________________
આરોગ્ય તમારા આંગણામાં | ૧૨૭
પાન કાપી નાંખ્યાં છે. એક જ ટીંડોળીનો રોપો અઠવાડિયે એક દિવસનું શાક આપે છે. પાને પાને ટીંડોળાં બેસે છે. વેલા ઉપર જાય તો નીચે ભીંડા, ગુવાર, ચોળી ઉગાડી શકાય.
આજે બજારમાં શાક મોંઘું છે અને દિવસે દિવસે મોંઘું થતું જાય છે. કારણ કે દૂરથી લાવવાનો ને વેચવાનો ખર્ચ વસ્તુને બે થી ત્રણ ગણી મોંઘી બનાવી દે છે. ગરીબ માણસ શાકભાજી ખાઈ શક્તો નથી તેથી માંદો પડે છે. દવા ને દાક્તર પણ મોંઘા થતા જાય છે. છેલ્લાં બે-ત્રણ વરસમાં દવાના ભાવ બેથી ત્રણ ગણા થઈ ગયા.
ઘરઆંગણે તાજું, જંતુનાશક દવાઓ છાંટ્યા વગરનું શાક અને વિટામિન આપતાં ફળ મળે તો દાક્તરને ઘેર દોડવું ન પડે. સ્વસ્થ માણસની કાર્યક્ષમતા વધશે. એટલું જ નહીં નવરાશના સમયમાં નાનાંમોટાં સહુ આ કામ કરે. તેમાંથી આનંદ લૂંટે.
| સર્જનનો અનેરો આનંદ હોય છે. બજારમાંથી આણેલી દૂધી કે ભીંડાં કરતાં આપણા જ શ્રમથી પેદા કરેલી તાજી દૂધીનું શાક ખાવાનો આનંદ અનેરો છે.
એક્વીસમી સદીનું સૂત્ર છે : સૌને માટે આરોગ્ય. શું આપણે તે દવાખાનાં, ડોક્ટરો અને દવાઓ વધારીને કરી શકીશું? ગરીબીમાં સબડતા સમાજ સુધી આ પહોંચવાનું નથી અને પહોંચે તોપણ તેનો આર્થિક ભાર તે વહી શકવાનો નથી. ઉપાય છે ઘર આંગણે શાકભાજી અને ફળ દ્વારા વિટામિન પેદા કરવું તે.”
( લિ. નવલભાઈ શાહના વં.મા. દરેક શાકના ચારથી પાંચ રોપા, ફળનો એક રોપ, અને ભાજી તો એકાદ ચોસલ્ટમાં ઉગાડીએ તો તે પૂરતું છે. તેથી વધુ મહેનત પણ ન રહે, વૈવિધ્ય મળે અને છોડ થોડા હોવાથી તેમની માવજત પણ રાખી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org