________________
હમ મામૂલી નહીં હૈ” | ૨૯
બહેન બાજરી વીણીને સાફ કરતાં હતાં એમાં બાજરી કરતાં કાંકરા વધારે હતા.
એમની પૌત્રીએ ઓઢણી ઓઢેલી હતી. પીળા રંગની લાલ ભાતવાળી. મેં પૂછયું, “આ ઓઢણી કેટલાની આવી ?” “ચાલીસ રૂપિયાની.” “અને તમારો આ ચણિયો?” “સોનો.”
તો પછી પાસ તો અહીં ઉગે છે. એમાંથી જાતે કપડાં બનાવી લો તો ઓઢણી ચાર રૂપિયાની પડે અને ચણિયો દસનો.”
“ખરેખર?”
હા, જુઓ આ તદ્દન સાદા લાકડી રેંટિયા પર રૂમાંથી દોરા બનાવાય. આપણા ગામનો જ વણકર એ સૂતરનું કાપડ બનાવી આપે. એને દાડમની છાલના પાણીમાં બોળીએ એટલે પીળો રંગ થાય. અને એના પર મજીઠના લાલ રંગ વડે બુટ્ટાથી છાપીએ એટલે ઓઢણી તૈયાર. રંગ પણ પાણીમાં ઊતરે નહીં અને તડકામાં ઝાંખા ન પડે. જુઓ આ રંગરંગીન કપડાં હાથે બનાવેલાં છે.”
“અરે વાહ, અમને મળે ? શું કિંમત છે?”
એ જ વાત છે. તમે જાતે જ એ સહેલાઈથી બનાવી શકો. વગર પૈસે. રે તો અહીં ખેમાભાઈ મત આપવા તૈયાર છે.” * એમને ઘણો જ રસ પડ્યો. કાપડ બનાવાની વ્યવસ્થા ગોઠવી. મેં આગળ સૂચન કર્યું, “કાપડ અહીં બનાવશો તો રૂની અંદરના પાસિયા પણ અહીં જ રહેશે. તો સાથેસાથે તેલ અને ખોળ પણ બળદને ઘાણીએ જોડીને બનાવી શકો.”
“એમનો તો અહીં દરેક ઘરમાં વપરાશ છે. બધાં એ બહારથી ખરીદીને લાવે છે. એટલે એ બને તો બહુ કામ આવે.” ' “મુખ્ય વાત તો એ છે કે જો કાપડ જાતે બનાવો અને સાથે તેલ અને ખોળ પણ, તો પૈસાની જરૂર ઘણી ઓછી થઈ જાય. મોટા ભાગનો ખર્ચ કપડાં પાછળ જ છે ને? અને બીજા નંબરે તેલ અને ખોળ પાછળ. તો તમારા દીકરાને નોકરી માટે આ અરજીઓ કરવી પડે છે તે ન કરવી પડે. આટઆટલા પ્રયત્નો કરવા છતાં નોકરી મળતી નથી એટલે બેસી રહેવું પડે છે તે બેસી રહેવું ન પડે. ભૂખમરો વેઠવો ન પડે. નસીબને દોષ દઈને બેસી રહેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત, આપણે જો કાપડ અને તેલ-ખોળ બનાવીને ગામમાં બીજાને વેચીએ તો બીજાઓ પાસેથી આપણને અનેક વસ્તુઓ મળે તેમ જ તેમને પણ કંઈ ને કંઈ બનાવવાનો ઉદ્યોગ મળે. આમ ગામમાં સહુને પૈસાની જે અત્યારે અનિવાર્ય જરૂર પડે છે તે ન પડે.”
આપણે પણ કમાલ છીએ ને! કંઈ સમજતાં જ નથી! આપણી હાલત એક, આપણી મુસીબતો એક. પણ કંઈ વિચારતાં જ નથી.
આપણે સહુ સાથે જિંદગીની સફર ખેડી રહ્યાં છીએ. જિંદગીની ગાડી ચાલી રહી છે. પણ આપણે સહુ પોતપોતાની ચિંતાનો બોજ ઉપાડીને બેઠાં છીએ કે મને પૈસા કેવી રીતે મળે ? પરંતુ આપણે એ નથી જોતાં કે આપણે બધાં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org