SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપક બેકારીના સ્થાને સાર્વત્રિક રોજગારી શક્ય છે ગામડામાં કાપડ ઉદ્યોગ શરૂ કરવાનો એક મોટો ફાયદો એ છે કે ગામડાના લોકોને જે સ્થાનિક બનતું કાપડ મળે તો તેની કિંમત તેઓ પૈસાને બદલે વસ્તુથી ચૂક્વી શકે અને તેથી તે બધા લોકોને ઉત્પાદન કરવાની તક મળે, ધંધા મળે. આજે તો બધા લોકે શહેરની મિલોનું કાપડ ખરીદે છે, એટલે એની કિંમત તો રોકડા પૈસાથી જ ચૂકવવી પડે અને ખરીદનારાને કંઈ એ મિલો પાસેથી નોકરી નથી મળતી. પરંતુ કાપડ જો પોતાના ગામડામાં જ બને તો ગામડાના કાપડ ખરીદનાર, એ કાપડ બનાવનારા સ્થાનિક હોવાથી, એમના કાપડની કિંમત પૈસાથી ચૂકવવાને બદલે કોઈ વસ્તુ કે સેવા આપીને ચૂકવી શકે. * આપણા દેશના સાઠ કરોડ લોકો ગામડામાં રહે છે. તેમની પાસે પૈસા નથી પરંતુ સમય ઘણો છે, તેઓ બેકાર છે. એમનો મુખ્ય અને અનિવાર્ય ખર્ચ કાપડ પાછળ છે. એમનાં કુટુંબો મોટાં છે એટલે કાપડ ઉપરનો કુલ ખર્ચ ઘણો છે. તેથી તેમને જો પોતાના જ ગામડામાં બનતું કાપડ મળી શકે તો તેમની પૈસાની તંગી ઘણી હળવી થઈ શકે. સાથેસાથે કાપડ બનાવનારાઓને – એટલે કે બધા માણસોને – જરૂરી ઘણી વસ્તુઓ આ બાકીના લોકો બનાવી શકે, અને તેઓ અનેકવિધ ધંધા જાતે જ શરૂ કરી શકે. દેખીતું છે કે ગામડાંના કરોડો લોકોને કામ મેળવવાનો આ જ એક માર્ગ છે. આજે દેશના નેવું કરોડ લોકોને જરૂરી કાપડ થોડી જૂજ મિલોમાં બને છે. એટલે કાપડ પાછળ ખર્ચાયેલા આ અબજો રૂપિયા જૂજ મિલમાલિકે પાસે ભેગા થાય છે. એનું નૈતિક પાસું બાજુએ રાખીએ તો પણ બધી ખરીદશક્તિ આટલા જૂજ મિલમાલિકો પાસે ભેગી થાય તો બાકીના ૯૯% લોકો આટલા થોડા મિલમાલિકોને વસ્તુઓ વેચવા ધંધા ન મેળવી શકે. અત્યારે પ્રવર્તતી વ્યાપક બેકારીનું આ કારણ છે. અત્યારે જો ધંધો મેળવવો હોય તો પણ તે જૂજ ધનિષેની જરૂરતો માટેનો એટલે કે હીરા ઘસવાનો, ગાલીચા બનાવવાનો કે ટ્રાવેલ એજન્સીનો શોધવો પડે, જેની તકો થોડી અને અનિશ્ચિત જ રહેવાની. તેથી કરોડો ગ્રામવાસીઓ માટે કામધંધો મેળવવાનો એકમાત્ર માર્ગ પોતપોતાના ગામમાં કાપડનું ઉત્પાદન શરૂ થાય તે છે, જે પોતાના ગામમાં ક્યાસ ઉગાડીને, સાદા રેંટિયા-સાળ અને વનસ્પતિ રંગોનો ઉપયોગ કરી, નિવૃત્ત અને અપંગ લોકો પણ કરી શકે એમ છે; અને તે પણ વગર પૈસે કરી શકે એમ છે. કાપડના બદલામાં આપવા માટે શરૂ થયેલી સેવાઓનો અને વસ્તુઓનો પછી એકબીજા સાથે પણ વિનિમય થઈ શકે. આ રીતે કોઈ પણ વ્યક્તિ કામધંધો મેળવી શકે કારણ કે તેણે એટલું જ કરવાનું રહે કે કાપડના તથા બીજા ઉત્પાદકોને – એટલે કે પોતાના ગામના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy