________________
૧૧૪ | ધન્ય આ ધરતી
વસ્તુઓ ઉપરાંત મજૂરો પણ મેળવવા મુશ્કેલ થશે ત્યારે પૈસા હશે તો પણ કામમાં નહીં આવે.
હવેના જમાનામાં તો આપણે આપણાં ઘણાં કામો જાતે જ નિપટાવતાં શીખવું પડશે. અમેરિકા જેવા દેશોમાં પણ લોકોને ઘરકામ હાથે કરવું પડે છે. બરફ પડે તો તે પણ ઘરના રસ્તા પરથી જાતે ઉલેચવો પડે છે.
અમેરિકાની વાત નીકળતાં રમ્યાએ બીજી વાત કરી. એ હમણાં જ ત્યાં ભણવા ગઈ હતી પણ ત્યાંની શિક્ષણ પદ્ધતિ ન ગમતાં તે છોડીને પાછી આવી હતી. એ કહે કે ત્યાંની એક જાણીતી યુનિવર્સિટીમાં ગયે વર્ષે બાર જણને પીએચ.ડી.ની પદવી મળી એમાંથી માત્ર બે જ જણને નોકરી મળી છે. ઔદ્યોગિક દેશોમાં આટલી બધી બેકારી વધી રહી છે તો બીજા દેશોમાં તો શું આશા રહે ? ' '
દુનિયાના બધા દેશોમાં આજે યુનિવર્સિટીના શિક્ષણ પછી છે બેકારી. પછી એ શિક્ષણમાં કોને કેટલો રસ રહે
અને ભણેલાઓને જ જો નોકરીઓ ન મળતી હોય તો મહેનત કરીને રોટલો રળનારા અભણોને અત્યારનું શિક્ષણ મેળવવાનું શું પ્રોત્સાહન રહે ?
એટલે પ્રસ્તુત સંદેશો તો એ છે કે “મહેનત કરના સીખો ઓ પઢને લિખને
વાલોં.”
આપણા હાથમાં કુદરતે એટલી બધી શક્તિ મૂકી છે કે આજે પૈસા પાછળ દોડવામાં જિંદગી વેડફવાથી આપણે એ શક્તિનો અંદાજ પણ ભૂલી ગયા છીએ, એનો લાભ ગુમાવી બેઠી છીએ.
ગાંધીજીએ સુંદર કહ્યું હતું કે જો હું કવિ હોઉં તો હાથની પાંચ આંગળીઓ વિશે મહાકાવ્ય લખું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org