________________
આપણાં કપડાં અને પર્યાવરણ | ૧૧૭
કાપડની મિલોનાં મશીનો માટે લાંબા તાંતણાનો કપાસ જરૂરી હોઈ અને તેને ઉગાડવા અત્યંત ફળદ્રુપ જમીન જરૂરી હોઈ સુતરાઉ કાપડ બનાવવા અત્યારે મોટા પાયા પર ફળદ્રુપ જમીનનો વ્યય થઈ રહ્યો છે. આ પાક દુનિયામાં ખાસ કરીને એશિયાના દેશોમાં ૩ કરોડ હેક્ટર ફળદ્રુપ જમીન પર ઉગાડવામાં આવે છે, પણ આ પાક જમીનને ચૂસી લે છે, તેન રસકસ ખલાસ કરી નાંખે છે. વળી એને ઉગાડવા મોટા પાયા પર નહેરો અને પાણીની વ્યવસ્થા જરૂરી બને છે. રશિયામાં આ પાસના ઉત્પાદનને #રણે એરલ સમુદ્ર સુકાઈ ગયો હતો!
ઉપરાંત કાપડની મિલો માટે કપાસ એશિયાના દેશોમાં પૈસા કમાવાના રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવતો હોઈ ગામડાંના લાખો લોકોને પોતાની ફળદ્રુપ જમીન ખાલી કરવી પડે છે અને સ્થળાંતર પણ કરવું પડે છે. લાંબા તાંતણાનો પાસ ઉગાડવા માટે રાસાયણિક ખાતરો અને પરિણામે જંતુનાશક દવાઓ પણ પુષ્કળ પ્રમાણમાં જરૂરી બને છે. લંડનના ઉપરોક્ત અભ્યાસના અંદાજ પ્રમાણે દુનિયામાં જંતુળોના કુલ વપરાશના પચીસેક ટકા જેટલા ગંજાવર પ્રમાણમાં જંતુબો કપાસના પાક પર છાંટવામાં આવે છે. એશિયાના દેશોની ઘણી સરકારો આ જંતુબો માટે સબસિડી-રાહતદર આપે છે. આ રાહતની ઘણીવાર પરદેશી મદદ દ્વારા જોગવાઈ થતી હોય છે! બીજી બાજુ જમીનના એકર દીઠ ઉત્પાદન વધવાથી ખેડૂતો પણ આનો વિરોધ કરતા નથી. લંડનની સંસ્થાનો અભ્યાસ જણાવે છે કે આ જંતુળોમાં એવાં રસાયણો હોય છે જેમાંનાં અડધાં ઉપર તો ઔદ્યોગિક દેશોમાં મનાઈ ફરમાવાયેલી છે. આ રસાયણો સામે જંતુઓ રીઢા થઈ જતાં હોવાથી ખેડૂતો તે વધારે ને વધારે છાંટે છે. ક્યારેક વર્ષમાં ૩૦થી ૪૫ વખત. ગામડાંની હવા તેમ જ તળાવ-કૂવાનાં પાણી આનાથી ખૂબ પ્રદૂષિત થાય છે. આ જંતુઘ્નોનાં પેકેટો પરની ભાષા ગામડાના લોકો સમજી ન શકે એવી હોય છે. કાપડને ભારત તથા પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ લઈ જવાય છે ત્યારે સુદ્ધાં, વહાણોમાં તે બગડે નહીં તે માટે પેન્ટકલોરોફીનોલ નામનું મનાઈ ફરમાવાયેલું રસાયણ તેના પર છંટાય છે. જો કે આ કાપડ રંગતાં પહેલાં તેને ધોવામાં આવે છે. પરંતુ આ ખતરનાક રિસાયણ ઈંગ્લેન્ડની નદીઓને તો પ્રદૂષિત કરે જ છે. આ કારણે યુરોપના લોકો
એમ કહે છે કે એશિયાના કાપડ મોલનારાઓને વધારે પૈસા આપીને અહીં આવતા કાપડનું બરાબર પેકિંગ કરાવો પણ આ રસાયણ ન નાખો અને એ વધારોનો
ખર્ચ અમે ખરીદનારાઓ વેઠીશું. જો યુરોપના લોકો એક રસાયણ માટે આટલો - ઊહાપોહ કરે છે તો આપણા અને આપણા જેવા બીજા દેશોમાં કપાસ ઉગાડવા માટે દુનિયાના કુલ જંતુઘ્નોનાં ૨૫ ટકા જેટલાં બધાં વપરાય છે તેનું શું?
ખાદી : જો કે અત્યારે ખાદીકમિશન દ્વારા અંબરચરખો વપરાય છે જેમાં લાંબા તાંતણાનો કપાસ વપરાય છે એથી એ ખાદી'માં પણ ઉપરના દોષો છે. . પરંતુ સાદા રેંટિયા વડે ટૂંકા તાંતણાના ક્લાસમાંથી સૂતર બનાવી શકાય અને
એને ઉગાડવા માટે ફળદ્રુપ જમીન કે સિંચાઈ કે રાસાયણિક ખાતરો કે જંતુધ્ધો કશું જ જરૂરી નથી. એ ખરાબાની જમીનમાં ઊગી શકે છે. આ ખાદી એ કોઈ પણ પ્રદૂષણો વગરનું અને પર્યાવરણને સંપૂર્ણપણે સુરક્ષિત રાખતું એકમાત્ર વસ્ત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org