________________
વિકાસની નવી દિશા વિશે સજાગ બનીએ | ૧૦૫
એક ટેકેદાર કહે છે કે કોઈ કોઈ જગાએ કોઈ દિવસે તો એ સ્પષ્ટ કરવું પડશે કે કયા ફેરફારો જરૂરી છે. બીજા કહે છે કે આવાં સંમેલનોને કારણે મને માનસિક ટેકો મળે છે કે આવા વિચારો હં જ નહીં, બીજા પણ કરે છે. ત્રીજા કહે છે કે જો આપણે ક્યારેય કશીય સફળતા મેળવીશું તો એ વધારે હોંશિયારીથી વાત કરીને નહીં પણ વધારે સરળતાથી વાત કરીને.
હવે પછીના ધંધાઓ એવા હશે જેમાં નફાની પહેલાં લોકોને અને કુદરતને અગ્રિમતા હશે. લોકોને તેમના કાબૂની બહારના વૈશ્વિક તંત્રના ગુલામ બનાવવાને બદલે આવા ધંધાઓ માનવતાના હિતમાં અર્થતંત્રને યોજવાનું ધ્યેય રાખશે.
અત્યારનો હેવાતો આર્થિક વિકાસ મોટે ભાગે તો ઊલટી જ અસર કરે છે. એ લોકોની તેમના પોતાના જીવન પર કાબૂ રાખવાની અને પોતાના જીવનની યોજના કરવાની શક્તિ હણી લે છે. પ્રચંડ આંતરરાષ્ટ્રીય વેપાર અને બહુરાષ્ટ્રીય કંપનીઓને કારણે હવે તો રાષ્ટ્રો સુદ્ધાં પોતાની યોજના નથી કરી શક્તાં.
આ “વિકાસ” લોકોને પરાવલંબી બનાવે છે. એટલું જ નહીં, એ પૃથ્વીને પણ નુક્સાન પહોંચાડે છે. એ આપણી કુદરતી સંપત્તિ એટલી ઝડપથી વાપરી-વેડફી નાખે છે કે એટલી ઝડપથી પૃથ્વી એ દ્રવ્યો ફરી પેદા નથી કરી શક્તી.
હવે ઈંગ્લેન્ડમાં વધુ સમાજે પોતાનું સ્થાનિક અર્થતંત્ર સ્થાપી રહ્યા છે અને એ દ્વારા એમની જીવનની ગુણવત્તા વધે છે તેમ જ તેઓ વિચારોને માત્ર નિષ્યિપણે સાંભળવાને બદલે તેમને અમલમાં પણ મૂકે છે.
ઈંગ્લેન્ડ કે જ્યાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયેલો અને એ કારણે જેણે પોતાનું મોટા પાયા પર ઉત્પન થતું કાપડ યેન કેન પ્રકારેણ આપણે ત્યાં દોડી : બેસાડેલું, એટલે સુધી કે આપણા વણકરોને દૂર અત્યાચારો કરી નાબૂદ કરેલા
અને એ રીતે આપણાં ગામડાંમાં ધમધમતો કાપડનો ધંધો અને પરિણામે બીજા - ધંધા ખેરવી નાંખેલા અને આપણાં સમૃદ્ધ ગામડાને પાયમાલ કરી નાખેલાં, તે
ઈંગ્લેન્ડમાં હવે જુદી જ દિશાની વિચારસરણી જોર પડ઼તી જાય છે. આ નવી વિચારસરણી આપણી જે અર્થરચનાને એમણે બસો વર્ષ પહેલાં તોડી તેને જ હવે પાછી લાવવા અંગેની છે.
ગયા જૂન મહિનામાં ઓર્ડ યુનિવર્સિટીમાં “આધુનિક પછીનું ભવિષ્ય” પર બે સેમિનારો યોજાયા હતા. એક “ટકાવી શકાય એવું ભવિષ્ય” પર અને - બીજો “નવો વૈશ્વિક લોકસમાજ” પર. આધુનિક યુગ જે ૧૮મી સદીમાં શરૂ થયો અને ઔદ્યોગિક, અમેરિકન તથા ફેંચ ક્રાંતિઓમાં ખીલ્યો એનો હવે અંત
આવી રહ્યો છે. જીવન અને ચિંતન વિશેના, સંપત્તિ અને કામ વિશેના, વિકાસ ' અને પ્રગતિ વિશેના, જ્ઞાન અને સત્તા વિશેના, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિશેના ચાલુ આધુનિક રસ્તાઓ હવે વધુ વખત ટકાવી શકાય એવા નથી.
આધુનિક-પારના, યુરોપિયન-પારના ભવિષ્યની રૂપરેખા ઊભી થઈ રહી છે. એ સભાનતા વધી રહી છે કે આપણે લોકોએ હવે એને આકાર આપવા શક્તિ અને જવાબદારી કેળવવી પડશે. ' વિકાસની નવી દિશા શોધવાની જરૂર ઔદ્યોગિક દેશોમાં પણ જણાઈ રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org