________________
અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દષ્ટિએ | ૨૧ અને, સગીએ ઉમેર્યું, કંઈ બગડે તો સમારકામ કરવાની, તેમ જ રોજ ઊઠીને ગાડી સાફ કરવાની ઝંઝટ પણ નહીં.
સીગીએ ભાર મૂક્યો. અમે જે જાતના ઉલો શોધી રહ્યા છીએ તેમાં અને ગાંધીજીએ બતાવેલા ઉક્લોમાં સામ્ય છે.
શું સામ્ય છે? મેં પૂછ્યું. સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદન.
અત્યારની જીવનપદ્ધતિ અમને કટોકટી તરફ ધકેલી રહી છે. બજારમાં નફા માટે હરીફાઈ સખત હોય છે. એ એક જાતનું યુદ્ધ છે. તમારે હંમેશાં સર્વોત્તમ રહેવું પડે છે. છેક શાળામાંથી એ શરૂ થાય છે. તમારી શાળાની નોટબુકો સૌથી સારી હોવી જોઈએ. અમને લડવાની, હરીફાઈમાં ઊતરવાની તાલીમ આપવામાં આવે છે નહીં કે સાથે મળીને કામ કરવાની કે એકબીજાને સહકાર આપવાની.
મને અમેરિકાનો એક દાખલો યાદ આવ્યો કે પતિ-પત્નિ બને જ્યારે કામ કરવા જાય છે ત્યારે તેમનું બાળક નાનું હોય તો એને બાળકોના સંભાળઘરમાં મૂકે છે. એ ઘરમાં અનેક બાળકો ભેગાં થાય છે. તે બધાં સાથે ભૂખ્યાં થાય છે. સાથે રહે છે. સાથે પડાં પલાળે છે. એટલે મદદ મેળવવા માટે તેઓ એટલી બધી નાની ઉમરે કે જ્યારે તેમને આ દુનિયા અંગે ખબર પણ નથી ત્યારથી એકબીજા સાથે હરીફાઈ કરતાં થઈ જાય છે.
સીગીએ ઉમેર્યું, ગાડીના ઉપભોગમાં પણ કોઈ હદ નથી હોતી. ગાડી લો પછી ચાંપ દબાવતાં આપોઆપ બંધ થાય એવી બારીઓ જોઈએ, પછી ગાડી ચલાવનાર ડ્રાઈવર જોઈએ, પછી ડ્રાઈવર માટે સફેદ રંગનો ગણવેશ જોઈએ, પછી એ ગણવેશ પર સોનેરી શેરીની કિનારી જોઈએ. – આનો કોઈ પાર જ નથી.
' અને આ બધું પહેલાં થોડા દિવસ સારું લાગે છે. પછી એ ભૂલી જવાય છે. પછી એની કોઈ અગત્ય નથી રહેતી. આ બધા ઉદ્યોગો આપણી જરૂરતોને વધારતા જાય છે અને એના ઉપર જ તે ચાલે છે. આમ તે આપણને બુદ્ધિશાળી ઉલ્લુ બનાવતા જાય છે.
થોડા વખત પહેલાં સામ્યવાદ તૂટી પડ્યો ત્યારે તો માત્ર સામ્યવાદી દેશોમાં - ઊથલપાથલ થઈ હતી, પણ હવે જ્યારે અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર તૂટી પડશે ત્યારે દુનિયાના બધા દેશોમાં ઊથલપાથલ થશે. - દુનિયા માટે વિકલ્પ છે સ્થાનિક બજાર માટે સ્થાનિક ઉત્પાદનનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org