________________
અત્યારનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પશ્ચિમની દષ્ટિએ | ૧૯ બીજું, યાંત્રીકરણ અને તેમાંથી પરિણમતા શહેરીકરણને કારણે અમે કુદરતથી વિમુખ થઈએ છીએ. અમારા દેશમાં જે લોકો ગામડામાં રહે છે તેઓ પણ ચીજો ખરીદે છે, પોતાની જાતે ચીજો બનાવવાને બદલે.
જો તમે કોઈ વસ્તુ જાતે બનાવો તો તમે ગૌરવ અનુભવો. પણ જો તમે ઑફિક્સમાં બેસીને કામ કરશે, જેમ કે ફાઈલોનું, હેવાલોનું, કોમ્યુટરનું તો એમાંથી કોઈ વસ્તુ નથી બનતી.
પેટ્રાએ ઉમેર્યું, અમારા દેશમાં બધા લોકોને એવું નથી લાગતું કે અમે બીજા દેશોથી વધુ સારા છીએ. અમારે બીજા દેશો પાસેથી શીખવું છે.
શું? મેં પૂછ્યું.
હવે જર્મનીમાં લોકો વ્યાપક પાયે પોતાની જમીનમાં બગીચા, ઘરની પાછળના કયારામાં ખોરાકની વસ્તુઓ ઉગાડવા માંડ્યા છે. સીગીએ આ નવો મુદ્દો કહ્યો. કારણ કે લોકોને લાગવા માંડ્યું છે કે અનાજની બાબતે સ્વનિર્ભર બનવું ઘણું જરૂરી છે. આપણે જરૂરી અનાજ જો બહારથી આવવાનું હોય અને એના પર જો બહુરાષ્ટ્રીય કંપનીઓનો કાબૂ હોય તો એ પનીઓ આપણને ભૂખે પણ મારી શકે.
એટલે કે ખોરાકની વસ્તુઓના ભાવ ખૂબ ઊંચા વધારી શકે, મેં કહ્યું. જાપાનમાં ટામેટાં અને રીંગણ એક એક નંગ લેખે વેચાય છે અને એક નંગની કિંમત રૂ. ૩૦થી રૂા. ૫૦ જેટલી ઊંચી હોય છે. સકરટેટીના તો એક નંગના રૂા. ૬૦૦ ભાવ હતો. નોર્વે કલ્યાણરાજ્ય કહેવાય છે. પણ ત્યાં જો થોડા મિત્રોને બહાર જમાડવા લઈ જવા હોય તો બિલ ભારે પડી જાય. - આપણી પાયાની જરૂરતો – અન્ન, વસ્ત્ર અને મકાન – આપણે સ્થાનિક ધોરણે બનાવવી જરૂરી છે. મેં રજૂઆત કરી કે ભારતમાં અનાજ તો લોકો પોતાના ગામડામાં ઉગાડે છે. ઘર પણ બનાવી લે છે. પણ વસ્ત્ર બનાવવાનું તેમને ભુલાવી દેવામાં આવ્યું છે અને તેથી કાપડ પાછળ ગામડાના બીજા ઉદ્યોગો પણ નાશ પામ્યા છે એટલે હું ગામડાંમાં કાપડ બનાવવાનું ફરીથી શીખવવાનું કામ કરું છું.
પેટ્રા પે, તમે ભારતમાં લોકો નસીબદાર છો કે અનાજ તો ગામડાંમાં ઊગે છે. જર્મનીમાં તો બધાં ગામડાં વસતિને જરૂરી અનાજ નથી ઉગાડતાં, ગામડાનાં લોકો પણ શહેરના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે એટલે પહેલાં તો અમારે દરેક સ્થળે ત્યાં જરૂરી અનાજ ઉગાડવું પડશે.
ભારતનાં ગામડાંમાં ખેતી છે, પણ ઉદ્યોગો બિલકુલ નથી, જ્યારે જર્મનીમાં ઉદ્યોગો છે પણ ખાસ ખેતી નથી!
નોંધપાત્ર મુદ્દો એ છે કે જર્મની જેવા ઔદ્યોગિક દેશને પણ પાયાની જરૂરિયાતોમાં સ્વનિર્ભરતા જરૂરી લાગે છે.
આ કારણે સીગીને સ્થાનિક ધોરણે સ્થાનિક બજાર માટેનું ઉત્પાદન જરૂરી લાગે છે.
પર્યાવરણના રક્ષણ માટે પણ એ જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org