________________
પર | ધન્ય આ ધરતી
તેઓ કહે છે કે પારો પણ અહીં છે તેને શોધી કાઢીશું.
ખાસ તો એ કે ખાદીનું કાપડ બધાં આફ્રિકનોને ખૂબ જ ગમી જાય છે. વણાટની ભાતની તેમ જ બુટ્ટાથી છાપેલી ભાતની બને ખાદી ખૂબ પસંદ પડે છે. હું નમૂના બતાવું છું ત્યારે એમના શ્વાસ અદ્ધર થઈ જતા સંભળાય છે. એક નમૂનો હું કુદરતી રંગોથી છાપેલી ખાદીનો બતાવું છું એ તો સૌથી વધારે ગમે છે.
મસેનો ગામડામાં એડાહે કહ્યું કે આપણે બહેનોને આખો વખત પતિ પાસે પૈસા માગમાગ કરવા પડે છે અને બદલે આપણે જાતે ઘેર બેઠાં ઉત્પાદન કરીને વેચીએ તો ઘણી શક્તિ મેળવી શકીએ. રેંટિયો કાંતવાથી આપણે ખાલી બેસી રહેવું નહીં પડે અને પતિ સાથે ઝઘડવાનો પણ સમય નહીં મળે. અત્યારનું તંત્ર આપણને પૈસા વડે વસ્તુઓ ખરીદવાની ફરજ પાડે છે. એને બદલે જાતે કાપડ બનાવીને આપણે શાંતિનો સંદેશ ફેલાવી શકીએ. આપણે સહાનુભૂતિભર્યા હૃદયથી આમ કાપડ બનાવીએ અને બીજાને શીખવીએ. તાળીઓના ગડગડાટ વચ્ચે એણે કહ્યું કે મને લાગે છે કે આજે હું સ્ત્રી નહીં, સવાઈ સ્ત્રી છું.
સભા પૂરી થયા પછી એમાં આવેલાં ભાઈ-બહેનોએ હૉલની બહાર મેદાનમાં થોડો વખત બીજી સભા કરી અને આગળ કેવી રીતે ગોઠવવું એની ચર્ચા કરી.
જે ચર્ચના હોલમાં સભા રાખી હતી તેના પાદરીએ સભાને કહ્યું કે આજે આપણે જે શીખ્યા છીએ એ આપણે શીખેલી સૌથી ઉત્તમ વસ્તુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org