________________
૧૦૬.
૩૯
હોળીના રંગ
આ રવિવારે ન-પાર્ક જવું છે?” રીનીએ પૂછ્યું. “પ્રવેશ ફી રૂ।.૧૦૦ છે પણ ખૂબ લહેર પડશે. ઊંચી લપસણીથી સડસડાટ લપસીને પાણીમાં પડવાનું. પાણીમાં જાતજાતની રમતો. દૂર સુધી પથરાયેલી હરિયાળી લૉન. નાસ્તા પણ ત્યાં ચટપટા મળે છે. પિન્કી, પ્રેમલ, નૈમિષ અને નેહા પણ આવવાનાં છે.’’ ‘‘ઓ...” રોનીએ જવાબ આપ્યો, બહુ ઉત્સાહ વગર. રીની : કેમ આમ મોળું બોલે છે?
-
રોની : હમણાં મારા હાથમાં એક અમેરિકન પુસ્તક આવ્યું ફાઈનલ એક્ઝિટ. આપધાત કઈ રીતે કરવો – એ વિશેનું છે. એણે મને આશ્ચર્યમાં નાખી દીધો છે. અમેરિકામાં તો ન-પાર્ક કરતાં પણ કેટલા સુંદર પાર્ક છે? જાતજાતના આનંદપ્રમોદનાં કેટલાં બધાં સ્થળ છે? મોજમજાની કેટલી બધી સામગ્રી છે? અને તેમ છતાં પણ આપધાત વિશેનું પુસ્તક કેમ આટલું બધું વેચાતું હશે ?
રીની : હા, રોની, મેં પણ હમણાં છાપામાં વાંચ્યું કે જાપાનમાં પણ એક ૩૬ વર્ષના છોકરાએ આપધાત કરવા માટેના માર્ગદર્શન અંગે પુસ્તક લખ્યું છે. આપધાત કરવાની જુદીજુદી રીતો એમાં વિગતવાર સમજાવી છે. એ પુસ્તક પણ એટલું બધું વેચાઈ રહ્યું છે કે લેખક છોકરો અબજોપતિ બની ગયો છે અને એ ડૉ. ડેથ નામે ઓળખાય છે. જાપાનીઓ તો કેટલા બધા ધનિક છે અને કેટકેટલા વૈભવો એમની પાસે છે? તો આપઘાતની વાતમાં કેમ રસ પડતો હશે ? વાંક એમાં એમનો નથી, પ્રો. રાજેશે ચર્ચામાં ઝંપલાવ્યું, વાંક અત્યારની અર્થરચનાનો છે.
રીની : મને પણ એમ લાગ્યા કરે છે. અમે જાણે અત્યારના તંત્રના શિકાર છીએ. એની જાળમાં ફસાયેલા છીએ. બહારથી તો નવી નવી ફેશનનાં કપડાં પહેરીએ છીએ પણ અંદરથી જાણે મુરઝાઈ રહ્યા છીએ.
રોની : પણ અર્થરચનાની આ એવી તે કઈ જાળ છે?
Jain Education International
પ્રો. રાજેશ : એ જાળ એ છે કે અત્યારની સમાજરચના સ્વાર્થના પાયા ઉપર રચાયેલી છે. તે દરેક જણને પોતાનો સ્વાર્થ જ તાકવા પ્રેરે છે, દરેકને પોતાનો વિચાર કરવો પડે છે. અને સ્વાર્થનું માધ્યમ છે પૈસો. દુકાનદારને વધુમાં વધુ પૈસે પોતાની ચીજ વેચવી છે, પણ બીજી બાજુ ઘરાકને ઓછામાં ઓછા પૈસે ચીજ ખરીવી છે. દુકાનદારને ઉત્પાદક પાસેથી વધુમાં વધુ કમિશન જોઈએ છે, પણ
For Personal & Private Use Only
www.jainelibrary.org