________________
મહેનત કરના સીખો ઓ પઢને-લિખને વાલોં | ૧૧૩
જીવનમાં એક બાજુ દંભ અને આડંબર તથા બીજી બાજુ કંટાળો અને ખાલીપો આવે છે. બધું નિરર્થક લાગે છે.
જેઓ ઊંચા પદ ઉપર છે અને ઘણું કમાય છે કે સત્તા ચલાવે છે તેઓ પણ કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે માત્ર મિટિંગો ભરે છે કે ટેલિફોનો કરે છે અને જે પગલાં ભરે છે તે પણ પૈસા ખર્ચવા અંગેના કે આદેશો આપવા અંગે હોય છે. આ આખી રીત પછી નીચે બધા સ્તરોમાં પ્રસરે છે. આખા તંત્રમાં નક્કર કામ થતું નથી અને અંદરથી બધું ખોખલું થતું જાય છે. - બીજી બાજુ જેમની પાસે પૈસા છે તેમને શરીર જ સાથ ન આપે તો એનો અર્થ શો ? અને મહેનત કર્યા વગર તો શરીર કટાઈ જાય. એટલે શરીર સારું રાખવા માટે પણ મોંઘાં યંત્રો વસાવે છે જેમાં, દાખલા તરીકે, જોઈ શકાય કે એક જ જગાએ સાઈકલ ચલાવવા છતાં કેટલા કિલોમીટર કેટલા વખતમાં કાપ્યા!
સુચંદ્રા કહે આના કરતાં તો એ રમૂજ સારી હતી કે એક ગામડાનો માણસ એક્વાર શહેરમાં આવ્યો ત્યારે નૃત્યનો કાર્યકમ જોવા ગયો હતો અને છેવટે એણે કહ્યું કે આણે દોઢ કલાક સુધી અહીં ને અહીં ઠેક્કા માર્યા એના કરતાં આટલા વખતમાં ત્રણ ક્લિોમીટર પહોંચી ગયો હોત!
રમ્યા હે પણ શહેરની હકીક્તો તો રમૂજ કરતાં પણ ખરાબ હોય છે. હમણાં એક દુકાનમાં બહેનો માટેની નખને રંગવાની શીશીની જાહેરખબરમાં મેં વાંચ્યું કે 'હળવા ઘરકામ માટે હાથને મુક્ત રાખે છે. શું આપણે નખ રંગવાના એટલા ગુલામ થઈ ગયા છીએ કે ઘરકામ એ કંપની કરવા દે એટલું કરવાનું!
ન જવા દે ને વાત! સુચંદ્રાએ આગળ વાત કરી. નખ રંગવા એ તો સામાન્ય વાત થઈ. હવે પૈસાદારોને ત્યાં દીકરીની ઢીંગલી માટે કેશ-સજાવટની વીગ અને દીકરાના કૂતરાના વાળ ધોવા માટે સુગંધી શેમ્પ માં સારાં મળે છે એની ચિંતા થાય છે.
રમ્યા મૂળ વાત પર આવી. પણ ક્યારેક તો માણસે જીવનની વાસ્તવિકતાનો સામનો કરવો જ પડે છે. આજનો જમાનો અનેક અનિશ્ચિતતાઓનો છે. મહેનત વગરના પૈસા જેટલા જલદી આવે છે એટલા જ જલદી જાય છે. અને પૈસા હોય તોય આજે મજૂરો મેળવવાનું વધુ ને વધુ મુશ્કેલ થતું જાય છે. ' આ વ્યાપક બેકારી છતાં મજૂરો મેળવવાનું મુશ્કેલ એ વિરોધાભાસનું કારણ જ એ છે કે પૈસાનું મૂલ્ય ઘટતું જાય છે. - પૈસાનું મૂલ્ય કેટલું બધું ઘટતું જાય છે! ઘીનો ભાવ કિલોના રૂા.૯૦થી વધીને સીધો રૂ.૧૮૦૪ થી તો બજારમાંથી અદશ્ય જ થઈ ગયું છે. . અને કૉફી ! જે ગઈકાલ સુધી રૂા.૨૨માં મળતી હતી તેના આજે રૂા.૪૨ છે!
ઘી-કૉફી જેવી વસ્તુઓ જ પરવડે નહીં તો અતિથિસત્કાર પર શી અસર થાય? ભારતીય સંસ્કૃતિ તો આતિથ્વભાવના પર ઘડાયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org