________________
૨૦
નાનામાં નાની વસ્તુ મોટામાં મોટી કામની.
“આજ સુધી તો હું એમ માનતી હતી કે રૂનો ઉપયોગ માત્ર ઘા ઉપર દવા લગાવવા માટે જ છે, પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે રૂમાંથી સૂતર કાંતીને કેટલી સહેલાઈથી કાપડ બનાવી શકાય.”કેન્યાના ચાબોન્દો ગામડાના ચર્ચમાં અપંગ બાળકો માટે સંસ્થા ચલાવતાં સિસ્ટર ફ્લોરેન્સે રમૂજપૂર્વક રેંટિયાની વાત મૂકી. અપંગ બાળકોને રેંટિયો ખાસ ઉપયોગી થઈ શકે તેથી સત્યવ્રતભાઈ જોબનપુત્રાએ ખાસ ત્યાં મારી મુલાકાત ગોઠવી હતી. ત્યાં પહોંચતાંની સાથે જ સિસ્ટર લોરેન્સે અમને આવકારતાં કહ્યું : આ મોટા દિવસની અમે રાહ જોઈ રહ્યા છીએ. રેંટિયા વડે કાપડ બનાવવાની ટેકનૉલૉજી અમને ઘણી ઉપયોગી થશે. મેં કહ્યું કે એ એટલું સહેલું છે કે તમને મુશ્કેલી નહીં પડે ત્યારે એમણે સરસ ટકોર કરી : ઘણી વાર આપણે સૌથી સહેલી વસ્તુ જ જાણતા નથી હોતા. એમની વાત સમજાવવાની રીત ઘણી સરસ હતી. સંસ્થાન અપંગ બહેનોને મેં રેંટિયા વિશે વાત કરી, એ ચલાવી બતાવ્યો અને એમને શિખવાડ્યો તે પછી કાર્યક્રમના સમાપનમાં એમણે કહ્યું : આ નાનામાં નાની વસ્તુ કેટલી મોટામાં મોટી કામની છે! - અહીં બધાં રેંટિયો પહેલી જ વાર જોતાં હોવા છતાં એમને એની વાત, એના ફાયદા, એની ખૂબીઓ એટલી જલદી સમજાઈ જાય છે કે આપણને આશ્ચર્ય થાય. પેપ ઓડીટી નામના એક ગામડામાં હું ગઈ હતી ત્યાં પહેલાં જાતે કાપડ બનાવવા વિશે વાત કરી અને પછી બધાને રેંટિયો ચલાવતાં શીખવતી હતી. પણ ત્યાં પચાસેક જણ ઘણે દૂરથી આવતા હતા એટલે બે કલાક મોડા આવ્યા અને મારી વાત ત્યારે પૂરી થઈ ગઈ હતી. પરંતુ શરૂઆતમાં આવેલી એક છોકરીએ
મારી આખી વાત એમને ફરીથી કહી. મને લાગ્યું કે મારા ગયા પછી પણ : આ વાતો અહીં ચાલતી જ રહેશે અને દૂરનાં ગામડાંઓમાં પણ પહોંચશે.
- અહીંનાં ગામડાંની જ્યારે વાત કરું છું ત્યારે અહીં ગામડું આપણાં ગામડાં - કરતાં ઘણું જુદું હોય છે એ પણ નોંધવું જોઈએ. આપણાં આદિવાસી ગામડાંની
જેમ દરેક કુટુંબને ઘરની આજુબાજુ જ પોતાનું ખેતર હોય છે. અહીં બધાં જ ગામડાં આ પ્રકારનાં છે. ઉપરાંત કુટુંબને એક ઝૂપડું નહીં પણ ગોળાકારે ફરતાં પાંચ-સાત ઝૂંપડાં હોય છે. ઝૂંપડાંની આજુબાજુ નાનાં ખેતરો અને ખેતરોને ફરતે વૃક્ષોની ગોળ કે ચોરસ હાર હોય છે. આને બોમા કહે છે. દરેક ઝૂંપડું પોતે પણ ગોળાકાર હોય છે અને ઉપર ગોળ શંકુ આકારનું ઘાસ છાયેલું છાપરું હોય છે. ગોળ દીવાલ ઊભી લાકડીઓથી બનાવેલી હોય અને એને આગળપાછળ છાણમાટીથી લીધેલી હોય છે.
અહીં લાકડું પુષ્કળ છે. બોમામાં મુખ્ય જરા મોટા ઝૂંપડામાં માતાપિતા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org