________________
૧૨૬ / ધન્ય આ ધરતી
ગ્રુપના મોટા ‘ફાર્મ’ના ટ્રસ્ટના પણ તે પ્રમુખ છે, અને એમના ગુંદીના આશ્રમમાં પણ વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે. મેં એમને વિનંતી કરી કે ગરીબ અને મધ્યમવર્ગના માણસો પણ તમારી જેમ થોડી જ જમીનમાં કેવી રીતે શાક-ફળ ઉગાડીને તંદુરસ્ત રહી શકે એની માહિતી આપો.
એમણે ઉદાર ભાવે સહર્ષ વિનંતિ સ્વીકારીને મને પત્ર લખ્યો.
‘પ્રિય નંદિનીબહેન,
જન્મભૂમિાં ગરીબીની સમસ્યાના ઉકેલ માટે સ્વાવલંબી ખાદી અંગેના તમારા લેખો વાંચું છું. એક નવી દષ્ટિ આપે છે. ત્રીજા વિશ્વની મૂળ સમસ્યા છે ગરીબી. એનો ઉપાય વિકસિત દેશોમાં વિક્સેલા અર્થતંત્રમાં નથી.
તમે મારે ત્યાં આવ્યાં. મારા મકાન પાસેથી થોડી જમીનમાં ઉગાડેલાં શાકભાજી જોઈ તમે પ્રસન્ન થયાં. જે માણસ ગરીબ છે તે પૂરતાં શાકભાજી લઈ શક્તો નથી, તેને કારણે તે માંદો પડે છે, રોગનો પ્રથમ ભોગ બને છે. કારણ કે તેનું શરીર પ્રતિકાર શક્તિ ગુમાવી બેઠું હોય છે. વળી તેને રહેવાની જગ્યા પણ એવી છે કે ત્યાં ગંદકી, માખ અને મચ્છર વધારે થાય છે.
ગરીબમાં ગરીબ માણસ (ગામડાં)ના ઘર આગળ થોડી જમીન હોય છે. આપણા દેશમાં દુનિયાની ૧૬ ટકા જેટલી વસતિ છે જ્યારે ફ્ક્ત અઢી ટકા જેટલી જ ખેતીલાયક જમીન છે. તે વરસોથી ખેડાય છે. હાલ આપણા દેશની વસતિ ૯૨ કરોડ છે. એક્વીસમી સદીમાં પ્રવેશતાં તે એક અબજ ઉપર થઈ જશે.
એટલે જ ઝૂંપડાંની આસપાસ જે કાંઈ શાકભાજી ઉત્પન્ન થઈ શકે તે કરવામાં આવે તો જ ગરીબ ઘરમાં જન્મેલા બાળકનું આરોગ્ય ટકી શકે. દૂધી, કારેલી, ગલકાં, પાપડી, ચોળી જેવાં વેલાવાળાં શાને ઝૂંપડા પર કે માંડવા પર ચઢાવી નીચેની જમીનમાં પાલક, તાંદળજો, મેથી અને ખાસ તો પત્તરવેલિયાં ઉગાડી શકીએ.
ઘરને આંગણે કે પાછળ જ્યાં જગ્યા હોય ત્યાં સુધારેલાં આંબળાં, સરગવો કે સીતાળનાં એક-બે વૃક્ષ ઉગાડી શકાય. સરગવાનાં પાન તેમ જ સીંગ વિટામિન સીથી ભરપૂર છે અને આંબળાં તો આરોગ્ય માટે ઉત્તમ છે.
જ
જમીન ઓછી છે? તેનો ઉકેલ છે સઘન ખેતી. ૧૫ થી ૨૦ ફૂટ ઉપરની ઊંચાઈએ આંબળા-સરગવો, ૬ થી ૮ ફૂટની ઊંચાઈએ ઋતુ પ્રમાણેના વેલાઓ, એમની વચ્ચે શાક અને સૌથી નીચે વેલાથી એકાદ ફૂટને અંતરે ઋતુ પ્રમાણેની ભાજી અને એથી પણ વધારે સધન ખેતી કરતી હોય તો જમીનમાં થતાં કંદ.
છોડને પ્રકાશ જોઈએ. તો આ રીતે જમીનથી ૨૫-૩૦ ફૂટ ઊંચાઈ સુધીનાં હવા-પ્રકાશનો ઉપયોગ ઉત્પાદન માટે કરી શકીએ.
તમે મારે ત્યાં આવ્યાં. વાવેલી ટીંડોળીના રોપાને મેં મારા મકાનના બીજા ને ત્રીજા માળે ચઢાવ્યા છે. પહેલા માળ સુધી તો ટીંડોળીનું થડ જ છે. બધાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org