________________
પ૩ ડી-હૂક
ડી-ક?' એ ક્યો શબ્દ છે? એ શબ્દ સાંભળીને તો મોરનું કેંદૂક કે વાંદરાનું હૂકાહૂક યાદ આવે છે.
ના, (ડી-હૂક એ બેમાંથી એકે નથી.
એ અંગ્રેજી શબ્દસમાસ છે અને રસપ્રદ વાત એ છે કે હમણાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હું પરદેશી વિદ્વાનોને મળી ત્યારે એમણે રેંટિયાને આપેલું એક નામ (ડી-હૂક હતું!
એટલે?
ડી-હૂકનો ગુજરાતીમાં અર્થ થાય છે સાણસામાંથી છૂટી જવું એ, છૂટો, મુક્ત થાઓ. અત્યારના તંત્રએ આપણને સાણસાના આંકડામાં પકડ્યા છે – હૂક ર્યા છે. માછલાને જેમ જાળના આંકડામાં પકડ્યું હોય તેમ; અને પાણી બહાર માછલું જેમ તરફડિયાં મારે એવું આપણું અસ્તિત્વ છે. તંત્રની આ પકડમાંથી છટકવું એટલે 'ડી-હૂક કરવું. : તો રેંટિયાને ડી-ક” કેમ કહ્યો?
કારણ કે મિલનું કાપડ ખરીદવા દ્વારા આપણે આખા તંત્રને ટેકો આપીએ છીએ. આપણે જોઈ ગયા છીએ કે ઈ એક ખમીસમાં, દાખલા તરીકે, તે તો ૨૫૦ ગ્રામ એટલે કે પાંચેક રૂપિયાનું જ હોય છે. કારણ કે ખમીસનું વજન ૨૫૦ ગ્રામ થાય છે. વણાટ અને રંગના બીજા પાંચેક રૂપિયા ગણીએ તો દસ થાય. પરંતુ બજારમાં તો આપણે ખમીસ માટે સોએક રૂપિયા જેટલા ચૂક્વીએ છીએ. અરે ભાઈ, એ બાકીના વધારના નેવું શેને માટે ચૂકવીએ છીએ એ જાય છે અત્યારના તંત્રના અનેકવિધ ખર્ચાઓમાં, જેવા કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, દુકાનો, જાહેરખબરો, કમિશનો, બૅન્કો, કૌભાંડો, અમલદારો, ભ્રષ્ટાચાર, સરકાર, યુદ્ધો વગેરેમાં. આપણે બધા આ રીતે કાપડ ખરીદીએ છીએ એટલે આ તંત્રોને ટેકે આપીએ છીએ, જાણ્યું કે અજાણ્યે.
ખાસ તો અજાણ્યું. કારણ કે કાપડ ખરીદતી વખતે આપણે આ બધાં તંત્રોને ટેકો આપીએ છીએ એ વાત ભાગ્યે જ આપણા ખ્યાલમાં આવે છે. પણ એ વાત તો દેખીતી છે અને આપણા દેશના આપણે કરોડો લોકો સતત કાપડ ખરીદીએ છીએ. એટલે કુલ મળીને આપણે તંત્રને ઘણો મોટો ટેકો આપીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org