________________
ગઈકાલ કે આજના નહીં આવતી કાલના ગામડાનું ચિત્ર | ૧૪૧
ગયા અઠવાડિયે છાપામાં એક શહેરમાં કૂતરાઓ માટેનું બ્યુટિ પાલર' શરૂ થયાના સમચાર હતા. આવા આડંબરને બદલે ગામડામાં માણસ ગાય, બળદ, ઘોડા, કૂતરા, ઘેટાં જેવાં પ્રાણીઓ સાથે કુદરતી દોસ્તી અને પરસ્પર હિતકર સંબંધ બાંધી શકે. પોતે જ સમૃદ્ધ હોય એવાં ગામડાંને પોતાનાં જંગલોનું લાકડું શહેરના ઉદ્યોગોને વેચવાની જરૂર ઓછી રહે, તો જંગલો આડેધડકપાય નહીં તો ઉષ્ણતામાનની સમતુલા તેમ જ પૂરતો વરસાદ તથા પાણીની છત જળવાઈ રહે. નદીઓ ભરેલી રહે. શહેરોની જેમ સ્વીમિંગ પૂલો'ની જરૂર ન રહે. અલબત્ત, પસંદ હોય તો તે પણ બનાવી શકાય.
ગામડામાં શહેરના પ્રમાણમાં જમીનની છત હોવાથી ફૂલો, રંગો, મધ, અત્તરો, સુગંધી દ્રવ્યો, સુગંધી સાબુ, સૌંદર્ય પ્રસાધનો વગેરે બની શકે.
અત્યારે જે શૂન્યવત છે તે ઉત્પાદક કામ મળવાની તકો શતકવ બને તો અનેક લોકો ચીજવસ્તુઓની ગુણવત્તા સુધારવાની સેવાઓ આપી શકે. ગામડાનાં લોકોને સુંદર અલંકારો અને આભૂષણો મળી શકે. બાળકોને અનેકવિધ રમક્તાં તથા માનસિક-બૌદ્ધિક વિકાસનાં ઉપકરણો તથા જ્ઞાનવર્ધક વસ્તુઓ મળી શકે.
દેખીતું જ છે કે શહેરમાં હવા અને પાણીના પ્રદૂષણનો જે ભયંકર પ્રશ્ન છે તે ગામડામાં ઉદ્દભવે જ નહીં. સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી, તાજગીભર્યું વાતાવરણ, વૃક્ષોમાંથી મળતો પ્રાણવાયુ, સૂરજનો તડકો, કુદરતી પ્રકાશ અને મોકળાશ એ શહેરોમાં શોધી ન મળતી સગવડો ગામડામાં સહજ મળતો પ્રકૃતિનો આશીર્વાદ છે.
પૂરતો, પૌષ્ટિક, તાજો ખોરાક, સ્વચ્છ હવાપાણી અને તડકો તથા કૃત્રિમ રિસાયણોમાંથી મુક્તિ મળવાને કારણે ગામડામાં રોગો થવાનું પ્રમાણ નીચું રહે. ગળાકપ હરીફાઈ અને તનાવો દૂર થવાથી અલ્સર-હૃદયરોગનું પ્રમાણ પણ નીચું રહે. અમુક હોંશિયાર લોકો દવાઓ અને ઔષધિઓના સંશોધનનું કામ કરી શકે.
. ચીજવસ્તુઓનું ઉત્પાદન, સંચાલન અને વેચાણ ઘર આંગણે થાય તેથી પત્ની અત્યારે પતિ પર જે આશ્રિત છે તેને બદલે તેની સહકાર્યકર બની શકે. તો સ્ત્રીઓને સમાનતા અને સ્વતંત્રતા મળી શકે. પુરુષ પણ અત્યારે એકલે હાથે આખા કુટુંબનો આર્થિક બોજો ઉપાડે છે તેને બદલે તેને કુટુંબના સભ્યોની મદદ મળી શકે.
- શિક્ષણનો હેતુ બાળકોને નોકરીઓ માટે તૈયાર કરવાનો ન હોય કારણ કે કામધંધાનું શિક્ષણ અને તેની પ્રત્યક્ષ તાલીમ બાળકોને કુટુંબમાં જ ઘરઆંગણે મળતી હોય. અત્યારે યુવાનોને નોકરી ધંધા માટે તૈયાર કરવા જે પ્રચંડ શિક્ષણતંત્ર ઊભું કરેલું છે તે જરૂરી ન રહે. શિક્ષણનો હેતુ જીવનને સમૃદ્ધ કરવાનો રહે. આજીવિકાની ચિંતા ન હોવાથી સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, સંગીત, કળાઓ અને ઉચ્ચ વિદ્યાઓ બાળકો શાળામાં શીખી શકે.
આવા ગામડામાં કવિઓ હોય, ક્લાકારો હોય, વૈજ્ઞાનિકો હોય તેમ જ સંશોધકો હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org