________________
૮૯
૩૩
કયું ઉત્પાદન સારું ઃ દેશી, પરદેશી કે આપણા ગામનું?
પુરષોત્તમભાઈ ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ત્યાંના એક સામયિકના તંત્રી છે. અમદાવાદ આવ્યા ત્યારે મને પહેલી વાર મળતા હતા છતાં એમનો ઉગ અને અજંપો બહાર આવી ગયો : આજે સવારે મેં જોયું કે હું
જ્યાં ચા પીઉં છું તે દુકાન અને એની બાજુમાંની ધોબીની દુકાન, દરજીની દુકાન, પાનની દુકાન વગેરેને કાઢી નાખવામાં આવી હતી, કારણ કે આવતી કાલે ત્યાં નજદીકમાં નાણાપ્રધાનનું ભાષણ છે!
અને બીજી બાજુ પરદેશની કંપનીઓને એમનો માલ અહીં ઠાલવવા અને ઠોક્વા માટે બધા રસ્તા ખોલી આપવાના છે. કૌશિકે પણ પોતાનો રોષ ઠાલવ્યો. જુઓને આ ગેટ કરાર.
એક મુદ્દો એ જોવાનો છે કે ગેટ – જનરલ એગ્રીમેન્ટ ઑન ટ્રેડ એન્ડ ટેરીફ – એ તો થોડાક ધનિક ઔદ્યોગિક દેશોએ આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો, આયાત-નિકાસ પરના અંકુશો અને જકાતોના દર વગેરે નક્કી કરવા માટેની ઊભી કરેલી સંસ્થા છે પણ આંતરરાષ્ટ્રીય વેપારના આ જ બધા નિયમો નકકી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની પણ સંસ્થા છે, અટાડ – યુનાઈટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ. પણ અક્ઝાડ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા હોઈ એમાં દુનિયાના બધા દેશોને મતાધિકાર છે, એમાં બધા ૧૮૦ દેશો પોતાનો અવાજ ઉંઠાવી શકે છે એટલે ધનિક દેશો સંખ્યામાં થોડા હોવાથી તેઓ પોતાનું ધાર્યું અટાડમાં સહેલાઈથી ન કરી શકે. એથી એમણે અટાડ હોવા છતાં પોતાન
એ આંતરરાષ્ટ્રીય વેપારનાં ધારાધોરણો ઘડવા, જકાત-પરવાનાની નીતિઓ નક્કી કરવા બીજી સંસ્થા ગેટ શરૂ કરી. ગેટ સંયુક્ત રાષ્ટ્રસંઘની બહાર હોવાને કારણે એમાં બધા દેશોને મતાધિકાર ન હોય, એના અધિકારીઓના પગાર અને સંસ્થાના ખર્ચા ધનિક દેશો તરફથી પૂરા પડાય એટલે એમાં ધનિક દેશોનું વર્ચસ્વ ચાલે એ દેખીતું છે. હવે ધનિક દેશો માટે દુનિયામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકવાનું અને આગળ વધવાનું મુશ્કેલ બન્યું છે અને એમને ત્યાં બેકારી વધવા માંડી છે. એટલે તેઓ અટાડને બાજુએ રાખીને ગેટ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો નક્કી થાય એનો આગ્રહ હવે વધુ રાખે છે અને આપણી પાસે તથા આપણા જેવા બીજા દેશો પાસે એ સ્વીકારાવે છે. ધનિક દેશોએ છેલ્લાં બસો વર્ષથી યંત્રો વડે મોટા પાયા પર ઉત્પાદન કરીને અને આંતરરાષ્ટ્રીય વેપાર વડે એને પરદેશોમાં વેચીને દુનિયામાં પોતાની સમૃદ્ધિ, પોતાની સત્તા, પોતાનું સાર્વભૌમત્વ સર્યું છે. તેને ટકાવી રાખવા આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે પોતાની રએ નિયમો ઘડાય અને પરદેશનાં બજારો પોતાને મળતાં રહે એ જરૂરી છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org