________________
૧૫૪ / ધન્ય આ ધરતી
આંગળી વડે ગોળ ફેરવવાથી સૂતર ફાળકા પર આવી જશે.
(૨) દાંડાની બીજી બાજુ કાણું પાડી એમાં નાની થીસી ભરાવી એમાં ફાળકો ભેરવો.
(૩) ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, બે કડીવાળું સ્ટેન્ડ ત્રાકની અણીની સામે નીચેની કડી આવે એમ મુકો જેથી ત્રાક મોઢિયામાંથી કાઢવી ન પડે. સ્ટેન્ડ ન રાખવું હોય તો ત્રાકને કાઢીને ફાળકા સામે હાથમાં પકડો.
બોબીન (૪) ત્રાક ખાલી કરવા સૂતર વારંવાર ઉતાર્યા કરવું ના પડે એ માટે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે થોડાં બોબીન બનાવો. બસની ટિકિટ જેટલા કાગળને ગુંદર લગાવી ત્રાકની આજુબાજુ વીંટાળી તે સુકાય ત્યારે મુંગળી કાઢી લઈ ભુંગળીના છેડા પર ૧ઈંચ ગોળાકારનું પૂંઠે વચ્ચે કાણું પાડી ચઢાવો. કાંતતી વખતે ત્રાક પર એક પછી એક આવાં બોબીનો ચડાવી તેમના પર સૂતર કાંતી અને પછી બધાં બોબીનોનું સૂતર એક સાથે
ફાળકા પર ઉતારી લો.
આંટી (૫) ફાળકા પરથી સૂતર, ગણતાં આવડે તો ૫૦૦ કે ૧૦૦૦ તાર, ઉતારી લઈ એની આંટી બનાવો.
આંટીઓ વજન કરીને, કાપડ બનાવવા વણકરને આપો. વણકર એટલા જ વજનનું કાપડ પાછું આપશે. એક કિલો સૂતરનું, એટલે કે આશરે ૨૦ આંટીનું આશરે આઠ ચોરસમીટર કાપડ મળશે.
કાંતવાનું કામ મોટે ભાગે નિવૃત્ત લોકોને, ધદા-દાદીને વધુ પસંદ આવે છે. દાદા-દાદી અત્યારે મોટે ભાગે બાળકો સંભાળતાં હોય છે, તેથી તે રેટિયો ચલાવે ત્યારે સાથે બાળકોને તકલી આપી શકે. તકલી બાળકો માટે રમકડા જેવી છે, અને એ રીતે તે પણ સૂતર બનાવી શકે.
દેખીતું છે કે લાકડી રેંટિયાનો ખર્ચ નહીંવત્ છે અને તે ગમે ત્યાં બની શકે.
ઉપરાંત તે દેખાવમાં પણ અત્યંત સરળ છે તેથી માનસિક રીતે નબળા, ખાસ તો ધરૂની લતમાં ડૂબેલા ગ્રામજનો - જેઓ બેકારી, ભૂખમરા અને માંદગીના પણ શિકાર હોય છે અને જેથી તેમને તો રેંટિયાની ખાસ જરૂર છે - તેમને પણ આ રેંટિયો જોઈને હિંમત અને વિશ્વાસ આવે કે આ કામ તો તેઓ કરી શકે.
રેંટિયાનો ગુણ છે તેની સરળતા - સાદાઈ કે જેને કારણે તે દરેકને, ખાસ તો દૂરના અને નબળા લોકોને, સ્વતંત્ર રીતે કાપડનું ઉત્પાદન કરવા માટે સમર્થ બનાવે છે. તેથી આ લાકડી રેંટિયો ખૂબ અગત્યનો છે.
એ એક ક્રાંતિકારી સાધન છે કારણ કે તેના વડે દુનિયામાં કોઈ પણ ભાગમાં કોઈ પણ વ્યક્તિ કાપડ જેવો મુખ્ય ઉદ્યોગ કરી શકે અને, કમ સે કમ, કાપડના બદલામાં અનાજ મેળવી ભૂખમરામાંથી છૂટી શકે.
આ રેંટિયા પર પેટી રેંટિયાની જેમ સામાન્ય રીતે બે કલાકમાં એક આંટી, એટલે દિવસ (૮ કલાક)માં ૧મીટર કાપડ, એટલે મહિને (૨૫ દિવસમાં) ૪૦ મીટર કાપડ બને.
એનો અર્થ એ કે કોઈ મૂડીરોકાણ કે અપ્રાપ્ય સાધનો કે કોઈ જાતના અંકુશ વગર દરેક સ્થળે મહિને ૨૫થી ૩૦ મીટર (વણકર - છીપાને વળતર આપ્યા પછીનું) જેટલું સુંદર કલાત્મક કાપડ, રૂ. ૬૦૦ જેટલા મૂલ્ય જેટલું, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે તેમ છે, જે કરોડો લોકો અત્યારે બેકાર છે, ગરીબ છે, અભણ છે, દૂરનાં ગામડાંમાં છે, ભૂમિહીન છે, અંધ છે, અપંગ છે, નિવૃત્ત છે, વૃદ્ધ છે, માનસિક બીમાર છે, ધરૂની લતે ચડેલા છે, ત્યજાયેલા છે અને જે એક સાથે આ બધાનો શિકાર બનેલા છે તેઓ સુદ્ધાં આ કરી શકે એમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org