________________
૨૦ | ધન્ય આ ધરતી
તમારા દેશમાં પર્યાવરણના ભયો વાસ્તવમાં છે મારે જાણવું હતું.
હા. તળાવોમાં પ્રદૂષિત પાણીને લીધે માછલીઓ મરી જાય છે. પાણી ગંદુ હોય છે. પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. પીવાનું પાણી વધારે ને વધારે ખરાબ થતું જાય છે. સત્તાવાળાઓને પીવાના પાણીની ગુણવત્તા ઘટાડવાની ફરજ પડી છે, કારણ કે તેઓ હવે ઊંચી ગુણવત્તાનું પાણી પૂરું પાડી શકે એમ નથી.
બીજું, જંગલો મરતાં જાય છે. એમનાં લીલાં વૃક્ષો અને વનરાઈને કારણે હવા શુદ્ધ રહેતી હતી, પરંતુ જે કુદરતનો નાશ થાય તો સાથે આપણો પણ નાશ થવાનો.
સીગીએ અત્યારના અર્થતંત્ર અંગે એક ખુબ અગત્યનો મુદો ઉઠાવ્યો : અત્યારનું તંત્ર ત્યારે જ ફાયદો આપે છે, જ્યારે વિકાસ એટલે કે ઉત્પાદનમાં વધારો થતો હોય, એટલે આ તંત્ર માટે ઉત્પાદનમાં વધારો ખૂબ આવશ્યક છે. પછી એ ઉત્પાદનનો વધારો માત્ર ઉપયોગી વસ્તુઓનો જ હોય એ જરૂરી નથી. બગાડ તો બગાડ પણ બગાડની વસ્તુઓના પણ ઉત્પાદનનો વધારો જરૂરી બને છે. સમય જતાં બગાડના ઉત્પાદનનો વધારો ખૂબ વધે છે. દેખીતું છે કે આ જાતનો વિકાસ એટલે કે આ જાતનું ઉત્પાદન તંત્ર લાંબું ટકી ના શકે.
આને કારણે અત્યારે ઉત્પાદનના ખર્ચ ખૂબ ઊંચા છે.
ઉત્પાદન વધારવા માટે આ અર્થતંત્ર હંમેશા નવી ને નવી વસ્તુઓ બનાવ્યા કરે છે. એ તમને એવી વસ્તુઓ આપ્યા કરે છે કે જેની જરૂર છે એવી તમને પહેલાં ખબર પણ નહોતી.
પેટ્રાએ મને આશ્ચર્યમાં મૂકી દીધી. હે કે મેં મોટરકાર છોડી દીધી. મોટર? એ તો અત્યારના તંત્રની મોટી સિદ્ધિ છે! શા માટે છોડી દીધી ?
છોડી તો પ્રદૂષણને કારણે અને એને બદલે સાઈકલ અને બસ વાપરવા માંડી અને મને મોટર છોડ્યાનું જરા પણ દુઃખ ન થયું. એણે ભાર મૂક્યો.
મારું આશ્ચર્ય વધ્યું. એ ક્યારે બન્યું
અમે ગઈ વખતે પહેલી વખત ભારત આવ્યાં હતાં ત્યાંથી જર્મની પાછા ફરીને – બન્ને જણ હસી પડ્યા.
કેમ? ભારતની શું અસર હતી
ભારતની મુસાફરી ક્યાં પછી હું વિચારતી હતી કે હું મારું જીવન કેવી રીતે બદલી શકું? મને લાગ્યું કે અમારા જીવનમાં એવા ઘણા વૈભવો છે, જેની અમને જરૂર નથી.
પણ મોટરને લીધે તો કેટલી બધી સ્વતંત્રતા અનુભવાય છે?
ના. મેં જ્યારે મોટર છોડી દીધી ત્યારે મને મારી સ્વતંત્રતા પર કોઈ કાપ ન લાગ્યો. મોટરને લીધે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓ પણ હોય છે એના કરતાં બસનો સમય જોઈને એ પ્રમાણે જવાનું ફાવે છે. ગાડી ચલાવવાનું ધ્યાન રાખવું પડે જ્યારે બસમાં મુસાફરી વખતે બીજું કંઈ કરી પણ શકાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org