________________
૩૦ / ધન્ય આ ધરતી
ગાડીમાં સાથે મુસાફરી કરી રહ્યાં છીએ એ ગાડી સાચા પાટા પર ચાલે છે કે નહીં એટલા માટે કે જો એ સાચા પાટા પર નથી ચાલતી તો આપણામાંથી કોઈ પોતાની મંજિલ સુધી પહોંચી શકે નહીં. એ ગાડી અત્યારે ખોટા પાટા પર ચાલે છે કારણ કે એમાં પૈસાથી જ બધી વસ્તુઓ મળે છે પરંતુ એ પૈસા મેળવવા આપણને નોકરી મળતી નથી. એટલે આપણે મંજિલ સુધી પહોંચી શક્તા નથી. આપણે મુસીબતોમાં ફસાયેલા રહીએ છીએ. એને બદલે સારું તો એ થાય કે આપણે આપણી ગાડીને સાચા પાટા પર મૂકીએ. આપણે પોતપોતાના માથા પરથી આપણી પૈસા મેળવવાની ચિંતાને ઉતારીને આપણને જેને માટે પૈસાની જરૂર પડે છે અને પૈસાને અભાવે મળતી નથી તે વસ્તુઓ જે અપણે વગર પૈસે અહીં બનાવીને એકબીજાને વેચીએ. આપણા ત્રણ હજાર લોકોનું બજાર તો ઘણું મોટું છે. પહેલાં તો જે વસ્તુ માટે આપણને પૈસાની જરૂર સૌથી વધારે પડે છે તે વસ્તુ એટલે કે કાપડ અને સાથે તેલ અને ખોળ આપણે ત્યાં ઊગતા પાસમાંથી આપણે બનાવીએ. અને પછી ગામના બજારમાં એ વેચીએ તો ગામના બીજા લોકો પણ બદલામાં કંઈક આપવા બીજા અનેક ધંધાઓ ખીલવે. તો સહનું જીવનધોરણ ઊંચું આવે. કોઈને ખોરાક-કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પૈસા અનિવાર્ય ન રહે. કોઈને નોકરીની હાયવોય ન કરવી પડે. અત્યારે અનેક જણ નોકરી ન મળવાથી ગરીબાઈ સહન કરે છે તે ન કરવી પડે. અત્યારના બજારની મોંઘવારી ન નડે. એકબીજાની નોકરી પડાવી લેવાની ન રહે તો વેરઝેર શમે. સહ સુખી થઈ શકીએ. સહ મંજિલ પર પહોંચી શકીએ એક સાથે.
આપણે ગ્રામજનો, બેકાર અને ગરીબ! આપણાં સુખદુ:ખ એક, આપણાં નસીબ એક. અને જે દિવસે આપણે એક થઈશું ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત ન આપણને ડુબાડી શકશે, ન આપણને દબાવી શકશે, ન આપણને મિટાવી શકશે. બસ આટલી સીધીસાદી વાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org