________________
રેંટિયાની મોહિની – ગૃહિણીથી પાદરી સુધી | પ૧ મસેનો ગામડામાં મેં જેવો લાક્કી રેંટિયો ચલાવીને રૂમાંથી તાર કાઢ્યો કે લોકોના મોંમાંથી આશ્ચર્યનો કિલકાર નીકળી ગયો. એક છોકરી હેરીનને મેં કાંતતાં શીખવ્યું અને એને તરત જ આવડી ગયું. બીજાને પણ આવડી ગયું. આફિકનો ઘણા કુશળ અને હોંશિયાર છે. હેરીને કહે કે આજનો દિવસ મારી જિંદગીનો એક જુદો જ દિવસ છે, અનેરો દિવસ છે. આ દિવસ હું કદી નહીં ભૂલું. હવે ગમે તેમ કરીને મારે વણાટ શીખવું છે. કારણ કે જો હું સૂતર વણીને કાપડ બનાવીશ તો ગામના બધા લોકો કાંતશે જ. તમે મારું સરનામું લો અને વણાટ શીખવવાની વ્યવસ્થા થાય એટલે મને જણાવજો. હું પણ એ તપાસ કરવા કિસુમ આવી જઈશ.
પહેલે દિવસે હું કિસુમુના એક ઝૂંપડાવાસમાં ગઈ હતી. પહેલો જ અનુભવ હતો પણ લોકોને જાતે કાપડ બનાવવાની આખી વાત અને લાકડી રેંટિયો બને ખૂબ ગમી ગયાં. અમે બધાને કહ્યું કે બપોરના જમવાના વિરામ વખતે દરેક જણ ડાળી અને લાકડી લઈ આવે તો દરેક માટે રેંટિયો બનાવીએ. સત્યવ્રતભાઈએ તાબડતોબ સુથારની વ્યવસ્થા કરી. બધાં ડાળી અને લાકડી લઈને આવ્યાં અને બધાંના રેંટિયા બનાવ્યા. છૂટા પડતી વખતે આંનદનું વાતાવરણ હતું. એક છોકરી સલોમા મને કહે કે કોઈ દિવસે તમે તમારા બારણે ટકોરા સાંભળશો અને તમે બારણું ખોલશો ત્યારે હું હોઈશ.
બીજી એક સભામાં એક ભાઈએ મને કહ્યું કે તમે આવવાનાં છો એ સાંભળીને મેં કપાસ વાવી પણ દીધો છે.
જાતે કાપડ બનાવવાની આખી વસ્તુ અહીં તદ્દન નવી હોવાથી પ્રશ્નો તો આવશે પણ તેઓ તેને હલ કરી શકશે એવો એમને વિશ્વાસ છે. અમુક ભાઈ-બહેનો ફરીથી મારી એક બીજી સભામાં આવ્યાં હતાં. તેઓ જાતે રેંટિયો બનાવીને લઈ આવ્યાં હતાં. હજુ ત્રાક બરોબર બનાવવાનો પ્રશ્ન છે પણ તેને માટે જુદી જુદી રીતો અજમાવે છે..
વણકરના મુખ્ય પ્રશ્ન અંગે કિસમુમાં એક વણકરને મળ્યા હતા. એને પૂછયું કે બધાંનું કાંતેલું સૂરત વણી આપશો? તો એ રાજી છે. એણે પોતે પણ રેંટિયો જોવા અને શીખવા માગ્યો. મેં એને શિખવાડ્યું ત્યારે એને સૂતર પસંદ પડ્યું. એણે રાજી થતાં કહ્યું કે “ઊલટાનું મને તો અત્યારે બજારમાં સૂતરના બસોથી પણ વધારે શીલિંગ કિલો દીઠ પડે છે અને મને તે પોસાતું નથી. તેથી જો મને આ રીતે આ સૂતર વણવા મળે અને વણાટના બદલામાં મજૂરીના પૈસાને બદલે સૂતર મળે તો મારે માટે તો સારું છે. થોડા વખતમાં આ શૈડ હું બનાવું છું તે પણ તૈયાર થઈ જશે પછી હું શીખવી પણ શકીશ.” ઉપરાંત ખેડાથી અહીં આવેલા ભાઈ સામંતસિંહ બોચાસણમાં વણાટ, પીંજણ બધું કરેલું છે અને અહીં શીખવવા માટે કહ્યું છે. બીજી બાજુ વણાટ શીખવા માગનાર ભાઈ-બહેનોનાં નામોની લાંબી યાદી થઈ છે. સત્યવ્રતભાઈએ પાંચેક સાળો તો ભેગી પણ કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org