________________
અય વતન તેરે લિયે | ૭૩
“પેઢામલીમાં વણકર અને છીપાને ધંધા ઉભા કરી તૈયાર કરીએ તો બધા કાપડ બનાવી શકે.” યોગેશભાઈએ કહ્યું. “હવે પછીના બે-ત્રણ મહિના અમારા ધંધામાં કામ ઓછું હોય છે એટલે હું પેઢામલી જઈને આ ગોઠવી શકું.”
“તમે અવારનાર ત્યાં જાઓ છો ?”
હા મહિનામાં એકાદ-બે વાર જઈએ. ત્યાં કામ ના હોય તો પણ માતાજીના મંદિરે જવા માટે જઈએ. પણ હમણાં તો હું ત્યાં વધારે રોકાઈ શકું એમ છું.”
ફરી પુસ્તક અંગે વાત કરી, પણ ઊઠતી વખતે એમણે કહ્યું કે “પુસ્તક હું જરૂર કરીશ, તમે કહો છો એનાથી પણ ઓછા ખર્ચે, નફો લીધા વગર કરીશ, પણ મને મૂળ રસ પેઢામલીના વિકાસમાં છે.” ..
શહેરમાં રહેતા અનેક લોકો પોતાના વતનના ગામમાં વણકર અને છીપાને ઉભા કરીને કાપડનો ધંધો શરૂ કરાવી શકે, અત્યારે માર્ચ-એપ્રિલમાં તો રૂની સીઝન પણ છે. એ દ્વારા તેઓ પોતાના વતનના ગામ સાથે પોતાનો નાતો વધારી શકે. શહેરની સાથેસાથે વતનમાં પણ પોતાનાં મૂળ મજબૂત કરી શકે.
પુસ્તક્ના કાગળનો નમૂનો બતાવવા બીજે દિવસે યોગેશભાઈને મળવાનું નકકી કર્યું. સવારે મને કાગળ ન મળ્યો એટલે મેં એમને ફોન કર્યો ત્યારે એ નહોતા પણ એમના પિતાજી વિઠ્ઠલભાઈ હતા. “કેમ છો બહેન યોગેશ મળી ગયો ને તમે પેઢામલી ગયાં હતાં ? સંયેભાઈને ત્યાં યોગેશે કામ અંગે વાત કરી? એ તમને પછીથી મળશે ? પેઢામલીની નદીની રેતીમાં હજુ પણ બુદ્દાઓ છે તે તમે જોયા હતા?” ગઈ કાલે જેમને મારી સાથે વાત કરવાનો પણ અણગમો હતો એમના અવાજમાં આજે એકદમ મીઠાશ હતી અને એની પાછળનું કારણ હતું પેઢામલી માટેનો એમનો પ્રેમ. એમના પ્રશ્નોથી વ્યક્ત થતો હતો પેઢામલીના વિકાસમાંનો એમનો રસ. એમના શબ્દ શબ્દ ટપક્તી હતી પેઢામલી
માટે કંઈ કરી છૂટવાની એમની તમન્ના. | ગઈ કાલે યોગેશભાઈ મળ્યા ત્યારથી મારા મનમાં જે શબ્દો આકાર લઈ રહ્યા હતા તે હવે સૂર સાથે છવાઈ ગયા:
દિલ દિયા હે, જો ભી ઇંગે. અય વતન તેરે લિયે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org