________________
સ્વપ્નો વેચવાં છે | ૫
અને તેઓ વિકાસને ટકાવી ન શકાય તેવો... હેવા માંડ્યા છે!
છતાં આ વ્યાપક અને વધતી જતી બેકારી અંગે શું કરવું એ માટે અર્થશાસ્ત્રીઓ પાસે કોઈ જ ઉપાય નથી. એટલે જ બધા દેશોમાં લોકો હતપ્રભ છે. કેઈન સમજણ પડતી નથી. બધા પ્રશ્ન ઉઠાવે છે કે આ શું ચાલી રહ્યું છે?
- આપણા દેશમાં પણ સરકાર આર્થિક પ્રગતિને નામે વિદેશવેપાર, મૂડીરોકાણ, હૂંડિયામણ વગેરે અંગેની નીતિઓ ચલાવે રાખે છે. કારણ કે અર્થશાસ્ત્રીઓમાં એક નિયમ જેવું થઈ ગયું છે કે તમે જો કોઈને સમજાવી ન શકો તો એને મૂંઝવણમાં મૂકી દો. બેકારીના મૂળભૂત અને ભયાનક પ્રશ્ન અંગે આપણા દેશની સરકાર પણ કંઈ કરી શક્તી નથી. થીંગડથાગડ કરવા નવીનવી યોજનાઓ થયા કરે છે - જેવી કે જવાહર રોજગાર યોજના, ગામડાંના યુવકોને સ્વરોજગારી માટેની તાલીમની યોજના વગેરે. પરંતુ આ યોજનાઓ સફળ થતી નથી. બીજી બાજુ બક્ષી પંચ, મંડલ પંચ વગેરે દ્વારા સરકાર અમુક વર્ગો માટે અનામત નોકરીઓ રાખવાની યોજનાઓ કરે છે અને એની સામે બીજા વર્ગો દ્વારા આંદોલનો થાય છે, પરંતુ ખરું જોતાં આ આંદોલનોનો પણ ખાસ અર્થ નથી કારણ કે સરકાર પાસે નોકરીઓ કુલ છે જ કેટલી કે એ કોને આપવી અને કોને નહીં એની પ્રજા ઉપર અસર થાય ?
ખાનગી ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક કંપનીઓ તો બેકારી અંગે કોઈ જવાબદારી પણ નથી ધરાવતી. એમનું ધ્યેય તો પોતાનો નફો વધારવાનું છે. ઊલટાનું પોતાનો નફો વધારવા માટે ઉત્પાદન, વિતરણ વગેરેમાં વધારે આધુનિક યંત્રો વાપરવાને કારણે બીજી બાજુ બેકારી વધે તો પણ એની તો ગણતરી પણ એમને કરવાની નથી હોતી.
મૂળ અને મુખ્ય મુદ્દો તો એ વિચારવાનો છે કે કોઈ સરકાર, કોઈ કંપની કે કોઈ બૅન્ક ધારો કે પ્રજાની બેકારી દૂર કરવા માગે તો પણ તે એ કરી શકે એમ નથી. કારણ કે સરકાર કે કંપની કે બૅન્ક શું આપી શકે? પૈસા. પરંતુ બેકારી દૂર ન થવાનું કારણ પૈસાની કમી નથી. બેકારી દૂર ન થવાનું કારણ બજારની કમી છે. અને કોઈ સરકાર કે કંપની કે બૅન્ક બજાર ઊભું ન કરી શકે. એટલે આપણે એમના મોં સામે તાકીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. જો પૈસાથી બેકારી દૂર થતી હોત તો અત્યારે અમેરિકા અને જાપાનમાં શા માટે બેકારી વધે ?
ઊલટાનું ઉકેલ, કારગીલ અને કોકાકોલા તથા બીજી કંપનીઓના ઉત્પાદકો આપણા દેશમાં આવવા માગે છે તે શા માટે બજાર માટે. અમેરિકાની સરકાર બધા દેશો પાસે મુક્ત વેપારની નીતિ અપનાવડાવવા માગે છે તે શા માટે? બજાર માટે. આજે દુનિયાભરમાં ઉત્પાદકો જે ચીજની શોધમાં છે તે છે બજાર.
તો નવી પેઢીએ એ વાત વિચારવાની છે કે એમને કામધંધો જોઈએ છે તે માટે સરકાર, કંપનીઓ કે બેન્કો પાસે એમનું ભવિષ્ય નથી, એ માટે એમણે બજાર શોધવાનું છે.
આવું એક બજાર છે, આપણા હાથમાં જ છે, જે આપણે ભૂલી ગયા છીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org