________________
૮૮ | ધન્ય આ ધરતી
સંસ્કૃતિ તેનાં ગામડાંની સ્થિતિ પર અને તેમના સંપૂર્ણ વિકાસ પર અવલંબે છે. એમ માનીને નીચેનો પાઠ્યક્મ નક્કી કરવામાં આવ્યો છે.
અધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓને સાથે લઈને કોઈ ગામમાં જવું જોઈએ અને ત્યાં જઈ તે વિદ્યાર્થીઓ પાસે ગામડાને લગતી હકીક્તો એકઠી કરાવવી જોઈએ અને એ રીતે તેમને અર્થશાસ્ત્રનો પદાર્થપાઠ આપવો જોઈએ...
આવાં પૂરેપૂરાં નિરીક્ષણ-પરીક્ષણ પછી વિદ્યાર્થી પોતે પોતાના વિચાર સ્થિર કરે અને ગામડાની સ્થિતિ સુધારવા ક્યા ક્યા ઉપાયો લેવા જોઈએ એ બતાવે.”
અત્યારનું અર્થશાસ્ત્ર આનાથી તદ્દન ઊલટું જ છે. વિદ્યાર્થીઓને ગામડાંના નિરીક્ષણ-પરીક્ષણ કરીને લોકોની જરૂરતો શી છે અને તે કેવી રીતે પૂરી પડે તથા ગામડાની સંપત્તિમાંથી તેને સમૃદ્ધ કેવી રીતે કરાય તે તપાસવાનું તો બાજુએ, ગામડાનો વિચાર સુદ્ધાં કરવાનો નથી હોતો. ખુદ નાણાપ્રધાનની જ વિચારસરણી એ જાતની નથી. એટલે એમની પાસે દેશના યુવાનોને, દેશની નવી પેઢીને કહેવા માટે કોઈ સંદેશો પણ નથી.
ઊલટાનું નવી પેઢીને તો તેઓ બેકારીમાં અને મોંઘવારીમાં તથા તેમાંથી પરિણમતી ગુનાખોરીમાં ધકેલી રહ્યા છે. એવા દિવસો આવ્યા છે કે ઘરમાં બાપની આવક ચાલુ છે પણ જુવાનજોધ દીકરો બેકાર છે, એને કોઈ આવક નથી. બેકારીને કારણે ઘણા જુવાનો માટે પરણવાનું સુદ્ધાં મુશ્કેલ બની ગયું છે, જીવન જ અર્થહીન બની ગયું છે.
નવી પેઢીની બેકારી દૂર કરવાનો ઈલાજ છે નાણાપ્રધાનની ખુદની બેકારી. બેમાંથી શું પસંદ કરવા જેવું છે એટલે નવી પેઢીએ જાતે જ આ ઈલાજ કરવો પડશે.
યુવાનોએ તેથી પોતે જ નેતાગરી લઈને ગ્રામનિર્માણ કરવું પડશે, દેશનાં લાખો ગામડાંને તેમની પોતાની કુદરતી સંપત્તિ અને માનવશક્તિથી તેઓ સમૃદ્ધ કરી શકશે અને એ દ્વારા તેઓ નાણાપ્રધાન જે નથી કરી શક્તા તે કરી શકશે – દેશને બચાવીને, ઊભો કરીને, સશક્ત અને સમૃદ્ધ કરી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org