________________
૧૨૦ :
વિસારે પાડેલી એક વાત
વેનેઝુએલાના અર્થશાસ્ત્રી કૂક બ્રાચો માનવતાવાદી અર્થશાસ્ત્રી છે. ભારતમાં તેઓ વેનેઝુએલાના રાજક્ત તરીકે પણ રહી ચૂક્યા છે. દુનિયાના ઔદ્યોગિક દેશો ઉત્તરના દેશો તથા બીજા દક્ષિણના દેશો તરીકે ઓળખાય છે, તે દક્ષિણના દેશોનું તેમણે સાઉથ કમિશન” રચ્યું હતું. હવે તેઓ ‘માનવીય વિકાસ માટે કામ કરી રહ્યા છે અને સ્વાસ્ય, પર્યાવરણ અને અર્થતંત્રને એકબીજા સાથે સાંકળી રહ્યા છે.
એમની સંસ્થાનું નામ આકર્ષક છે : “લીવિંગ બેટર ફાઉન્ડેશન (વધુ સારું જીવવા માટેની સંસ્થા).’ તેમાં સ્વસ્થ અને કુદરતી જીવન અંગેની પ્રવૃત્તિઓ ચાલે છે. એ સંસ્થામાં એક ભારતીય પણ છે, ડૉ. કેશવ ભટ, જેઓ આ પ્રવૃત્તિઓના પ્રેરણારૂપ છે. તેઓ આધુનિક વિજ્ઞાની સંશોધક છે અને સાથે પ્રાચીન આરોગ્ય વિજ્ઞાનોના પણ ભક્ત છે. પચીસ વર્ષોથી વેનેઝુએલામાં રહેતા ડૉ. ભટ પોતાને 'વિશ્વ નાગરિક તરીકે ઓળખાવે છે. એમણે પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન સાથે વેનેઝુએલા અને લેટિન અમેરિકાના પરંપરાગત જ્ઞાનનો સમન્વય સાધ્યો છે અને આરોગ્યના તત્ત્વજ્ઞાન અને ઉપચારનો નવો ચીલો શરૂ કર્યો છે. એમનો મુખ્ય ભાર વ્યક્તિગત સ્તરે સ્વાવલંબન અને ઉષ્ણકટિબંધની કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા ઉપર છે.
ફન્ક બ્રાચોની પોતાની વાત રજૂ કરવાની રીત બહુ અસરકારક છે. આપણું શરીર એ આપણી સૌથી મહામૂલી સંપત્તિ છે, તેઓ સાદાસીધા શબ્દોમાં અગત્યની વાત કહે છે અને આપણને લાગે છે કે ખરેખર આપણે આ મહત્ત્વની વાત દેખીતી હોવા છતાં વિસારે પાડી દીધી છે. આપણે પૈસા પાછળ દોડાદોડી કરીએ છીએ, કમાણી વધારવા લોહીનું પાણી કરીએ છીએ, નફો કમાવા ઊંધાચત્તા કરીએ છીએ, પણ આપણા શરીર અંગે ભાગ્યે જ પૂરતું ધ્યાન રાખીએ છીએ. આપણે શું ખાઈએ છીએ, પીએ છીએ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરીએ છીએ એની પાછળ થોડો જ વિચાર કરીએ છીએ.
તમે તમારી મોટરમાં કોઈ ખોટી વસ્તુ નખાય તો ચલાવી લો છો ? બ્રાચો પૂછે છે. મોટરમાં ભેળસેળવાળું પેટ્રોલ પૂરાય તો તમે કેટલી બધી ચિંતા કરો છો ? તો પછી તમારા પોતાના પેટમાં ખોટી વસ્તુ નખાય એ તમે કેવી રીતે ચલાવી શકો છો ? મોટરમાં શું નાખો છો એનું ઘણું ધ્યાન રાખો છો અને પોતાના શરીરમાં શું નાખો છો એનો વિચાર પણ કરતા નથી એમનું આ દટાંત આપણને
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org