________________
નાનામાં નાની વસ્તુ મોટામાં મોટી કામની / ૫૫
અહીંના વેપારીને એ ખોલ્યા વગર જ ખરીદવાના હોય છે. પછી એમાંથી જે નીક્ળ – ખમીસો કે સ્કર્ટ્સ કે બાળકોનાં કપડાં – એ એના નસીબ પર આધાર રાખે છે.
ક્સિમુના ચર્ચની એક કાર્યસંચાલક બહેન એન ઓમ્બીવા દરરોજ મારી સાથે બધા ગામડાંમાં આવે છે. પહેલે જ દિવસે એણે મને કહ્યું કે મને તમારી ઈર્ષા આવે છે. કારણ કે તમે હાથે બનાવેલાં પડાં પહેર્યાં છે. ગામડાંમાં લોકોનો રેંટિયા તથા ખાદી બનાવવા માટેનો પ્રતિભાવ જોઈ એને ઉત્સાહ આવ્યો છે. એક વાર મારા વાર્તાલાપ વખતે એણે વચ્ચે અટકાવીને મને કહ્યું કે આંટીબેંની વાત રહી ગઈ, આંટીબેંની વાત ક્યો. મને થયું કે જે લોકોએ આજ સવાર પહેલાં સૂતરનું કે રેંટિયાનું નામ પણ નહોતું સાંભળ્યું કે સૂતર જાતે બનાવી શકાય એની પણ જેમને ખબર નહોતી એમને આંટીબેંની વાત કેવી રીતે કરાય ?! પણ એક્વાર વાર્તાલાપ શરૂ થાય પછી બધી વાત નવી હોવા છતાં બધાંને એ એટલી સરળ અને દેખીતી લાગે છે કે થોડી વાર પછી આંટીĂનું શાસ્ત્ર પણ એમના હાથમાં આવી જાય છે. દરેક જગાએ એન મને કહે છે કે આંટીબેંની વાત ભૂલશો નહીં.
ગામડાંની સભાઓમાં જે ભાઈબહેનો આવે છે એ ઘણાં હોંશિયાર હોય છે. તેઓ કાંતણ ઉપરાંત વણાટ, છપાઈ, રંગો, પિંજણ વગેરે બધું જ શીખવા માટે પ્રશ્નો પૂછે છે. મેં વાત કરી કે રૂમાંથી કાપડ બનાવીએ ત્યારે સાથે કપાસિયામાંથી તેલ અને ખોળ પણ બની શકે તો એ પીલવા અંગે પણ એમને શીખવું છે.
ઉમ્બિયો ગામડાંમાં એક બહેને કહ્યું કે અમને આ નવી જાણકારી મળી છે. આજે હું જુદી વ્યક્તિ છું.
મહાત્મા ગાંધીનું નામ, અલબત્ત, અહીં ગામડાંના લોકો જાણે છે. એમને યાદ કરીને હું અહીં વાત કરું છું કે આપણી ગરીબાઈનું અને ગુલામીનું કારણ આપણે પોતે જ છીએ અને પૂછું છું કે એમાંથી છૂટવું હોય, મુક્તિ અને પ્રગતિ મેળવવી હોય તો આપણે કાપડ ખરીદવાને બદલે શું કરવું જોઈએ ? અને બધા સાથે એક અવાજે બોલી ઊઠે છે : જાતે બનાવવું જોઈએ.
ભારતમાં આપણને રેંટિયો અને સૂતર વિશે ખબર છે છતાં અંબર ચરખો વપરાતો હોવાને કારણે ઘણાને લાકડી રેંટિયા વિશે ખબર નથી એટલે જાણે આપણને એની પૂરી સ્મિત નથી. પણ આફ્રિકામાં દેખાય છે કે માણસને જ્યારે જાતે સૂતર બનાવી શક્યાની જાણકારી મળે છે અને એ પણ લાકડી રેંટિયા જેવી સાવ સાદી વસ્તુથી, ત્યારે તેને અત્યંત શક્તિ અને સ્વતંત્રતા મળી હોવાની લાગણી થાય છે. સાદો લાકડી રેંટિયો એ માણસની મહામૂલી શોધ છે, સૌથી અગત્યની ટેક્નૉલૉજી છે.
આફ્રિઝ્નો કાંતશે અને જાતે કાપડ બનાવશે એ વાત એટલી બધી નવી છે કે કલ્પના બહારની લાગે છે. જો કે કેન્યામાં એ બને તો આફ્રિકાના ઘણા દેશોમાં પ્રસરે એવી છે. આ પરિવર્તન માની ન શકાય એવું છે. પણ અહીંની મારી પહેલી જ, નૈરોબીના ઝૂંપડાવાસની, સભામાં જે એક ભાઈને મેં કાંતતાં શીખવ્યું એણે ત્યાંથી નીક્ળતી વખતે મને કહ્યું હતું : ‘તમે ફરી વાર કેન્યા આવશો ત્યારે અહીં ક્રાંતિ જોશો.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org