________________
૩૭
સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલો સફળ?
આ વર્ષે (૧૯૫માં) સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) પોતાની સુવર્ણજયંતિ મનાવી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી, દુનિયાના દેશો વચ્ચે શાંતિ જળવાય એ મુખ્ય હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછીથી દુનિયાના દેશોની પ્રગતિ માટે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાની વધુ ને વધુ શાખાઓ સ્થાપી.
હવે પચાસ વર્ષ પછી એ જોવું રસપ્રદ છે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા અને પ્રગતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલું સફળ થયું છે અને હવે પછી એ શું કરી શકે એમ છે? એનું પોતાનું ભવિષ્ય શું છે? - સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દુનિયાના બધા દેશો સભ્ય છે છતાં એની જુદીજુદી સંસ્થાઓના અધિકારીઓની નિમણૂથી માંડીને, એમની કાર્યવાહી, એમની પરિષદો, એ પરિષદોના નિર્ણયો સુદ્ધાં ઉપર ઔદ્યોગિક દેશોનો – ખાસ કરીને અમેરિકાનો – અંકુશ રહેતી હોય છે. એ ઉપરાંત પણ અમેરિકા અને બીજા ઔદ્યોગિક દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયોની ઉપરવટ પણ જાય છે. દાખલા તરીકે, વિદેશવ્યાપાર માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા અષ્ટામાં દુનિયાના બધા જ દેશોને મત આપવાનો અધિકાર હોઈ તે નિર્ણયો પોતાની પૂરી તરફેણમાં ના પણ આવે તેથી ઔદ્યોગિક દેશોએ વિદેશવ્યાપારના નિયમો નકકી કરવા પોતાના અંકુશવાળી જુદી સંસ્થા, ગાટ, ઊભી કરી અને હવે ગાટના નિર્ણયોને આધારે વિદેશ વેપાર ચાલે છે.
દુનિયામાં શાંતિ અને પ્રગતિ લાવવા અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘની કામગીરી કેવી છે?
તાજેતરનાં વર્ષો પર નજર કરીએ તો સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ અંગેની કામગીરી કોઈ દેશો વચ્ચેના સંઘર્ષને નિવારવા અંગેની નહીં પણ જુદાજુદા દેશોના પોતાના અંદરના સંઘર્ષને નિવારવા અંગેની રહી છે. જેમ કે રવાન્ડા, સોમાલિયા, યુગોસ્લાવિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં આંતર્યુદ્ધ ફાટી નીકળતાં સંયુક્ત રાષ્ટ્રસંઘે ત્યાં જઈને દરમિયાનગીરી કરી હતી.
કોઈ દેશની આંતરિક બાબતોમાં આ રીતે દરમિયાનગીરી કરવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘે પોતાના માટે ઉચિત ઠેરવ્યું હતું એ વાત બાજુએ રાખીએ પરંતુ આ દેશોમાં આંતરિક શાંતિ સ્થાપવામાં પણ એને ખાસ સફળતા મળી નથી. " સંયુક્ત રાષ્ટ્રસંઘની દુનિયાના દેશમાં પ્રગતિ લાવવાની કામગીરી તપાસીએ તો આજે દુનિયાના બધા દેશોમાં મોંઘવારી, બેકારી, પર્યાવરણનું પ્રદૂષણ, શૈક્ષણિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org