________________
આફ્રિકાની પ્રજા, પવો અને પ્રસાર માધ્યમો રેંટિયાથી અભિભૂત | ૪૯ કરવામાં હવે પડ્યા છે. કોરોગોચો ઝૂંપડાવાસમાં હું શીખવવા ગઈ ત્યાં સોએક જેટલાં સામાજિક કાર્યકરો આવ્યાં હતાં. એક બહેને બધાને પૂછ્યું કે આપણે પૈસા, પૈસા શા માટે કરીએ છીએ? આ રીતે આપણને ઘણી વસ્તુઓ વગર પૈસે મળી શકે એમ છે. બીજા એક બહેને કહ્યું કે જો આપણે ગરીબાઈ અને ગુલામીથી છૂટવું હોય તો આપણે જે વસ્તુઓ ખરીદવી પડે છે એ વસ્તુઓ આપણે જાતે બનાવવી જોઈએ. બધાંએ એક અવાજે સૂર પુરાવ્યો. સમાપનમાં એક બહેને કહ્યું કે આજે અમે એક નવી વસ્તુ શીખ્યાં છીએ જે અત્યંત મૂલ્યવાન છે.
માત્ર એક + આકારની ઝાડની ડાળી, જે ગામડાનાં ઝૂંપડામાં તો બળતણનાં લાડાંમાંથી મળી જાય છે, તેના વડે કોઈ પણ માણસ, ખાસ તો ઘરડાં લોકો, કાપડ જેવી મુખ્ય વસ્તુ બનાવી શકે એ વાત અહીંના લોકોને ખૂબ ગમી જાય છે. આજે દૂરદર્શન પર, સાંજના સમાચારમાં પણ કોરોગોચોની મિટિંગના આ સમાચાર અને કાપડ કેવી રીતે બને તેની જાણકારી આપી હતી. આવતા સોમવારે દૂરદર્શન પર રેંટિયા અંગે મારી મુલાકાતનો રાતે ૯ થી ૯-૩૦નો કાર્યક્રમ છે.
આફ્રિકાના લોકો ઘણા સરસ છે. સાદા, સરળ, સમજુ અને સહૃદયી છે. એમનામાં લુચ્ચાઈ કે મીઠું મીઠું બોલીને સામા માણસને છેતરવાની વૃત્તિ નથી. બીજી બાજુ તેઓ કુશળ અને મહેનતુ છે.
અહીંના ગુજરાતીઓની સંયુક્ત કુટુંબની પ્રથા વખાણપાત્ર છે. એક જ ઘરમાં ત્રણથી ચાર પેઢીઓ સાથે રહે છે. કેટલાક ઘરમાં તો કુટુંબમાં દસથી વીસ સભ્યો હોય છે અથવા ભાઈઓનાં મકાનો સાથે સાથે હોય છે. સંપથી સાથે રહે છે. વડીલોનો આદર કરાય છે. ગુજરાતના બધા રિવાજો અને સંસ્કારો અહીં જોવા મળે છે. જેઓનો જન્મ જ અહીં થયેલો છે તેઓ પણ શુદ્ધ ગુજરાતી બોલે છે. સમાજમાં પણ બધાં એકબીજાને મદદ કરે છે. નૈરોબીમાં હું જેમને ઘેર રહે છે તે ઊર્મિલાબહેન જીવરાજભાઈ મહેતાના કુટુંબનાં છે. એમના પતિ ગજેન્દ્રભાઈ એક હજાર ડાળી રેંટિયા તૈયાર કરવાના છે.
અહીં મારું રેંટિયાનું કામ આખો દિવસ ભરચક હોય છે. આજે ૧૦ થી ૧૨ એક ચર્ચના કાર્યકરોને રેંટિયા બનાવી અને શીખવવા ત્યાં મુલાકાત, ૧૨ થી ૧ વણકરોના પ્રદર્શનમાં, ૧ થી ૨ રોટરી કલબમાં સભ્યો સાથે વાર્તાલાપ, ૨-૩૦થી ૪ નૈરોબી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો સાથે ચર્ચા, ૪-૩૦ થી ૬ સમાજસેવાની સંસ્થાઓને બસો જેટલા કાર્યકરો અને વિદ્યાર્થીઓને કાપડ બનાવવાની રીત બતાવવી અને શીખવવી અને સાંજે કુન્દનભાઈ અને એમના મિત્રો સાથે મળી રેંટિયો અહીં કેવી રીતે શરૂ કરવો એની યોજના. દરેક જગાએ લોકોમાં જાતે કાપડ બનાવવા અંગે તુહલ અને ઉત્સાહ જોવા મળે છે. - ગાંધીજી માટે આફ્રિકનોને અત્યંત માન છે. નૈરોબી યુનિવર્સિટીમાં ગાંધીજીની પ્રતિમા છે અને ત્યાંની લાઈબ્રેરીની બહાર પણ દીવાલ ઉપર એમના વિશે કોતરકામથી
લખેલું છે. ત્યાંની એક વિદ્યાર્થિનીને મેં પૂછ્યું કે “આક્નિોને ગાંધીજી પ્રત્યે આટલો * પ્રેમ અને આદર શા માટે છે?' એણે હૃદયસ્પર્શી જવાબ આપ્યો : 'કારણ કે
તેમણે અમને માણસ ગણ્યા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org