________________
૧૧
મીઠાભાઈની આંખમાં ચમક આવી ગઈ
ગામડાંને ફરીથી જીવંત અને સમૃદ્ધ કરવાના ધ્યેય સાથે જ્યારે મેં ત્યાં કામ શરૂ કર્યું ત્યારે વિચાર્યું હતું કે આ કોઈ નોકરી નથી એટલે જ્યારે જે રીતે જરૂર પડે તેમ આ કામ બદલી શકાશે અને જે વસ્તુ ત્યાં સફ્ળ નહીં થાય તે છોડી પણ શકાશે તેમ જ જે નવી વસ્તુ જરૂરી લાગે તે શરૂ કરી શકાશે. આ ધ્યેયની દિશામાં જ્યારે ત્યાંના બજાર માટે ત્યાંના સાધનોથી કાપડ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બધાએ મને ચેતવી હતી કે આ વસ્તુ શક્ય જ નથી. અને મેં વિચાર્યું હતું કે જો અને જ્યારે આ વસ્તુ નહીં ચાલે તો અને ત્યારે હું એને છોડીશ પણ એને અમલમાં લાવવાનો પ્રયત્ન તો કરીશ જ.
હવે પાછળ નજર કરતાં દેખાય છે કે આ કામમાં હજી એક પણ દિવસ એવો નથી આવ્યો કે કામ ખોટકાઈ પડ્યું હોય કે આગળ ન વધ્યું હોય. ઊલટાનું ગામડામાં મેં શરૂ કરેલાં બીજાં બધાં કામો, એક કે બીજા કારણે ખોટકાઈ પડ્યાં પણ સાદા રેંટિયા અને સાળ વડે કાપડ બનાવવાનું કામ હું જેટલાં ગામડાંમાં ગઈ ત્યાં ખોટકાયું નથી અને લોકોએ એને આવકાર્યું છે.
“તો તો આ હિસાબે ઘણાં ગામડાંઓમાં આ કામ ધમધમાટ ચાલતું હશે ?’’ અંજુએ મને પૂછ્યું.
“એ નથી એમાં વાંક મારો છે, અંજુ, કારણ કે જે ગામડાંમાં મેં રેંટિયો શરૂ કર્યો ત્યાં વણકર નથી. કાંતતાં શીખવવું સહેલું અને સાદું છે પણ નવો ધંધો પોતાની મેળે. શરૂ કરવા વણતાં શીખવવું પ્રમાણમાં જટિલ છે અને સાળ પણ પ્રમાણમાં મોટું સાધન છે.’’
“તો શો રસ્તો નીકળશે?’’
“એક જ ગામડામાં વણકર, કાંતનારા અને રૂ હોય અને ત્યાં કાપડ બને તથા વપરાય એવાં એક-બે નમૂનાનાં ગામડાં માટે તૈયાર કરવાં છે જેથી એમની સફળતા જોઈને જ્યાં વણકર નથી એ ગામડાંમાં નવા માણસો જલદી વણાટ શીખી શકે.’
“પણ તમે કહ્યું ને કે શરૂઆતમાં નવા વણકર તૈયાર કરવા અઘરા છે?” “એટલે આપણે એમ કરીએ કે જો કોઈ ગામડામાં વણકર બેકાર હોય તો ત્યાં જઈને આ કામ શરૂ કરીએ. કારણ કે આપણે જે જે ગામડાંમાં ગયાં છીએ ત્યાં આપણે જોયું છે કે સાદો રેંટિયો અને એક કિલો રૂમાંથી બનતું આઠ મીટર સુંદર કાપડ જોઈ લોકો કાંતવા માટે તો બધે તૈયાર થઈ જાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org