________________
૪૨ | ધન્ય આ ધરતી
બીજે દિવસે સવારે તેઓ અમીરગઢની આજુબાજુનાં ગામડાં તરફ નીકળી પડ્યાં. એસ.ટી.ની સાર્વજનિક બસમાં, લોકોની ભીડની સાથે, રસ્તામાં બસ બદલતાં.
મેં આગળ પૂછ્યું, “ગામડામાં જવાનો શો રસ છે?” “જોવા માટે અને જાણવા માટે કે ત્યાંના લોકોના પ્રશ્નો ક્યાં છે? અને સમૃદ્ધિ કઈ છે? પૈસા વગરનું અર્થતંત્ર કેવી રીતે ઉપયોગી થઈ શકે?”
એમણે ગ્રામજનોની સમસ્યાઓના મૂળ કારણ પર આંગળી મૂકી. મેં દલીલ કરી કે અત્યારના પૈસાથી ચાલતા અર્થતંત્રને કારણે ગ્રામજનો ફસાયેલા છે. એમને દરેક વસ્તુ માટે પૈસાની જરૂર પડે છે. એમને જરૂરી વસ્તુઓની કિંમતો વધતી જાય છે. પરંતુ પૈસા કમાવા માટે એમને નોકરીઓ નથી મળતી. તેથી નોકરી માટે ભટકવું પડે છે. અરજીઓ કરવી પડે છે અને તેથી તેઓ કચડાયેલા રહે છે. એમાંથી બહાર નીકળવા તેઓ તેમને અત્યારે જે વસ્તુઓ માટે પૈસા ખર્ચવા પડે છે વસ્તુઓ જાતે બનાવે અને તે માટે મુખ્ય વસ્તુ કાપડ ગામડામાં બનાવવાનું ઘણું જ સહેલું છે. તેમ જ ઘણું જ નફાકારક છે.
પેટ્રાએ સવાલ ઉઠાવ્યો. “પણ જર્મનીમાં આ કેવી રીતે સંભવે ત્યાં તો ગામડાના લોકો પોતાને માટેનાં શાક પણ અત્યારે તો ઉગાડતા નથી. અમારા દેશો ઘણા દૂર નીકળી ગયા છે.”
બીજે દિવસે ટેબલ પર મેં પીટરનું એક મેગેઝિન જોયું. એના કવર ઉપર શીર્ષક હતુંશહેરનું ભવિષ્ય અને એના પૂંઠા પરનું ચિત્ર હતું એક તૂટી પડતા ઊંચા બહુમાળી મકાનનું!
પીટર કહે કે અંદર તો હાસ્યાસ્પદ ચિત્રો છે. દાખલા તરીકે, એક ચિત્રમાં બતાવ્યું છે કે ટૉક્યિોમાં એક એટલું જબરદસ્ત વિશાળ મકાન” છે કે જેની અંદર સ્કીઈંગ કરવા માટે બરફના ઊંચા લાંબા ઢાળવાળા પહાડો છે. બીજા ચિત્રમાં બીજું એવું જબરદસ્ત વિશાળ મકાન” બતાવ્યું છે : પેસિફિક આઈલેન્ડ, જેની અંદર દરિયો, દરિયાનો લાંબો કિનારો, સહેલાણીઓ અને નાળિયેરીનાં વૃક્ષો છે!
અને છતાં જાપાનમાં ઘણા લોકો ગરીબ છે, જર્મનીમાં પણ છે.
અત્યારના આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અઢળક નફા એકઠા થાય છે અને એક તરફ એમના માલિકો ઉપર જોયું તેવું અત્યંત ખર્ચાળ પણ બનાવટી જીવન જીવે છે, જ્યારે બીજી બાજુ કરોડો લોકો બેકારીમાં ધકેલાય છે.
આજે જેને આપણે ‘વિકાસ’ કહીએ છીએ એ શું છે? માણસજાતના માત્ર દસેક ટકા લોકોનો એક તુક્કો છે, જેમને બાકીના નેવું ટકા લોકોની કંઈ પડી નથી.
આ દરકાર માત્ર આપણી જ નથી. અમેરિકા, કેનેડા અને જર્મનીના યુવાન કાર્યકારો અને સંશોધકોની પણ છે. બેકારી અને મોંઘવારી માત્ર આપણા દેશના જ પ્રશ્નો નથી. આજે દુનિયાના બધા દેશોના આ પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં જે આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે એ બધા દેશોમાં બેકારી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org