________________
૫૮ / ધન્ય આ ધરતી
વહુઓ કદી એકબીજા સાથે ઊંચે સાદે ન બોલે.
અહીં દૂરદૂરની સગાઈ પણ સાંભળવા મળે છે. “આ મારાં માસીજીનાં નણંદની દીકરીનાં દેરાણી થાય' એમ કહીને ખૂબ પ્રેમપૂર્વક આપણી સાથે ઓળખાણ કરાવે.
પૈસા હોવા છતાં બધાં એકબીજાને મદદ કરવા તૈયાર હોય છે. કોઈને ઘેર લગ્ન પ્રસંગ હોય અને બે-ત્રણ હજાર જણનું ભોજન હોય તો બધાં બહેનો હાથોહાથ મદદ કરીને બધું તૈયાર કરે છે. અઠવાડિયા પહેલાંથી મદદ કરવા આવે છે.
અહીંનાં બહેનોની સૌથી હટ્યસ્પર્શી બાજુ છે એમની માયા અને મમતા. સગાંઓ, મિત્રો અને મહેમાનો સાથે એમનો ખૂબ માયાભાવ હોય છે. હું જેમનાં ઘેર રહી એ માધુરીબહેન, મણિબહેન અને ઊર્મિલાબહેનની સાથે મોટી બહેન કે મા પાસે જેવી હુંફ મળે એવી હંકનો અનુભવ થયો.
અહીં આપણાં બહેનોની રહેણીકરણી પણ પૂરેપૂરી ગુજરાતી છે. કેટલાંક કુટુંબોમાંથી તો મૃત્યુ પછી ગંગામાં અસ્થિ પધરાવવા ભારત આવે છે. પરંતુ જન્મ કેન્યામાં છે અને કેન્યામાં રહેલાં છે એટલે કે ન પણ છે. બે સંસ્કૃતિઓનો સુમેળ છે. આફ્રિકનો સાથે પણ ભળેલાં છે અને આફ્રિકનો એમની સાથે. આ રવિવારે સવારે એક મિલન હતું. એમાં એક આફ્રિકન છોકરીએ મેંદી તે વાવી માળવે ..” આખું ગીત એટલા રંગમાં ગાયું કે અમે કહ્યું કે “એનો રંગ ગયો મોમ્બાસા.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org