________________
૪
આરોગ્ય તમારા આંગણામાં
અમૃતભાઈએ ચિંતાજનક વાત કરી. અત્યાર સુધી એમ કહેવાતું કે તમારી તંદુરસ્તી વધારવા શાકભાજી અને ફળ ખાઓ. જુદાંજુદાં શાકભાજી અને ફળમાં તમારા શરીરને પોષણ આપનારાં ક્યાં ક્યાં વિટામિનો અને બીજાં દ્રવ્યો છે એ જાણીને સમતોલ આહાર લો. પરંતુ હવે તો શાકભાજી અને ફળ લેવાથી આપણી તંદુરસ્તી સુધરવાને બદલે બગડવાનો ભય ઊભો થાય છે. કારણ કે એમને ઉગાડવા માટે, સાચવવા માટે, દૂરની જગાએ વેચવા મોક્લવા માટે અને એમનો રંગ તાજો અને ચળતો રાખવા માટે એટલાં બધાં કૃત્રિમ રસાયણો વપરાય છે કે એ રસાયણોને કારણે આપણા શરીરને નુક્સાન થવાનો ઘણો ભય રહે છે.
અને બીજી બાજુ, બજારમાં શાક્ભાજી અને ફળની કિંમતો કેટલી વધતી જાય છે! ગરીબ લોકોને તો તે પોસાય પણ નહીં. મધ્યમવર્ગ માટે પણ મોંધાં છે.
૧૨૫
શાક-ળ સર્જેલી છતાં સરસ રીતે કેવી રીતે ઉગાડી શકાય એ વિશે હું તપાસ કરી રહી હતી ત્યાં વાંસદાથી આવેલા ડૉ. વૈદ્યે કહ્યું કે નવલભાઈ શાહે અહીં અમદાવાદમાં જ એમના આંગણામાં સરસ શાકભાજી ઉગાડ્યાં છે.
નવલભાઈ તો આપણા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને ભૂતપૂર્વ પ્રધાન. એમને પૂછ્યું તો એમણે તરત જોવા-આવવા-વાત કરવા માટે સમય
આપ્યો.
Jain Education International
એમને ઘેર દાખલ થતાં જ મકાન અને રસ્તા વચ્ચેની દસ ચોરસફૂટની જગામાં એમણે બહારની બાજુએ પપૈયું, સીતાળ, સરગવો અને લીમડાનાં ઝાડ, આગળની બાજુએ કારેલાં અને ટીંડોળાંના વેલા,એમની નીચે ભીંડા, ગુવાર, ચોળી વગેરેના છોડ, છેક નીચે પત્તરવેલિયાનાં પાન, ભાજી, તુલસી, દરેક છોડની બાજુમાં એને નાઈટ્રોજન આપવા સુબાવુલ ઉગાડ્યાં છે. પાછળના ખૂણામાં અળસિયાં બનાવવાની ડોલ, આગળની હારમાં ઋતુનાં રંગીન ફૂલ અને દરવાજામાં પ્રવેશતાં ખૂશ્બોભર્યાં સ્વાગત માટે જૂઈની વેલ. કારેલીનાં પીળાં ફૂલ અને ટીંડોળીનાં સફેદ ફૂલને એ સોનું અને રૂપું હે છે.
દરેક છોડનું પાંદડે પાંદડું તાજું અને તંદુરસ્ત.
એમણે બતાવ્યું કે કોઈ માળી, ખર્ચ કે ખાસ મહેનત કે વધુ પાણી વગર કોઈ પણ વ્યક્તિ આ કરી શકે.
નવલભાઈની વૈજ્ઞાનિક ખેતી વિશે એટલી બધી જાણકારી છે કે તાતા
For Personal & Private Use Only
www.jainelibrary.org