________________
૫૧
ભવિષ્યના અભ્યાસનું ભવિષ્ય
પહેલાં ક્યારેય નહોતી એટલી આજે ભવિષ્ય અંગેના અભ્યાસની જરૂર છે, કારણ કે દુનિયાના દેશો જીવલેણ અને વધુ ને વધુ જટિલ બનતી જતી સમસ્યાઓમાં ઘેરાયેલા છે. મોંઘવારી, બેકારી, પર્યાવરણની અસમતુલાઓ, સામાજિક સેવાઓની અધોગતિ, ગુનાખોરી અને હિંસા બેલગામ વધી રહ્યાં છે અને સત્તાવાળાઓ એમને દૂર કરવાનું તો બાજુએ, રોકી શક્તા નથી.
વર્તમાન સમસ્યાઓ એટલી બધી મોટી છે અને અત્યારનું તંત્ર એમને હલ કરવા એટલું બધું અશક્ત છે કે આપણી સામાજિક-આર્થિક પુનર્રચના અને વિકાસ માટે વૈકલ્પિક વિચારસરણી શોધવાનું અનિવાર્ય બન્યું છે, જેને માટે ભવિષ્ય અંગેના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાનું જરૂરી છે. વર્તમાન તંત્રની નિષ્ફળતા બતાવે છે કે અત્યારના ઉક્લો કામના નથી અને વિચાર તથા કામની નવી દિશાઓની જરૂર છે. નવા વિક્લ્પો શોધવા જરૂર છે આપણા સમાજના ભવિષ્ય અંગેની દષ્ટિની, ક્ષિતિજ પર ઊગી રહેલાં પરિબળો અંગેની સૂઝની અને એમને ઉછેરવા માટેની સર્જનશીલતાની.
૧૩૭
જ
વિશ્વસમાજને જોઈએ છે નવું દર્શન કે જેના વડે સમૃદ્ધિમાં તેમ જ શાંતિમાં રહેવા માટે નવું સામાજિક-આર્થિક માળખું રચી શકાય.
તેથી ભવિષ્ય અંગેના અભ્યાસમાં સમાવેશ થશે દાર્શનિક તેમ જ રચનાત્મક કામો, નવા ઉક્લો તેમ જ નક્કર વ્યૂહો, સમગ્ર માળખાનો ખ્યાલ તેમ જ તેના જુદા જુદા ભાગોની માવજત, સંકલિત વિચારસરણી તેમ જ ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે શરૂ કરવાનાં પગલાં.
આ સંદર્ભે એ મુદ્દા પર ભાર મૂક્યો ઉપયોગી થશે કે આમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની હળવી-ટેક્નોલોજી વાપરતી, એટલે કે સાદાં સાધનોથી ઉત્પાદન કરતી, પ્રજાઓ શો ભાગ ભજવી શકે અને ભવિષ્યના અભ્યાસમાં તેઓ શો ફાળો આપી શકે?
એ તો હવે વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે કે વિશ્વસમાજનું ભવિષ્ય ન્યૂયોર્ક કે નૈરોબી, ટૉક્યિો કે રીઓ ડી જેનેરો જેવાં મહાનગરોમાં નથી, પરંતુ લાખો ગ્રામ પ્રજાસત્તાકોમાં છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના હળવી-ટેક્નોલોજી વાપરતા દેશો કે જ્યાં ગામડાં હજુ જીવે છે, જ્યાં ગ્રામ-સંસ્કૃતિ હજુ પુનર્જીવિત કરી શકાય એમ છે, તે બતાવી શકે કે ગામડાં-આધારિત અર્થતંત્ર વડે સમૃદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org