________________
૧૩૯
ગઈકાલ કે આજના નહી આવતી કાલના ગામડાનું ચિત્ર
હમણાં એક સફળ ઉદ્યોગપતિને મળવાનું થયું. એમની ઑફિસ સંગેમરમરના થાંભલા અને ક્ષાત્મક બારીઓથી સજ્જ હતી. ઓળખાણ કરતાં એમણે પૂછ્યું: તમે શું કરો છો? મેં કહ્યું કે શહેરોમાં જે ઊંચું જીવનધોરણ છે એનાથી પણ વધારે ઊંચું જીવનધોરણ ગામડામાં મળે એ માટે પ્રયત્ન કરું છું. એમને રસ પડ્યો અને એ સંમત થયા કે શહેરોનું ઊંચું જીવનધોરણ તો હવે કેટલા વખત સુધી ટકાવી શકો એ કહેવું મુશ્કેલ છે તો જો ગામડામાં ઊંચું જીવનધોરણ ઊભું કરી શકાય તો એ પ્રયત્ન કરવો જોઈએ. એ વાત પાછળ ફરવાની નહીં આગળ વધવાની છે. આ તો ગામડામાં કેવું અને કેટલું ઊંચું જીવનધોરણ મળી શકે? ગામડાં જે અત્યારે તદ્દન મરણતોલ હાલતમાં છે ત્યાં શું સમૃદ્ધિ મેળવી શકાય?
અત્યારે આપણે જે વિચારીએ છીએ કે ગ્રામજનો ઉત્પાદન કરીને એને . શહેરમાં વેચીને એ કમાણીમાંથી પોતાનું જીવનધોરણ સુધારે એને બદલે આપણે જુદી રીતે વિચારીએ કે ગામડાંના લોકો પોતાના જ ગામના બજાર માટે ઉત્પાદક્ત કરીને ગામના ત્રણેક હજાર લોકોમાં વેચે અને એ કમાણીમાંથી ત્યાંના બીજા લોકોએ બનાવેલી વસ્તુઓ ખરીદીને પોતાનું જીવનધોરણ ઊંચું લાવે. ત્રણેક હજાર લોકોનું બજાર કોઈ પણ કુટુંબ માટે કોઈ એક વસ્તુ બનાવવા માટે નાનું બજાર નથી અને ગામમાં બધાં જે જુદી જુદી વસ્તુઓ બનાવે તો એટલી બધી વસ્તુઓ બને કે દરેકને પોતાની કમાણીમાંથી બીજાઓ પાસેથી અનેકવિધ વસ્તુઓ અને સેવાઓ મળે. અત્યારે ગામડામાં કોઈ જ ઉદ્યોગો નથી, સાઠ કરોડ લોકો પાસે કોઈ ઉત્પાદક કામ નથી એને બદલે સહુ પોતપોતાનાં ગામડામાં દરેક જગાએ ત્યાંના લોકોને ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવવાનું શરૂ કરે અને દરેક ગામડામાં ગ્રામજનો અરસપરસ એકબીજાની વસ્તુઓનો વિનિમય કરે તો સહુનું જીવનધોરણ કેટલું બધું ઊંચું આવી શકે આ ગ્રામજનો શું સમૃદ્ધિ મેળવી શકે? એની એક ઝલક જોઈએ. નીચેની વાત અત્યારનાં ગામડાંની કે પહેલાં હતાં એવા ગામડાંની નથી પરંતુ હવે જે ગામડાં સર્જવાનું શક્ય છે, જેમાં સહુને ઉત્પાદક કામ મળી શકે એવાં ગામડાંની વાત છે.
પહેલું તો સહુને પૂરતો પૌષ્ટિક ખોરાક મળે. અત્યારે જેમની પાસે જમીન નથી એવા લોકો પણ ખેડૂતોને ઉપયોગી સુંદર વસ્તુઓ બનાવે તો એમને ખેડૂતો પાસેથી અનાજ, દૂધ, તેલ, શાક મળી શકે. ઉપરાંત અત્યારે અનાજ-શાક રાસાયણિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org