________________
૧૦
છાનું (પુરુષ–આત્માનું) સ્વરૂપમાં અવસ્થાન થાય તેવા દુષ્ય સ્વરૂપsuસ્થાના (પા. કે.) આમ આ વ્યાખ્યા પણ પૂર્વોક્ત સર્વ અર્થને પુષ્ટ કરે છે. આ વ્યાખ્યાથી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ બને સમાધિને યોગની વ્યાખ્યામાં સમાવેશ કરવાને આશય છે. જૈનશાસ્ત્રોકત અધ્યાત્માદિ પાંચ ભેજવાળો ગ ઉપરમાં કહ્યો, તેના પાંચમાં વૃત્તિસંક્ષય ભેદમાં આ સંપ્રજ્ઞાત અને અસંમજ્ઞાત એ બને સમાધિને અત્યંત સુગમ તાથી અવતાર થાય છે. સ્થલ-સૂમ એવી આત્માની ચેષ્ટાઓ તે વૃત્તિઓ છે; તેઓને મૂલ હેતુ કર્મ સંગગ્યતા છે; આ આત્માની કર્મ સંયોગગ્યતાનો અકરણનિયમથી અપગમ થવો, સમૂળગું દૂર થવું તે વૃત્તિક્ષય. આ વિશિષ્ટ વૃત્તિક્ષય જ્યાં થાય છે તે શુકલધ્યાનના પ્રથમ બે ભેદમાં સંપ્રજ્ઞાતx સમાધિ અવતરે છે, કારણ કે ત્યાં વૃત્તિ અર્થોનું સમ્યફ પ્રકર્ષરૂપથી જ્ઞાન હોય છે. ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે કેવલજ્ઞાન લાભ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે, કારણ કે ત્યાં ગ્રાહા-ગ્રહણાકારવાળી ભાવમનોવૃત્તિઓના અવગ્રહાદિકમે સમ્યફ પરિજ્ઞાનને અભાવ હોય છે. ઇત્યાદિ પ્રકારે આ પાતંજલેક્ત ગ વ્યાખ્યાને જૈનશાસ્ત્રોક્ત વ્યાખ્યા સાથે સુમેળ મળે છે, એટલું જ નહિં પણ કેટલાક પારિભાષિક શબ્દોનું પણ આશ્ચર્યજનક સામ્ય દશ્ય થાય છે! “તમત્વે રોજ ફતે ” એ ગીતામાં કહેલી વ્યાખ્યા પણ ઉક્ત પાંચ ભેદના ચેથા સમતા પેગ સાથે સમન્વય સાધે છે.
આ યોગની પ્રક્રિયા આ પ્રકારે ચિત્ત જ્યારે ક્ષીણવૃત્તિવાળું થઈ જાય, ત્યારે તેમાં પરમાત્મસ્વરૂપની સમાપ્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શન. જેનું ધ્યાન કરવામાં આવે છે, તેના સ્વરૂપનું ધ્યાનથી સ્પર્શન-અનુભવન થવું, તદ્રુપતાની સભ્ય આપત્તિ-પ્રાપ્તિ થવી, તદ્રુપપણું પામવું તે સમાપતિ સ્ફટિક જેવું નિર્મલ ચિત્તરત્ન જેનું ધ્યાન ધરે છે, તેનો તેવી છાયા તેમાં પડે છે કારણ કે ચિત્ત જ્યારે નિર્મલ ક્ષીણ વૃત્તિવાળું, સ્ફટિક જેવું પારદર્શક સ્વચ્છ ( Crystal-clear ) થઈ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નહિં હોવાથી સ્થિર થઈ એકાગ્રપણું પામે અને આમ જ્યારે તે
x “समाधिरेष एवान्यैः संप्रज्ञातोऽभिधीयते । सम्यकप्रकर्षरूपेण वृत्त्यर्थज्ञानतस्तथा ॥
असंप्रज्ञात एषोऽपि समाधिर्गीयते परैः। निरुद्धाशेषवृत्त्यादितत्स्वरूपानुवेधतः ॥"
વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિકત ગબિન્દ, અને શ્રી યશોવિજયજીએ કરેલી પાતંજલ થ૦ સુ૦ની પરમ સુક્ષ્મ વિવેકવાળી વ્યાખ્યા,-જેમાં એ મહાત્માઓએ મધ્યસ્થપણે કવચિત પાતંજલ સાત વાગ્યાની વિકલતા દર્શાવી આપી, ગુણગ્રાહી વિશાલ તરદષ્ટિથી જૈન શાસ્ત્રોકત યોગ સાથે તેને અદ્દભુત સમન્વય સાધી બતાવી, પોતાની કુશાગ્રબુદ્ધિ અને મહાનુભાવ ઉદારતાનો આપણને પરિચય કરાવ્યો છે.
* “વિતર્કવિરાજાનારામિતાપાનુપમરવંશાતઃ ” ઈ(પ૦ સૂ૦ ) તેની સાથે સરખા શુકલધ્યાનના નામ- ૧) પૃથકૃત્વવિતર્ક સવિચાર, (૨) એકવિતર્ક અવિચાર. ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org