________________
૬૦ | ધન્ય આ ધરતી
મળ્યાં અને સીધી સભામાં લઈ ગયાં. સભામાં બધાને લાકડી રેંટિયો અને જાતે કાપડ બનાવવાની વાત એટલી બધી ગમી અને ઉપયોગી લાગી કે સાડા ત્રણ સુધી તો કોઈએ જમવાનું પણ નામ ન લીધું. સાડા ત્રણે છૂટા પડતી વખતે એમણે મને જમીને ફરી પાછા આવવા માટે કહ્યું. સાડા ચારથી છ ફરી મળ્યાં. દરમિયાનમાં બધાંએ પોતપોતાની ડાળી લાવી લાકડી રેંટિયો બનાવવાની તૈયારી કરી હતી. સહુને કાંતતાં શીખવ્યું. બધાં ખૂબ ઉત્સાહમાં હતાં એટલે મેં પૂછ્યું કે ભારતની બહેનોને તમારો પ્રતિભાવ હો. બીજે દિવસે સવારે નવ વાગે બાલે જતી વખતે હું એ સિટી હૉલ ગઈ ત્યારે ત્યાં પાંચ બહેનો પત્ર આપી ગયાં હતાં. એમના જ શબ્દોમાં એ રજૂ કરું છું પ્રિય ભારતમાંના મિત્રો,
આફ્રિકા-યુગાન્ડા-જિન્જા જ્યાં નાઈલ નદીનું મૂળ આવેલું છે, ત્યાંથી અમે સલામ મોકલીએ છીએ. આજે અમે નંદિની જોશી સાથે હતાં અને અમને પડકાર મળ્યો છે. એમણે અમને ખજાનો બતાવ્યો ત્યાં સુધી અમને ખબર નહોતી કે અમે અમારા ઘરની અંદર જ કાપડ બનાવી શકીએ. અમારા સમાજમાં અમે એને કદી નહીં ભૂલી શકીએ. તમે ઘણા જણ આવો અને જાણકારી બાંટો એની અમે રાહ જોઈએ છીએ. ભારતમાંના મિત્રો ઘણું જીવો.
પ્રેમપૂર્વક, ઈસીધે સારા પ્રિય ભારતમાંના મિત્રો,
આફ્રિકા, યુગાન્ડા, જિન્જા (જ્યાં નાઈલ નદીનું મૂળ છે)થી ઘણાં અભિનંદન. આજે જોશીએ અમને જે શિખવાડ્યું કે આપણે આપણા ગામડામાં જ રહીને કેવી રીતે વગર પૈસે કાપડનું ઉત્પાદન કરી શકીએ એનાથી અમે ઘણા આભારી થયાં છીએ. અમે આશા રાખીએ છીએ કે અમે સૌથી ઉત્તમ કામ કરીશું.
મૌરિન નાકાઝિવ્વા પ્રિય ભારતમાંના મિત્રો,
પૂર્વ આફ્રિકા યુગાન્ડાથી જિન્જાની બહેનોના અભિનંદન. મને કાંતણનું કામ ગયું છે અને અમને ઘણું બધું શીખવા મળ્યું છે. કારણ કે અમને કેવી રીતે કાતવું એની જાણકારીનો કોઈ ખ્યાલ નહોતો. જોશી સમય કાઢીને યુગાન્ડામાં અમને આ જાણકારી શીખવવા આવ્યા એ માટે ઘણો આભાર અને અમને આશા છે કે આપણે વધારે માહિતી અને નવા વિચારો માટે એકબીજા સાથે પત્રવ્યવહાર ચાલુ રાખીશું. એમણે જે ક્યું એ અમને ઘણું ગમ્યું છે. પત્ર લખો એવી આશા છે.
રેબેકા ન્હાવાકા વિષય : સેમિનાર અંગેનું મંતવ્ય :
(અ) આ સેમિનાર જ્ઞાનપ્રદ હતો, કારણ કે વપરાયેલી વસ્તુઓ સ્થાનિક મળી શકે એવી હતી અને એથી આ કામ સ્થાનિક સમાજને પસ્વડી શકે એવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org