________________
૫૪ / ધન્ય આ ધરતી
બીજાં ઝૂંપડાંમાં બીજી પત્ની જો હોય તો તે અને છોકરાઓ જેમ જેમ મોટા થાય તેમ તે રહે છે. બીજા એક ઝૂંપડામાં રસોડું, બીજામાં નહાવાધોવાનું વગેરે હોય છે. જમીનથી ઊંચે બાંધેલી ટોપલા જેવી રસવાળા એક નાના ઝૂંપડામાં અનાજ સંઘરે છે. કેટલીક વાર મરઘાં ઉછેરવા માટેનું ઝૂંપડું પણ હોય છે. ઝૂંપડાઓની વચ્ચેના ભાગમાં ડાળાંથી વાડો કરી એમાં ગાયો રાખે છે. જો કે હવે બધાં કુટુંબો પાસે ગાયો રહી નથી. ઝૂંપડાંઓની ફરતે પાછળની જમીનમાં ખેતી કરે છે. કેટલીક વાર દરેક સભ્યનું પોતાના ઝૂંપડાની પાછળનું જુદું નાનું ખેતર હોય છે. નાનક્ડી જમીનમાં પોતાને જોઈતી બધી વસ્તુઓ વાવે છે. થોડી મકાઈ, થોડી ભાજી, થોડાં શાક, બટાટા, આદુ, મગફ્ળી, ચાર-પાંચ કેળ, બે-ચાર પપૈયાં અને થોડા પાઈનેપલનાં ઝાડ પણ ઉગાડે છે. એમનો મુખ્ય ખોરાક ઉગાલી એટલે 'ડે મકાઈના બાફેલા લોટનો લાડવા જેવો ગોળો, કાચાં કેળાં (ઘણાં તો આખી લૂમ ખાઈ શકે છે), ભાજી અને અઠવાડિયે એકાદ વાર માંસ હોય છે. એમાં મસાલા કે તેલ નથી હોતાં. આમ બોમામાં કુટુંબનું બધું હોય છે. એટલે સુધી કે કુટુંબના સભ્યને મૃત્યુ પછી દાટવા માટેની જગા પણ બોમાના પાછલા ભાગમાં આવેલી હોય છે.
એક બોમામાં હું એક આફ્રિકન છોકરી સાથે ગઈ હતી. હવે તો જમીનના પ્રમાણમાં વસતિ એટલી વધારે છે કે એમાં એક ઝૂંપડામાં એક ભાઈ, એની પત્ની અને પાંચ બાળકો; બીજામાં બીજો ભાઈ, પત્ની અને સાત બાળકો અને ત્રીજામાં નાનો ભાઈ હમણાં જ લગ્ન કરીને પત્ની સાથે રહે છે. છોકરો મોટો થાય ત્યારે જાતે જ પોતાનું ગોળ ઝૂંપડું બનાવી લે છે. મોટા ભાઈની મોટી દીકરી કૉલેજમાં ભણેલી હતી અને બધાં અંગ્રેજી પણ બોલતાં હતાં.
આફ્રિકામાં દરેક કુટુંબ પોતાના ઘરના વાડામાં જ અનાજ ઉગાડી લે છે એ પદ્ધતિ શીખવા અને અપનાવવા જેવી છે. એક તો સહુને પૂરતો, પૌષ્ટિક, તાજો, રસાયણરહિત ખોરાક મળે છે. બીજું પ્રજાની અનાજની મોટી, અનિવાર્ય અને સતત જરૂરત માટે કોઈ દુકાનો, કે લારીઓ નથી. દેશમાં એક જગાએથી બીજી જગાએ અનાજ, શાક, ફળ, દૂધ લઈ જવા જે મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર, પેકેજિંગ અને ગોદામો જરૂરી બને છે તે નથી. ‘ફૂડ પ્રોસેસિંગ’ અને ‘પેકેજિંગ’ના ઉદ્યોગોની જરૂર નથી. રાસાયણિક ખાતરો, જંતુધ્નો વગેરેનાં કારખાનાં નથી. તેમ જ તેમને આખા દેશમાં પહોંચાડવા માટે જરૂરી બનતો વાહનવ્યવહાર નથી.
બીજી બાજુ લોકો પોતાના ખોરાક્ની મુખ્ય જરૂરત માટે નિશ્ચિંત બને છે. સ્મિતનો કોઈ ફુગાવો નડતો નથી. પોતાના અનાજ માટે પોતે સ્વતંત્ર છે એનું સ્વમાન અને ગૌરવ પણ એમના મોં પર જોઈ શકાય છે. કોઈ દી કશું ન ખરીદે એમ નથી, પણ આવી ખરીદીઓ લઘુતમ રહે છે. ગામડામાં ખાસ બજાર નથી. પાસે પાસેના થોડાં ગામડાં વચ્ચે, ઘણુંખરું ધોરી રસ્તા પાસે, લાકડાથી બનાવેલી, થોડી, ખુલ્લી, બારણાં વગરની દુકાનો હોય છે. જેમાં અઠવાડિયે એક્વાર બજાર ભરાય છે આપણી ગુજરીની જેમ જયાં લોકો પોતાને જોઈતી વસ્તુઓ ખરીદવા કે વેચવા લાવે છે, પોતાની જાતે જ સાઈકલ ઉપર.
આવા એક બજારમાં મેં જોયું કે એમાં ખાસ તો પડાં વેચાય છે (અહીં દેશમાં કાપડની મિલો ખાસ નથી) જે મુખ્યત્વે પરદેશથી બીજાનાં ઊતરેલાં આવતાં હોય છે. આવાં સેકન્ડહેન્ડ પડાંનાં મોટા કબાટ જેટલાં પોટલાં પરદેશથી આવે છે.
-
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org