________________
૨૨ .
૮
વિકાસની દિશા
એક મિત્રે મને સલાહ આપી કે કોઈ વિચારનો જો વિરોધ થાય અને એ વિરોધનો જવાબ અપાય તો એ વિચાર પ્રબળ બને છે. એમણે એમ પણ સૂચવ્યું કે એ માટે મારે જાતે જ બીજા કોઈ નામે મારા વિચારના વિરોધ કરતા લેખો લખવા અને પછી એના જવાબ આપવા.
અલબત્ત, લેખનની આ તો ઘણી જ વિશિષ્ટ રીત છે. ગાંધીજીએ હિંદ સ્વરામાં અને શ્રીકૃષ્ણ ભગવદ્ગીતમાં આ રીતે પોતાની વાત કહી છે.
ગ્રામવિકાસની અને સમૃદ્ધ ગામની વાત સહુને ગમી જાય છે પરંતુ એને વાસ્તવમાં લાવવા માટેનું જે પહેલું પગલું રેંટિયો અને સાળ છે એને અંગે સહુના મનમાં ઊંડો વિરોધ છે. અને એ કારણે જે દર્શન આપણા સમાજને કટોકટીમાંથી બચાવવા તથા એને સમૃદ્ધિ તરફ દોરી જવા માટે રોક્કો, શક્ય અને કાર્યક્ષમ ઉપાય બતાવે છે તે પ્રશંસા થયા વગર, અરે વિચારાયા સુદ્ધાં વગર રહી ગયેલું છે.
તો ગ્રામવિકાસના પ્રથમ પગલારૂપ રેંટિયો અંગેના ભૂલભરેલા ખ્યાલો ક્યા છે?
ઘણા કહે છે કે રેંટિયા તો પાછા જવાની વાત છે. રેંટિયાનું નામ પડતાંની સાથે જ તેમને અણગમો થાય છે અને એ વાત અ-વૈજ્ઞાનિક લાગે છે, વિકાસની વિરુદ્ધ લાગે છે.
તો એ સાથે એ પણ સ્પષ્ટ સમજવું જોઈએ કે જેને આપણે વિકાસ કહીએ છીએ એનો અર્થ જો ઔદ્યોગિક દેશના લોકોનું અથવા આપણા દેશના પૈસાદાર લોકોનું જીવનધોરણ હોય તો એવું જીવનધોરણ દુનિયાની વસતિમાંથી ઘણા જ થોડા, દસેક ટકા જ, લોકોને માટે શક્ય છે. દુનિયાની સમગ્ર વસતિ માટે તો એ જીવનધોરણ કદી શક્ય જ નથી. કારણ કે એવા જીવનધોરણ માટે એવું અર્થતંત્ર જરૂરી છે જેમાં મોટા ભાગના લોકો થોડાકેક બીજા લોકોનો આર્થિક ભાર ઉપાડે. સમગ્ર વસતિના જીવનધોરણનું ચિત્ર પિરામીડ જેવું છે જેમાં ટોચના જીવનધોરણ પર માત્ર થોડા જ અને તળિયાના જીવનધોરણ પર અસંખ્ય લોકો છે.
આ ઉપરાંત એ પ્રશ્ન પણ છે કે અત્યારનું આ જાતનું અર્થતંત્ર આ થોડાકેક લોકોને સમૃદ્ધિ આપવા માટે વ્યાપક પ્રમાણમાં યાંત્રીકરણ વધારતું હોવાને કારણે સદીઓથી સંચિત થયેલાં કુદરતી દ્રવ્યો થોડા જ વખતમાં વેડફી દે છે અને સાથે કુદરતી અસમતુલાઓ અને પર્યાવરણનાં પ્રદૂષણો ઊભાં કરે છે. એટલે ખરેખર તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org