________________
૧૫
પશ્ચિમના યુવાનોનો ગ્રામવિકાસમાં રસ
ગયે અઠવાડિયે ફોનની ઘંટડી રણકી. “હું પીટર મૉલ.” “ક્યાંથી બોલો છો?” “હું અને પેટ્રા મુંબઈ આવી પહોંચ્યાં છીએ.” “તો અમદાવાદ આવો.” ડો. પીટરે જર્મનીમાં ભવિષ્યના અભ્યાસ માટેની સંસ્થા શરૂ કરી છે. એને રસ છે ટકાવી શકાય એવા વિકાસમાં. એની પત્ની પેટ્રા જનસંપર્કની પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. તેઓ બે મહિના ભારતમાં ગાળવા આવ્યાં છે. “વિચાર તો હતો આખી દુનિયાને ફરતી મુસાફરી કરવાનો, પણ એટલો બધો સમય નથી. એટલે માત્ર ભારતની મુસાફરી કરવાનું નકકી કર્યું.”
એમનો ફોન આવ્યો એ વખતે બે યુવતીઓ પણ મળવા આવી હતી. એક અમેરિકાની અને એક કેનેડાની. બને ત્યાંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, પણ અભ્યાસ થોડો વખત બાજુએ રાખીને ભારત આવી છે. અહીંનાં ગામડાંની પરિસ્થિતિનો અભ્યાસ કરવા. તેમને ગાંધીજીની વિચારધારામાં ઘણો રસ છે અને એ રસ્તે શું થઈ શકે તેમ જ કેવી રીતે આગળ વધી શકાય તે જાણવા માગે છે.
એમનો રસ કેવળ ઉત્સુક્તા પૂરતો નથી. બંને બહેનો કેટલાક મહિનાઓથી અમદાવાદમાં સંશોધન કરે છે. અહીંના કુટુંબ સાથે રહે છે. ગુજરાતી શીખે છે. બસમાં ફરે છે. અહીંનો પોષાક પહેરે છે. ગુજરાતી ખાવાનું ખાય છે, શુદ્ધ શાકાહારી.
અમારી વાતમાં મેં ઉલ્લેખ કર્યો કે મારાં હવે પછીનાં કામોમાં એક એ છે કે ગાંધીજીએ અર્થતંત્ર અને દેશના ઉદ્ધાર અંગે જે બધું લખ્યું છે તે ભેગું કરવું. મારું વાક્ય પૂરું થાય તે પહેલાં બંને કૂદી પડી, “અમે મદદ કરવા માગીએ છીએ.” અમેરિકાની બ્રિટેિ તો એ કામ શરૂ કરવાના દિવસ અને સમય પણ નક્કી કરી દીધા. મેં વિચાર્યું કે સારું, એ કામ ગુજરાતીને બદલે પહેલાં અંગ્રેજીમાં કરીશ. - પશ્ચિમના આ યુવાનોને શા માટે ભારતના ગામડાના પ્રશ્નોમાં અને એ અંગે ગાંધીજીએ બતાવેલા રસ્તામાં આટલો બધો રસ છે?
- આ બંને છોકરીઓ પોતપોતાની મેળે ગામડામાં જાય છે, ઝૂંપડાંઓમાં લોકોને મળે છે. બધું જુએ-જાણે છે અને ગાંધીજીના રસ્તા વિશે, રેંટિયાના રસ્તા વિશે . એમનો રસ વધતો જાય છે.
જર્મનો પણ ઘેર આવ્યાં અને મેં પૂછયું કે તમને શું કરવામાં રસ છે તો . એમણે કહ્યું કે ગામડામાં જવાનો. પહેલે દિવસે સાબરમતી પરનો ગાંધીજીનો આશ્રમ તથા મિલોની પહેલાંના હાથબનાવટના કાપડનું સુપ્રસિદ્ધ કલીકો મ્યુઝિયમ જોઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org