________________
૯૬
૩૫
પૈસો ક્યાં સુધી દુનિયાને ગોળ ફેરવશે ?
શૅરોના ભાવમાં ઉછાળો આવે એટલે શહેરના લોકો આનમાં આવી જાય છે. શહેરના ઘણા લોકો શૅરમાં પૈસા રોકે છે. તેમની પાસે જે કંપનીના શૅરો હોય એમના ભાવ વધે એટલે તેમને પોતાની મૂડી વધી ગયેલી લાગે, પોતાનું ભવિષ્ય સુધરી ગયેલું લાગે. પરંતુ આપણી પાસેના સો-બસો શૅરોની સામે એ કંપનીઓના માલિકો અને શૅરોનો ધંધો કરનારાઓ પાસે હજારો લાખો શૅરો હોય છે. એમની મિલક્તના વધારા સામે આપણી રક્મનો વધારો કોઈ વિસાતમાં નથી. ઊલટાનું શેરના ભાવ વધવાથી એમની સરખામણીમાં આપણી સ્થિતિ તો નીચે ઊતરે છે, કારણ કે એમની સરખામણીમાં આપણા શેરોની સંખ્યા તો ઘણી ઓછી છે. ઉપરાંત તેઓ તેમના ઉપર કાબૂ ધરાવતી જે સરકારને પૈસા આપે છે તે સરકારની મૂડી તો અનેક્ળણી વધે છે. દસ વર્ષ ઉપર રોડ અને અબજના આંકડાની રમો ભાગ્યે જ સાંભળવા મળતી. આજે તો અનેક કરોડ અને અબજોની રક્મમાં જ સરકાર વાત કરે છે. આથી હકીક્તમાં તો આમઆદમીના થોડાઘણા શેરોના ભાવ વધે તોપણ એની તુલનાત્મક્ર સ્થિતિ તો વધારે ફોડી થાય છે.
બીજી બાજુ એ કારણે બજારમાં ચીજવસ્તુઓની કિંમતોનો ફુગાવો કૂદકે ને ભૂસકે વધતો જાય છે. પરંતુ નોંધપાત્ર વાત એ છે કે આ મોંઘવારી છતાં, કિંમતો વધતી હોવા છતાં, લોકો ખરીદી કરવા માગે છે. જેમની પાસે પૈસા છે તેમને તો પૈસા કેમ વાપરવા એ પ્રશ્ન સતાવે છે. એ બતાવે છે કે લોકોને હવે વગર કહ્યે ખ્યાલ છે કે ભવિષ્યમાં પૈસાનું મૂલ્ય ન પણ રહે. પૈસા સંઘરવાનો અર્થ નથી. હજુ થોડાં જ વર્ષો પહેલાં સુધી લોકોમાં બચત કરવાની જે વૃત્તિ હતી તે હવે ભાગ્યે જ જોવા મળે છે. અત્યારે તો ‘કાલ કોણે દીઠી છે' એમ માનીને લોકો આડેધડ પૈસા ખરચે છે. દુનિયાના બધા દેશોમાં નવી પેઢીમાં તો કિંમતોની સામે જોવાની જાણે આદત પણ નથી.
પરદેશની કંપનીઓ આપણા દેશના નેવુ કરોડ લોકોના બજાર માટે ટાંપીને ઊભેલી છે. પરદેશનો માલ આપણાં બજારોમાં આવે તો આપણા દેશમાં થતાં ઉત્પાદનનું શું થાય ? લોકોને અમુક વસ્તુઓ સસ્તી મળે, જેમકે પરદેશનાં કૉમ્પ્યુટરો ભારતમાં લાવવાની છૂટ અપાઈ એટલે આપણે ત્યાં બનતાં કૉમ્પ્યુટરોના ભાવ પણ બજારમાં નીચે આવી ગયા. પરંતુ જો અહીંના ઉત્પાદનને ફટકો પડે તો રૂપિયાનું મૂલ્ય જ નબળું થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org