________________
1.
૨૧
મોમ્બાસાનાં મહિલામંડળો
સો વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છને કિનારેથી આપણા વડદાદાઓ આફ્રિકા આવ્યા તે મોમ્બાસાને બંદરે આવ્યા હતા. એ જમાનામાં વિમાનો નહોતાં અને લોકો વહાણોમાં પરદેશ જતા એટલે જે ગુજરાતીઓ અહીં આવ્યા તે પહેલાં ઝાંઝીબાર અને મોમ્બાસા આવ્યા અને અહીંથી પછી કેન્યાનાં બીજાં શહેરોમાં તેમજ યુગાન્ડા, ઝામ્બિયા અને બીજા દેશોમાં ગયા. આજે પણ ભારતીયોમાં અહીં મોટા ભાગે ગુજરાતીઓ જ છે અને પૂરી ગુજરાતી રીતે રહે છે. પંજાબીઓ અને બીજા ભારતીયો પણ ગુજરાતી બોલતા થઈ ગયા છે. ગુજરાતની બહાર જ્હો કે એક બીજું નાનકડું ગુજરાત છે. ગુજરાતી ગીતો, લગ્નપ્રથા, રસોઈ અને રંગોળીમાં આપણાં કરતાં પણ આગળ છે. બધાંનો જન્મ જ અહીં થયેલો છે, તો કોઈ પરણીને અહીં આવ્યા છે. કેટલાક તો ચાર કે પાંચ પેઢીઓથી અહીંના વતની છે અને પોતે પણ દાદા કે દાદી છે.
મોમ્બાસામાં મહિલામંડળોને મળવાનો મને મોકો મળ્યો. ત્યાં સમાચાર મળ્યા કે હું કાપડ બનાવતા શીખવું છું એટલે ત્યાંનાં બહેનોએ એમનાં મંડળોમાં મને બોલાવી. આફ્રિકન બહેનો હુન્નર શીખે છે તે ટોટોટો હોમ ઈન્ડસ્ટ્રીસ, ગુજરાતી બહેનોનું ઈનરવ્હીલનું મંડળ, મુસલમાન બહેનોનું મુસ્લિમ વિમેન્સ એસોસિયેશન, આગાખાન ફાઉન્ડેશનનું ઈસ્માઈલી વિમેન્સ એસોસિયેશન અને અપંગ બહેનોનું ગર્લ્સ ગાઈડસ વર્કશોપ એ સહુની મેં મુલાકાત લીધી.
“આપણે હવે કોફી કલબો બંધ કરીને આપણાં ગરીબ ભાઈબહેનો માટે કામ કરવું જોઈએ તો આપણને અલ્લાની દુઆ મળશે.” મુસ્લિમ વીમેન્સ એસોસિયેશનનાં પ્રમુખ મહેમુદાબહેને સભાની શરૂઆતમાં જ કહ્યું. મોમ્બાસા પહોંચતાંની સાથે જ એ મળ્યાં હતાં અને એમણે મને કહ્યું હતું કે મારો તો કુટુંબનો જ ધંધો રૂનો છે એટલે એમાંથી જો ગામડામાં કાપડ બનાવવાનું શીખવી શકીએ તો ઘણું ઉપયોગી થાય. સભામાં સોએક જેટલાં મુસ્લિમ બહેનો આવ્યાં હતાં. મોબાસાની બહારથી પણ કેટલાંક મંડળોને બોલાવ્યાં હતાં. પારસી બાનુઓ પણ હતાં. ખૂબ જ રસથી એમણે ડાળી રેંટિયા વડે જાતે કાપડ બનાવવા વિશે અને ગામડામાં તે શીખવવા વિશે જાણકારી મેળવી. સો ટકા કપાસના અને હાથે છાપેલા તથા વણેલા કાપડનાં ખૂબ વખાણ ક્ય. ઘણાં કચ્છીઓ હતાં. એમને કચ્છની વણાટની શાલ તો ખૂબ જ ગમી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org