________________
કીમતી ખજાનો | ૬૧
(બ) જો આ કામ અંગે વિગતવાર માહિતી આપવામાં આવે તો એ મને આ મેળવેલું જ્ઞાન બીજી બહેનોને કે જેમની હું નેતા છું તેમને પહોંચાડવામાં ઘણે સુધી મદદરૂપ થશે અને તેથી આખા સમાજને મદદરૂપ થશે. એક કહેવત છે કે, ઢીને શિક્ષણ આપો અને તમે આખા દેશને શિક્ષણ આપ્યું હશે.' તેથી એક વખત આ બહેનોને આ જ્ઞાન મળે પછી તેઓ એ તેમનાં બાળકો અને પતિને પહોંચાડશે. સમાજના વિકાસમાં એ મદદ કરશે કારણ કે જ્યાં આ વસ્તુ વેચાશે અને જે પૈસા મળશે તે ઘરમાં મદદ કરશે તેમ જ વિકાસનાં બીજાં કામ શરૂ કરશે.
કોન્સ્ટન્સ મુગાબા વિષય : હાથે બનાવેલા સૂતર અંગેનો સેમિનાર
સેમિનાર વિશે મારું મંતવ્ય.
આ ખરેખર ઘણો સરસ અભ્યાસ હતો, જેણે મને શીખવ્યું છે કે આ આયાતી વસ્તુઓના, બુદ્ધિને બહેર કરી દીધેલા વલણમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીએ, આપણે ત્યાં સ્થાનિક વસ્તુઓ બનાવીને, વાંસ જેવા આપણને પરવડી શક્તાં સ્થાનિક સાધનોથી, પૈસા વાપર્યા વગર.
બીજું, એ જોવાનું એટલું બધું રસપ્રદ છે કે બેઈ પણ વ્યક્તિ બાગમાં ઊગતો આપણો સ્થાનિક ક્લાસ વાપરી શકે અને ઘેર સૂતર કાંતી શકે અને વણકરને ઘેર એનું કાપડ વણી શકાય.
તો, બહેનોના મંડળના નેતા તરીકે, હું તેમને શીખવી શકીશ કે સ્વનિર્ભર અને લાંબે ગાળે આર્થિક રીતે મજબૂત કેવી રીતે બનવું. હું તમને એટલી જ વિનંતી કરું છું કે તમે કોઈને વ્યવસ્થા કરીને મેળવી શકો કે જે અમને વણાટની પ્રક્રિયા પૂરેપૂરી શીખવે. જેમ કે તમે કહ્યું કે કેન્યામાં એવા કેટલાક છે જેમને વણાટ આવડે છે.
હું જોશીની ખરેખર આભારી છું – યુગાન્ડામાં અમને આ કીમતી ખજાનો પહોંચાડવા માટે. અમે ઈચ્છીએ છીએ કે તમે ફરી પાછાં આવી શકો. - તમને ફરી મળવાની અથવા તમારો પત્ર મેળવવાની આશા રાખું છું.
ભારતમાં અમારી બહેનોને અમારાં ઉષ્માભર્યા અભિનંદન પહોંચાડજો. ભગવાન તમને સહુને આશીર્વાદ આપે.
નામી આનાદુલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org