________________
૬૬
૨૫
ગાંધીજીની વાત કેમ ભૂંસાઈ ગઈ છે?
જ્યારે પરદેશીઓને મળવાનું થાય છે ત્યારે ઘણી વાર એમ લાગે છે કે તેઓ ગાંધીજીની વાત આપણા કરતાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. મારી વાતચીતમાં તો હું ગાંધીજીનું નામ નથી લાવતી. કારણ કે ગાંધીજીએ કહ્યું છે માટે ખાદીઉદ્યોગ
કરવો જોઈએ એવી મારી દલીલ નથી. દલીલ તો ઊલટાની ઊંધી છે કે ધારો કે ગાંધીજીએ ન કહ્યું હોત તો પણ આપણે આપણા આર્થિક-સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ખાદીના એન્જિન દ્વારા સ્વતંત્ર-સમૃદ્ધ ગામડાં રચવાં જોઈએ, જે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ છે. પરંતુ આ દલીલ, આ દિશા પકડતાંની સાથે જ ગાંધીજીનું આખું વિશ્વ, આખું સ્વપ્ન આપણી સમક્ષ આપોઆપ ખૂલવા માંડે છે.
જો આપણે ત્યાં ખાદીભંડારો ન હોત તો આપણે ગાંધીજીની વાત સમજી શક્યા હોત. પરદેશીઓને ખાદી કે રેંટિયાનું નામ સાંભળીને આપણે ત્યાંના ખાદીભંડારો કે અંબરચરખા યાદ નથી આવતા. એટલે એમને એ જોવાનું સહેલું પડે છે કે જો ગામડાં પોતાને જરૂરી કાપડ પોતાને ત્યાં વગર પૈસે બનાવી શકે તો પોતાનું અત્યારનું મોટું નાણાકીય ખર્ચ બચાવી શકે અને પોતાનું શહેરો ઉપરનું અવલંબન ટાળી શકે. તો તે અત્યારના ભ્રષ્ટ અને શોષક તંત્રની ચુંગાલમાંથી છૂટી શકે અને સ્વતંત્ર બની શકે. ઉપરાંત ગામડામાં કાપડ જો સ્થાનિક બને અને તેય ત્યાંના નિવૃત્ત લોકો બનાવે તો બાકીના અનેક જુવાન લોકો એ કાપડની કિંમત પૈસાને બદલે વસ્તુ કે સેવા દ્વારા આપી શકે, તો ગામડામાં અનેકવિધ વસ્તુઓની છત અને સમૃદ્ધિ થાય. સૌથી નબળો માણસ પણ રેંટિયા દ્વારા કાપડ બનાવી શકે અને સ્વમાનથી જીવી શકે અને સમાજમાં સમાનતા આવે. અત્યારનાં વાહન-સંદેશાવ્યવહાર, દુકાનો-જાહેરખબરો, બૅન્કો-સરકારો બિનજરૂરી બનતાં મોંઘવારી જાય. યંત્રો-વીજળીની જગાએ સરળ હસ્તઉદ્યોગો આવતાં પર્યાવરણનું પ્રદૂષણ દૂર થાય. કરોડો બેકાર લોકોને ઉત્પાદક કામ મળે તેથી વ્યક્તિદીઠ શ્રમ દિવસમાં થોડા ક્લાક જ રહે. તેથી બાકીનો સમય જીવનની ગુણવત્તા વધારવામાં ગાળી શકાય. અને આ આખું ચક્ર શરૂ કરવા માટે ગામડામાં કાપડ ઉદ્યોગ લોકો જાતે જ વગર પૈસે શરૂ કરી શકે એમ છે. કારણ કે રૂ અને રંગ તો દરેક જગાએ ઉગાડી શકાય, એટલે ગ્રામજનો બનાવી શકે એવાં રેંટિયા-સાળ એ આખું ચક્ર શરૂ કરવાનું એન્જિન છે. સરકાર કે પૈસાની મહ્દ વિના, ઊલટું એ બંને ભ્રષ્ટ વસ્તુને દૂર કરીને આ થઈ શકે એમ છે.
સાદો રેંટિયો જોઈને પરદેશીઓને આ વાતો દેખાય છે અને તેથી સાદા રેંટિયામાં તેમને ગાંધીજીના દર્શન થાય છે.
તો આપણે ત્યાં રેંટિયા-સાળની આ વાત સમજવા-સ્વીકારવામાં શી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org