________________
૭૮ | ધન્ય આ ધરતી
ધંધા મળે. ખાદીની આજુબાજુ ગ્રામજનોની જરૂરતો પૂરી પાડતા બીજા પણ ગ્રામોદ્યોગો વિકસે અને ગામના સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરીને દરેક જણ આજીવિકા મેળવી શકે.
ગામમાં ત્રણેક હજાર વસતિ હોય તો છસો જેટલા વડીલો અડધો દિવસ કામ કરીને પણ સહુને માટે સુંદર ભાતવાળી ખાદી બનાવી શકે અને બાકીના બે હજાર જુવાનો અનેકવિધ વસ્તુઓ તથા સેવાઓ બનાવી શકે અને ગામ ઘણું સમૃદ્ધ બની શકે. માત્ર કાંતવાનું કામ જ ધીમું છે, બીજી વસ્તુઓ અને સેવાઓ સાદાં સાધનોથી પણ ઝડપથી બની શકે.
- આજે તો ઊલટાનું ગામડામાં સિત્તેર ટકા લોકો પાસે જમીન નથી અથવા નહિવત્ છે અને જે જમીન તે હલકી જાતની છે એટલે ભૂખમરો અને ગરીબાઈ વેઠવાં પડે છે. જો તેઓ ખાદી અને તેને કારણે ગામમાં જરૂરી બીજી વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો શરૂ કરી શકે તો ગામના ખેડૂતો પાસેથી અનાજ, દૂધ અને બીજી ખાદ્ય વસ્તુઓ મેળવી શકે.
ખાદી બનાવવાનો ઉદ્યોગ સમાજના સૌથી નબળામાં નબળા લોકો પણ કરી શકે કારણ કે રેંટિયો તદ્દન સસ્તો, સહેલો અને ઘેરબેઠાં ચલાવી શકાય એવો છે, એટલે આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે નબળા લોકો પણ તે ચલાવી શકે અને ગામના વણકર રંગાટી પાસેથી સુંદર ખાદી બનાવી શકે. દૂરના ગામડામાં રહેતી, ગરીબ, ઘરડી, વિધવા, અપંગ, અભણ અને ભૂમિતિના સ્ત્રી પણ રેંટિયો કાંતીને પોતાની જાતે જ સગવડપૂર્વક, ગૌરવપૂર્વક રહી શકે. એકાદ મહિનામાં પોતાને માટે જરૂરી કાપડ બનાવી બાકીના વરસ દરમિયાન બનાવેલા કાપડ દ્વારા બીજી જરૂરતો મેળવી શકે.
આપણા રાષ્ટ્રીય ખર્ચનો મોટો ભાગ કાપડ પર છે. જો કાપડ ગામડાંમાં બને તો તે માટે મુખ્ય બે જ વસ્તુઓની જરૂર પડે – ૩ અને કાંતનારા. અને આ રૂ પણ ખરાબાની જમીન પર ઊગી શકે તથા તેને કાંતવાનું કામ પણ નિવૃત્ત લોકો કરી શકે. આમ મોટામાં મોટા રાષ્ટ્રીય ખર્ચની વસ્તુ કાપડ જે બે સાધનો અત્યારે વેડફાઈ રહ્યાં છે – ખરાબાની જમીન તથા નિવૃત્ત માણસોનો સમય – તેમને ઉપયોગમાં લઈને બની શકે. અત્યારે બનતા મિલના કાપડ માટે લાંબા તાંતણાનું રે જરૂરી બને છે જેને ઉગાડવા ફળદ્રુપ જમીન જરૂરી છે, જ્યારે ખાદી ટૂંકા તાંતણાના રૂમાંથી બની શકે જે ખરાબાની જમીન પર ઉગી શકે, તેથી જો મિલના કાપડને બદલે ખાદી વપરાશમાં આવે તો લાખો એકર ફળદ્રુપ જમીન છૂટી થાય અને તેમાં અનાજ ઉગાડી શકાય.
ભારતના ત્રાણું કરોડ લોકોમાંથી સાઠેક કરોડ જેટલા ગ્રામજનોને દર મહિને જે ઓછામાં ઓછા છસો કરોડ રૂપિયા જેટલા કાપડની જરૂર છે તે બધી રકમ જો ગામડામાં જ ખાદી બને તો ત્યાં જ રહે.
ગામડામાં ખાદી અને તેને કારણે ત્યાંના બજાર માટે બીજા ઉદ્યોગો શરૂ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org