદ ચોસલ્ટમાં ઉગાડીએ તો તે પૂરતું છે. તેથી વધુ મહેનત પણ ન રહે, વૈવિધ્ય મળે અને છોડ થોડા હોવાથી તેમની માવજત પણ રાખી શકાય. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૪૭ કુદરતમાં કશું નકામું નથી ગયે સમાહે શરૂ કરેલો નવલભાઈ સાથેની વાતનો દોર જે આગળ વધારીએ : નવલભાઈ, ઘર કે ઝૂંપડીની આસપાસની ઘણી થોડી જમીનમાં પણ તંદુરસ્તી આપનારાં શાકભાજી ઉગાડવાનો વિચાર તો સરસ છે. પણ થોડી જ જમીનમાં ફળના વૃક્ષ પણ ઊછરે, વેલા પણ વધે, શાકના છોડ પણ થાય અને ભાજી પણ ઊગે ? આ બધાંને આટલી થોડી જમીન પોષી શી રીતે શકે? એમણે વિગતવાર સમજણ આપી. ' છોડ જમીનમાંથી કસ ચૂસે છે. છોડનાં પાન તેનું ખોરામાં રૂપાંતર કરે છે. તે માટે સૂર્યનો પ્રકાશ જાઈએ. પ્રકાશ ન મળે તો છોડ પીળો પડી જાય. એથી બધા છોડને વધારેમાં વધારે પ્રકાશ મળે એ રીતે વાવવા જોઈએ. ફળનું ઝાડ, વેલા, શાના છોડ અને ભાજી બધાંની ઊંચાઈ જુદીજુદી હોવાથી તે દરેકને પ્રકાશ મળે એ રીતે સાથે વાવી શકાય. વૈજ્ઞાનિક ભાષામાં આને ત્રણ કે ચાર) સ્તરની ખેતી કહે છે. ઉપરાંત થોડી જમીનમાં આટલા વિવિધ જાતના છોડ વધતા હોય તો એમને પોષણ પૂરું પાડવું જોઈએ. આપણે છોડનાં મૂળ સહેલાઈથી લઈ શકે એવું પોષણ પૂરું પાડીએ તો જ આ શક્ય બને. ' ખેતી માટે ખાતર જરૂરી છે. આપણાં શહેરોમાં પાનખરમાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાને એકઠાં કરી બાળી દે છે. તેને બદલે પાંદડાને કીમતી ખાતરમાં ફેરવી શકીએ. રોજ સવારે હું ઘરની આસપાસ પડેલાં પાન એકઠાં કરું છું. સાથે આંગણાની સફાઈ પણ થઈ જાય છે. પાનના નાના ટુકડા કરું છું. એમને વૃક્ષના મૂળની આસપાસ પાથરું છું. આ માટેનો મને ગમતો શબ્દ છે પાનપથારી. અંગ્રેજીમાં તેને મલ્લિંગ કહે છે. આ પાનપથારી પર થોડું છાણનું ઓગાળેલું પાણી છાંટું છું. વૃક્ષના છાયામાં અળસિયાં પેદા થશે અને તે પાનને ખાતરમાં ફેરવશે. બે-ત્રણ મહિને ખાતર તૈયાર થઈ જાય એટલે શાકભાજીના રોપાને આપી શકાય. પછી રોપાની આજુબાજુ પાન પાથરવાનાં. આ રીતે રોપા આગળ સીધું પણ અળસિયાંનું ખાતર બનાવી શકાય. કોઈને ત્યાંથી અળસિયાં લાવીને પણ શરૂ કરી શકાય. એમને પાન, છોડનો છાયો અને ભેજ મળવાં જોઈએ. અળસિયાંએ તૈયાર કરેલું ખાતર કોમ્પોસ્ટ ખાતર કરતાં વધારે કસવાળું હોય છે. ઈન્સ્ટન્ટ કોફીની જેમ અળસિયાં તરત જમીનની અંદર છોડનાં બારીક For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કુદરતમાં કશું નકામું નથી / ૧૨૯ મૂળિયાંના છેડા સુધી પહોંચી જાય છે. છોડને વધવા માટે જે પોષણ જોઈએ તે નજીકમાંથી જ મળી રહેતું હોય તો છોડ શા માટે ખોરાક મેળવવા દૂર સુધી મૂળ ફેલાવે - ટૂંકમાં, પાન અને અળસિયાં દ્વારા છોડને તૈયાર પોષણ પૂરું પાડવું એ ઉત્પાદનની ચાવી છે. આ માટે ઘરનાં બાળકો અને વડીલો પણ મદદ કરી શકે. પાન જ નહિ, ઘરનો બધો કચરો ખાતરમાં ફેરવી શકાય. કુદરતના જીવનચકમાં કશું જ નકામું નથી. પાનપથારી ત્રણ કામ કરશે. પહેલું તો જમીનમાંના ભેજને ઊડી જતો રોકશે. કુદરતમાં પણ આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતાં પહેલાં વૃક્ષો પોતાનાં પાન ખેરવી પોતાને તળિયે પાથરી દે છે જેથી ઉનાળાની ગરમીથી જમીનમાંનો ભેજ ઊડી ન જાય. . " બીજું, પાન એ અળસિયાનો ખોરાક છે. એ ખોરાક તો અળસિયું ખાશે જ પણ સાથે સાથે અળસિયું માટી પણ ખાશે. અળસિયાનાં શરીરની રચના એવી છે કે તેના પેટમાં ચક્કી હોય છે. માટીના કણો અને સજીવ પદાથ આ ચક્કીમાં પિસાય છે અને અળસિયાંની અઘાર ઉત્તમ અને તરત જ પોષણ આપે એવું ખાતર બનાવે છે. ત્રીજી અને મહત્વની વાત એ છે કે અળસિયાં જ ખેતી કરશે. અળસિયાં કુદરતનાં ફળ છે. જમીનને ખેડવાથી કે ખોદવાથી તો ઊલટાનું આપણે જમીનમાંના જીવાણુઓના કુદરતી કમને ખોરવી નાખીએ છીએ. દરેક અળસિયું હવા લેવા માટે દિવસમાં ૯થી ૧૦ વાર જમીનમાંથી બહાર નીકળે છે અને પાછાં જમીનની અંદર જતાં નવું કાણું પાડે છે. આમ જમીન પોચી પડે છે. અળસિયાંએ બનાવેલાં એ પાતળાં પોલાણોમાં ભેજ સંઘરાઈ રહે છે. અને ખાતરનો કસ એ પોલાણોમાં થઈને છોડના મૂળના ટોચકા સુધી પહોંચે છે. અળસિયાંની ફરવાની રચના કેશનની જેવી હોય છે. એટલે ભેજ અને ઓગળેલો ખોરાક છોડ કે વેલના મૂળ પ્રદેશમાં રહે છે. એને પરિણામે જે કાંઈ ભેજ અને કસ હોય તેનો લગભગ સો ટકા છોડના વિકાસમાં ઉપયોગ થાય છે. પાનપથારી અને અળસિયાંની મદદથી શાકભાજી અને છોડ ૩૦ ટકા ઓછા - પાણીની મદદથી ઊગી શકે છે. અળસિયાંની મદદથી શાકભાજી ઉગાડવામાં ખેડ કે ગોડ કરવાની પણ જરૂર નથી. કારણ કે એ કામ અળસિયાં કરે છે. ઊલટાનું ગોડ કરવાથી અળસિયાં ઘવાય છે. જમીન ખુલ્લી થતાં પક્ષીઓ તેમને ખાઈ જાય છે. તેમણે બનાવેલી નાળો તૂટી જાય છે. જમીન પરનું વનસ્પતિનું પડ જતું રહે તો તે ઉપર સુધી આવતાં નથી. એટલે ગોડ કરવાને બદલે અળસિયાંનો ખોરાક પાંદડાં છોડની આજુબાજુ પાથરવાનું વધુ ઉપયોગી છે. આમ, નહીં ખેડ, નહીં ખાતર, નહીં જોખમી રાસાયણિક જંતુનાશકો, માત્ર For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ | ધન્ય આ ધરતી કુદરત આધારિત ખેતી. કુદરતને કુદરતનું કામ કરવા દો. કુદરતના જીવન-વિજ્ઞાનને સમજો અને તેને મદદગાર થાઓ. પાંદડાને બાળો નહીં. પાનપથારીની વચમાં વધેલા છોડ જુઓ કેવું સુંદર ઉત્પાદન આપે છે હવે તો અનેક દેશોમાં લોકો કુદરતી ખેતી અપનાવી રહ્યા છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ડો. શિરીનબહેન ગઢિયા (ઠાકોર પાર્ક, અબ્રામા ગામ, વલસાડ ૩૯૬૦૦૧) કહે છે કે જમીનને ૨ થી ૩ ફુટ ઊંડી ખોદી તેમાં વનસ્પતિ કચરો અને માટીના ઘર કરી તેના પર વાવવાથી વીસ વર્ષ સુધી ખેડ, ખાતર અને સિંચાઈની મહેનત ઘટી જાય છે. જમીનની નિતારશક્તિ અને ભેજસંગ્રહશક્તિ વધે છે. તેમાં સજીવો કાર્યરત રહે છે. આને માઝબુકની ખાઈ કહે છે. - મહેન્દ્ર ભટ્ટ (પ્રયાસ, માંગરોળ, ભરૂચ ૩૯૧૫૦) બીલ મોલીસનનું તરૂચક સમજાવે છે કે ઘરના વપરાશના પાણીના નિકાલની જગાએ ૬ ફૂટનો તાવડી આકારનો ખાડો કરી તેને ઘાસક્યરાથી ભરવો. એની ફરતે ૧૨ ફૂટના ગોળાકારમાં (કુલ ૩૦ ફુટ વ્યાસનું વર્તુળ) ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડવાં. આ રીતે શાકભાજી અને ફળ ઘરઆંગણે, તદ્દન ઓછા ખર્ચે અને ઓછી મહેનતે મળે છે અને પૌષ્ટિક, તાજાં અને વધુ સ્વાદિષ્ટ મળે છે. ઘરની હવા પણ શુદ્ધ બને છે. ઘરઆંગણે રંગબેરંગી પતંગિયાં અને કલરવ કરતાં પંખી પણ આવે છે. ધરતી પાસેથી જે લો તે તેને પાછું આપો. શાક-ફળ-અનાજનું ઉત્પાદન એ કોઈ ઉદ્યોગ નહીં કુદરતી ઘટના છે. કૃષિ એટલે જીવનનું જતન, સંવર્ધન. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૪૮ ‘વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે” જાતે શાકભાજી ઉગાડીને વિટામિન અને બીજાં પોષક તત્ત્વો મેળવવાની વાત નવલભાઈ શાહે આપણને કરી. ગામડાંમાં તો ઝૂંપડાં ફરતી થોડી જમીન હોય, પણ જન્મભૂમિ-પ્રવાસમા ઘણા વાચકો તો શહેરની ફલેટમાં રહે છે તો તેઓ આ અંગે શું કરી શકે ફ્લેટની બાલ્કનીમાં કૂંડામાં છોડ ઉગાડી શકાય. તે છોડ પર સારો પાક મેળવવા તેને પોષણ બહારથી બનાવીને આપી શકાય. છોડ માટેનું આ પોષણ બહાર કેવી રીતે બનાવવું તે માટે અળસિયાંના ઉછેર અને અળસિયાંના ખાતરના અર્કની વાત જોઈએ. . અળસિયાંને વધવા માટે અંધકાર એટલે કે છાંયડો જોઈએ, ખોરાક એટલે કે પાંદડાં જોઈએ અને સતત ભેજ જોઈએ. ઘેર અળસિયાં ઉછેરવા માટે એક પ્લાસ્ટિકની મોટી ડોલ લઈ તેમાં નીચે ઈંટનાં નાનાં રોડાં ગોઠવવાં. એની ઉપર પાંદડાં અને રસોડાનો કચરો ભરવો અને સૌથી ઉપર અળસિયાંવાળી માટી એક ઈંચ પાથરવી. ડોલને છાંયમાં રાખવી અને બે ત્રણ દિવસે પાણી છાંટી સતત ભેજ રાખવો. ઉપરની માટીનાં અળસિયાં પાંદડા અને કચરો ખાશે અને બીજાં ઘણાં અળસિયાં પેદા કરશે અને સવા-દોઢ મહિનામાં અળસિયાનું ખાતર તૈયાર થશે. આ ખાતર બાલ્કનીમાં રાખેલા કૂંડામાં નાખવું. - જેમની પાસે બિલકુલ જમીન નથી અને જેઓ ફલેટમાં રહે છે તેઓ કંડામાં શાકભાજી ઉગાડી શકે. એ માટે કૂંડાની નીચે નાનું કાણું કરવું જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે. એ કાણાને નાની ઠીકરીંથી ઢાંકી ફૂડને તળિયે એક ઈંચ સુધી ઈંટના નાના ટુકડાં ભરવા. પછી પ-૭ ઈંચ સડેલાં પોનના ટુકડા અને તેની ઉપર ૪-૫ ઈંચ અળસિયાનું ખાતર ભરવું. આવા કૂંડામાં ભાજ, પત્તરવેલનાં પાન અને શાક ઉગાડી શકાશે. થોડું મોટું ફંડ લેવામાં આવે તો વેલ ઉપર ઊગતાં શાકની વેલ ઉગાડી શકાય. અળસિયાં ઉછેરવાની ડોલમાં બે-ત્રણ દિવસે પાણી છાંટીએ એટલે તેમાંથી ડોલની નીચે પ્રવાહી એકઠું થશે. આ પ્રવાહી કુંડામાંના છોડ માટે અભૂત પોષણ ગણાય છે. ડોલને નમાવીને તે કાઢી શકાય, પણ વ્યવસ્થિત રીતે તેને કાઢવા માટે ડોલની નીચે કાણું પાડી એમાં નળ કે પાઈપ ભરાવી તે વાટે તે કાઢી શકાય. નવલભાઈએ તો આ પ્રવાહી મેળવવા માટે એમની અળસિયાં-ઉછેરની મોટી ડોલની અંદર, તળિયે વચ્ચે એક પ્લાસ્ટિકનો મોટો વાડકો ઊંધ મૂક્યો છે, એટલે બધું પ્રવાહી એમાં ભેગું થાય છે. ઊંધા વાડકાની ઉપર વચ્ચે કાણું પાડી એમાં પાઈપ ભરવી એ પાઈપમાં કેરોસીનનો કે કોઈ પણ પંપ મૂકી આ પ્રવાહી એ પંપ વાટે ખેંચી લે છે. આ પ્રવાહી છોડને આપવાથી એમનો છોડ ખૂબ તંદુરસ્ત રહે છે અને ઘણું શાક આપે છે. - આમ કુંડાના છોડને બહાર ડોલમાં ઉછેરેલાં અળસિયાંના ખાતરનું તથા તેના પ્રવાહીનું પોષણ આપવાથી ડામાં છોડ સરસ રીતે ઉછેરી શકાય. ડામાંની For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ / ધન્ય આ ધરતી માટી તો માત્ર છોડના ટેકા માટે અને મૂળને ફેલાવા માટે છે અને છોડને પોષણ બહારથી તૈયાર કરેલું મળે છે. અળસિયાં ઉછેરવાની ડોલને નીચે બે ઇંટો કે ટેકો મૂકી અદ્ધર રાખવી. એમાંનાં અળસિયાં બહાર નહીં આવે. એક પ્રશ્ન થશે કે અળસિયાં ઉછેરવા માટે ડોલમાં પણ ઉપર અળસિયાંવાળી માટી પાથરવાની છે તો એવી માટી ક્યાંથી લાવવી? આ પ્રશ્ન દહીંના મેળવણ જેવો છે. દહીં બનાવવાની શરૂઆત કરવા માટે પહેલાં એક વખત થોડુંક દહીં બહારથી લાવવું પડે, પણ પછી દર વખતે દહીં વાપરતી વખતે એમાંથી એક ચમચી મેળવણ રાખીને ફરી દહીં બનાવતાં રહેવાય. એ જ પ્રમાણે ડોલમાં અળસિયાં ઉછેરવા માટે શરૂઆતમાં એક વખત થોડી અળસિયાંવાળી માટીનું ‘મેળવણ’ લાવવું પડે. પછી સવા-દોઢ મહિને આખી ડોલમાં અળસિયાનું ખાતર તૈયાર થઈ જાય ત્યારે તે ખાતર કુંડામાં નાખીને તેમાંથી થોડુંક રહેવા દેવાનું અને એમાંથી ફ્રી ડોલમાં અળસિયાંનું ખાતર બનાવતાં રહેવાનું. હવે તો આવું અળસિયાંવાળી માટીનું ‘મેળવણ’ વેચવાનો મોટો ધંધો ચાલે છે. આવી એક ઘાસતેલના ડબ્બા જેટલી માટી ચારસો જેટલા રૂપિયાની આવે છે. આવી માટી જાતે પણ બનાવી શકાય. કોઈ ઝાડના છાંયડામાં ઝાડના મૂળ પાસે અળસિયાનું ખાતર બનાવી શકાય. મૂળની જમીન ઉપર પાંદડાં પાથરી તે સતત ભેજવાળાં રહે એવી વ્યવસ્થા રાખીએ તો એમાં અળસિયાં ઉત્પન્ન થશે. થોડું છાણ નાખીએ તો સહેલાઈથી થશે. ચીકુ, નાળિયેરી, કેળ વગેરે પાણીનાં ઝાડ છે એટલે તેમની નીચે અળસિયાંનું ખાતર થઈ શકે. સૂકા પ્રદેશમાં કે જ્યાં ભેજ અને અંધકાર ન હોય ત્યાં તાડપત્રી કે બીજો છાંયો બનાવીને આ ખાતર બનાવી શકાય. ભેજ માટે પાંદડાં-છાણના ઢગલાને ભીના કંતાનના કોથળાથી ઢાંકી દેવાથી ઢગલેબંધ અળસિયાં પેદા થશે. ખાતર તૈયાર થાય ત્યારે એ ખાતરને પ્લાસ્ટિક ઉપર પાથરી દેવાથી પ્રકાશમાં આવવાને કારણે બધાં અળસિયાં તળિયે નીચેના થરમાં જતાં રહેશે. પછી ઉપરથી પક્વ દાણાદાર ખાતર લઈલઈને છોડને આપવું. આ ખાતર કોમ્પોસ્ટના ખાતર કરતાં વધારે ક્સવાળું હોય છે અને તાત્કાલિક અસર કરે છે. વાઓ મોંઘી થતી જાય છે ત્યારે ઘરની બાલ્કની, ઓટલા કે અગાસીમાં ઉપર-નીચે ઠંડા ગોઠવી શાકભાજી ઉગાડી કુટુંબની તંદુરસ્તી માટે વિટામિન અને લોહતત્ત્વ મેળવી શકીએ. કુટુંબના બધા સભ્યોને આ સર્જનમાં રસ પડે એ જુદો. કૂંડામાં શાકભાજી ઉગાડવાનું આનંદપ્રદ છે, ઉત્પાદક છે અને આરોગ્ય આપનાર પણ છે. માણસે જ્યારે નવીનવી શોધો કરીને કુદરતને નાથવાનો પ્રયત્ન ર્યો છે ત્યારે કુદરતે પણ માણસને થપ્પડ લગાવી છે. પરંતુ માણસ જો કુદરત સાથે હળીમળીને રહે તો કુદરત પણ એને સાથ આપે છે, પોષે છે. રાસાયણિક ખાતરોથી અને રાસાયણિક જંતુનાશકોથી જમીનનાં તત્ત્વોનો નાશ થાય છે અને એ જમીનમાં થયેલા પાક્થી માણસની તંદુરસ્તીનો નાશ થાય છે. એટલે જ ગુરુજનો કહે છે કે જીવાડીને જીવો. રાસાયણિક ખાતરો વગર ઉપર બતાવેલી સજીવ પદ્ધતિએ થતી ખેતી એ અહિંસક ખેતી છે. આદિ કવિ નરસિંહ મહેતાએ શ્રી હરિ વિશે ગાયું છે: ‘પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે.’ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૪૯ તંદુરસ્તીનો ઉપાચ આપણા હાથમાં થોડા વખત પહેલાં અમેરિકાના કેલિફોર્નિયા જેવા સમૃદ્ધ રાજ્યમાં ખેતરોમાં પાકને રોગ લાગુ પડ્યો હતો. ઘણી જંતુનાશક દવાઓ છટી, છેલ્લાં શોધાયેલાં રાસાયણિક જંતુનાશકો છાંટ્યાં પણ રોગ ગયો નહીં. પછી લીમડાનાં પાંદડાં પાણીમાં પલાળીને તે જોયું તો રોગ ગયો. અમેરિક્ત વૈજ્ઞાનિકો ભારતના લીમડાના પ્રેમમાં પડ્યા છે. જર્મનીમાં તો લીમડા વિશે ઘણું સંશોધન શરૂ થયું છે. આપણને નવલભાઈ શાહે વાત કરી કે વૃક્ષોનાં પાંદડાં છોડની આજુબાજુ પાથરવાથી અને તેમની સાથે થોડાં અળસિયાં ભેળવવાથી છોડ ખૂબ સરસ ખીલે છે. | નવલભાઈ ગયે વર્ષે અમેરિકા ગયા ત્યારે દીકરીના ઘરના આંગણામાં આ પદ્ધતિથી ત્રણ મહિનામાં એટલાં બધાં શાકભાજી અને ફળ ઉગાડ્યાં કે આ વગર રસાયણે ઉગાડેલાં પાળી અમેરિકનો દંગ રહી ગયેલા. એમને મેં પૂછ્યું કે આ રીતે શાક-ફળ ઉગાડવાની વાત તો સરસ છે પણ આટલાં બધાં પાન લાવવાં ક્યાંથી બે રીતે, એક તો આંગણામાં બે-ત્રણ વૃક્ષો પણ વાવવાં. લીમડો, સરગવો, લીંબુ વગેરે તો જલદી મોટાં થાય છે. જગા ઓછી હોય તો લીમડાને કાપતાં રહીને નાનકડો રાખવો. આ ઝાડનાં પાન ખરે તેમને છોડની આજુબાજુ પાથરો. એ જ પાન રસ્તા ઉપર ચરો બને, ગંદડી ઉત્પન્ન કરે, સજીવે સડેલી વસ્તુ માખીનો, જીવાતનો ખોરાક છે. એટલે આ પાનને ભેગાં કરીને છોડની આસપાસ પાથરવાથી ગંદકીને ફળમાં અને શાકભાજીમાં ફેરવવાનું કામ થાય છે. ઘરનો બધો કચરો પણ આ રીતે ખાતરમાં ફેરવી શકાય. પાન મેળવવાની બીજી રીત એ છે કે નવલભાઈએ એમના આંગણામાં શાકના છોડની વચ્ચેવચ્ચે સુબાવલના છોડ ઉગાડ્યા છે. સુબાવલ જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે અને તેમની કૂણી ડાળી પરનાં પાન નાઈટ્રોજનથી ભરપૂર છે. તેના ' છોડને વધવા દઈએ તો એ ઘણો મોટો થઈ જાય પરંતુ એ એકાદ ફૂટ ઊંચો થાય પછી એને વધાવા નહીં દેવાનો અને કાપ્યા કરવાનો અને એનાં પાન શાક-ફળના છોડની આજુબાજુ પાથર્યા કરવાનાં. જમીનને નાઈટ્રોજન પૂરું પાડતો એવો જ બીજો છોડ છે ગ્લીરીસીડીઆનો. એનાં પાનમાં પૂરતા પ્રમાણમાં નાઈટ્રોજન છે. એની ડાળી અને પાંદડાં પણ ઝડપથી જમીનમાં ભળી જઈ જમીનનું પોતે સુધારે છે. ઈન્ડોનેશિયાની ડાંગરની ખેતીમાં ક્યારાના શેટે ઉગાડેલા લીરીસીડીઆથી જ ડાંગરનો પાક લેવાના અખતરા થયા છે અને સાબિત થયું છે કે આવા છોડના ખાતરથી રાસાયણિક ખાતર જેટલી જ ડાંગર પણ પકવી શકાય છે. તે ઉપરાંત છોડને પાંદડાંનો ખોરાક આપવાથી એને રોગ પણ લાગુ પડતા નથી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ / ધન્ય આ ધરતી આંગણાની નાનકડી જમીનમાં બે-ત્રણ સ્તરે શાક-ફળ ઉગાડીએ એટલે છોડને પ્રકાશ પૂરતો ન મળતાં તેને રોગ વધુ લાગે પણ આપણા સૌનો અનુભવ છે કે શરદી કે ટીબીનાં જંતુ હવામાં બધે હોવા છતાં અમુક માણસોને જ શરદી કે ટીબી થાય છે. જે વ્યક્તિની રોગ સામે ટક્કર ઝીલવાની શક્તિ વધુ -હોય તેને રોગ થતો નથી. એવું જ છોડની બાબતમાં. જે છોડ નબળા અથવા ઓછી પ્રતિકારશક્તિ ધરાવતા હોય તેને ઝટ રોગ લાગે છે. એટલે રોગની સામે ટકે એવી તાકાત અને તંદુરસ્તીવાળા છોડ ઉછેરી શકાય તો જંતુનાશક દવાઓ મોટા પ્રમાણમાં છાંટવી ન પડે. છોડની તંદુરસ્તી માટેનું સરસ સૂત્ર છે : તંદુરસ્ત ધરતી તો તંદુરસ્ત છોડ, તંદુરસ્ત છોડનો ખોરાક પણ તંદુરસ્ત અને તેવા છોડનો પાક જે લે તે માણસ પણ તંદુરસ્ત. એટલે માનવજાતનું આરોગ્ય વધારવું હોય તો તંદુરસ્ત છોડ ઉછેરો. છોડની તંદુરસ્તીનો ઉપાય તંદુરસ્ત જમીન છે. જમીનને તંદુરસ્ત બનાવવાનો ઉપાય એ છે કે જે જમીનમાં જીવાણુઓ જેટલા વધુ તેટલી એ તંદુરસ્ત. અત્યારે રાસાયણિક ખાતરોનો અને જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે તે જમીનને જીવતી રાખતાં કરોડો જીવાણુઓને મારી નાખે છે. એ જમીનનું સમતોલપણું ખોરવાઈ જાય છે. એવી જમીનમાં ઊગેલો છોડ ભલે દેખાવમાં લીલો ચ લાગે પણ એ માંદલો હોય. એને રોગ થયા વગર ન રહે. આપણે જે પાનપાથરી અને અળસિયાંની મદદથી છોડ ઉગાડવાની વાત કરી એ ખેતી જમીનને તંદુરસ્ત બનાવે છે. એટલે એ છોડને રોગ ઓછો લાગે છે અને એ રોગ સામે ટક્કર ઝીલી શકે છે. બીજું કે આપણે એક્લો ગુવાર કે ભીંડા કે કોઈ એક જ વસ્તુ ઉગાડીએ તો તેને રોગ લાગવાની શક્યતા વધારે રહે છે. એટલે જુદીજુદી જાતના છોડ સાથે વાવવાનું હેવામાં આવે છે. આપણે નાનક્ડા આંગણામાં ત્રણ સ્તરે એની ખેતી કરીએ તેમાં જુદાજુદા છોડ સાથે વાવી શકીએ. અગાસી કે ત્રીજે માળે ટીંડોળી ચડાવી હોય, બીજે માળે કારેલી હોય, નીચે ભીંડા કે ગુવાર હોય અને છેક જમીન પર પત્તરવેલી હોય. વળી, વચમાં તુલસીના છોડ હોય તો તેની સુવાસથી પણ રોગ ઓછા આવે છે. શિયાળો આવતાં ડુંગળી, લીલું લસણ વાવીએ તો તેની ગંધથી જંતુઓ તે વિસ્તારથી દૂર ભાગે છે અને આજુબાજુના છોડને રોગ સામે રક્ષણ મળે છે. માણસની તંદુરસ્તીનો આધાર તંદુરસ્ત અનાજ તંદુરસ્ત અનાજનો આધાર તંદુરસ્ત છોડ તંદુરસ્ત છોડનો આધાર તંદુરસ્ત જમીન. જમીનની તંદુરસ્તી માટે જમીનમાંથી જે લો તે તેનાં ડાળાં, પાંદડાંને નકામાં ગણીને બાળો નહીં. તેમને જમીનમાં પાછાં નાંખી બીજી પેઢીની સેવામાં તેમનો અર્ધ્ય ધરો. જમીનને પાછું આપો. કવિએ આપણા ભારત દેશ વિશે કહ્યું છે કે “જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા.” For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૦ માણસ અને પૃથ્વી વિજ્ઞાન આજે માણસનો આરાધ્યદેવ છે. સહુ કોઈ વિજ્ઞાન અને યંત્રોદ્યોગની સિદ્ધિઓથી અંજાયેલું છે. વિજ્ઞાન અને યંત્રોદ્યોગ જાણે કે આપણા સુખના, આપણી પ્રગતિના, આપણા ભવિષ્યના આધારરૂપ છે. એક પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક તથા રસાયણ-વિજ્ઞાનના નોબલ પારિતોષિક વિજેતા પ્રા. જેરોમ કાર્યને હું એક પરિષદમાં મળી હતી. એમણે એ પરિષદમાં માણસની અને પૃથ્વીની સ્થિતિ વિશે જે સૂચનો રજૂ કર્યાં એ વિચારવા જેવાં છે : પ્રો. કાર્લ કહે છે કે માનવ ઈતિહાસના છેલ્લા થોડા સૈકાઓમાં વિજ્ઞાન અને ઉત્પાદનપદ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. એને કારણે માણસના જીવન પર ઘણી અસર થઈ છે, સિવાય કે અવિકસિત દેશોમાં. એમાં પણ શરીર-સ્વાસ્થ્ય, સગવડો અને વ્યક્તિગત જીવનની ગુણવત્તાને પ્રો. કાર્લ ઘણી મહત્ત્વની ગણાવે છે. જીવનનિર્વાહની મૂળ જરૂરતો અન્ન, વસ્ત્ર, છાપરું અને તબીબી સગવડોથી આ આગળની વાત છે. જીવનની ગુણવત્તા એટલે સાંસ્કૃતિક, નૈતિક અને બૌદ્ધિક ગુણો, માનવીય પ્રામાણિકતા, ઊંચા સ્તરનું વર્તન, અહિંસા, વિશ્વાસ, બીજા માણસો સાથે સૌજન્યતાથી વહેવાર, માણસના ગૌરવ માટે આદર અને રહેવા માટે પૂરતો અવકાશ. પ્રો. કાર્લ બતાવે છે કે વસ્તીવધારાને કારણે આ ગુણોને એટલે કે જીવનની ગુણવત્તાને હાનિ પહોંચે છે. આજે તો ‘આર્થિક પ્રગતિ' એ સૂત્રની બોલબાલા છે. આને કારણે દુનિયાના દેશો વચ્ચે ભયંકર હરિફાઈ ઊભી થઈ છે અને એ યુદ્ધોમાં પરિણમે છે. નફાનો હેતુ એટલો સર્વોપરી અને રોકી ન શકાય એવો લાગે છે કે એના પર અંશો મુશ્કેલ બને છે. એમાંથી મળતો આર્થિક લાભ ટૂંકા ગાળાનો હોય છે, પણ એમાંથી પરિણમતું નુક્સાન ઘણું મોટું અને લાંબા ગાળાનું હોઈ શકે. ઉદ્યોગોના આર્થિક નિર્ણયો ટૂંકા ગાળાની દષ્ટિએ થતા હોય છે. વીસમી સદીનો ઈતિહાસ સૂચવે છે કે દુનિયા ઉચ્ચ-વિચારોવાળી પ્રગતિ માગે છે, પરંતુ એ એને માટે બરોબર તૈયાર નથી. દુનિયાની સમસ્યાઓ ઉલવા વિજ્ઞાન અને યંત્રોદ્યોગ પૂરતા નથી. એ માટે નીતિનાં ધોરણોએ, નેતાગીરીએ, અર્થતંત્રે અને સામાજિક દર્શને પણ અગત્યનો ભાગ ભજવવાનો છે. ૧૩૫ વિજ્ઞાન અને યંત્રોદ્યોગનું એક લક્ષણ સમાજ ઉપર એવી અસર કરે છે કે એને કારણે ખાસ ચિંતા ઊભી થાય છે. જેમ જેમ સમાજો વધારે ને વધારે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ / ધન્ય આ ધરતી જટિલ યંત્રોદ્યોગ પર આધાર રાખતા જાય છે, તેમ તેમ એક જ માણસ પર બધું આધારિત થઈ જાય છે. માત્ર એક જ માણસ ભૂલ કરે કે માત્ર એક જ ભાગ તૂટી પડે તો સમાજના મોટા ભાગનું કામકાજ ખોરવાઈ પડે. આનો એક અંતિમ દાખલો છે ત્રાસવાદ અથવા ચાંચિયાગિરી.. તેથી યુવાનોને નાની ઉમંરથી એ શિક્ષણ આપવું જરૂરી છે કે અત્યારના જે વિચારો અને ખ્યાલો એમના પર લાદવામાં આવે છે તેમને વિશે તેઓ પ્રશ્ન ઉઠાવે. તેમને સ્વતંત્ર રીતે વિચાર કરવાનું અને જાતે જ નિર્ણયો તારવવાનું શીખવવું જોઈએ, પ્રો. કાર્લ, જે પોતે જ નિષ્ણાત વૈજ્ઞાનિક છે, હે છે કે જો કે શુદ્ધ વિજ્ઞાનનું શિક્ષણ જરૂરી છે, પરંતુ જે શિક્ષણ સજ્જ વિચારશક્તિ અને નૈતિક સંવેદનશીલતા વગર મળે છે તે અત્યારના સામાજિક રોગોનું મુખ્ય કારણ બને છે. દસકાઓ પહેલાં જ્યારે પ્રો. કાર્લ પોતે વિદ્યાર્થી હતા ત્યારે ન્યૂયોર્કમાં શિક્ષણતંત્ર વિદ્યાર્થીઓને વિશાળ અર્થમાં શિક્ષણ પૂરું પાડતું, અનેક બૌદ્ધિક ક્ષેત્રોમાં જાણકારી તેમ જ ઊંચી દષ્ટિ અને સમજણ સાથે દુનિયામાં પ્રવેશવાની તૈયારી પૂરી પાડતું. સ્નાતકોને તેમના વિકલ્પો વિશે સ્પષ્ટ સમજ હતી, તેમને પોતાની શક્તિઓ વિશે વિશ્વાસ હતો અને તેઓ મોટે ભાગે સારા નાગરિકો હતા. જેઓ કોલેજમાં ન જતા તેમને પણ શિક્ષણતંત્ર માધ્યમિક શાળામાં ધંધો-રોજગારની તાલીમ પૂરી પાડતું. પ્રો. કાર્યને એ વખતનું, પહેલાનું, શિક્ષણતંત્ર અત્યારના શિક્ષણતંત્ર કરતાં વધારે સફળ લાગે છે. આજના સમાજમાં ચારિત્ર્ય અને નૈતિકતાનું જે સ્તર છે તે ચિંતાનો વિષય છે. બધા સ્તરો પર જે સમાજવિરોધી વર્તન છે તે બીજા બધા પ્રયત્નોને ઊંધા વાળી શકે એમ છે. જીવનધોરણ ઊંચું લાવવાના, આર્થિક અને પર્યાવરણના પ્રશ્નો ઉકલવાના અને સાંસ્કૃતિક સભ્ય સમાજ રચવાના બધા પ્રયત્નોને તે હરાવી શકે એમ છે. દુનિયાના ઘણા પ્રદેશો આજે દુ:ખદ સ્થિતિમાં છે. આપણા અસ્તિત્વના ભવિષ્ય સામેના ખતરાનો વિચાર કરીએ તો આપણી અત્યારની ઘણી સામાજિક અગ્રીમતાઓ અને માન્યતાઓને ટકાવવા માટે વળગી રહેવું એ આત્મઘાતક છે. જ આજે આપણે જે વર્તણૂક ચલાવી લઈન શકાય એને સુધારવાનો કે અટકાવવાનો પ્રયત્ન કરવા કાયદાઓ કરીએ છીએ. એના કરતાં એ ઘણું વધારે સારું છે કે લોકોની નીતિમત્તા, માનવીય મૂલ્યો અને સ્વમાનને કારણે કાયદાઓ જરૂરી જ ન બને. આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ જેમાં સમાજની અંદર તેમ જ સમાજોની વચ્ચે મોટી અસમાનતાઓ છે, આ દુનિયા એવી પણ છે જેનું ભવિષ્ય ઘણું જ ભયમાં છે. પ્રો. કાર્લ પ્રશ્ન ઉઠાવે છે કે શું આપણે એમ ઈચ્છીશું કે કુદરત પોતાનો રસ્તો લે, એ રસ્તો કે જે મોટે ભાગે ઝૂર હોય છે કે પછી શું દુનિયાની પ્રજાઓ અને નેતાઓ મોટાં હિંમતભર્યા પગલાં લેવા તૈયાર થશે અને લઈ શકશે કે જે પગલાં કુદરતની ક્રૂરતાને હળવી કરવા, પૃથ્વીને બચાવી લેવા અને વધુ સમાનતાવાળું તેમ જ માનવીય ભવિષ્ય સર્જવા માટે જરૂરી છે? છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ભવિષ્યના અભ્યાસનું ભવિષ્ય પહેલાં ક્યારેય નહોતી એટલી આજે ભવિષ્ય અંગેના અભ્યાસની જરૂર છે, કારણ કે દુનિયાના દેશો જીવલેણ અને વધુ ને વધુ જટિલ બનતી જતી સમસ્યાઓમાં ઘેરાયેલા છે. મોંઘવારી, બેકારી, પર્યાવરણની અસમતુલાઓ, સામાજિક સેવાઓની અધોગતિ, ગુનાખોરી અને હિંસા બેલગામ વધી રહ્યાં છે અને સત્તાવાળાઓ એમને દૂર કરવાનું તો બાજુએ, રોકી શક્તા નથી. વર્તમાન સમસ્યાઓ એટલી બધી મોટી છે અને અત્યારનું તંત્ર એમને હલ કરવા એટલું બધું અશક્ત છે કે આપણી સામાજિક-આર્થિક પુનર્રચના અને વિકાસ માટે વૈકલ્પિક વિચારસરણી શોધવાનું અનિવાર્ય બન્યું છે, જેને માટે ભવિષ્ય અંગેના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાનું જરૂરી છે. વર્તમાન તંત્રની નિષ્ફળતા બતાવે છે કે અત્યારના ઉક્લો કામના નથી અને વિચાર તથા કામની નવી દિશાઓની જરૂર છે. નવા વિક્લ્પો શોધવા જરૂર છે આપણા સમાજના ભવિષ્ય અંગેની દષ્ટિની, ક્ષિતિજ પર ઊગી રહેલાં પરિબળો અંગેની સૂઝની અને એમને ઉછેરવા માટેની સર્જનશીલતાની. ૧૩૭ જ વિશ્વસમાજને જોઈએ છે નવું દર્શન કે જેના વડે સમૃદ્ધિમાં તેમ જ શાંતિમાં રહેવા માટે નવું સામાજિક-આર્થિક માળખું રચી શકાય. તેથી ભવિષ્ય અંગેના અભ્યાસમાં સમાવેશ થશે દાર્શનિક તેમ જ રચનાત્મક કામો, નવા ઉક્લો તેમ જ નક્કર વ્યૂહો, સમગ્ર માળખાનો ખ્યાલ તેમ જ તેના જુદા જુદા ભાગોની માવજત, સંકલિત વિચારસરણી તેમ જ ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે શરૂ કરવાનાં પગલાં. આ સંદર્ભે એ મુદ્દા પર ભાર મૂક્યો ઉપયોગી થશે કે આમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની હળવી-ટેક્નોલોજી વાપરતી, એટલે કે સાદાં સાધનોથી ઉત્પાદન કરતી, પ્રજાઓ શો ભાગ ભજવી શકે અને ભવિષ્યના અભ્યાસમાં તેઓ શો ફાળો આપી શકે? એ તો હવે વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે કે વિશ્વસમાજનું ભવિષ્ય ન્યૂયોર્ક કે નૈરોબી, ટૉક્યિો કે રીઓ ડી જેનેરો જેવાં મહાનગરોમાં નથી, પરંતુ લાખો ગ્રામ પ્રજાસત્તાકોમાં છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના હળવી-ટેક્નોલોજી વાપરતા દેશો કે જ્યાં ગામડાં હજુ જીવે છે, જ્યાં ગ્રામ-સંસ્કૃતિ હજુ પુનર્જીવિત કરી શકાય એમ છે, તે બતાવી શકે કે ગામડાં-આધારિત અર્થતંત્ર વડે સમૃદ્ધિ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ | ધન્ય આ ધરતી અને શાંતિ બંને કેવી રીતે મેળવી શકાય. તે બતાવી શકે કે અત્યારે પ્રજાના અત્યંત નાના ભાગને રોજગારી આપતી મોટી કોપોરેશનોમાં ગંજાવર પાયે આધુનિક યંત્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તેને બદલે દરેકે દરેક જણને કામ મળી શકે અને તેથી બજાર પણ મળી શકે તેવાં સાદાં સાધનોથી ઉત્પાદન કેવી રીતે કરી શકાય. તે બતાવી શકે કે આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જરૂરી દર્શન, વિચારમાળખું અને પગલાં ક્યાં છે. અત્યારે આ દેશોમાં કરવામાં આવતો ભવિષ્યનો અભ્યાસ, ઘણુંખરું યુનિવર્સિટીની શાખાઓમાં અથવા તો ખાસ સંસ્થાઓમાં, ઔદ્યોગિક દેશોના અભ્યાસક્રમ મુજબનો હોય છે, જે ખોટે રસ્તે છે. દાખલા તરીકે, ઉદ્યોગીકરણ અને યાંત્રીકરણને કારણે ઔદ્યોગિક દેશોમાં થયેલો વિનાશ છે પર્યાવરણની અસમતુલાઓ, જ્યારે આપણા દેશમાં છે સાર્વત્રિક બેકારી અને એમાંથી પરિણમતી ગરીબાઈ અને ગુલામી. એટલે આપણે અભ્યાસ કરવાનો છે બેકારી અંગેનો, નહીં કે પૃથ્વીના ગોળા પરના તાપમાનમાં થઈ રહેલા ફેરફારોનો કે વાહનોથી થતા અવાજના પ્રદૂષણનો. આ દિશામાં હવે આપણા દેશોમાં વધુ ને વધુ આવા અભ્યાસો થઈ રહ્યા છે, જે નવું પ્રદાન કરે છે, આવશ્યક સમસ્યાઓ ધ્યાન પર લાવે છે અને ભવિષ્યના અભ્યાસમાં નવી દિશાઓ ખોલે છે. જેમ જેમ વિશ્વસમાજનું ભવિષ્ય ઉજળું બનાવવામાં આ દેશોના ફાળાનું મહત્ત્વ વધતું જશે તેમ તેમ આવા અભ્યાસો વધુ ઉપયોગી બનશે. ટકાવી શકાય તેવા વિકાસ અને વિશ્વશાંતિ માટે નવા સર્જનાત્મક દર્શનની ચર્ચા કરતી વખતે યાદ આવે છે એક મહાન દષ્ટા, મહાત્મા ગાંધી અથવા તો બાપુ – રાષ્ટ્રપિતા – જે નામે ભારતમાં એમને પ્રેમપૂર્વક સંબોધવામાં આવે છે. ગાંધીજીનાં લખાણો વાંચતી વખતે વાચક આશ્ચર્યચકિત થઈ જાય છે કે અનેક સવાલો કે જેમના વિશે એમના સમયમાં તો ખબર પણ નહોતી કે આપણા સમયમાં પણ નથી એમના વિશે એમણે ભવિષ્યવાણી કરી હતી, ચેતવણી આપી હતી અને એમને અટકાવવાનો તથા એમનામાંથી છૂટવાનો રસ્તો પણ બતાવ્યો હતો. એ ઈતિહાસમાં સૈકાઓ સુધી પાછળ જોતા હતા એમ ભવિષ્યમાં પણ એટલે જ દૂર સુધી જોતા હતા. જ્યારે યંત્રોદ્યોગે આખા વિશ્વને લપેટમાં લીધું હતું ત્યારે આધુનિક યંત્રો વડે ગંજાવર પાયે ઉત્પાદન કરીને જ્યાં એ માલ ખડકાય ત્યાં બેકારી ફેલાવતા ઉદ્યોગીકરણનો એમણે સખત અને સતત વિરોધ ક્યોં હતો. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનો વાયરો સમગ્ર જગતમાં ઘૂમી વળ્યો હતો ત્યારે ગામડાંઓમાં ખીલતી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને પુનર્જીવિત કરવા એમણે જીવનભર સંઘર્ષ ખેડ્યો હતો. - ભવિષ્યમાં ભવિષ્ય અંગેના સંશોધનનું ધ્યેય હશે વિનાશ રહિત વિકાસ, હિંસા રહિત સમૃદ્ધિ અને અસમાનતા રહિત સહજીવન. ભવિષ્યના અભ્યાસનું ભવિષ્ય છે આ સ્વપ્નનું સર્જન. E For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ગઈકાલ કે આજના નહી આવતી કાલના ગામડાનું ચિત્ર હમણાં એક સફળ ઉદ્યોગપતિને મળવાનું થયું. એમની ઑફિસ સંગેમરમરના થાંભલા અને ક્ષાત્મક બારીઓથી સજ્જ હતી. ઓળખાણ કરતાં એમણે પૂછ્યું: તમે શું કરો છો? મેં કહ્યું કે શહેરોમાં જે ઊંચું જીવનધોરણ છે એનાથી પણ વધારે ઊંચું જીવનધોરણ ગામડામાં મળે એ માટે પ્રયત્ન કરું છું. એમને રસ પડ્યો અને એ સંમત થયા કે શહેરોનું ઊંચું જીવનધોરણ તો હવે કેટલા વખત સુધી ટકાવી શકો એ કહેવું મુશ્કેલ છે તો જો ગામડામાં ઊંચું જીવનધોરણ ઊભું કરી શકાય તો એ પ્રયત્ન કરવો જોઈએ. એ વાત પાછળ ફરવાની નહીં આગળ વધવાની છે. આ તો ગામડામાં કેવું અને કેટલું ઊંચું જીવનધોરણ મળી શકે? ગામડાં જે અત્યારે તદ્દન મરણતોલ હાલતમાં છે ત્યાં શું સમૃદ્ધિ મેળવી શકાય? અત્યારે આપણે જે વિચારીએ છીએ કે ગ્રામજનો ઉત્પાદન કરીને એને . શહેરમાં વેચીને એ કમાણીમાંથી પોતાનું જીવનધોરણ સુધારે એને બદલે આપણે જુદી રીતે વિચારીએ કે ગામડાંના લોકો પોતાના જ ગામના બજાર માટે ઉત્પાદક્ત કરીને ગામના ત્રણેક હજાર લોકોમાં વેચે અને એ કમાણીમાંથી ત્યાંના બીજા લોકોએ બનાવેલી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ ઊંચું લાવે. ત્રણેક હજાર લોકોનું બજાર કોઈ પણ કુટુંબ માટે કોઈ એક વસ્તુ બનાવવા માટે નાનું બજાર નથી અને ગામમાં બધાં જે જુદી જુદી વસ્તુઓ બનાવે તો એટલી બધી વસ્તુઓ બને કે દરેકને પોતાની કમાણીમાંથી બીજાઓ પાસેથી અનેકવિધ વસ્તુઓ અને સેવાઓ મળે. અત્યારે ગામડામાં કોઈ જ ઉદ્યોગો નથી, સાઠ કરોડ લોકો પાસે કોઈ ઉત્પાદક કામ નથી એને બદલે સહુ પોતપોતાનાં ગામડામાં દરેક જગાએ ત્યાંના લોકોને ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવવાનું શરૂ કરે અને દરેક ગામડામાં ગ્રામજનો અરસપરસ એકબીજાની વસ્તુઓનો વિનિમય કરે તો સહુનું જીવનધોરણ કેટલું બધું ઊંચું આવી શકે આ ગ્રામજનો શું સમૃદ્ધિ મેળવી શકે? એની એક ઝલક જોઈએ. નીચેની વાત અત્યારનાં ગામડાંની કે પહેલાં હતાં એવા ગામડાંની નથી પરંતુ હવે જે ગામડાં સર્જવાનું શક્ય છે, જેમાં સહુને ઉત્પાદક કામ મળી શકે એવાં ગામડાંની વાત છે. પહેલું તો સહુને પૂરતો પૌષ્ટિક ખોરાક મળે. અત્યારે જેમની પાસે જમીન નથી એવા લોકો પણ ખેડૂતોને ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવે તો એમને ખેડૂતો પાસેથી અનાજ, દૂધ, તેલ, શાક મળી શકે. ઉપરાંત અત્યારે અનાજ-શાક રાસાયણિક For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ / ધન્ય આ ધરતી ખાતરોથી ઉગાડવામાં આવે છે તેને બદલે આ અનાજ કુદરતી ખાતર વડે ઉગાડી શકાય અને પોતાના જ ગામના લોકોને વેચવાનું હોઈ એમાં ભેળસેળ ઓછી થાય. તેથી આ અનાજ અને બીજી ખાદ્યસામગ્રી વધારે સ્વાદિષ્ટ તેમ જ પૌષ્ટિક બને. વળી રાસાયણિક ખાતરો ન જોઈએ તો જંતુનાશક રસાયણો પણ અત્યારની જેમ છાંટવા ન પડે અને દૂર સુધી શાક-ફ્ળ મોક્લવાનાં કે સંઘરવાનાં ન હોય તો ‘કોલ્ડ સ્ટોરેજ’ માટેનાં રસાયણો પણ ન છાંટવાં પડે તો અત્યારે આ રસાયણોને કારણે જે જીવલેણ રોગો થાય છે તે અટકે. ઉપરાંત ગામમાં જ કામધંધા મળવાથી ગામના જુવાન લોકોને અત્યારે નોકરીની, આજીવિકાની શોધમાં શહેરમાં જવું પડે છે તે બંધ થાય તો અત્યારે ગામમાં જે માત્ર ઘરડાં જ લોકો છે તેને બદલે જો જુવાન લોકો સ્થાયી થાય તો ખેતી અને ગોપાલન ઘણાં વિક્સી શકે. તેથી અનાજ, દૂધ, ઘી, શાક, ફ્ળ વિપુલ પ્રમાણમાં મળી શકે. અનાજ અને ખાદ્યસામગ્રીની છત હોય અને હંમેશાં તાજાં મળતા હોય અને આવતી કાલ માટેની ચિંતા ન હોય તો અતિથ્યભાવના વિક્સી શકે. અત્યારે કરોડો ગ્રામજનો પાસે કોઈ ઉત્પાદક કામ નથી એટલે ભૂખમરો છે એથી એ કલ્પના પણ કરવી મુશ્કેલ છે પરંતુ જો બધાંને કામ મળે તો ગામડાંની સિકલ એટલી બધી બદલાઈ શકે કે ગામમાં હલવાઈ, કંદોઈ અને તંબોળી પણ હોઈ શકે. કાપડ ગામમાં જ બનતું હોય અને જોઈએ એટલું બની શકે એટલે સહુને માટે સુંદર સુઘડ કપડાં હોય. ગામમાં અમુક લોકો પડાંની ગુણવત્તા ઊંચી લાવવાના ધંધા પણ કરી શકે તેથી પડાંના રંગો આકર્ષક અને પાણી કે તડકાથી ઊતરી ન જાય એવા પાકા ટકાઉ હોય, ક્લાત્મક છાપેલી કે વણાટની ભાત હોય, મોહક ભરતકામ કે જરીકામ કરેલાં નયનરમ્ય કપડાં પણ હોય. દરેક કુટુંબને પોતાનું ઘર હોય, પોતાની પસંદગીનું અને સુંદર. અત્યારનાં જેવાં બહુમાળી મકાનોના ફ્લેટો ન હોય પણ પોતાનું આગવું, લાલ નળિયાંના છાપરાવાળું, આંગણા અને ફૂલ-છોડવાળું પોતાની જરૂરતો અને રૂચિ મુજબનું ઘર હોય. સુંદર રાચરચીલું હોય. દીવાલો મનગમતા રંગો તથા સુશોભનોથી સજાવેલી હોય. આવું ‘ફાર્મ હાઉસ’ તો અત્યારે ધનિક લોકોનું ‘સ્વપ્નનું ઘર’ છે. જો ગામમાં દરેકને કામ મળે તો ગામડામાં કુશળ સ્થપતિઓ અને નિષ્ણાત ઈજનેરો હોઈ શકે. ઉપરોક્ત સફળ ઉદ્યોગપતિની ઑફ્સિ જેવા સંગેમરમરના થાંભલા અને ક્લાત્મક બારીઓ પણ હોઈ શકે. શહેરોમાં જે નથી તે ‘લૅન્ડસ્કેપ' એટલે કે કુદરતી દશ્ય ગામડાંને તો મળેલું જ હોય છે. ગામડું મોટે ભાગે નદીને ક્વિારે કે તળાવની પાસે વસેલું હોય છે. ખેતરો, વૃક્ષો, વેલીઓ, વનરાજીનું લીલુંછમ સૌંદર્ય, આંબાની મંજરીઓ અને મહોર, કેરીઓ-પપૈયાં-કેળાં-આમળાં વગેરેથી લચી પડતાં ઝાડ, પંખીઓનો કલરવ, વહેતી નદી, એમાં પ્રતિબિંબિત થતા સંધ્યાના લાલગુલાબી રંગો; દૂરદૂર સુધી વિસ્તરતી ક્ષિતિજ અને વિશાળ આકાશ એ કુદરતની જાહોજલાલી તો ગામડામાં જ મળે. જ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ગઈકાલ કે આજના નહીં આવતી કાલના ગામડાનું ચિત્ર | ૧૪૧ ગયા અઠવાડિયે છાપામાં એક શહેરમાં કૂતરાઓ માટેનું બ્યુટિ પાલર' શરૂ થયાના સમચાર હતા. આવા આડંબરને બદલે ગામડામાં માણસ ગાય, બળદ, ઘોડા, કૂતરા, ઘેટાં જેવાં પ્રાણીઓ સાથે કુદરતી દોસ્તી અને પરસ્પર હિતકર સંબંધ બાંધી શકે. પોતે જ સમૃદ્ધ હોય એવાં ગામડાંને પોતાનાં જંગલોનું લાકડું શહેરના ઉદ્યોગોને વેચવાની જરૂર ઓછી રહે, તો જંગલો આડેધડકપાય નહીં તો ઉષ્ણતામાનની સમતુલા તેમ જ પૂરતો વરસાદ તથા પાણીની છત જળવાઈ રહે. નદીઓ ભરેલી રહે. શહેરોની જેમ સ્વીમિંગ પૂલો'ની જરૂર ન રહે. અલબત્ત, પસંદ હોય તો તે પણ બનાવી શકાય. ગામડામાં શહેરના પ્રમાણમાં જમીનની છત હોવાથી ફૂલો, રંગો, મધ, અત્તરો, સુગંધી દ્રવ્યો, સુગંધી સાબુ, સૌંદર્ય પ્રસાધનો વગેરે બની શકે. અત્યારે જે શૂન્યવત છે તે ઉત્પાદક કામ મળવાની તકો શતકવ બને તો અનેક લોકો ચીજવસ્તુઓની ગુણવત્તા સુધારવાની સેવાઓ આપી શકે. ગામડાનાં લોકોને સુંદર અલંકારો અને આભૂષણો મળી શકે. બાળકોને અનેકવિધ રમક્તાં તથા માનસિક-બૌદ્ધિક વિકાસનાં ઉપકરણો તથા જ્ઞાનવર્ધક વસ્તુઓ મળી શકે. દેખીતું જ છે કે શહેરમાં હવા અને પાણીના પ્રદૂષણનો જે ભયંકર પ્રશ્ન છે તે ગામડામાં ઉદ્દભવે જ નહીં. સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી, તાજગીભર્યું વાતાવરણ, વૃક્ષોમાંથી મળતો પ્રાણવાયુ, સૂરજનો તડકો, કુદરતી પ્રકાશ અને મોકળાશ એ શહેરોમાં શોધી ન મળતી સગવડો ગામડામાં સહજ મળતો પ્રકૃતિનો આશીર્વાદ છે. પૂરતો, પૌષ્ટિક, તાજો ખોરાક, સ્વચ્છ હવાપાણી અને તડકો તથા કૃત્રિમ રિસાયણોમાંથી મુક્તિ મળવાને કારણે ગામડામાં રોગો થવાનું પ્રમાણ નીચું રહે. ગળાકપ હરીફાઈ અને તનાવો દૂર થવાથી અલ્સર-હૃદયરોગનું પ્રમાણ પણ નીચું રહે. અમુક હોંશિયાર લોકો દવાઓ અને ઔષધિઓના સંશોધનનું કામ કરી શકે. . ચીજવસ્તુઓનું ઉત્પાદન, સંચાલન અને વેચાણ ઘર આંગણે થાય તેથી પત્ની અત્યારે પતિ પર જે આશ્રિત છે તેને બદલે તેની સહકાર્યકર બની શકે. તો સ્ત્રીઓને સમાનતા અને સ્વતંત્રતા મળી શકે. પુરુષ પણ અત્યારે એકલે હાથે આખા કુટુંબનો આર્થિક બોજો ઉપાડે છે તેને બદલે તેને કુટુંબના સભ્યોની મદદ મળી શકે. - શિક્ષણનો હેતુ બાળકોને નોકરીઓ માટે તૈયાર કરવાનો ન હોય કારણ કે કામધંધાનું શિક્ષણ અને તેની પ્રત્યક્ષ તાલીમ બાળકોને કુટુંબમાં જ ઘરઆંગણે મળતી હોય. અત્યારે યુવાનોને નોકરી ધંધા માટે તૈયાર કરવા જે પ્રચંડ શિક્ષણતંત્ર ઊભું કરેલું છે તે જરૂરી ન રહે. શિક્ષણનો હેતુ જીવનને સમૃદ્ધ કરવાનો રહે. આજીવિકાની ચિંતા ન હોવાથી સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, સંગીત, કળાઓ અને ઉચ્ચ વિદ્યાઓ બાળકો શાળામાં શીખી શકે. આવા ગામડામાં કવિઓ હોય, ક્લાકારો હોય, વૈજ્ઞાનિકો હોય તેમ જ સંશોધકો હોય. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર | ધન્ય આ ધરતી ચીજવસ્તુઓની છત અને ઊંચી ગુણવત્તા તથા કામધંધાની નિશ્ચિંતતા અને સ્વતંત્રતા હોય ત્યાં સ્વાભાવિક રીતે જ કલાકારીગરી ઉત્તમ કક્ષાએ ખીલી શકે. આવાં ગામડામાં સંગીત અને વાજિંત્રવાદન હોય. નૃત્યો અને નાટકો હોય. લોકોને પોતાને પણ ભાગ લઈને સામેલ થવા માટે નાચગાન હોય. ઉત્સવો અને તહેવારો હોય. આતશબાજી અને અબીલગુલાલની ઐબહાર હોય. અમેરિકાની છેલ્લી ફેશન અજનબી યુવાનોને સજીધજીને હળવાભળવા માટેનો ઉત્સવ ઉમિકસર છે તેવા મેળા ગામડામાં પણ હોય. * અલબત્ત, ઉપર પ્રમાણેની વસ્તુઓ યંત્રોની જરૂર વગર ગામમાં જ બની શકે એવાં સાદાં સાધનોથી બની શકે. સાદાં સાધનોથી ઉત્પાદ્ધ ધીમી ગતિએ થાય છે, એમ દલીલ કરવામાં આવે છે. પરંતુ ઉપર જોઈ એ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી અને જરૂરી વસ્તુઓ બનાવવા માટે યંત્રો કરતાં સાદા સાધનો ઓછાં ઉપયોગી નથી. મુખ્ય ફેર એ છે કે ખાસ કરીને અનાજ માટે ખેતર ખેડવાનું અને કાપડ માટે સૂતર બનાવવાનું કામ યંત્રો દ્વારા વધારે ઝડપથી થઈ શકે. પરંતુ ખેતર ખેડવાનું કામ બળદ દ્વારા થઈ શકે અને બળદો તો દૂધ માટે ગાયો જરૂરી હોઈ મફત” હોય છે, એટલે કે ઉપયોગમાં ન લો તો નકામાં જવાના છે. તેમ જ સૂતર બનાવવાનું કામ ચાલીસ-પચાસ વર્ષની ઉપરના લોકો નિવૃત્તિના સમયમાં આરામથી થોડા કલાકમાં કરી શકે એવું કામ છે અને એ દ્વારા વડીલો સમાજનું જીવનધોરણ સમૃદ્ધ બનાવવામાં સહેલાઈથી પાયાનું પ્રદાન કરી શકે, જ્યારે આજના અર્થતંત્રમાં તેઓ કશું પ્રદાન ન કરી શક્યાથી “ભારરૂપ બને છે. આમ ખેતર ખેડવાના અને સૂતરના બનાવવાના જે બે કામોમાં મશીનની ઝડપ વધારે છે તે બંને કામોમાં મશીનો ઉપયોગી નથી. ઊલટાનાં આ કામોમાં મશીનો વાપરવાથી તે નિવૃત્તિની વયે માણસોને ભારૂપ બનાવે છે અને ગોપાલન તથા પશુસંપત્તિ વધારવામાં અવરોધરૂપ બને છે. બીજી બાજુ, ગામડામાં જો મશીનોની જરૂરત નિવારી શકાય તો અત્યારે મશીનો જરૂરી હોવાથી લોકોને જે અનેકવિધ ગંજાવર બોજાઓ ઉપાડવા પડે છે તે નિવારી શકાય, જેવા કે બૅન્કો અને નાણામંત્ર, સરકારી ખાતાંઓ, સંરક્ષણ માટે અત્યંત ખર્ચાળ શસ્ત્રો અને લશ્કરી દળો, પુષ્કળ વાહનવ્યવહાર, પેટ્રોલ-હૂંડિયામણની કમાણી, અકસ્માતો, દુકાનો-વેચાણ વ્યવસ્થા-કમિશનોજાહેરખબરો, આ અસંખ્ય વચગાળાના માણસો જે ઉપયોગી વસ્તુ બનાવવાના નહીં પણ આ પ્રચંડ તંત્રને ચલાવવાના કામમાં રોકાયેલા છે. વળી, શહેરોમાં માણસો રહે છે એક મકાનમાં, કામ કરે છે બીજા મકાનમાં અને ઉત્પાદન કરેલી વસ્તુ વેચે છે ત્રીજા મકાનમાં જ્યારે ગામડામાં આ બધું એક જ જગાએ થઈ શકે એટલે આ ત્રણગણાં મકાનો બાંધવાનો અને નિભાવવાનો બોજો પણ હટી શકે. બીજી બાજુ લોકોને બહાર જવું હોય તો તે કામ પર પહોંચવા કે ખરીદી કરવા, દરરોજ ફરજિયાતપણે નહીં પણ પોતાની રૂચિ મુજબનાં કામ માટે બહાર જઈ શકે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ગઈકાલ કે આજના નહીં આવતી કાલના ગામડાનું ચિત્ર | ૧૪૩ : અલબત્ત, આવા ગામડામાં મોટરો, ટ્રકો, રેલ્વે, એરોપ્લેન અત્યારની જેમ દોડતાં ન હોય. પરંતુ જો ઉત્પાદન કરવા માટેની, તેને વેચવા માટેની તેમ જ ઘરેથી કામ કરવાની જગા પર દૂર પહોંચવા માટેની આવાં સાધનોની જે મુખ્ય જરૂરતો છે એ જરૂરતો જ નાબૂદ થાય તો એમની અનિવાર્યતા પણ ઘણી ઓછી થઈ જાય. સગાંઓ, મિત્રો, સહકાર્યકરો, આપસઆપસમાં રહેતા હોય તો સામાજિક પ્રસંગો, ઉત્સવો, સાજગી-માંદગી વગેરે માટે પણ એમનો ઉપયોગ ન રહે. આ સાધનોનો ફાયદો જ્યારે તેમનો ઉપયોગ લોકો પેતાના મનગમતા પ્રવાસ માટે કરી શકે ત્યારે હોય છે, છતાં પશ્ચિમના દેશોમાં જ્યાં આવાં સાધનો બધાને ઉપલબ્ધ છે ત્યાં લોકો દારૂ અને ડ્રગ્સ તરફ વળ્યા છે કારણ કે તેઓ કહે છે કે જેમ દેશપરદેશ ફરીને બહારની દુનિયા જોવાની છે તેમ પોતાનામાં જ અંતર્મુખ થઈને આપણી પોતાની અંદરની દુનિયા પણ જોવાની છે. અત્યારના અર્થતંત્રમાં પૈસાની સર્વોપરિતા તથા એ મેળવવા માટે ગળાકાપ હરીફાઈ હોવાથી મિત્રો મતલબી અને સગાં પણ સ્વાર્થનાં બની જાય છે. પરંતુ ઉપર જોયું એ ગામડાના અર્થતંત્રમાં પૈસાની જરૂર તદ્દન જ ઓછી થઈ જાય કારણ કે ગામડાના બજારમાં વેપાર હવાલા પાડીને થઈ શકે. ઉત્પાદન કરવા માટેનું સાધન મેળવવામાં માટે અત્યારે પૈસાની જે અનિવાર્ય જરૂર છે તે દૂર થાય એ આ ગામડાનું મુખ્ય ઉપયોગી લક્ષણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે બધી વસ્તુઓ પૈસાથી જ મળતી હોવાથી માણસ પૈસા મેળવવાનો જ પ્રયત્ન કરે છે. જ્યારે ઉપર જોયું તેવા ગામડામાં માણસે પોતાને જોઈતી વસ્તુ મેળવવા સામા માણસને પૈસા નથી આપવાના પરંતુ ગામના લોકોને ઉપયોગી એવી કોઈ વસ્તુ અથવા એમના જીવનને સમૃદ્ધ બનાવે એવી સેવા આપવાની છે. તેથી માણસ પૈસા બનાવવા પાછળ નહીં ને પણ સમાજને માટે, પોતાની આસપાસના લોકોને માટે, પોતે સૌથી વધુ ઉપયોગી કઈ રીતે થઈ શકે એ કરવા પાછળ પડે. આવું ગામડું જરૂર રચી શકાય કારણ કે એમાં પૈસા કે સરકાર કશાની તરફ મીટ માંડીને બેસી રહેવાની જરૂર નથી દરેક ગામડે એ રચી શકાય. અત્યારે મળી શક્તી કોઈ પણ વસ્તુનો એમાં નિષેધ નથી. પરંતુ અત્યારે જે ભયંકર ગરીબાઈ છે તેને બદલે એકબીજાને સેવાઓ આપીને લોકો પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે. પ્રશ્ન થશે કે જે આ આટલું બધું સારું હોય અને સહેલું હોય તો એ પ્રમાણે આજે થતું કેમ નથી. કારણ એ છે કે લોકોની મુખ્ય અને અનિવાર્ય જરૂરત કાપડ ગામડામાં બનતું નથી. તેથી દરેક જણ માટે એ બહારથી લાવવું પડે છે, તેથી એને માટે પૈસાની જરૂર પડે છે, તેથી પૈસા કમાવાનો કોઈ રસ્તો શોધવો પડે છે. કાં તો મજૂરી કરવી પડે છે કે નોકરી શોધવી પડે છે, જે મળતી નથી અને મને તો ય એમાંથી પૂરતા પૈસા મળતા નથી. આમાંથી પરિણમતી For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪. | ધન્ય આ ધરતી ગરીબાઈને કારણે ગ્રામજનો પાસે ખરીદશક્તિ ન હોવાથી આજે ગામડાંમાં માણસ પોતાના ગામના બજાર માટે પણ ઉત્પાદન કરી શકતો નથી. આ વિષચક્રમાંથી બહાર નીકળવા માટે જે એક વસ્તુનું પોતાના જ ગામમાં આજે પણ મોટું બજાર છે, એ કાપડનો ધંધો ગામડાનો માણસ પોતાના જ ગામના બજાર માટે કરી શકે. કોઈ પણ મિલ કરતાં ઘણું વધારે સસ્તુ અને સુંદર કાપડ માણસ ગામડામાં બનાવી શકે અને તેથી ગામના બજારમાં વેચી શકે. ગ્રામજનો માટે જરૂરી કાપડ ત્યાંના દસ જ ટકા લોકો બનાવી શકે એટલે બાકીના નેવું ટકા લોકો પછી અનેકવિધ વસ્તુઓ બનાવી શકે, આ વસ્તુઓ સાદાં સાધનોથી પણ ઝડપથી બનતી હોઈ તે અઢળક પ્રમાણમાં બની શકે અને ગામ સમૃદ્ધિથી છલકાઈ શકે. એ નોંધવું જોઈએ કે ગામડામાં આ મુજબ સમૃદ્ધિ ઊભી કરવામાં પશ્ચિમના દેશોના પ્રમાણમાં આપણે ઘણા ભાગ્યશાળી છીએ, કારણ કે પશ્ચિમના દેશોમાં ઠંડી એટલી બધી વધારે છે અને સૂરજ એટલો થોડો છે કે એમની મૂળભૂત જરૂરતો આપણાથી ઘણી વધી જાય છે. દાખલા તરીકે એમને ખોરાક વધારે જોઈએ, કપડાં ઘણાં વધારે જોઈએ. ઘર બરફવર્ષામાં ટકી એવાં જોઈએ. ફક્સ એટલી ઠંડી હોય કે એના પર બેસી કે સૂઈ ન શકાય એટલે ફરજિયાત ખુરશીઓ અને પલંગો જોઈએ. એના પર ચાલી પણ ન શકાય એટલે જાજમો જોઈએ. બહાર જતાં મજબૂત બૂટ, મોજાં, હાથમોજાં, ટોપી વગેરે જોઈએ. ઘર, ઑફિસ, વાહનો, દુકાનો, જાહેર સ્થળો બધું ગરમ રાખવું પડે, બધે સતત ગરમ પાણીની વ્યવસ્થા રાખવી પડે. સૂરજ ઓછો હોવાથી કૃત્રિમ પ્રકાશની સગવડો જોઈએ. પાણીના નિકાલ અને સૂકવવાની સગવડો વધારે જોઈએ. કુદરતી સંપત્તિ પર ઓછા સૂર્યપ્રકાશની અસર કેટલી પડતી હશે એ અટકળનો વિષય છે પરંતુ આપણે આજે પણ જાણીએ છીએ તેમ અનેક કુદરતી સંપત્તિ જેવી કે રબર, તાંબુ, ચા, ખાંડ વગેરે પૃથ્વીના ઉષ્ણકટિબંધમાં મુખ્યત્વે મળે છે. પરંતુ આપણા દેશનાં લાખો ગામડાં માટે આ રીતે સમૃદ્ધિ સર્જવાનું શક્ય છે. આ વાત ગામડાના જમીનધારી ખેડૂતને ઘણી ઉપયોગી હોઈ એ આનું સંયોજન કરી શકે અને પોતાના ગામના સિત્તેર ટકા લોકો જે જમીન વગરના છે તેમને ઉદ્યોગોમાં પ્રવૃત્ત કરી ગામમાં જીવનધોરણ ઊંચું લાવી શકે. બીજી બાજુ આજે જે યુવાનો શિક્ષિત બેકારો છે, તેઓ પણ ગામડામાં જઈને આ રીતે ચીજવસ્તુઓના ઉત્પાદનથી ગામને સમૃદ્ધ કરી શકે, એ કામને પોતાની કારકિર્દી પણ બનાવી શકે, ભલે અત્યાર સુધી એ થયું નથી પણ ગામડાંને સમૃદ્ધ જરૂર કરી શકાય. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ૩ ડી-હૂક ડી-ક?' એ ક્યો શબ્દ છે? એ શબ્દ સાંભળીને તો મોરનું કેંદૂક કે વાંદરાનું હૂકાહૂક યાદ આવે છે. ના, (ડી-હૂક એ બેમાંથી એકે નથી. એ અંગ્રેજી શબ્દસમાસ છે અને રસપ્રદ વાત એ છે કે હમણાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હું પરદેશી વિદ્વાનોને મળી ત્યારે એમણે રેંટિયાને આપેલું એક નામ (ડી-હૂક હતું! એટલે? ડી-હૂકનો ગુજરાતીમાં અર્થ થાય છે સાણસામાંથી છૂટી જવું એ, છૂટો, મુક્ત થાઓ. અત્યારના તંત્રએ આપણને સાણસાના આંકડામાં પકડ્યા છે – હૂક ર્યા છે. માછલાને જેમ જાળના આંકડામાં પકડ્યું હોય તેમ; અને પાણી બહાર માછલું જેમ તરફડિયાં મારે એવું આપણું અસ્તિત્વ છે. તંત્રની આ પકડમાંથી છટકવું એટલે 'ડી-હૂક કરવું. : તો રેંટિયાને ડી-ક” કેમ કહ્યો? કારણ કે મિલનું કાપડ ખરીદવા દ્વારા આપણે આખા તંત્રને ટેકો આપીએ છીએ. આપણે જોઈ ગયા છીએ કે ઈ એક ખમીસમાં, દાખલા તરીકે, તે તો ૨૫૦ ગ્રામ એટલે કે પાંચેક રૂપિયાનું જ હોય છે. કારણ કે ખમીસનું વજન ૨૫૦ ગ્રામ થાય છે. વણાટ અને રંગના બીજા પાંચેક રૂપિયા ગણીએ તો દસ થાય. પરંતુ બજારમાં તો આપણે ખમીસ માટે સોએક રૂપિયા જેટલા ચૂક્વીએ છીએ. અરે ભાઈ, એ બાકીના વધારના નેવું શેને માટે ચૂકવીએ છીએ એ જાય છે અત્યારના તંત્રના અનેકવિધ ખર્ચાઓમાં, જેવા કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, દુકાનો, જાહેરખબરો, કમિશનો, બૅન્કો, કૌભાંડો, અમલદારો, ભ્રષ્ટાચાર, સરકાર, યુદ્ધો વગેરેમાં. આપણે બધા આ રીતે કાપડ ખરીદીએ છીએ એટલે આ તંત્રોને ટેકે આપીએ છીએ, જાણ્યું કે અજાણ્યે. ખાસ તો અજાણ્યું. કારણ કે કાપડ ખરીદતી વખતે આપણે આ બધાં તંત્રોને ટેકો આપીએ છીએ એ વાત ભાગ્યે જ આપણા ખ્યાલમાં આવે છે. પણ એ વાત તો દેખીતી છે અને આપણા દેશના આપણે કરોડો લોકો સતત કાપડ ખરીદીએ છીએ. એટલે કુલ મળીને આપણે તંત્રને ઘણો મોટો ટેકો આપીએ છીએ. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ | ધન્ય આ ધરતી જો આપણને તંત્ર સામે એટલે કે સરકાર સામે, ભ્રષ્ટાચાર સામે, નાણાકીય સંસ્થાઓ સામે, કૌભાંડો સામે, યુદ્ધો સામે, મોટી કંપનીઓના અને એમના વહીવટ કરતી વિશ્વવ્યાપી ક્યનીઓના કરોડોના નફા સામે વિરોધ હોય, રોષ હોય તો આપણે શા માટે આ તંત્રને ટેકો આપીએ આ બધાને કારણે અનેકવિધ પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય, મોંધવારી, બેકારી, પ્રક્ષણ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો આપણે શા માટે આ તંત્રને ટેકો આપીએ છતાં આપણે આપણાં કપડાંની સતત ખરીદી દ્વારા આ તંત્રોને મોટા પ્રમાણમાં ટેકો આપીએ છીએ, તેમને નભાવીએ છીએ. - અત્યારે તો આપણું કાપડ મિલોમાં જ બને છે એટલે આપણે નાછૂટક્ય આ તંત્રોને ટેકો આપ્યા વગર ચાલે એમ નથી. પરંતુ જો આપણે આ પ્રશ્નોમાંથી છૂટવું હોય, જો આ અત્યાચારોનો વિરોધ કરવો હોય તો આપણી પાસે જે ઉપાય છે તે એ છે કે અત્યારે આપણે એમને જે ટેકો આપી રહ્યા છીએ એ ટેકો આપવાનું આપણે બંધ કરીએ. આપણે એમને ટેકો આપવાનું કેવી રીતે બંધ કરી શકીએ ? આપણે એમની પાસેથી જે વસ્તુ ખરીદીએ છીએ એ ખરીદવાનું બંધ કરીને એ વસ્તુ જો જાતે બનાવીએ તો એ ટેલે બંધ થાય. એ રીતે આપણને બેકાર અને ગરીબ બનાવતા તંત્રમાં ભાગ લેવાનું બંધ કરી શકીએ. અત્યારે આપણે ત્રાણુંયે કરોડ ભારતીયો દરેક જણ સતત આપણા કાપડની ખરીદી દ્વારા આ તંત્રોને મોટો ટેકો આપી રહ્યા છીએ. એ કાપડ જો આપણે જાતે બનાવીએ તો આપણે એ ટેકો બંધ કરી શકીએ. આ માટે આપણે કાપડ મિલનું ખરીદવાને બદલે જાતે બનાવવું જરૂરી છે અને જાતે કાપડ બનાવવાનું ઘણું જ સહેલું છે અને ઘણું જ ફાયદાકારક પણ છે. નિવૃત્ત તેમ જ ઘરડા તથા અપંગ લોકો માટે તો તે ઘણું જ લાભદાયી છે. ગામની ખરાબાની જમીન ઉપર પણ ઉગાડી શકાતા રૂમાંથી ગામમાં જ તદ્દન સસ્તા બની શક્તા લાકડી રેંટિયાથી સૂતર બનાવી શકાય. ગામનો વણકર ખાડાસાળ પર તેનું કાપડ બનાવી શકે, ગામમાં જ બનાવી શકાતા કુદરતી રંગો વડે તેના પર સુંદર ભાત થઈ શકે અને ગામની ત્રણ-ચાર હજારની વસ્તીનું તેને માટે મોટું બજાર પણ મળી રહે. જેમ હોટેલમાં ખાવાને બદલે ઘેર બનાવેલ ભોજન ઘણું સતું અને પૌષ્ટિક બને તેમ આ કાપડ પણ ખૂબ સુંદર બને માત્ર ત્રણ રૂપિયે મીટર જેટલું સસ્તું અને આ રીતે સુંદર કાપડ મેળવવામાં ઉપર જોયા તે કોઈ તંત્રોના ખર્ચાઓ કે બોજાઓ ન નડે. આથી લાકડી રેંટિયો એ અત્યારના તંત્રોની ગુલામીમાંથી છૂટવાની ચાવી છે. તેને નિવૃત્ત તથા ઘરડાં લોકોમાં પ્રચલિત કરવો અને એ સૂતર વણવા માટે ગામમાં વણકરની સગવડ કરવી એ આપણા ધ્યેયને મેળવવા માટેનું પગલું છે. લાકડી રેંટિયાને જોતાંની સાથે જ પરદેશીઓના મનમાં આ વાત સ્પષ્ટ થાય છે. અત્યારના તંત્રોની પકડમાંથી છૂટવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં કોઈ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ડી-હૂહ' | ૧૪૭ ઉપાય મળતો નથી તે ઉપાય લાકડી ફેંટિયો જોઈને મળી ગયો હોય તેમ લાગે છે. એટલે તેમણે લાડી રેંટિયાને ડી-છૂક ગુલામીમાંથી છૂટવા માટેનું સાધન કહ્યો. ગયે મહિને જે પરિષદ હતી તે શાંતિ માટે સંશોધન અને પ્રયત્ન કરતા વિદ્વાનોની હતી. અત્યારના તંત્રોમાંથી છૂટવાનો બીજો કોઈ જ ઉપાય નથી એટલે આ રીતે છૂટવાનો રસ્તો મળતાં તેમને રેંટિયો અત્યંત ઉપયોગી લાગ્યો. એટલે સુધી કે દુનિયાના બધા દેશોમાં મિલના કાપડની હોળીઓ થવી જોઈએ ત્યાં સુધી ચર્ચા થઈ. ઘણાએ કહ્યું કે આ પહેર્યું છે એ મિલનું કાપડ ખૂંચવા લાગ્યું છે. શાંતિ સંશોધન અને સક્રિય કાર્યની દિશામાં અગ્રણી એવા એક પ્રોફેસરે કહ્યું કે આ હિસાબે તો પરિષદમાં બધાં રેંટિયો કાંતવા માંડશે. મને પણ થયું કે બધાને લાકડી રેંટિયો અથવા કમ સે કમ તકલી મળવી જોઈએ. જેથી તેઓ અત્યારના દમનકારી અને શોષણકારી તંત્રમાંથી “ડી-હુક કરી શકે. “ડી-ક' શબ્દ એટલો અસરકારક છે કે બહેનોના પ્રશ્નો અંગેના સંમેલનમાં પણ તે બહુ ઉપયોગી બન્યો. આ ઘણું રસપ્રદ છે. કારણ કે અત્યારે તો બહેનો માટે ઊલટાનું કપડાં અત્યંત મહત્ત્વનાં માનવામાં આવે છે. સામયિકો, દૂરદર્શનના કાર્યક્રમો વગેરેમાં કપડાંની નવી ફેશનો, નવી નવી જાતનાં ૫ડાંની ડિઝાઈનો, ફેશન-શો વગેરે બતાવવામાં આવે છે. એ પડાં બનાવવા માટે અને એમનો પ્રચાર કરવા માટે બહેનો દર્શો સામે ચાલી બતાવે છે, પરંતુ મૂળ સમજવાની વાત તો એ છે કે બહેનોનો અત્યારનો ઊતરતો દરજજે, પુરુષોની સરખામણીમાં તેમની અવગણના, તેમને થતા અન્યાય અત્યારના તંત્રને કારણે છે કે જેનું એંજિન છે કાપડ, અને કાપડનું યંત્રોથી ઉત્પાદન. જે તંત્ર પુરુષો યંત્રો વડે ચલાવે છે અને જે તંત્રમાં બહેનોની અવગણના થાય છે એ તંત્રના ચાલક બળ એવાં કપડાંનો પ્રચાર કરવામાં બહેનો શા માટે ભાગ લે બહેનોએ એ વિચારવાનું છે કે તેમનાં કપડાં કેવાં દેખાય છે એ મહત્ત્વનું નથી પણ તેમનાં કપડાંને કારણે આખું અર્થતંત્ર ચાલે છે તે મહત્વનું છે. " આંતરરાષ્ટ્રીય પરિષદમાં આવેલી પરદેશી બહેનોને પણ રેંટિયો જોઈને આ વાત સ્પષ્ટ થાય છે. કેટલીક અગ્રણી મહિલાઓએ મને કહ્યું કે અમે કપડાંનો આ રીતે તો વિચાર કરેલો જ નહિ. પણ હવે સ્પષ્ટ દેખાય છે કે કાપડ જો મિલોને બદલે ઘેર ઘેર બને તો સમગ્ર અર્થતંત્રમાં સત્તાનાં સમીકરણો બદલાઈ જાય અને બહેનો તરત જ આગળ આવી જાય. - સફેદ ખાદીનાં કપડાં પહેરવાં એટલા માટે જરૂરી છે કે એ સંદેશ સ્પષ્ટ બને કે આપણાં કપડાંનું મહત્ત્વ એ કેવાં દેખાય છે તેમાં નથી પણ એ કેવું અર્થતંત્ર સર્જે છે તેમાં છે. ખાદીનું સૌંદર્ય એ કયા રંગની છે એમાં નથી. એનું સૌદર્ય એમાં છે કે એ આપણને અત્યારના મનકારી તંત્રમાંથી છોડાવે છે, ડી-હક કરે છે, અને નવું સમૃદ્ધિ, શાંતિ અને સ્વતંત્રતા આપનાર અર્થતંત્ર રચે છે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૪૬ રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ જ્યારે ગ્રામજનોને રેંટિયો શીખવવાની મેં શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં તો અદ્યતન ટૅક્નૉલૉજીના અંધ મોહને કારણે અંબરચરખાથી પણ આગળ શોધાયેલો ડબ્બા ચરખો શરૂ કર્યો હતો, પરંતુ થોડા વખતમાં તે છોડી દેવો પડ્યો. કારણ કે અનુભવે એની અનેક ખામીઓ સમજાઈ : તેના, તેમ જ અંબરચરખા, માટે જરૂરી પૂણી લોકો જાતે ન બનાવી શકે જે રોજની જરૂરિયાત છે. મોટા મશીન ઉપર જ તે પૂણી બને. વળી એ ચરખાઓમાં અમુક સરખી લંબાઈના તાંતણાવાળું જ રૂ વાપરી શકાય, જ્યારે રૂની તો અનેક જાતો હોય છે. જેમના તાંતણાની લંબાઈ જુદી જુદી હોય છે અને એક ખેતરમાં જ ચાર ફાલ વખતે જુદીજુદી લંબાઈના તાંતણાવાળું રૂ ઊગે છે. ઉપરાંત, ટૂંકા તાંતણાનું રૂ. જે દરેક ગામડે ઉજ્જડ જમીનમાં અને ઓછા વરસાદમાં પણ ઉગાડી શકાય તે આ ચરખામાં ઉપયોગી નથી. વળી, અંબરચરખામાં લાંબા તાંતણાનું રૂ વપરાતું હોઈ સૂતર ખૂબ ઝીણું અને તેથી કાપડ પણ પાતળું બને છે, જ્યારે ગામડાંનાં ભાઈબહેનો માટે પારદર્શક કાપડ ઉપયોગી નથી. જાડું કાપડ બનાવવા સૂતર ડબલ કરીએ તો વધારે કંતાવાના ફાયદાનો છેદ ઊડે. ઉપરાંત, ત્રાકની સંખ્યા વધે તો અંબરચરખો ચલાવવામાં વધારે જોર કરવું પડે, જ્યારે રેંટિયાનો ઉપયોગ તો નબળા અને ઘરડા લોકો માટે છે જે સહેલું અને હળવું કામ કરવા માગતા હોય. વળી, અંબરચરખો ગામડાંમાં ન બની શકે. બહારથી લાવ્યા પછી પણ અમુક ભાગ તૂટે તો ગામડાંમાં ન મળે. ટૂંકમાં અંબરચરખો ચલાવવા, ચરખા, રૂ તેમ જ પૂણી માટે ગ્રામજનોને સતત અને સંપૂર્ણપણે બીજા પર આધારિત રહેવું પડે. તેથી આ વસ્તુઓ પૂરી પાડનાર વ્યક્તિ કે સંસ્થા જે વળતર આપે તે તથા તેમની શરતો માન્ય રાખીને જ કામ કરી શકાય. અંબરચરખાની કિંમત રૂ. ૨૭૫૦ છે. ઉપરાંત સંસ્થા, વ્યવસ્થા, રેંટિયો પૂણી બનાવવાનાં યંત્રો, વાહનવ્યવહાર વગેરેના ખર્ચા ચડે એટલે કાંતનારને ભાગે ખાદીની કિંમતનો થોડો ભાગ જ આવે. ખાસ તો અંબરચરખામાં સ્વતંત્ર રીતે કાપડ બનાવવાની વાત તો બાજુએ જ રહે અને ગ્રામજનો સ્વતંત્ર રીતે કાપડ ન બનાવી શકે તો ગામમાં બાકીના લોકોને પણ તેમનું કાપડ લઈ તેના બદલામાં આપવા વસ્તુ બનાવવાના ધંધા ન મળે. રેંટિયાનો મૂળ હેતુ જ નાશ પામે. - આથી અમે પેટી રેંટિયો લીધો. ઝૂંપડાવાસનાં ભાઈબહેનોએ તે શહેરમાંથી ખરીદ્યો અને પૂણી જાતે બનાવી લીધી. શરૂઆતમાં તો પેટી રેંટિયાની મુશ્કેલી ખ્યાલમાં ન આવી, પણ જ્યારે જોયું કે એક કિલો રૂ ૧૨ રૂપિયામાં મળતું હતું અને તેમાંથી એક કિલો એટલે કે ૯ ચોરસ મીટર કાપડ બનતું હતું અને વણકર - છીપાને ત્રણેક મીટર આપતાં For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ / ૧૪૯ કાંતનારને સુંદર ૬ મીટર કાપડ મળતું હતું. ત્યારે રેંટિયાની માગ વધવા લાગી. અનેક લોકો રેંટિયો માગવા લાગ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે દરેક વખતે થોડા જણને રેંટિયો જોઈએ ત્યારે તે શહેરમાં લેવા જવું પડે એના કરતાં ત્યાં ગામડાંમાં બને એવો જ રેંટિયો જોઈએ. જેથી કોઈ રેંટિયાથી વંચિત ન રહે અને કોઈનું કામ અટકે નહીં. એક બીજો પણ અનુભવ થયો. એક કાંતનારને ઘેર બીજે ગામડેથી એમનાં સગાંસંબંધી આવ્યાં હતાં તે રેંટિયો પોતાને ગામડે ‘ઉછીનો’ લઈ ગયાં અને સૂતર બનાવીને રેંટિયો પાછો આપી ગયાં. એટલે જોયું કે જો રેંટિયો ગામડાંમાં જ બની શકે એવો હોય તો તેઓ અને એમનાં જેવાં બીજાં લાખો ગ્રામજનો, પોતપોતાનાં ગામડાંમાં એ બનાવી શકે અને કાપડઉદ્યોગ શરૂ કરી શકે. ટૂંકમાં, દેશનાં લાખો ગામડાંઓમાં કરોડો લોકોને, ખાસ તો વૃદ્ધોને, શહેરોમાંથી રેંટિયા પહોંચાડવાની વાત જ વ્યવહારુ નથી, ઉપયોગી પણ નથી. રેંટિયો દરેક ગામડામાં જ બનવો જોઈએ. તારણ એ નીકળે છે કે રેંટિયાની વ્યાખ્યા જ એ છે કે ગમે તે સ્થળે બની શકે એવું કાંતણનું સાધન છે. એ માટે એની રચના પણ સરળ હોવી જોઈએ જે બનાવવામાં યંત્રોની જરૂર ન પડે તથા તેમાં વપરાતી વસ્તુઓ પણ તે તે સ્થળે મળી શકે એવી હોવી જોઈએ. રેંટિયો સ્થાનિક બને તો જ તે ગામડાંમાં સ્વતંત્ર ઉત્પાદન અને તેથી રોજગારી અને સમૃદ્ધિ લાવી શકે. આથી પેટી રેંટિયો પણ ગામડાંમાં તેના ભાગો બની શકે તેવો ન હોઈ ઉપયોગી ન ન લાગ્યો. આમ, એક બાજુ ઝૂંપડાવાસમાં જાતે કાપડ બનાવવા વધુ ને વધુ સંખ્યામાં લોકો રેંટિયો માગવા લાગ્યા, જ્યારે બીજી બાજુ ત્યાંના લોકો બનાવી શકે એવો રેંટિયો નહોતો. એટલે કાંતણકામ બંધ કરીને નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે અહીં રેંટિયો ન બનાવી શકીએ ત્યાં સુધી આ કામ આગળ ચલાવવાનો કોઈ અર્થ નથી અને ગામડાંમાં બની શકે તેવા રેંટિયાની શોધ શરૂ કરી. 4 શરૂઆતમાં તો રાષ્ટ્રધ્વજમાં હતો તે સુદર્શન રેંટિયો બનાવવાનો પ્રયત્ન કર્યો. પણ એને માટે વાંસ મેળવવા ગયાં ત્યારે જાણ્યું કે એને માટે જાડા વાંસ જોઈએ, જ્યારે અમદાવાદ આવતા વાંસ પાતળા હોય છે. જ્યાં જ્યાં જઉં ત્યાં મેં રેંટિયો સ્થાનિક રીતે કેમ બને તે માટે પૂછવા માંડ્યું. એમાં આ કામમાં ખૂબ જ રસ લેનારા સદ્ગત શ્રી દિલખુશભાઈ દીવાનજી, નારાયણભાઈ દેસાઈ અને સુમનભાઈ ભારતીએ ખૂબ મદદ કરી અને છેવટે કોઈ પણ સ્થળે બની શકે એવો રેંટિયો તૈયાર કર્યો. ગાંધીજીના પોલૅન્ડથી આવેલા એક સાથી ભારતાનંદે ધનુષ-તકલી તૈયાર કરી હતી, પણ તે બનાવવામાં પણ ચામડાનો પટ્ટો, રાળનો મલમ, બીજા પાઉડર વગેરે જરૂરી હતું. તે મેળવવાનું અને વાપરવાનું મુશ્કેલ લાગતાં આસપાસ જે જડે તે વસ્તુઓ વાપરવા માંડી. ધનુષ અને લાકડાનું મોઢિયું પણ છોડી દીધાં. છેવટે એક લાકડીથી ચાલતો નાનકડા વાંસનો કે ડાળીનો રેંટિયો તૈયાર કર્યો. આ લાકડી રેંટિયાના ત્રણ ભાગ છે : મોઢિયું, ત્રાક અને પટ્ટી. એ જોડેનાં ચિત્રોમાં બતાવ્યાં છે. ચિત્રો વિજય સોલંકીએ દોર્યાં છે. એ બનાવવાની રીત નીચે પ્રમાણે છે : For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ / ધન્ય આ ધરતી મોઢિયું : (૧) વાંસનો ૫ ઈંચ ઊંચો ૨ ઈંચ થી ૩ ઈંચ પહોળો, નીચે સાંધાવાળો, કટકો લઈ એની ઉપરના ભાગમાં ૧ ઈંચ જેટલો U આકાર કાપી લો. (૨) આ કાપેલા છેડાઓમાં ત્રાક ખોસવા ૧૦૦ ને ખુણે ઢળતાં કાણાં પાડો. ત્રાકની અણીને જ્યોત પર તપાવી તેનાથી કાણાં પડી શકાય. (જો કાણાં પાડતાં ન ફાવે તો છેડાઓમાં ઉપરથી ચીરીને ફાડચ પાડો.) (૩) આ કાણાંની અંદર ત્રાક સહેલાઈથી ફરે તે માટે એમાં સાઇકલના પૈડાના સળિયા ઉપર આવતી નીપલ અથવા બોલપેનની પહોળી રીફીલનો ટુકડો મૂકો. દૂરનાં ગામડાંમાં આવું કંઈ ન મળે તો કોઈ પતરાંમાંથી ભૂંગળી અથવા તારમાંથી સ્પ્રિંગ બનાવીને મૂકો. કાંતતી વખતે તેમાં તેલ કે ઘાસતેલનું ટીપું મૂકો. (૪) મોઢિયામાં નીચે દાંડો ખોસવા કાણું પાડો. (૫) મોઢિયાની બેઠકમાં વાંસનો સાંધો હોવો જરૂરી છે, નહીં તો વાંસ ફાટી જશે. પટ્ટી : (૧) વાંસની કે લાકડાની ૨ ફૂટ લાંબી અને ૢ ઇંચ પહોળી પટ્ટી લો. (૨) નકામી સાઇકલ ટ્યૂબમાંથી ૧ ફૂટ લાંબી અને ૐ ઇંચ પહોળી પટ્ટી કાપી, તેને ખેંચીને વાંસની પટ્ટીને બે છેડે બાંધી દો. સરળ ઘર્ષણ માટે બહારની બાજુ કાનસ કે છીણી જેવું ઘસીને બરછટ બનાવો. ત્રાક : (૩) તૂટેલી સાઇકલના પૈડા કે છત્રીમાંથી ૭ ઇંચ લાંબો સળિયો લઈ કાનસથી છેડા પર અણી કરો. (૪) ત્રાકની ચકતી વજનમાં ભારે હોવી જરૂરી છે. તે બનાવવા માટીના કુંડા કે સિમેન્ટના ટાઇલ કે ધાતુમાંથી ૧ ઇંચનું ગોળ કાપવું પડે. પણ સરળ રીત એ છે કે ૧ ઇંચની રિંગ મૂકી તેમાં વચ્ચે કાણા માટે સળી રાખી આજુબાજુ સિમેન્ટ જમાવી તે સુકાતાં ચકતી કાઢી લો. સિમેન્ટ ન મળે તો માટી જમાવી, ચકતી કાઢી તેને ચૂલામાં તપાવી લો. આ ચકતીને ત્રાક પર રૂ અને ગુંદરથી ચોંટાડી દો. ન (૫) ત્રાકની પાછળની બાજુએ મણકો કે નાનું ગોળ રબર કે લાકડું ભેરવો. દાંડો : (૬) મોઢિયામાં નીચે ૨ ફૂટ લાંબો વાંસનો કે લાકડાનો દંડો ખોસો જેથી કાંતતી વખતે એનો બીજો છેડો પગ નીચે રાખી મોઢિયાને કંટ્રોલમાં રાખી શકાય. પૂણી : (૭) ટૂંકા તાંતણનું રૂ સસ્તું તેમ જ કાંતવામાં સહેલું પડશે. બસ, રેંટિયો તૈયાર. પટ્ટી મોઢિયામાંથી ત્રાક ઉપર દબાવીને ખેંચવાથી ત્રાક ખૂબ ઝડપથી ફરશે અને સુંદર સૂતર ઝડપથી કંતાશે. જો વાંસનો ટુકડો ન મળે તો બીજા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે Y આકારની ઝાડની ડાળી લઈને પણ તેમાંથી ઉપરની જ રીતે રેંટિયો બની શકે. આ માટે ડાળીના Y આકારમાં ઉપરનો ભાગ U આકારનો હોવો જરૂરી છે, નહીં તો ત્રાકની ચકતી ડાળી સાથે અથડાય. ફાળકો : ત્રાક સૂતરથી ભરાઈ જાય ત્યારે સૂતર ફાળકા પર ઉતારી લો. એ માટે (૧) ફાળકાનો ઘેરાવો ૧ મીટરનો હોય તો ગણતરી માટે ઉપયોગી બને. એ માટે ૧૪ ઇંચની વાંસની કે લાકડાની બે પટ્ટી લઈ તેમને વચ્ચેથી છોલીને એકબીજામાં ફીટ કરી વચ્ચે કાણું પાડો. ત્રાકના સૂતરનો છેડો ફાળકાની ઘડી પર વીંટાળી ફાળકો વચ્ચેથી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ | ૧૫૧ ਦੇ ਹੀ a&s !ਇਬੀ - qie For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર | ધન્ય આ ધરતી લાકડી રેંટિયો - ડાળીનો م م ه * NO. ه 1 CC) -- છે - સૂતર ઉતારવાનો ફાળકો , For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ | ૧૫૩ સુદન રેંટિયો કાલ ૧.ચક્ર, ૨. માળ, ૩. મોટિયું, ૪.ત્રાક, ૫. સ્ટેન, ક. હાથો, ૭. પૂણી. જમણા હાથથી હાથો ગોળ ફેરવતાં ડાબા હાથથી પૂણી પકડીને ખેંચો. i F* * : તકલી For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ / ધન્ય આ ધરતી આંગળી વડે ગોળ ફેરવવાથી સૂતર ફાળકા પર આવી જશે. (૨) દાંડાની બીજી બાજુ કાણું પાડી એમાં નાની થીસી ભરાવી એમાં ફાળકો ભેરવો. (૩) ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, બે કડીવાળું સ્ટેન્ડ ત્રાકની અણીની સામે નીચેની કડી આવે એમ મુકો જેથી ત્રાક મોઢિયામાંથી કાઢવી ન પડે. સ્ટેન્ડ ન રાખવું હોય તો ત્રાકને કાઢીને ફાળકા સામે હાથમાં પકડો. બોબીન (૪) ત્રાક ખાલી કરવા સૂતર વારંવાર ઉતાર્યા કરવું ના પડે એ માટે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે થોડાં બોબીન બનાવો. બસની ટિકિટ જેટલા કાગળને ગુંદર લગાવી ત્રાકની આજુબાજુ વીંટાળી તે સુકાય ત્યારે મુંગળી કાઢી લઈ ભુંગળીના છેડા પર ૧ઈંચ ગોળાકારનું પૂંઠે વચ્ચે કાણું પાડી ચઢાવો. કાંતતી વખતે ત્રાક પર એક પછી એક આવાં બોબીનો ચડાવી તેમના પર સૂતર કાંતી અને પછી બધાં બોબીનોનું સૂતર એક સાથે ફાળકા પર ઉતારી લો. આંટી (૫) ફાળકા પરથી સૂતર, ગણતાં આવડે તો ૫૦૦ કે ૧૦૦૦ તાર, ઉતારી લઈ એની આંટી બનાવો. આંટીઓ વજન કરીને, કાપડ બનાવવા વણકરને આપો. વણકર એટલા જ વજનનું કાપડ પાછું આપશે. એક કિલો સૂતરનું, એટલે કે આશરે ૨૦ આંટીનું આશરે આઠ ચોરસમીટર કાપડ મળશે. કાંતવાનું કામ મોટે ભાગે નિવૃત્ત લોકોને, ધદા-દાદીને વધુ પસંદ આવે છે. દાદા-દાદી અત્યારે મોટે ભાગે બાળકો સંભાળતાં હોય છે, તેથી તે રેટિયો ચલાવે ત્યારે સાથે બાળકોને તકલી આપી શકે. તકલી બાળકો માટે રમકડા જેવી છે, અને એ રીતે તે પણ સૂતર બનાવી શકે. દેખીતું છે કે લાકડી રેંટિયાનો ખર્ચ નહીંવત્ છે અને તે ગમે ત્યાં બની શકે. ઉપરાંત તે દેખાવમાં પણ અત્યંત સરળ છે તેથી માનસિક રીતે નબળા, ખાસ તો ધરૂની લતમાં ડૂબેલા ગ્રામજનો - જેઓ બેકારી, ભૂખમરા અને માંદગીના પણ શિકાર હોય છે અને જેથી તેમને તો રેંટિયાની ખાસ જરૂર છે - તેમને પણ આ રેંટિયો જોઈને હિંમત અને વિશ્વાસ આવે કે આ કામ તો તેઓ કરી શકે. રેંટિયાનો ગુણ છે તેની સરળતા - સાદાઈ કે જેને કારણે તે દરેકને, ખાસ તો દૂરના અને નબળા લોકોને, સ્વતંત્ર રીતે કાપડનું ઉત્પાદન કરવા માટે સમર્થ બનાવે છે. તેથી આ લાકડી રેંટિયો ખૂબ અગત્યનો છે. એ એક ક્રાંતિકારી સાધન છે કારણ કે તેના વડે દુનિયામાં કોઈ પણ ભાગમાં કોઈ પણ વ્યક્તિ કાપડ જેવો મુખ્ય ઉદ્યોગ કરી શકે અને, કમ સે કમ, કાપડના બદલામાં અનાજ મેળવી ભૂખમરામાંથી છૂટી શકે. આ રેંટિયા પર પેટી રેંટિયાની જેમ સામાન્ય રીતે બે કલાકમાં એક આંટી, એટલે દિવસ (૮ કલાક)માં ૧મીટર કાપડ, એટલે મહિને (૨૫ દિવસમાં) ૪૦ મીટર કાપડ બને. એનો અર્થ એ કે કોઈ મૂડીરોકાણ કે અપ્રાપ્ય સાધનો કે કોઈ જાતના અંકુશ વગર દરેક સ્થળે મહિને ૨૫થી ૩૦ મીટર (વણકર - છીપાને વળતર આપ્યા પછીનું) જેટલું સુંદર કલાત્મક કાપડ, રૂ. ૬૦૦ જેટલા મૂલ્ય જેટલું, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે તેમ છે, જે કરોડો લોકો અત્યારે બેકાર છે, ગરીબ છે, અભણ છે, દૂરનાં ગામડાંમાં છે, ભૂમિહીન છે, અંધ છે, અપંગ છે, નિવૃત્ત છે, વૃદ્ધ છે, માનસિક બીમાર છે, ધરૂની લતે ચડેલા છે, ત્યજાયેલા છે અને જે એક સાથે આ બધાનો શિકાર બનેલા છે તેઓ સુદ્ધાં આ કરી શકે એમ છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ નંદિની જોશીનાં પુસ્તકો ગોકુળમાં ટહુક્યા મોર પ્રેસમાં ધન્ય આ ધરતી રૂ. 20 સુંદર દુનિયા માટે સુંદર સંઘર્ષ નકલો ખલાસ ( હિન્દી : સુંદર નિયા વે તિg સુર સંઘર્ષ પ્રેસમાં વ્યથા અને વિકલ્પ રૂ. 15 વ્યથા અને વિકલ્પ (સાદા કાગળ પર) રૂ. 5 હિન્દી : ચય સૌર વિકલ્પ રૂ. 20 Development Without Destruction - Economics of the Spinning Wheel રૂ. 100 The Challenge of Poverty - The Developing Countries in the New International Economic Order નકલો ખલાસ Power vs. Poverty - A View of Unctad 5 રૂ. 40 India 2001 (co-author) નકલો ખલાસ Economic Theory and Practice in The Asian Perspective, Volumes I to IV (co-editor) નકલો ખલાસ યુરોપયાત્રા (સ્વાતિ જોશી અને ઉમાશંકર જોશી સાથે ) . નકલો ખલાસ સંપાદન જીવનનો કલાધર ઉમાશંકર જોશીનાં વિશ્વશાંતિ અને ગાંધીકથા ઉપરાંતનાં ગાંધીજી વિશેનાં કાવ્યો અને લેખોનું મરણોત્તર સંપાદન રૂ. 30 વીસ કે વધુ નકલો 40% વળતરથી મળશે ઉપરાંત અમદાવાદ અને મુંબઈમાં તે ઘેરબેઠાં પહોંચાડાશે પ્રાપ્ય પાંચ પુસ્તકો જેમની કિંમતો લખેલી છે તેમનો સેટ રૂ. ૧૫૦માં મળશે પ્રાપ્તિસ્થાન મહાજન, 510 પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ 400 001 ગાંધી બુક સેન્ટર, ર૯૯ તારદેવ રોડ, નાના ચોક, મુંબઈ 400 009 ગ્રંથાગાર, ‘ધવલ', નવરંગપુરા પોસ્ટ ઑ. પાછળ, અમદાવાદ 380008 For Personal & Private Use Only