________________
૭૬ | ધન્ય આ ધરતી
તો નાયલોન અને ટેરેલીનનાં જ કપડાં ગમે છે પરંતુ એનું કારણ એ છે કે એવાં સેકન્ડહેન્ડ-બીજાનાં ઉતરેલાં કપડાં અત્યારે સસ્તામાં સસ્તાં છે. જો કે તે પણ એમની દષ્ટિએ મોંઘાં છે. એમને જો વગર પૈસે અથવા મામૂલી ખર્ચે ઘેરબેઠાં સૂતર કાંતીને કાપડ મળે તો એમને એ વધારે પસંદ છે.
વળી ગામડામાં રૂ ઘણા ઓછા ખર્ચે ખરાબાની જમીન ઉપર ઉગાડી શકાય.
તો તમે જો ગામડામાં જઈને ગ્રામજનોને પસંદ અને ભાતનું કાપડ બનાવો તો તમારી કમાણી ઘણી વધારી શકો. દાખલા તરીકે તમે ગામડાના ખેડૂતોને તેમને તથા તેમની વહુ-દીકરીને ગમતું કાપડ આપશો તો એ તમને એટલાં બધો અનાજ-શાક આપશે કે તમારું કાપડ વેચીને એ કમાણીમાંથી તમે એટલાં અનાજ-શાક નહીં ખરીદી શકો. એ જ પ્રમાણે બીજા ગ્રામજનો તમારી પાસેથી વગર પૈસે કાપડ મેળવવા તમને વસ્તુઓ અને સેવાઓ એટલી બધી આપશે કે તમારી કાપડની કમાણીનું મૂલ્ય ઘણું વધી જશે.'
આ કાપડનો ધંધો શરૂ કરવા તમારે શી તૈયારી કરવી પડશે ? પહેલાં તો ત્રણ જણાએ ભેગા મળી ભાગીદારી ગોઠવવી પડશે.
પછી એકે વણાટ, એકે પીંજણ અને એક ચ-છપાઈ શીખવી પડશે. આ માટે સંસ્થાઓમાં પોપટિયું જ્ઞાન શીખવાને બદલે ગામડામાં હજુ આ કળાઓના જાણકારો છે એમને ત્યાં પંદરેક દિવસ મદદનીશ તરીકે રહીને પૂરા અનુભવથી આ કળા હસ્તગત કરી શકો.
સાથે જ કાંતનારાને આપવા માટે ડાળી રેંટિયા તૈયાર કરાવો. કાંતવાનું કામ ગરીબ અને નિવૃત્ત લોકો માટે વધારે આકર્ષક છે તેથી રેંટિયો જેટલો સસ્તો અને સરળ હશે એમ તમારું કામ જલદી ચાલશે. એ માટે ડાળી રેંટિયો ઘણો ઉપયોગી છે. ગામડામાં તો ગ્રામજનોનાં ઝૂંપડાંની બહારનાં બળતણનાં લાકડામાંથી જ તરત આ ડાળી રેંટિયો તૈયાર થઈ જશે. એટલે રેંટિયાનો ખર્ચ ઘણો ઓછો આવશે અને તમે તે પાંચેક રૂપિયામાં જ આપી શકશો. ર ટૂંકા તાંતણાનું લેશો. એ તદન સસ્તું હોય છે.
તમારું કામ ગરીબ લત્તામાં કે ગામડામાં જમીન વગરના લોકોના વાસમાં શરૂ કરશો તો તરત જામી જશે કારણ કે એમને નવરાશના સમયમાં જાતે કાપડ બનાવવાનું ઘણું પ્રોત્સાહન હોય છે.
તે ઉપરાંત તમારે ત્રણેએ તમારા કામ માટે સાધન તૈયાર કરવા પડશે. પીંજારાએ લટકતી પીંજણ, વણકરે ખાડો કરીને ખૂટા નાખીને બાંધેલી ખાડાસાળ અને છીપાએ છાપવાના થોડા બુટ્ટા. ગામડાંમાં આ સાધનો હજુ કેટલાંક ઘરોમાં માળિયામાં પડેલાં છે અથવા કારીગરો પોતે જ તે પાંચસો જેટલા રૂપિયામાં બનાવી લે છે.
બસ માત્ર આટલી જ થોડી તૈયારીથી તમે કાપડનો ધીકતો ધંધો શરૂ કરી શકો. કોઈ સરકાર કે કોઈ બૅન્ક કે કોઈ કૉલેજની ડિગ્રી તમને નોકરી નથી આપી શકવાની. એના બદલે આ સાદી-સીધી રીતે તમે જાતે જ સારી કમાણીનો કાયમનો ધંધો કરી શકશો. અત્યારે વધતી જતી મોંઘવારી અને બેકારીના સાણસામાં ભીડાવાને બદલે જાતે જ ફતેહ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org