________________
૯૮ / ધન્ય આ ધરતી
જ્યારે આવે ત્યારે તેમને માટે ઘણી મોટી લાઈન લાગે છે. એક અમેરિકન ડૉલરના ત્રણ વર્ષ પહેલાં ૩૬ રબલ હતા તે આ વર્ષે ૧૬૦૦ રૂબલ છે.
મૂડીવાદી દેશોમાં પણ બેકારી ઘેરી થતી જાય છે. અત્યાર સુધી યુવાનો વધુ સારી નોકરી માટે પરદેશ જતા હતા. પરંતુ હવે તો કોઈ દેશ એવા નથી જ્યાં નોકરીઓની છત હોય અને જ્યાં નોકરી માટે જઈ શકાય.
અત્યારની અર્થવ્યવસ્થાએ માણસ માટે આજીવિકાની અને ભવિષ્યની મોટી ચિંતાઓ ઊભી કરી છે. પરિણામે માણસની મોટા ભાગની શક્તિઓ ટકવામાં અને આવતીકાલ માટે વ્યવસ્થા કરવામાં જ પૂરી થઈ જાય છે. જ્યારે બીજી બાજુ, માણસ જો કુદરત સાથે તાલમેલથી રહે તો કુદરત તો એને બધું જ પૂરું પાડી શકે એમ છે : અનાજ, પાણી, વસ્ત્ર માટે ક્યાસ અને ઊન, ધાતુઓ, રંગો, દવાઓ, આવાસ માટે માટી, પથ્થર અને લાકડું વગેરે. માણસ જો પૈસા દ્વારા સંગ્રહ કરવાનું છોડે અને પોતાની બુદ્ધિ તથા શક્તિ વડે જરૂરી વસ્તુઓ મેળવે અને યંત્રો દ્વારા કુદરતનો વિનાશ ન કરે તો કુદરત પાસેથી ઘણું સુખી-સંપન્ન જીવન મેળવી શકે. આજ કે કાલ માટેની ચિંતા કરવાની રહે જ નહીં અને તો તેને પરિણામે જીવન સાર્થક કરવામાં પોતાનો સમય ગાળી શકે.
પરંતુ આજે તો કુદરત પણ પૈસા કમાવાનું સાધન બની ગઈ છે અને ખુદ માણસ પણ બીજાઓ માટે પૈસા કમાવાનું સાધન બની ગયો છે. છેલ્લાં બસો વર્ષથી, યંત્રોદ્યોગ આવતાં, પૈસો દુનિયાને ગોળ ફેરવે છે, પણ હવે એ ન ફેરવી શકે તો?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org