________________
૨૯
ખાદીના અસીમ લાભો
મહાત્મા ગાંધી અને ખાદી એકબીજાથી છૂટાં ન પાડી શકાય એવાં છે. ખાદી ગાંધીજીના જીવનનું, વિચારનું, સંદેશનું કેન્દ્ર છે. અને ખાદી કોઈ પ્રતીક નથી. ગાંધીજીએ બતાવેલા આદર્શો સત્ય અને અહિંસાને નક્કર રીતે વાસ્તવમાં લાવનારી વસ્તુ છે. રામરાજ્યને અમલમાં લાવનાર નક્કર કાર્યક્રમ છે.
કેવી રીતે ખાદી દ્વારા સત્ય અને અહિંસાને મૂર્તિમંત કરી શકાય ? અને રામરાજ્ય લાવી શકાય ?
આજે આપણે. ખાદી વિશેની સમજણ આડે પડદો આવી ગયો છે કારણ કે આપણે જે ખાદી જોઈએ છીએ તે છે ખાદી કમિશન દ્વારા બનતી અને ખાદીભંડારોમાં વેચાતી ખાદી. એ ખાદીની આ વાત નથી.
તો કઈ ખાદીની આ વાત છે?
ખાદી એટલે કોઈ પણ ગામડાના ગ્રામજનોએ પોતાને ત્યાં બનાવેલું કાપડ. જે તેઓ સહેલાઈથી બનાવી શકે કારણ કે તેઓ રૂ પોતાના ગામમાં ઉગાડી શકે અને એમાંથી સૂતર અને કાપડ બનાવવા સાદા રેંટિયા-સાળ અને રંગ પણ
બનાવી શકે.
ખાદીના અસંખ્ય લાભ છે.
આ રીતે ગામડાના દસ ટકા લોકો, પચાસેક વર્ષ ઉપરના નિવૃત્ત લોકો પણ, બધાને માટે વરસે ત્રીસેક મીટર ખાદી બનાવી શકે.
ગ્રામજનોને આ ખાદી ઘણી જ સસ્તી પડે. ગામના જ પાસમાંથી પોતાના જ નિવૃત્ત વડીલોએ ગામમાં જ તદ્દન સસ્તાં બનેલાં રેંટિયા-સાળ પર બનાવેલું કાપડ દેખીતી રીતે જ ઘણું સસ્તું પડે. એક કિલો રૂ વીસેક રૂપિયે મળે તેમાંથી એક કિલો એટલે આઠ મીટર એટલે બસો રૂપિયા જેટલું કાપડ બને! અત્યારે બજારમાં કાપડ ખરીદતી વખતે આપણે એ કાપડ બનાવવા પાછળના વાહનવ્યવહાર–સંદેશાવ્યવહાર, દુકાનો-જાહેરખબરો, ઑસિો-દલાલો, યંત્રો-વીજળી, બૅન્કો-કૌભાંડો, અમલદારો-ભ્રષ્ટાચાર, સરકારો, યુદ્ધો વગેરે અનેક મોટા ખર્ચા ભરવા પડે છે એ ભયંકર બોજાઓમાંથી આપણે છૂટી શકીએ.
ખાદીનો બીજો મોટો લાભ એ છે કે ગ્રામજનોને જો પોતાના ગામમાં બનતું કાપડ મળી શકે તો તેઓ તેનું મૂલ્ય, જે આજે પૈસામાં ચૂકવવું પડે છે તેને બદલે, કોઈ વસ્તુ કે સેવા આપીને ચૂક્વી શકે અને તેથી તેમને પણ બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org