________________
૩૦ ઔદ્યોગિક દેશોની સંપત્તિ લૂંટ છે
યુરોપ, અમેરિકા અને જાપાનમાં આ સદીમાં જે જાહોજલાલીની છોળો ઊછળી એ કોઈ અદ્રિતીય બુદ્ધિમત્તાથી મેળવેલી સિદ્ધિ નથી, પણ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં દશકાઓ સુધી ચલાવેલી લુંટ છે. ' ,
અત્યારે આ ઔદ્યોગિક દેશોમાં ટેક્નોલોજીમાં જે સંશોધન અને શોધખોળ થઈ રહ્યાં છે એ ઉપરથી એમ લાગે છે કે એ દેશોમાં વધારે જ્ઞાન અને આવડત હોવાથી તેઓ આગળ છે, પરંતુ યંત્રોનું તંત્ર પૈસા પર ચાલતું હોવાથી એક વાર માણસ પાસે તેમ જ દેશ પાસે સંપત્તિ એકઠી થાય પછી એને ત્યાં અનેકવિધ પૂજારીઓ ભેગા થાય છે અને તે જે કરે છે તે બરોબર જ નહીં, પણ અજોડ અને અત્યંત કુશળતાભર્યું ગણાવા માંડે છે.
લૂંટ કરવા માટે બુદ્ધિમત્તા કરતાં નિર્યતા વધારે જરૂરી બને છે, પણ એક વાર સંપત્તિ ભેગી થાય પછી નિર્દયતા ઉપર પણ બુદ્ધિમત્તાનો ઓપ ચડાવવામાં આવે છે. ખરેખર તો ઊલટાનું પહેલાના જમાનામાં ધનવાનોને શંકાની નજરે જોવામાં આવતા.
પ્રશ્ન થશે કે ઔદ્યોગિક દેશો તો આપણે ત્યાં પોતાનો માલ વેચવા આવ્યા, પણ આપણે એ ખરીદ્યો શા માટે? આપણે પોતાની પસંદગીથી એ માલ નહોતો ખરીદ્યો, પણ યુરોપના દેશોએ પોતાનો માલ વેચવા માટે આપણે ત્યાં કાપડ અને તેને પરિણામે બીજા ધંધાઓ બળજબરીથી તોડી પાડ્યા હતા અને આર્થિક-રાજકીય સત્તા જમાવી પોતાનો માલ વેચ્યો હતો. પછી તો આપણે નાણાંની જરૂર પડવા માંડી એટલે આપણે એ દેશોના વધુ ને વધુ કાબૂ નીચે આવતા ગયા.
આપણને અને આપણા જેવા બીજા દેશોને આ વાત પહેલેથી ખબર પડવી જોઈતી હતી, કારણ કે એ લૂંટ આપણા ઉપર હતી, પરંતુ ઔદ્યોગિક દેશોની સંપત્તિની ઝાકઝમાળમાં આપણે અંજાયેલા હતા. ઊલટાનું આર્થિક વિકાસ સાધવા માટે એમણે લીધેલો માર્ગ આપણે પણ અપનાવવો જોઈએ એમ આપણા અર્થશાસ્ત્રીઓ અને રાજકર્તાઓ કહેવા લાગ્યા.
આ વાત આજે પણ આપણા દેશના વિદ્વાનો નહીં માને, પરંતુ હવે સહુ એટલા માટે માથું ખંજવાળે છે કે ઔદ્યોગિક દેશોના વિદ્વાનો પોતે જ આ દેખવા માંડ્યા છે અને કહેવા માંડ્યા છે. શા માટે ઔદ્યોગિક દેશોમાં છેક હવે અત્યારે આ વાત સમજાઈ છે એનું કારણ એ છે કે હવે એમને પોતાને ત્યાં જ બેકારી ખડકાવા માંડી છે. અત્યાર સુધી તો એ એમનો ગંજાવર પાયે ઉત્પાદન કરેલો માલ ત્રિખંડના દેશોમાં ઠાલવતા હતા એટલે પોતાના નાની વસતિના દેશમાં સહને સરસ નોકરીની તકો હતી, પરંતુ હવે તેઓ પરદેશમાં માલ વેચી શકતા નથી એટલે કંપનીઓના ઉત્પાદન પર નિયંત્રણ આવ્યું છે. એટલે નોકરીની તકો ઓછી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org