________________
આપણું નસીબ ક્યારનું લખાઈ ચૂક્યું છે | ૨૭ જેમની પાસે પૈસા છે એમને જેમ યંત્રોદ્યોગ સારો લાગે છે તેમ અને એથી પણ વધારે સારો ગામડાંના ગરીબ બેકાર લોકોને આ સ્થાનિક ઉત્પાદનનો રસ્તો લાગે એમ છે. દેખીતું છે કે જેમની પાસે પૈસા નથી એમને તો પૈસા પદ્ધતિને વળગી રહેવામાં કોઈ ફાયદો નથી. એમને તો પૈસા વગર વસ્તુઓ મેળવવાનો રસ્તો મળે એ ઘણું આવકાર્ય લાગે.
- તાજેતરનાં વર્ષોનાં આંકડાકીય તારણો બતાવે છે કે આજે એક નવા પ્રકારની આવક-અસમાનતા સૌથી વધુ વધી રહી છે અને એ છે નોકરીવાળાઓ – કે જેમને અત્યારના તંત્રના વધુ ને વધુ લાભ મળતા રહે છે – અને બેકારોની વચ્ચેની અસમાનતા.
આ વિષમ અને વધતી જતી આર્થિક અસમાનતામાંથી બહાર નીકળવાનો બેકારો માટે માર્ગ છે સ્થાનિક સાધનોથી સ્થાનિક બજાર માટે ઉત્પાદન, જેની શરૂઆત કરવા જરૂરી છે. સ્થાનિક કાપડ ઉત્પાદન. આ માર્ગે બેકારો, અત્યારના નોકરીવાળાઓ કરતાં પણ વધારે સુખ-સંપત્તિ મેળવી શકે છે.
હવે તો પશ્ચિમના દેશોમાં પણ બેકારી આવી ગઈ છે અને એ નિવારી નહીં શકાય એમ ત્યાંના શાસકો પણ કબૂલે છે. એ બેકારીનો હવે જ્યારે ખડકલો થશે ત્યારે એમાંથી બહાર નીકળવા યંત્રદ્યોગને બદલે ગ્રામોદ્યોગ કઈ રીતે લાવવો અને યંત્રોદ્યોગને કારણે તૂટતાં શહેરોને બદલે સમૃદ્ધ અને શાંતિમય ગામડાં કઈ રીતે વિક્સાવવાં તે માર્ગ ભારતે જગતને બતાવવાનો છે.
બસો વર્ષ પહેલાં 'સ્પિનિંગ જેની એ અત્યારની આખી દુનિયાનું જે ભવિષ્ય : લખી નાંખ્યું છે એ ભવિષ્યને માત્ર સાદો રેંટિયો બદલી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org