________________
રેંટિયો બનાવીએ, રેંટિયો ચલાવીએ / ૧૪૯
કાંતનારને સુંદર ૬ મીટર કાપડ મળતું હતું. ત્યારે રેંટિયાની માગ વધવા લાગી. અનેક લોકો રેંટિયો માગવા લાગ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે દરેક વખતે થોડા જણને રેંટિયો જોઈએ ત્યારે તે શહેરમાં લેવા જવું પડે એના કરતાં ત્યાં ગામડાંમાં બને એવો જ રેંટિયો જોઈએ. જેથી કોઈ રેંટિયાથી વંચિત ન રહે અને કોઈનું કામ અટકે નહીં.
એક બીજો પણ અનુભવ થયો. એક કાંતનારને ઘેર બીજે ગામડેથી એમનાં સગાંસંબંધી આવ્યાં હતાં તે રેંટિયો પોતાને ગામડે ‘ઉછીનો’ લઈ ગયાં અને સૂતર બનાવીને રેંટિયો પાછો આપી ગયાં. એટલે જોયું કે જો રેંટિયો ગામડાંમાં જ બની શકે એવો હોય તો તેઓ અને એમનાં જેવાં બીજાં લાખો ગ્રામજનો, પોતપોતાનાં ગામડાંમાં એ બનાવી શકે અને કાપડઉદ્યોગ શરૂ કરી શકે.
ટૂંકમાં, દેશનાં લાખો ગામડાંઓમાં કરોડો લોકોને, ખાસ તો વૃદ્ધોને, શહેરોમાંથી રેંટિયા પહોંચાડવાની વાત જ વ્યવહારુ નથી, ઉપયોગી પણ નથી. રેંટિયો દરેક ગામડામાં જ બનવો જોઈએ.
તારણ એ નીકળે છે કે રેંટિયાની વ્યાખ્યા જ એ છે કે ગમે તે સ્થળે બની શકે એવું કાંતણનું સાધન છે. એ માટે એની રચના પણ સરળ હોવી જોઈએ જે બનાવવામાં યંત્રોની જરૂર ન પડે તથા તેમાં વપરાતી વસ્તુઓ પણ તે તે સ્થળે મળી શકે એવી હોવી જોઈએ. રેંટિયો સ્થાનિક બને તો જ તે ગામડાંમાં સ્વતંત્ર ઉત્પાદન અને તેથી રોજગારી અને સમૃદ્ધિ લાવી શકે.
આથી પેટી રેંટિયો પણ ગામડાંમાં તેના ભાગો બની શકે તેવો ન હોઈ ઉપયોગી ન ન
લાગ્યો.
આમ, એક બાજુ ઝૂંપડાવાસમાં જાતે કાપડ બનાવવા વધુ ને વધુ સંખ્યામાં લોકો રેંટિયો માગવા લાગ્યા, જ્યારે બીજી બાજુ ત્યાંના લોકો બનાવી શકે એવો રેંટિયો નહોતો. એટલે કાંતણકામ બંધ કરીને નક્કી કર્યું કે જ્યાં સુધી આપણે અહીં રેંટિયો ન બનાવી શકીએ ત્યાં સુધી આ કામ આગળ ચલાવવાનો કોઈ અર્થ નથી અને ગામડાંમાં બની શકે તેવા રેંટિયાની શોધ શરૂ કરી.
4
શરૂઆતમાં તો રાષ્ટ્રધ્વજમાં હતો તે સુદર્શન રેંટિયો બનાવવાનો પ્રયત્ન કર્યો. પણ એને માટે વાંસ મેળવવા ગયાં ત્યારે જાણ્યું કે એને માટે જાડા વાંસ જોઈએ, જ્યારે અમદાવાદ આવતા વાંસ પાતળા હોય છે. જ્યાં જ્યાં જઉં ત્યાં મેં રેંટિયો સ્થાનિક રીતે કેમ બને તે માટે પૂછવા માંડ્યું. એમાં આ કામમાં ખૂબ જ રસ લેનારા સદ્ગત શ્રી દિલખુશભાઈ દીવાનજી, નારાયણભાઈ દેસાઈ અને સુમનભાઈ ભારતીએ ખૂબ મદદ કરી અને છેવટે કોઈ પણ સ્થળે બની શકે એવો રેંટિયો તૈયાર કર્યો. ગાંધીજીના પોલૅન્ડથી આવેલા એક સાથી ભારતાનંદે ધનુષ-તકલી તૈયાર કરી હતી, પણ તે બનાવવામાં પણ ચામડાનો પટ્ટો, રાળનો મલમ, બીજા પાઉડર વગેરે જરૂરી હતું. તે મેળવવાનું અને વાપરવાનું મુશ્કેલ લાગતાં આસપાસ જે જડે તે વસ્તુઓ વાપરવા માંડી. ધનુષ અને લાકડાનું મોઢિયું પણ છોડી દીધાં. છેવટે એક લાકડીથી ચાલતો નાનકડા વાંસનો કે ડાળીનો રેંટિયો તૈયાર કર્યો.
આ લાકડી રેંટિયાના ત્રણ ભાગ છે : મોઢિયું, ત્રાક અને પટ્ટી. એ જોડેનાં ચિત્રોમાં બતાવ્યાં છે. ચિત્રો વિજય સોલંકીએ દોર્યાં છે. એ બનાવવાની રીત નીચે પ્રમાણે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org